“શ્રી નાથજી સત્ય છે.”
ઈન્ટરકાસ્ટ મેરેજ:
લગ્ન કરવા ઈછતા યુવક કે યુવતી ને જો પુછવમાં આવે કે કેવો લાઇફ પાર્ટનર જોઇઍ? તો જવાબ કૈંક આવો મળે—જેમનુ ઍજયુકેશન લેવલ સારુ હોય,જોબ કે બિજ઼્નેસ મા સ્ટેટસ સારુ હોય,હૅંડસમ કે બ્યૂટિફુલ હોય અને મૅચ્યોર હોય, બસ.
હવે અહીં કયાંય પણ કાસ્ટ કે .રિલિજીયન ની વાત નથી આવતી .જો ફૅમિલી સપોર્ટ કરે તો યૂવક ,યુવતી ઈન્ટરકાસ્ટ મૅરેજ કરે જ છે.
આપણા વડીલો ઍમ માને છે કે સેમ કાસ્ટ મા મૅરેજ કરવાથી આપણા દીકરા કે દીકરી સારી રીતે ઍમના સાસરા માં સારી રીતે ગોઠવાઈ જાય અને ઍમની મૅરેજ લાઇફ સ્મુધ જાય અને જો પ્રૉબ્લેમ્સ આવે તો સમાજ ના અગ્રણી કે વડીલો મારફતે પ્રોબ્લેમ સૉલ્વ કરી શકાય.
આજના પેરેન્ટસ ઓપન માઇંડેડ થઈ રહ્યા છે અને પોતાના દીકરા કે દીકરી ની ખુશી માટે ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજન મૅરેજ માટે તૈયાર થઈ રહ્યા .છે. પછી એ લવ મૅરેજ હોય કે એરેંજ.
ચાલો જોઈશુ ઇંટર કાસ્ટ મૅરેજ ના Advantages and Disadvantages :
Advantages:
૧:-ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ માં પાર્ટનર્સ એકબીજા ને સારી રીતે ઓળખતા હોવાથી એક્બીજા ની લાગણી, પ્રેમ સમજી શકે. ઍમના મા યૂનિટી હોય ઍક્બીજા ને સપોર્ટ કરે છે.
૨:-ઍક્બીજા ના રીત રીવાજો સમજતા ઍક્બીજા ની વધુ નજીક આવે છે.
૩:-ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ દ્વારા થતા બાળકો ઇંટેલિજેંટ હોય છે ને જેનેટીક પ્રૉબ્લેમ્સ થવા ની શક્યતા નહીવત હોય છે.
૪:-ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ ઍ સમાજની મેન્ટાલિટી ચેંજ કરી છે.
જો પ્રેમ,અંડરસ્ટૅંડિંગ,મેચ્યોરિટી હોય તો ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ કરી શકાય.
Disadvantages:
ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ મા ઘણા બધા પ્રૉબ્લેમ્સ આવે છે.
૧:-જુદી કાસ્ટ હોવાથી ક્યારેક મારી કાસ્ટ સુપિરીયર છે ઍવી ફીલિંગ આવે
૨:-રિલિજીયન અને રીત રીવાજો માટે મતભેદ થવાની શક્યતા છે.
૩:-બાળકો ના જન્મ પછી નામકરણ,સ્કૂલ માં રિલિજીયન વિષે લખાવવા થી લઈ ને કઇ કાસ્ટ મા મૅરેજ કરાવવા, ત્યાં સુધી ના મતભેદ થવાની શક્યતા છે.
૪:-ફૅમિલી, ફ્રેંડ્સ,રિલેટિવ ના ઇંટરફિયરન્સ થવાની શક્યતા છે જો એ લોકો લોઅર કાસ્ટ ના હોય તો એ લોકો કાસ્ટિજ઼મ ને મહત્વ આપી ને અણગમતો વ્યવહાર કરે છે.
૫:-જો પાર્ટનર વીક હોય તો, અને ફૅમિલી નો સપોર્ટ ના હોય તો પોતે જ તૂટી જાય છે. અને પાર્ટનર ને દુખી કરે છે.
૬:- ફૅમિલી મેમ્બર્સ ને સમાજ નૉ ભય રહે તો પણ સપોર્ટ નથી આપતા. ઍવા કેસ માં પણ મજબૂત રહેવુ અઘરું બને છે.
૭:-હાયર – લોઅર ક્લાસ ના પાર્ટનર પણ ઍક્બીજા ની લાઇફ સ્ટાઇલ,ફૅમિલી વૅલ્યૂઝ ની સાથે એડજસ્ટ કરી શકતા નથી.
હજુ તો ઘણું લખી શકાય પણ—
સાર ઍટલો જ કે ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ — લવ મૅરેજ કે અરેંજ મૅરેજ લગ્ન જીવન સારી રીતે જાય એ માટે સોનેરી સુત્ર છે
પ્રેમ,વિશ્વાસ, સમજદારી અને મેચ્યોરિટી.
જલ્દી મળિશુ નવા વિષય સાથે–
ચાંદની દલાલ
મૅરેજ કન્સલ્ટન્ટ.