ડાયવોર્સ ઍક સળગતી સમસ્યા

“શ્રી નાથજી સત્ય છે”
દીકરી કે દીકરા માટે જીવનસાથી પસંદ કરતી વખતે દરેક માતા પિતા ના મનમાં ઍક પ્રશ્ન હોય છે કે મારા દીકરા કે દીકરી નુ લગ્નજીવન સુખી અને સંતુષ્ટ રહેશે ને? ઍનુ રિઝન છે આજકાલ થતા વિવાહ અને લગ્ન તૂટવા.
o-CHRISTMAS-DIVORCE-facebook.jpg
લગ્ન જીવન ત્યારે સુખી હોય જ્યારે ઍનુ ફાઉંડેશન સ્ટ્રૉંગ હોય- આ ફાઉંડેશન ના ઇંપૉર્ટેંટ પિલ્લર છે પ્રેમ,વિશ્વાસ,અંડરસ્ટેન્ડિંગ,ઍક બીજા માટે રીસ્પેક્ટ અને સાયુજ્ય. આ પિલર માં તિરાડ પડવા માંડે ત્યારે જો ઍનો ઈલાજ ના થાય તો ઍ લગ્ન નુ ફાઉંડેશન હચમચી જાય છે. હું કહી શકું કે ડાઇવોર્સ અચાનક નથી થતા ઍના ઘણા અને જુદા જુદા કારણો હોય છે.
અને જેને કારણે લગ્નજીવન તૂટી જાય છે,
– ઍક્સટ્રા મેરિટલ અફેર-બીજા વ્યક્તિ સાથે ના પ્રેમ સંબંધો
– તૂટતા જોઇન્ટ ફૅમિલી
– વુમન ઍંપાવરમેન્ટ,
-ફાયનસિયલ ઇન્ડીપેન્ડંસ
– હેલ્થ પ્રોબ્લેમ્સ
– લેટ મૅરેજ–કોઈ પણ પાર્ટનર પોતાની લાઇફ સ્ટાઇલ, ચેંજ, નથી કરવા માંગતા
– ઉતાવળા મેરેજ
– ફાઇનાન્સીયલ ઇશ્યૂ
– વ્યસનિ સ્વભાવ
– દીકરી ના લગ્ન જીવન મા દખલગીરી કરતા પેરેંટ્સ
– સાસુ વહુ ના પ્રોબ્લેમ્સ
– દહેજ ની માંગણી
– માનસિક અન શારીરિક ત્રાસ
– સેક્સ્યુઅલ સેટિસ્ફૅકશન ના હોય
– જબરદસ્તી થયેલા મેરેજ
– ઑવર ઍમ્બીસિયસ પાર્ટનર હોય અન પોતાની જવાબદારી થી દૂર ભાગતા હોય ત્યારે
– ઍક બીજા સાથે કંપેબીલીટી ના હોય ત્યારે
– પાર્ટનર થી વધારે સુપીરીયેરીટી હોય ત્યારે
– ઍક બીજા ને સમજી શકાતું ના હોય
-જરૂરીયાતો, લાઇકિંગ્સ,વિગેરે અલગ હોય ત્યારે
– તદદન્ જુદા ફૅમિલી બેકગ્રાઉંડ માથી આવતા વ્યક્તિ ને પૂરતો સપોર્ટ ના મળે ત્યારે
– કોમ્યૂનીકેશન ગેપ અથવા લેક ઓફ કોમ્યૂનીકેશન હોય ત્યારે
– વિશ્વાસ ના હાય ત્યારે
– અદેખાઈ, જેલસી હોય ત્યારે ત્યારે ડાયવોર્સે થાય છે
મિત્રો આવુ કંઇ પણ જીવન મા લાગે તો પ્રેમ નુ પાણી, ,વિશ્વાસ ની સિમેન્ટ અને સમજણ ની મિલાવટ કરી ને યોગ્ય સમયે પ્લાસ્ટર કરજો જેથી કરીને તમારા લગ્ન જીવન ના પિલર સલામત રહે
ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વિરમુ છુ
જલ્દી મળિશુ નવા વિષય સાથે
ચાંદની દલાલ