“શ્રી નાથજી સત્ય છે”
સ્વભાવ અને લગ્ન જીવન
ગુજરાતીઑ મા ઍક જુનો મુહાવરો ખુબ બોલાય છે…”લગ્ન ઍટલે લાકડા નો લાડુ, ખાય એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય” હું તમને ચોક્કસ કહી શકું કે એ કહેવત કોઈ લગ્નજીવન થી દુઃખી થયેલ વ્યક્તિ એ જ લખી હશે. જો લગ્ન સંસ્થા ના હોય તો આ સમાજ સંસ્થા પણ ના જ હોય.
લગ્ન કર્યા પછી જીવનસાથીને પ્રેમ થી અપનાવી લઈને એ લગ્ન પ્રેમ થી જીવવુ એ ખૂબ જ ઇંપૉર્ટેંટ છે . પણ તમે જોશો કે સમાજમાં અને આપણી આસપાસ પણ ઘણાં લોકો લગ્ન જીવન ખેંચતાં હોય,બોજ ગણતા હોય,કે નીભાવતા હોય છે.
મોટાભાગે સમસ્યા એ હોય કે પાર્ટનર્સ મા મનમેળ નથી હોતો, પણ હૂ કહીશ કે એકજ મા ના બે બાળકો મા પણ મતભેદ નથી હોતા? તમારા અને તમારા મિત્ર મા મતભેદ નથી હોતા? પેરંટસ સાથે મતભેદ નથી થતા? હું પૂછુ છું કે તમેં તમારા પડછાયા સાથે લગ્ન કર્યા છે? કે તમે કહો છો કે મતભેદ ના હોય? મતભેદ, અલગ વિચારો, નિરાળી પસંદ એ પણ લગ્ન જીવન નો ઍક ભાગ છે, . આ મતભેદ કે આ અલગતા ને આપણી માં ઉપર હાવી ના થવા દેવાય. જો મતભેદ આપનાં મન ઉપર હાવી થાય તો વાત વણસી જાય, સંબધ મા દોષારોપણ, ઝગડા , એકબીજા ને અવોઇડ કરવા,નસીબ નો વાંક કાઢવો કે માતા-પિતા નો વાંક કાઢવો, અને એનાથીય આગળ, સૌથી વધુ નુકશાનકારક પગલું, છુટાછેડા લેવા જેવી હદ સુધી ની પરિસ્થિતિ સર્જાય છે.
આ બધી વાત બગડે ઍમા જવાબદાર છે સ્વભાવ.
ઘણા લોકો ફૅમિલી ને ઇંપૉર્ટેન્સ આપે છે અને જીવનસાથી ને અવોઇડ કરે છે.
વધારે પડતા મહત્વાકાંક્ષી લોકો પોતાના કરીયરમા ગળાડૂબ રહે છે એ લોકો પરિવાર, જીવનસાથી, સંતાન, મિત્રો બધા થી દુર થઈ જાય છે. કરિયર અને પૈસા ને ઇંપૉર્ટેન્સ આપતા લોકોની લાઇફ માથી પ્રેમ,લાગણી,સહિષ્ણુતા,ગાયબ થઈ જાય છે અન આવા પૈસા ના સંબધો વ્યસનોનું દૂષણ લઈને આવે છે અને આ વ્યસનો લગ્ન જીવન માંથી શાંતિનો ભોગ કે તમારા પરિવાર ના સુખ ચેન નો ભોગ લઇ લે છે.
ખર્ચાળ જીવનસાથી ની જીવન સ્ટાઇલ દેખાદેખી થી ભરેલી હોય છે જે મોટાભાગે લાંબા સાથે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય, એવા હાલ થાય છે. જ્યારે પૈસા ની બાબત મા સ્વાર્થી બનતા પતિ પત્ની તારું મારૂ કરે છે ને ઍક બીજા થી દુર જાય છેં ને અણબનાવ ,અને તણાવ ની ખાઈ ઉભી કરે છે.
ઉગ્ર સ્વભાવ કે જક્કી સ્વભાવ ના વ્યક્તિઑ પોતાના જીવન મા જાતે જ કડવાશ લાવે છે. સ્વભાવે અંતર્મુખી એવા લોકો જાત સાથેજ જીવે છે અને તેમનો આ સ્વભાવ સામે વાળી વ્યક્તિ ને ગૂંગળાવી નાખે છે અને છેલ્લે પતિ કે પત્ની તરીકે આદર્શ બનવા મા અસફળ રહે છે.
બહાર ટીપ ટોપ અન ઘરે ફૂવડ રેહતા લોકો પણ થી જીવન માં દુખો ઉત્પન્ન થાય છે.
સેક્સને વધારે પાડતુ ઇંપૉર્ટેન્સ આપતા, અને સેક્સ ને અવોઇડ કરતા લોકો પણ દુખી થાય છે. મૅરેજ લાઇફ મા સ્ટ્રેસ ને લીધે લગ્ન જીવન માણવા પછી આ લોકો અક્ષમ બને છે. અને પોતાના વિષે લઘુતા ગ્રંથી અનુભવે છે. સુખી લગ્ન જીવન માટે પ્રેમ જેટલુ જ મહત્વ શારીરિક સંબધો નું પણ છે. એકબીજાના શોખો સ્વીકારી ને,એકબીજાને એડજસ્ટ થઈને જીવવાની પણ ઍક મજા છે.
કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી એમ કોઇ નુ લગ્ન જીવન પણ સંપૂર્ણ ન હોઈ શકે પરન્તુ એકબીજાને વધુ ને વધુ અનુકુળ થઈને, એકબીજાને સમજી ને જીવાય તો, સુખી લગ્નજીવન ના લુત્ફ ઉઠાવી શકાય છે અને રોજબરોજ ના સ્ટ્રેસથી, છુટાછેડા જેવા દૂષણથી બચી ને શાંતિ થી જીવન નો આનંદ માની શકાય, સાથે પરિવાર અને સંતાનો ને પણ સુખી કરી શકાય.
એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગ માં બને છે, પણ આપણે આપણા જીવનસાથી સાથે આજ જન્મ માં અહીંજ સ્વર્ગ નું નિર્માણ કરીએ તો ચોક્કસ ઈશ્વર પણ પ્રસન્ન થશે અને આપનો પરિવાર અને છેવટે સમાજ પણ આનંદી અને સુખી થશે એ નક્કી છે.
હમેશા ખુશ રહો ઍવી ભાવના સાથે આ બ્લોગ પર વિરમુ છુ.
જલ્દી મળિશુ નવાવિષય સાથે.
ચાંદની દલાલ