તમારા જીવનસાથી નો વિશ્વાસ કેવી રીતે જીતશો?

“શ્રી નાથજી સત્ય છે”

 

વેડિંગ ટીપ્સ:-

couple-307924_960_720

તમારા જીવનસાથી નો વિશ્વાસ કેવી રીતે જીતશો?

પ્રેમ,લાગણી,આકર્ષણ એ બધાથી પણ ઉપર છે વિશ્વાસ-જે પતિ -પત્ની ને જોડી રાખે છે,લગ્નજીવન મજબુત બનાવે છે.

વિશ્વાસ કરવો,અને વિશ્વાસ લાયક બનવું એમાં જમીન આસમાન નો ફર્ક છે.વિશ્વાસ જાળવવો અને એને મજબૂત કરવો એક લાઇફ લોંગ  પ્રોસેસ છે. એમાં પ્રેમાળ એફોર્ટ મુકવા પડે છે.

કોઈ એ કહ્યું છે કે: “To be trusted is a greater compliment than being loved”

ચાલો થોડી ટીપ્સ જોઈ એ જે તમને તમારા જીવનસાથી નો વિશ્વાસ જીતવામાં મદદ કરશે.

ચીટીંગ ના કરો:

તમારા જીવનસાથી સાથે ક્યારે પણ ચીટીંગ ના કરો.સાચી હકીકત સામે આવે ત્યારે લગ્ન જીવન ડામાડોળ થઇ શકે છે.

ચીટીંગ કરવાથી તમે તમારા જીવનસાથી ના મન પર થી ઉતરી જશો અને ઈમેજ બગડી જશે

એક્સટ્રા મેરીટલ અફેર અને  અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધો રાખવા એ સૌથી મોટું ચીટીંગ છે એનાથી દુર રહો.

જુઠું ના બોલો:

નાની નાની વાતો માં જુઠું ના બોલો.નાની વાતો કે ક્યાં જાવ છો થી લઇ ને મોટી વાતો જેવા કે finance પ્રોબ્લેમ , પ્રોબ્લેમ history જેવી important બધી જ વાતો શેર કરો. જેથી તમારા સાથી ને લાગશે કે એ તમારી નજીક છે અને તમારા પ્રોબ્લેમ એના પણ છે એવું સમજશે.

શાંત રહો:

તમારા કામ ના દબાણ ક ઓફિસ ના પ્રોબ્લેમ્સ ને ઘરે ના લાવો અને કદાચ વધારે અકળામણ હોય તો એક ફ્રેન્ડને જેમ કેહતા હોવ એમ જીવનસાથી ને તમે બધી વાત કરો અને કોઈ એમનો યોગ્ય સુઝાવ હોય તો અમલ માં પણ મુકો. તમે અશાંત રેહશો તો તમારા જીવનસાથી ને અકળામણ થશે અને એને ખોટા વિચારો આવશે અને એનો તમારા પર નો વિશ્વાસ પણ ડગમગવા લાગશે. એટલે હમેશા હસતા રહો અને વધારે તકલીફ હોય તો વાત કરી મન હલકું કરો.

આર્ગ્યુમેન્ટ ન કરો:

વાત થઇ શકે, ચર્ચા પણ થઇ શકે, પણ આર્ગ્યુમેન્ટ ન કરો. આર્ગ્યુમેન્ટ એ ફક્ત લડાઈ કે ડીસ્ટર્બ થવાની કે કરવાની કળા છે (એ મારો મત છે)આક્ષેપો  થાય ,દલીલો થાય, ગાંડી ભાષાઓ કે શબ્દો ને લીધે દિલ દુખે,સંબધો માં કડવાશ આવે,વિશ્વાસ તૂટે .બને ત્યાં સુધી  પ્રેમાળ શબ્દોથી  જ કામ લો.

એબ્યુઝ ન કરો:

જીવનસાથી ને ક્યારે પણ ફીઝીકલી ક મેન્ટલી એબ્યુઝ ના કરો, નહિ તો એ ક્યારેય પણ તમને માફ ના કરી શકે. ક્યારે પણ એના પેરેન્ટ્સ કે ભાઈ બહેન માટે ગમે તેવી ભાષા ના વાપરો.(રીસ્પેક્ટ આપો અને લો –ગીવ એન્ડ ટેક ની પોલીસી અપનાવો )

પીઠ પાછળ ના બોલો:

કોઈ પણ સર્વગુણ સંપન્ન નથી.તમારા માં પણ કંઈક ખામી છે જ, તો તમારા જીવનસાથી માં પણ કંઈક ખામી હોય શકે છે. તમારા જીવનસાથી ની પીઠ પાછળ ક્યારે પણ એમનું ખરાબ ના બોલો.એમની ડાર્ક સાઈડ વિષે તમારા મિત્રો, ફેમીલીને ના જણાવો.એના કરતા શાંતિ થી શે બેસી ને એ વાત પર ચર્ચા કરો અને એને સુધારવાનો પ્રયત્ન કરો.

જીવનસાથી ની વાતો શાંતિ થી સાંભળો અને સમજો.

હમેશા જીવનસાથી સાથે જીવન ના દરેક નિર્ણય માં સહકાર માટે એના વિશ્વાસ ની જરૂર પડે છે પછી એ પતિ હોય કે પત્ની તો હમેશા એકબીજા નો વિશ્વાસ જીતો અને પ્રેમ થી જીવો .

“Without trust world become the hollow sound of wooden gong, with trust world become like a life itself.“ so be trustworthy and happy forever.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s