“શ્રી નાથજી સત્ય છે”
લગ્ન કરવા માટે કેવી રીતે માનસિકતા કેળવશો?
લગ્ન કરવા એ જીવન નો સૌથી મોટો ને અગત્ય નો નિર્ણય છે.જે માં તમે અજાણી વ્યક્તિ ને ઓળખવાની (ગમે તેટલા નજીક હોવ તો પણ કોઈ ને ઓળખી નથી શકાતું) એની સાથે આખું જીવન વિતાવવાનું,સુખ ,દુખ,પ્રેમ,લાગણી,ચિંતા નું શેરીંગ કરવાનું. તો એ વ્યક્તિ ને, એકદમ નજીક ની વ્યક્તિ ને શોધવાનું અને એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થવાનું પણ એટલું જ અઘરું છે.
લગ્ન એ મજાક નથી પણ ખોટા વિચારો થી યુવક કે યુવતી ખોટી દિશા માં ગુચવાઈ જાય કે ટેન્શન માં આવે એ ના થાય એ માટે
લગ્ન માટે ની માનસિકતા નક્કી કરી લો અથવા કેળવી લો જેથી તમારું લગ્ન જીવન સ્મૂથ અને સરળ રહે.
ચાલો જોઈએ થોડા પોઈન્ટ્સ જે તમને હેલ્પ કરશે, લગ્ન માટે માનસિક તયારી કરવામાં.
૧. તમારી જાત ને પૂછો.
તમે તમારી જાત ને સૌથી સારી રીતે ઓળખો છો તો તમારી જાત ને જ પૂછો કે તમે લગ્ન કરવા તૈયાર છો?
ક્યારેય પણ પેરન્ટસ ના કે રીલેટિવ્સ ના પ્રેશર માં ના આવો, કેમ કે આખી જિંદગી તમારે જીવવાની છે. અને આ તમારી જિંદગી નો સવાલ છે. તમારી જાત સાથે ઓનેસ્ટ રહો.
ર. જીવન ના ગોલ્સ નક્કી કરો
જીવન માં શું બનવું છે? શું કરવું છે? કેવી રીતે જીવવું છે એ નક્કી કરો. તમને તમારી મહત્વાકાંક્ષા માં મદદ કરે, પ્રેરણા આપી શકે, ખભા થી ખભો મિલાવી શકે એવો જીવન સાથી જોઈએ છે? એ નક્કી કરો. જે વ્યક્તિ ને મળો એની સાથે ભવિષ્ય ના પ્લાન્સ ની ચર્ચા કરો, પછી નક્કી કરો કે એ વ્યક્તિ સાથે લગ્ન જીવન જીવી શકાય કે નહી?
૩.COMPATIBILITY ચેક કરો.
જીવન સારી રીતે જીવવું હોય તો એકબીજા ની સાથે નો મનમેળ હોવો ખુબ જ જરૂરી છે. નહીં તો આખી લાઈફ એકબીજા ની સાથે એડજેસ્ટ કરવામાં જ નીકળી જાય. તો ચેક કરો કે મનમેળ વિચારો માં, લીવીંગ સ્ટેન્ડર્ડઝ માં, સ્પિરિચ્યુઅલ બીલીવ્સ માં, તમે અને એ એકજ વેવ લેન્થ પર છો.
૪ ભૂતકાળ ભૂલી જાવ
ભૂતકાળ ને સાથે રાખી ને, મન માં રાખી ને કંઈ નથી મળવાનું. જુના સંબંધો હવે પુરા થયા એ ને ભૂલી જાવ, ભૂતકાળ ના સાથી ની સરખામણી, થનાર જીવનસાથી સાથે ક્યારે પણ ના કરો. અને થનાર જીવનસાથી પર ફોકસ કરો.
જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ