એ રોમાંચક પહેલી મુલાકાત…પણ ધ્યાન માં રાખજો આ વાત…

શ્રી નાથજી સત્ય છે

જ્યારે તમે અરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છો એ વખતે તમારા માટે મેરેજ બ્યુરો ઘ્વારા,ફેમિલી,ફ્રેંડ,કે રિલેટિવ

ઘ્વારા મિટિંગ ગોઠવવામાં આવે છે. આ મિટિંગ તમે અજાણી વ્યક્તિ સાથે કરો છો એ વખતે થોડો સ્ટ્રેસ, થોડું ટેંશન હોય

ત્યારે તમે કેવી રીતે ,ક્યા ટોપિક પર વાત કરશો અને એ પણ પોઝિટિવ નોટ સાથે એ ખૂબ જ અગત્ય નું છે.

ક્યારે ય પણ મિટિંગ માં કલુ લેસ હોવ એ તમારી ઇમ્પ્રેશન બગાડશે. તમે તમારી ઈચ્છા થી મિટિંગ માં આવ્યા છો

કોઈ ફોર્સ થી નહી. એટલે તમારી પાસે વાત કરવાના વિષયો હોવા જ જોઈ એ અને એ પણ એવા જેથી તમે બંને

એક બીજા ને સારી રીતે સમજી શકો.

હું તમને અહીં થોડી ટિપ્સ આપું જે તમને “વો પહેલી મુલાકાત” ફર્સ્ટ મિટિંગ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માં હેલ્પ કરશે.

13427798_1118221168235983_2401026225727674995_n

સ્ટાર્ટ વિથ પોઝીટીવ કોન્વર્સેશન. .

હંમેશા કોમ્પલીમેંટિંગ વાત થી શરૂઆત કરો, જેમ કે તમારું ઘર સરસ છે,તમારા પેરેન્ટ્સ નો નેચર સારો છે.વિગેરે…

MEETING SHOULD BE કોંવેર્સાશન, AND NOT AN ઇન્ટરવ્યૂ.

તમારી આ મિટિંગ પર તમારા ફયુચર નો આધાર છે, જેથી મિટિંગ એ સારા અને પોઝિટિવ વિચારોનું કોન્વર્સેશન હોવું જોઈએ..સામે વાળા ને એ ઇન્ટરવ્યૂ ન લાગવું જોઈએ એનું ધ્યાન રાખજો.અને વાતચીત દરમિયાન એકબીજા ને
લાઈટ મૂડમાં રાખવા માટે સ્માઈલ કરો.

KNOW EACH OTHER WHAT YOU BOTH ENJOY MOST

વાતચીત માં એકબીજા ની હોબી, લાઈકીંગ્સ જાણવાની કોશિશ કરો.જો એને વાંચવાનો શોખ હોય તો એ શું વાંચે છે.,ફરવાનો શોખ હોય તો એ કેવી જગ્યા એ ફરવા જવાનું પસંદ કરેછે .કેવું ફૂડ પસંદ છે? વિગેરે જાણવા નો પ્રયત્ન કરો.

KNOW THE LIFE STYLE

એમની LIFE STYLE જાણવા એમના ફ્રેંડ્સ ને ઓળખો, હોબીઝ જાણો, ફેમિલી વૅલ્યુઝ સમજો. સ્પિરિટયુઅલ વિચારોજાણો. ફ્રી સમય કેવી રીતે સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે એ જાણો.

VIEW FOR CAREER AND FUTUR PALN.

હમણાં જે વ્યવસાય માં છો તેમાં ભવિષ્ય નો શું પ્લાન છે? જોબ માં આગળ વધશો કે બિઝનેસ કરશો? ઇન્ડિયા માં તમારાંએજ્યુકેશનનું ફયુચર છે કે ફોરેનમાં ? હાઉસ વાઇફ રહેવાનું પસંદ છે કે જોબ કરવી છે.પ્રોફેશનલ અને પર્સનલ ગોલ્સ વિશે વાતો કરો. જો વધારે COMFORBLE હોવ તો સિરિયસ ટોપિક્સ પર પણ વાત કરી શકો.

એમના જીવનસાથી માટે ના વિચાર જાણો.

જીવનસાથી પાસે ની અપેક્ષા શું છે એ જાણો. જાણો એ વ્યક્તિ મેરેજ કરવામાટે મેન્ટલી પ્રીપેર છે? કોનું ઇમ્પોર્ટન્સ છે એમના જીવન માં વધુ એ જાણો. ઇન્ડિયા માં મેરેજ એ બે વ્યક્તિ ના નહી પરંતુ બે ફેમિલી ના થાય છે. મિટિંગ માં જાવ ત્યારે સામે વાળા શું વાત કરે છે એ શાંતિ થી સાંભળો, સમજો, ઉતાવળ ના કરો.તમને અને તમારા ફેમિલી ને કેવી રીતે ટ્રિટ કરે છે એ પણ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે.

જતા જતા HAMESHA એક પોઝિટિવ નોટ મુકો જેમ કે

“IT’S NICE TALKING WITH YOU”

IT’S PLASURE KNOWING EACH OTHER”

જેથી કરી ને જ્યારે બંને ફેમિલી એક બીજા માટે પોઝિટિવ હોય તો બીજી મીટિંગ્સ ની સ્પેસ રહે. બધું પોસેટિવ લાગે તો બીજી ત્રીજી વાર મળો.ફોન નંબર આપો અને વાતો કરો. કેમ કે એક મિટિંગ જીવનસાથી ની પસંદગી માટે પૂરતી નથી.

આજનો આર્ટિકલ તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારો અભિપ્રાય અને સૂચનો આપજો એવા આગ્રહ સાથે…

ફરી મળીશું આજ દિવસે, આવતા અઠવાડિયે, એક નવા જ વિષય સાથે.

 

HAPPY WEEK AHEAD …

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

કેવી રીતે જાણશો કે તમારા પ્રિય વ્યક્તિ તમને પ્રેમ કરે છે?

“શ્રી નાથજી સત્ય છે”

કેવી રીતે જાણશો કે તમારા પ્રિય વ્યક્તિ તમને પ્રેમ કરે છે?

તમે જેને પ્રેમ કરો છો એ  વ્યક્તિ તમને પ્રેમ કરે છે, તમારી કેર કરે છે ઍ જાણવુ ખૂબ અઘરૂ છે. અને જ્યારે ઍ પ્રેમ નો ઍકરાર ઍટલે કે “I LOVE YOU” નથી કહેતી ત્યારે ખૂબ જ અઘરૂ થઈ જાય છે.

પ્રેમ નો મતલબ દરેક માટે જુદો જુદો છે. અને ઍને વ્યક્ત કરવાના રસ્તા પણ જુદા જુદા છે. જો ધ્યાન થી ઍમની આક્ટિવિટી પર નજર રાખો તો તમને ખ્યાલ આવી જશે.

અહીં થોડી ટીપ્સ આપુ છુ જેનાથી થોડો ખ્યાલ આવી શકે કે તમે જેને પ્રેમ કરો છો ઍ તમને પણ પ્રેમ કરે જ છે.

13411946_1121760471215386_8991643185710977806_o

૧. તમે જે ડિઝર્વ કરો ઍ રીતે તમને ટ્રીટ કરે.
સારી વ્યક્તિ સારી રીતે જ ટ્રીટ કરે. ઍ તમારી જરૂરીયાત, લાગણી, ઈચ્છાઓને ધ્યાનમા રાખીને તમને ટ્રીટ કરશે. તમારા ધ્યેયને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરશે . તમારી હેલ્થ નુ ધ્યાન રાખશે. તમારા પરીવાર અને મિત્રો સાથે ખૂબ સારી રીતે વાત કરશે.

૨. તમને પ્રાયૉરિટી આપે.
તમારા વિષે અને તમારા ફ્યુચર વિષે વિચારે. સુખ,દુખની વાત મા તમને સૌથી પેહલા યાદ કરે. તમારા ઑપીનિયન નુ મહત્વ હોય.

૩ સંબધને વિશ્વાસથી ટ્રીટ કરતા હોય.
તમારી સાથે વફાદાર હીય, તમારી સાથે ના સંબંધ માટે એ બેસ્ટ વિચારતા હોય. તમારા પ્રૉબ્લેમ્સ ને સૉલ્વ કરવા માટે તત્પર હોય. તમારી સાથે ના સંબંધ નીભાવવા ઍ બધા સાથે ફાઇટ આપવા તેયાર હોય અને તમને હંમેશા ખુશ રાખે.

૪. તમારી કેર કરે.
જે તમને પ્રેમ કરતા હશે એ તમારા સારા કે ખરાબ સમય મા તમારી સાથે જ રેહશે. તમારા દરેક ડીસિઝન મા તમને સપોર્ટ કરશે. તમને સેફ ફીલિંગ આપે. જ્યારે કોઈ પ્રોબ્લેમ મા હોવ ત્યારે તમારા વિષે વિચારે, તમને મદદ કરે, સાચુ ગાઇડન્સ આપે અન સારા વ્યક્તિ બનવા પ્રેરણા આપે.

૫. તમારા માટે સમય ન જૂઍ.
હમેશા તમારી સાથે રેહવા તત્પર હોય. તમને જોયા વગર વધારે રહી ના શકે . તમને જરૂર હોય ત્યારે હાજર ના હોય તો ફોન કરી ને વાત કરે કે તમને બોલાવે. ઍનો મોટાભાગનો સમય એ તમારી સાથે વિતાવવાનુ પસંદ કરે.

ટૂકમા આવુ અને બીજુ ઘણુ બધુ એવૂ કરે કે ઍ તમને સાચવે છે એનાથી જ ખ્યાલ આવે અને તમને ઍનો પ્રેમ દેખાઈ આવે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમારા અણમોલ સૂચનો ચોક્કસપણે આપશો.
I appreciate your comments.

જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

લગ્ન કરવા માટે કેવી રીતે માનસિકતા કેળવશો?

“શ્રી નાથજી સત્ય છે”

લગ્ન કરવા માટે કેવી રીતે માનસિકતા  કેળવશો?

 લગ્ન કરવા એ જીવન નો સૌથી મોટો ને અગત્ય નો નિર્ણય છે.જે માં તમે અજાણી વ્યક્તિ ને ઓળખવાની (ગમે તેટલા નજીક હોવ તો પણ કોઈ ને ઓળખી નથી શકાતું) એની સાથે આખું જીવન વિતાવવાનું,સુખ ,દુખ,પ્રેમ,લાગણી,ચિંતા નું શેરીંગ કરવાનું. તો એ વ્યક્તિ ને, એકદમ નજીક ની વ્યક્તિ ને શોધવાનું અને એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થવાનું પણ એટલું જ અઘરું છે.

couple clipart

 લગ્ન એ મજાક નથી પણ ખોટા વિચારો થી યુવક કે યુવતી ખોટી દિશા માં ગુચવાઈ જાય કે ટેન્શન માં આવે એ ના થાય એ માટે
લગ્ન માટે ની માનસિકતા નક્કી કરી લો અથવા કેળવી લો જેથી તમારું લગ્ન જીવન સ્મૂથ અને સરળ રહે.

 ચાલો જોઈએ થોડા પોઈન્ટ્સ જે તમને હેલ્પ કરશે, લગ્ન માટે માનસિક તયારી કરવામાં.

 ૧. તમારી જાત ને પૂછો.

 તમે તમારી જાત ને સૌથી સારી રીતે ઓળખો છો તો તમારી જાત ને જ પૂછો કે તમે લગ્ન કરવા તૈયાર છો?

ક્યારેય પણ પેરન્ટસ ના કે રીલેટિવ્સ ના પ્રેશર માં ના આવો, કેમ કે આખી જિંદગી તમારે જીવવાની છે. અને આ તમારી જિંદગી નો સવાલ છે. તમારી જાત સાથે ઓનેસ્ટ રહો.

 ર. જીવન ના ગોલ્સ નક્કી કરો

જીવન માં શું બનવું છે? શું કરવું છે? કેવી રીતે જીવવું છે એ નક્કી કરો. તમને તમારી મહત્વાકાંક્ષા માં મદદ કરે, પ્રેરણા આપી શકે, ખભા થી ખભો મિલાવી શકે એવો જીવન સાથી જોઈએ છે? એ નક્કી કરો. જે વ્યક્તિ ને મળો એની સાથે ભવિષ્ય ના પ્લાન્સ ની  ચર્ચા  કરો, પછી નક્કી કરો કે એ વ્યક્તિ સાથે લગ્ન જીવન જીવી શકાય કે નહી?

 ૩.COMPATIBILITY   ચેક કરો.

જીવન સારી રીતે જીવવું હોય તો એકબીજા ની સાથે નો મનમેળ હોવો ખુબ જ જરૂરી છે. નહીં તો આખી લાઈફ એકબીજા ની સાથે એડજેસ્ટ કરવામાં જ નીકળી જાય. તો ચેક કરો કે મનમેળ વિચારો માં, લીવીંગ સ્ટેન્ડર્ડઝ માં, સ્પિરિચ્યુઅલ બીલીવ્સ માં, તમે અને એ એકજ વેવ લેન્થ પર છો.

 ૪ ભૂતકાળ ભૂલી જાવ

ભૂતકાળ ને સાથે રાખી ને, મન માં રાખી ને કંઈ નથી મળવાનું. જુના સંબંધો હવે પુરા થયા એ ને ભૂલી જાવ, ભૂતકાળ ના સાથી ની સરખામણી, થનાર જીવનસાથી સાથે ક્યારે પણ ના કરો. અને થનાર જીવનસાથી પર ફોકસ  કરો.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

તમારા જીવનસાથી નો વિશ્વાસ કેવી રીતે જીતશો?

“શ્રી નાથજી સત્ય છે”

 

વેડિંગ ટીપ્સ:-

couple-307924_960_720

તમારા જીવનસાથી નો વિશ્વાસ કેવી રીતે જીતશો?

પ્રેમ,લાગણી,આકર્ષણ એ બધાથી પણ ઉપર છે વિશ્વાસ-જે પતિ -પત્ની ને જોડી રાખે છે,લગ્નજીવન મજબુત બનાવે છે.

વિશ્વાસ કરવો,અને વિશ્વાસ લાયક બનવું એમાં જમીન આસમાન નો ફર્ક છે.વિશ્વાસ જાળવવો અને એને મજબૂત કરવો એક લાઇફ લોંગ  પ્રોસેસ છે. એમાં પ્રેમાળ એફોર્ટ મુકવા પડે છે.

કોઈ એ કહ્યું છે કે: “To be trusted is a greater compliment than being loved”

ચાલો થોડી ટીપ્સ જોઈ એ જે તમને તમારા જીવનસાથી નો વિશ્વાસ જીતવામાં મદદ કરશે.

ચીટીંગ ના કરો:

તમારા જીવનસાથી સાથે ક્યારે પણ ચીટીંગ ના કરો.સાચી હકીકત સામે આવે ત્યારે લગ્ન જીવન ડામાડોળ થઇ શકે છે.

ચીટીંગ કરવાથી તમે તમારા જીવનસાથી ના મન પર થી ઉતરી જશો અને ઈમેજ બગડી જશે

એક્સટ્રા મેરીટલ અફેર અને  અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધો રાખવા એ સૌથી મોટું ચીટીંગ છે એનાથી દુર રહો.

જુઠું ના બોલો:

નાની નાની વાતો માં જુઠું ના બોલો.નાની વાતો કે ક્યાં જાવ છો થી લઇ ને મોટી વાતો જેવા કે finance પ્રોબ્લેમ , પ્રોબ્લેમ history જેવી important બધી જ વાતો શેર કરો. જેથી તમારા સાથી ને લાગશે કે એ તમારી નજીક છે અને તમારા પ્રોબ્લેમ એના પણ છે એવું સમજશે.

શાંત રહો:

તમારા કામ ના દબાણ ક ઓફિસ ના પ્રોબ્લેમ્સ ને ઘરે ના લાવો અને કદાચ વધારે અકળામણ હોય તો એક ફ્રેન્ડને જેમ કેહતા હોવ એમ જીવનસાથી ને તમે બધી વાત કરો અને કોઈ એમનો યોગ્ય સુઝાવ હોય તો અમલ માં પણ મુકો. તમે અશાંત રેહશો તો તમારા જીવનસાથી ને અકળામણ થશે અને એને ખોટા વિચારો આવશે અને એનો તમારા પર નો વિશ્વાસ પણ ડગમગવા લાગશે. એટલે હમેશા હસતા રહો અને વધારે તકલીફ હોય તો વાત કરી મન હલકું કરો.

આર્ગ્યુમેન્ટ ન કરો:

વાત થઇ શકે, ચર્ચા પણ થઇ શકે, પણ આર્ગ્યુમેન્ટ ન કરો. આર્ગ્યુમેન્ટ એ ફક્ત લડાઈ કે ડીસ્ટર્બ થવાની કે કરવાની કળા છે (એ મારો મત છે)આક્ષેપો  થાય ,દલીલો થાય, ગાંડી ભાષાઓ કે શબ્દો ને લીધે દિલ દુખે,સંબધો માં કડવાશ આવે,વિશ્વાસ તૂટે .બને ત્યાં સુધી  પ્રેમાળ શબ્દોથી  જ કામ લો.

એબ્યુઝ ન કરો:

જીવનસાથી ને ક્યારે પણ ફીઝીકલી ક મેન્ટલી એબ્યુઝ ના કરો, નહિ તો એ ક્યારેય પણ તમને માફ ના કરી શકે. ક્યારે પણ એના પેરેન્ટ્સ કે ભાઈ બહેન માટે ગમે તેવી ભાષા ના વાપરો.(રીસ્પેક્ટ આપો અને લો –ગીવ એન્ડ ટેક ની પોલીસી અપનાવો )

પીઠ પાછળ ના બોલો:

કોઈ પણ સર્વગુણ સંપન્ન નથી.તમારા માં પણ કંઈક ખામી છે જ, તો તમારા જીવનસાથી માં પણ કંઈક ખામી હોય શકે છે. તમારા જીવનસાથી ની પીઠ પાછળ ક્યારે પણ એમનું ખરાબ ના બોલો.એમની ડાર્ક સાઈડ વિષે તમારા મિત્રો, ફેમીલીને ના જણાવો.એના કરતા શાંતિ થી શે બેસી ને એ વાત પર ચર્ચા કરો અને એને સુધારવાનો પ્રયત્ન કરો.

જીવનસાથી ની વાતો શાંતિ થી સાંભળો અને સમજો.

હમેશા જીવનસાથી સાથે જીવન ના દરેક નિર્ણય માં સહકાર માટે એના વિશ્વાસ ની જરૂર પડે છે પછી એ પતિ હોય કે પત્ની તો હમેશા એકબીજા નો વિશ્વાસ જીતો અને પ્રેમ થી જીવો .

“Without trust world become the hollow sound of wooden gong, with trust world become like a life itself.“ so be trustworthy and happy forever.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ.