મોટાભાગે આપણી આસપાસ નજર ફેલાવીએ તો જોવા મળશે કે મહિલાઓ પુરુષો પાસેથી વધુ અપેક્ષા રાખે છે. વધારે આશાના ચક્કરમાં તેઓ વધુ દુખી થાય છે. તે એમની પર વધારે દબાવ કરવા જતાં તણાવ વધારે છે. જરા ધ્યાન આપીએ કે એક મહિલાએ તેના સાથી પાસેથી શું આશા ન કરવી જોઈએ.
1. મહિલાએ આશા ન રાખવી જોઈએ કે પહેલા તમને એ જ પ્રપોઝ કરે. જો તમે સુંદર અને આકર્ષક છો તો તમે પણ પ્રપોઝ કરી શકો છો.
2. ફોન પર મેસેજ તમારો પાર્ટનર જ કરે એવી અપેક્ષા ન રાખવી.
3. પુરુષો પાસે સાફ રુમની અપેક્ષા ન રાખવી.
4. જો તમે એમની સાથે દરવખતે વધારે સમય નથી આપતા એવી ફરિયાદ કરો તો તમારે સમજી લેવું જોઈએ કે નોકરી પરથી આવતા ક્યારેક કામના લીધે મોડું પણ થઈ શકે છે.
5. તમારો સાથી તમને પ્રેમ કરે છે એનો અર્થ એ નથી કે એ તમારા ઈશારા પર નાચે. આવી અપેક્ષા ન રાખો.
6. પુરુષો રાહ નથી જોઈ શકતાં. આ તેમનો મોટો માઈન્સ પોઈન્ટ છે. આ વાત પણ તમારે સમજવી જોઈએ.
7. દરેક વખતે પુરુષ જ કેમ ડ્રાઈવ કરે. તમે ફરવા જાવ છો અને તમને વાહન આવડે છે તો તમે પણ વાહન ચલાવી શકો છો.
8. પુરુષ પાસેથી આશા ન રાખશો કે તમામ વાત એ તમને પુછીને કરે.
તમે જો આ સુવર્ણ અક્ષરે લખાયેલા નિયમોને ચોકસાઇ પૂર્વક અમલમાં મુકશો, તો તમારું સહજીવન અચૂક સફળ થયું સમજવું.
nice one…
LikeLiked by 1 person
Hahahaha…ryt chandni… 🙂
LikeLiked by 1 person