“શ્રી નાથજી સત્ય છે”
કેવી રીતે જાણશો કે તમારા પ્રિય વ્યક્તિ તમને પ્રેમ કરે છે?
તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે, તમારી કેર કરે છે ઍ જાણવુ ખૂબ અઘરૂ છે. અને જ્યારે ઍ પ્રેમ નો ઍકરાર ઍટલે કે “I LOVE YOU” નથી કહેતી ત્યારે ખૂબ જ અઘરૂ થઈ જાય છે.
પ્રેમ નો મતલબ દરેક માટે જુદો જુદો છે. અને ઍને વ્યક્ત કરવાના રસ્તા પણ જુદા જુદા છે. જો ધ્યાન થી ઍમની આક્ટિવિટી પર નજર રાખો તો તમને ખ્યાલ આવી જશે.
અહીં થોડી ટીપ્સ આપુ છુ જેનાથી થોડો ખ્યાલ આવી શકે કે તમે જેને પ્રેમ કરો છો ઍ તમને પણ પ્રેમ કરે જ છે.
૧. તમે જે ડિઝર્વ કરો ઍ રીતે તમને ટ્રીટ કરે.
સારી વ્યક્તિ સારી રીતે જ ટ્રીટ કરે. ઍ તમારી જરૂરીયાત, લાગણી, ઈચ્છાઓને ધ્યાનમા રાખીને તમને ટ્રીટ કરશે. તમારા ધ્યેયને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરશે . તમારી હેલ્થ નુ ધ્યાન રાખશે. તમારા પરીવાર અને મિત્રો સાથે ખૂબ સારી રીતે વાત કરશે.
૨. તમને પ્રાયૉરિટી આપે.
તમારા વિષે અને તમારા ફ્યુચર વિષે વિચારે. સુખ,દુખની વાત મા તમને સૌથી પેહલા યાદ કરે. તમારા ઑપીનિયન નુ મહત્વ હોય.
૩ સંબધને વિશ્વાસથી ટ્રીટ કરતા હોય.
તમારી સાથે વફાદાર હીય, તમારી સાથે ના સંબંધ માટે એ બેસ્ટ વિચારતા હોય. તમારા પ્રૉબ્લેમ્સ ને સૉલ્વ કરવા માટે તત્પર હોય. તમારી સાથે ના સંબંધ નીભાવવા ઍ બધા સાથે ફાઇટ આપવા તેયાર હોય અને તમને હંમેશા ખુશ રાખે.
૪. તમારી કેર કરે.
જે તમને પ્રેમ કરતા હશે એ તમારા સારા કે ખરાબ સમય મા તમારી સાથે જ રેહશે. તમારા દરેક ડીસિઝન મા તમને સપોર્ટ કરશે. તમને સેફ ફીલિંગ આપે. જ્યારે કોઈ પ્રોબ્લેમ મા હોવ ત્યારે તમારા વિષે વિચારે, તમને મદદ કરે, સાચુ ગાઇડન્સ આપે અન સારા વ્યક્તિ બનવા પ્રેરણા આપે.
૫. તમારા માટે સમય ન જૂઍ.
હમેશા તમારી સાથે રેહવા તત્પર હોય. તમને જોયા વગર વધારે રહી ના શકે . તમને જરૂર હોય ત્યારે હાજર ના હોય તો ફોન કરી ને વાત કરે કે તમને બોલાવે. ઍનો મોટાભાગનો સમય એ તમારી સાથે વિતાવવાનુ પસંદ કરે.
ટૂકમા આવુ અને બીજુ ઘણુ બધુ એવૂ કરે કે ઍ તમને સાચવે છે એનાથી જ ખ્યાલ આવે અને તમને ઍનો પ્રેમ દેખાઈ આવે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમારા અણમોલ સૂચનો ચોક્કસપણે આપશો.
I appreciate your comments.
જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ