સાસ ભી કભી બહુ થી…કાલ અને આજ…

“શ્રી નાથજી સત્ય છે”

દુનિયાનો સૌથી વગોવાયેલો સંબંધ છે,”સાસુ અને વહુ નો”. કેમ સાસુ અને વહુ ની વચ્ચે ક્લેશ થાય છે? આ પ્રશ્નનો જવાબ અઘરો અને કોમ્પ્લિકેટેડ છે.

sas bahu

ચાલો સમજીએ.

દીકરાના પેરન્ટ્સને એક સારી,સુંદર અને સંસ્કારી વહુ જોઈતી હોય છે. જયારે દીકરો પોતાની ફયુચર વાઇફનાજુદા જ સપનામાં હોય છે. દીકરા ના પેરેન્ટ્સ વહુ માટે જુદીજ અપેક્ષાઓ લઈને બેઠા હોય છે. એને ખુબ જ કંફર્ટ ફીલ કરાવતા હોય છે. પરંતુ સિચ્યુએશન થોડા જ સમય માં આખી બદલાઈ જાય છે.મમ્મી ને ચિંતા થાય છે કે દીકરો જે મને પૂછીને બધું કરતો હતો એ હવે એની વાઈફ નું કહ્યું કરે છે, સાંભળે છે, એની પાછળ પાછળ ફરે છે. હવે એમને એ ચિંતા થયા છે કે દીકરો હવે એમને છોડી ને જતો રહેશે કે એ હવે બદલાઈ જશે.

અહીં એવું કહેવુ વ્યાજબી નથી કે દરેક વખતે સાસુ નો જ વાંક હોય.કેમકે આજકાલ મોટાભાગ ના ફેમિલી ન્યુક્લિઅર થઇ ગયા છે. પહેલાના સમય માં પતિ ઓફિસ નું અને બહાર નું કામ સાંભળતો અને પત્ની ઘર અને ફેમિલી અને સાસરીવાળા ને સાંભળતી એ વખતની સાસુઓ ખુબ જ ડિફિકલ્ટ હતી એમના મન માં એમના દીકરા માટે ખુબ જ પ્રેમ અને લાગણી રહેતા અને એથી એ એની વહુ ને એના જીવન માં સાંખી નહી શકતી કેમકે એને એક ડર રહેતો કે વહુ એના દીકરાને એનાથી દૂર કરી દેશે એટલે ઘર માં ફક્ત એનું વર્ચસ્વ રાખતી જેથી બધું એના કહ્યા માં થાય અને દીકરો અને વહુ બંને એન કહ્યા માં રહે.

બીજી બાજુ જોઈએ તો વહુ એના ઘર માં એના પેરેન્ટ્સ ની લાડકી હોય છે, ભાઈ બહેન ની વ્હાલી હોય છે. જયારે એના મેરેજ થાય છે ત્યારે એ બધું છોડી ને ફક્ત એના હસબન્ડ માટે સાસરે જાય છે.ત્યારે એની માનસિકતા ખુબ જ કોમળ હોય છે.આ સિચ્યુએશન માં સાસુ એવું વિચારે કરે કે એ એની વહું ને એવી રીતે ટ્રિટ કરે જેવી રીતે એમને એમની સાસુ એ ટ્રીટ કર્યા હતા. આ વખતે જો હસબન્ડ પણ જો ડોમિનેટ કરે અને એનેસ્પેસ ન આપે , એને એના ફેમિલી સાથે વાત ન કરવા દે અને મળવા પર રિસ્ટ્રિક કરે અને પાછળ થી બધી ખોટી ડિમાન્ડ કરે તો હું કહીશ કે હસબન્ડ અને સાસરિયા પોતાની વહુ ને સમજવામાં કાચા પડ્યા છો.

દીકરો પોતાની માં ને જેટલો પ્રેમ કરે છે એટલો જ પોતાની પત્ની ને પણ કરે છે. અને આ વાત માટે વાઇફ ક્યારે પણ ના નથી કહેતી અને બસ તમે એને સમજો અને એને પ્રેમ થી અપનાવો એ બધું તમારા માટે મૂકી ને આવી છે, તમારા સુખ દુઃખ માં સાથી થવા માટે આવી છે

એક બાજુ સાસુ ને ક્યારે પણ પોતાના દીકરા ના અધિકારો માં ક્યારે પણ બાંધછોડ નથી કરવી હોતી.બીજી બાજુ, વહુ એ માનસિક અને શારીરિક રીતે પોતાના હસબન્ડ સાથે જોડાયેલી હોય છે એટલે એ પોતાના હસબન્ડ ઉપર ફક્ત એનો જ અધિકાર છે એમ સમજે છે. આ માટે વહુ નું એવું કેહવું હોય છે જુદા જુદા બેકગ્રાઉન્ડ ના હોવા થી એકબીજા ને સારી રીતે સમજવા ખુબ જ જરૂરી છે નહિ તો જરૂરિયાતો મળે નહિ અને ક્લેશ થાય છે. અહીં એક હસબન્ડ અને એક પુત્ર ની હાલત ખરાબ થાય છે એને ખબર જ નથી પડતી કે કોને સપોર્ટ કરું? અને એનું જીવન ખરાબે ચડી જાય છે. સૌથી ખરાબ વાત તો ત્યારે થાય છે જયારે સાસુ ને આજુબાજુ વાળા લોકો કે ફ્રેન્ડ્સ ચડામણી હોય.

જે સાસુ ને વહુ વિરુદ્ધ ચડાવી ને એકબીજા ના દુશ્મન બનાવે છે.આ વખતે સાસુ ભૂલી જાય છે એપણ એક વખત વહુ હતી.અને એણે પણ આવી સિચ્યુએશન સહન કરી છે આવી સિચુએશન માં મીસઅંડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સ પણ ખુબ જ હોય છે.હસબન્ડ એવું ઈચ્છે કે વાઇફ બધું એડજેસ્ટ કરે, ખરાબ માં ખરાબ સિચ્યુએશન હોય તો પણ….

અહીં કહેવાનું એ હસબન્ડ માટે ખુબ જ સહેલું છે પણ વાઇફે સહન કરવાનું ખુબ જ અઘરું છે. અહીં એને હસબન્ડ પાસે જે સપોર્ટ જોઈએ એ નથી મળતો. સાસુ વહુ વચ્ચે પ્રોબ્લેમ્સ થાય તો તમે જાતે વાત કરી ને રસ્તો શોધો. નહિ કે તમારા હસબન્ડ કે દીકરાને કહી ને….યાદ રાખો આમાં તમારા હસબન્ડ કે દીકરો સહન કરે છે તમે તો તમારી પઝેસિવનેસ અને ઈગો ને પોષો છો.

સિચુએશન ખરાબ થાય ત્યારે

સાસુ:

અહીં યાદ રાખો કે તમારો દીકરો એ હવે ફક્ત તમારો નથી રહ્યો, એ હવે તમારી વહુ નો પણ છે. એમને એકબીજા ને થોડો ટાઈમ આપવા દો. વહુને ફોર્સ ના કરો કે એ તમારા ફેમિલી ના ટ્રેડિશન ને ફોલો કરે. એમને એકલા રહેવા દો, એમને પણ ફેમિલી ની જરૂર છે. જેટલું રિસ્ટ્રિક્ટ કરશો એટલી નફરત વધશે.અને તમારો દીકરો જ પ્રેસર માં રહેશે.

વહુ:

તમારા હસબન્ડ જાણે છે ને સમજે પણ છે કે તમે વિવાહ કે લગ્ન થયા ત્યારથી તમે જે ડિફિકલ્ટી માંથી પસાર થાવ છો. અને તમારી સાસુ પણ તમારી જ પરિસ્થિતિ માંથી પસાર થાય છે. અને તમારા હસબન્ડે તમને સ્વિકારી લીધા છે.થોડો સમય લાગશે પણ સાસરી માં પણ બધા તમને સ્વીકારી લેશે, બસ થોડી ધીરજ રાખો. હસબન્ડ તમને પ્રેમ કરતા હોય ત્યારે એમને સમજી ને સાસરી માં થોડું એડજેસ્ટ કરો. એ સમજી શકાય કે તમે ખુબ જ સપનાઓ લઇ ને સાસરી માં આવ્યા છો.થશે બધું જ થશે એના સમય પર. થોડી ધીરજ રાખો. હસબન્ડ એમના પેરન્ટ્સને છોડી ને તરત તમારી બાજુમાં ના આવી શકે.જયારે તમે પણ મમ્મી બનશો એ સમયે સમજાશે તમને તમારા સાસુ ની પઝેસિવનેસ. તો સાસરી વાળા ને સમય આપો એ તમે અપનાવી જ લેશે. પતિ એ તમારો જ છે જે તમારી પાસે આવી જ જશે.

પતિ /પુત્ર :

તમારી વાઇફ અને માં બંને ને સમજો. મમ્મી કે વાઇફ કોઈ પણ 100% પરફેક્ટ નથી. જો તમને કોઈ ઇસ્યુ કહેવામાં આવે તો એને ધ્યાન થી સાંભળો ,સમજો કોઈ નો પણ વાંક ના જુઓ,કોઈ ને પણ બ્લાઇન્ડલી ફોલૉ ના કરો. નહિ તો તમારી મેરેજ લાઈફ ખરાબ થઇ શકે છે.મિસ અન્ડરસ્ટેન્ડિંગ ના લીધે ઘણા ડાયવોર્સ થયા છે.જેટલો પ્રેમ કરો છો એટલો જ એને સમજવાનો પ્રયત્ન કરો. કેમકે તમારા પેરન્ટ્સ પછી તો તમારી વાઇફ જ તમારી સાથે હશે. ગુસ્સો આંવે તો બધાની સામે નહિ પરંતુ રૂમ માં એકલામાં કહો. અને સલાહ આપવી  હોય એ પણ મમ્મી ની સામે નહિ પણ એકલામાં કહો. વાઇફ નું રિસ્પેક્ટ રાખો એ એને પણ ગમશે. ટૂંક માં દરેક એકબીજા ની વેલ્યુ સમજો અને સંબંધો ની ગરિમા સાચવો. “Live n let live” નું સૂત્ર અપનાવો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

 

લગ્ન કરવા માટે યોગ્ય ઍજ કઈ?

“શ્રી નાથજી સત્ય છે”

મારી 13 વર્ષના મેરેજ બ્યુરો કન્સલ્ટન્ટ ની કારકિર્દી માં સૌથી વધારે પૂછતો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે કરવા જોઈએ? લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર કઈ? ગવર્મેન્ટ ના કાયદા તો મુજબ તો 21 વર્ષ પછી તમે લગ્ન કરી શકો. મારો વ્યુ એ છે કે જ્યારે તમેં મેરેજ માટે પ્રિપેર હોવ એ સૌથી સારો ટાઈમ છે. હું કહીશ કે મેરેજ માટે ઉંમર થી વધારે ઈમ્પોર્ટન્ટ છે મેચ્યુરિટી અને અન્ડરસ્ટેન્ડિંગ .

vivaah

જ્યારે યંગ છો ત્યારે જ મેરેજ કરો:

  • જસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી ને એટલે કે 22-25 વર્ષ માં યુવતી માટે બેસ્ટ ટાઈમ છે. જેથી મેરેજ પ્રોપર એન્જોય કરી શકો. ક્યારેક એવું લાગે કે કઈ અચીવ નથી કર્યું કે સ્ટેબલ નથી તો હું તમને કહીશ કે ફેમિલી અને ફ્રેંડ હોય જ છે સપૉર્ટ માં અને ગાઈડ કરવા
  • યુવક હોય તો ફેમિલી બિઝનેસમાં જોડાવાના હોવ તો તમારા માટે પણ 22-25 નો સમય બેસ્ટ જ છે.
  • જો જોબ કરી ને સેટ થયા પછી લગ્ન કરતા હોવ તો 25-27 વર્ષ નો સમય સૌથી બેસ્ટ છે સક્સેસફુલ થઈ ને મેરેજ કરવા:
  • સક્સેસફુલ થઈ ને મેરેજ કરવા એટલે આફ્ટર 30. અને એ કઈ ખોટું પણ નથી.પણ હું અહીં સજેસ્ટ કરું કે તમે 30 વર્ષ પેહલા મેરેજ કરો.પછી જે અચીવ કરવું હોય એ પણ કરી શકો.અને તમને તમારા

સ્પાઉસ નો સપોર્ટ મળે એ પણ ખૂબ મોટી એસેટ છે.

પહેલાના સમયમાં લગ્નની દુનિયા જુદી જ હતી.પહેલા લગ્ન થતા પછી પ્રેમ અને પછી બાળકો અને લગ્નજીવન ખાટી મીઠી યાદો થી ભરાઈ જતું. પણ હવે લગ્ન માટે ના પેરામીટર્સ બદલાઈ ગયા છે પેહલા સેટલ થવું અને પછી મેરેજ કરવા એમાં તો 30 વર્ષ થઈ જ જાય.

અહીં કેટલાક પ્રૉન્સ અને કોન્સ વિશે જાણીશું.

જો ઉંમર 22-27 હોય તો.

આ ઉંમર માં એજ્યુકેશન પતી જાય છે.અને કેરીઅર ની શરૂઆત કરતા હોવ તો આ ઉંમર માં તમે તમને ગમતા ફેમિલી માંથી બતાવેલી કે મેરેજ બ્યુરો માંથી સજેસ્ટ કરેલ પાર્ટનર સાથે લગ્ન માં જોડાઈ શકો. યુવતી માટે આ સૌથી સારો સમય છે અને યુવક જો સેટલ હોય ફાઇનાસીઅલી સેટ હોય તો લગ્ન માં જોડાઈ શકે.

 સેમ ઉંમર હોય તો સાયન્ટિફિકલી એવું કહેવાય કે યુવકની મેચ્યોરિટી મોડી આવે છે જો કે બધા યુવકો

માં આવું નથી હોતું

 ગમતા વ્યક્તિ હોય તો વેવ લેન્થ મળે,જે તમારા માટે અવેર હોય

 તમારી પાસે તમારા માટે જીવવાનો,મેરેજ લાઈફ એન્જોય કરવાનો,ફરવાનો, સોશિઅલ ગ્રુપ ડેવલપ કરવાનો પૂરતો સમય હોય, અને સાથે તમે કેરીઅર પણ ડેવલોપ કરી શકો.

જો ઉંમર 28- 30 હોય તો.

 30 વર્ષ સુધી કોઈ પણ યુવતી કેરીઅર માં સેટ થઈ ગઈ હોય પછી જો મેરેજ કરે અને પછી બેબી પ્લાન કરે તો એ વખતે તમે કેરીઅર માં લીધેલો બ્રેક તમે પાછળ પડી શકે છે.

 30 વર્ષ પછી યુવકો એકદમ સેટ હોય છે ફેમિલી સારી રીતે રન કરી શકે છે અને મેચ્યોર પણ હોય છે.

 આ ઉંમર માં યુવતી ની ફર્ટિલિટી ખૂબ સ્ટ્રોંગ હોય છે જેથી થોડો ટાઈમ મેરેજ લાઈફ એન્જોય કરી ને બાળક નું પ્લાંનિંગ પણ કરી શકો છો.

 યુવક પણ ખૂબ જ સારી રીતે સેટલ હોય છે અને એ ઘરની જવાબદારી લઈ શકે છે અને પોતાની વાઈફ ને મદદ પણ કરે છે.

જો ઉંમર 30-35 હોય તો.

 આ ઍજ માં યુવતી હવે એક સ્ત્રી હોય છે પોતાના કેરીઅરમાં,અને ફાઇનાન્સીયલી સિક્યોર હોય છે આ ઉંમર પર જે લગ્ન કરે છે એ યુવક પણ એક મેચ્યોર પુરુષ હોય છે.

 આ સમય માં સ્ત્રીઓ સમજી શકે છે કે એમને કેવા લાઈફ પાર્ટનર જોઈ એ છે.એમના માં શું ક્વોલિટી જોઈ છે..હું અહીં કહી શકું કે આ ઉંમર માં યુવતી ઓ જીવન સાથી તરીકે એવા યુવક ને પ્રિફર કરે છે કે જે ફાઇનાસીઅલી સ્ટોન્ગ હોય એની સાથે એનું ઈન્ટેલેક્ચ્યુઅલ લેવલ પણ સ્ટ્રોંગ હોય. આ ઉંમર માં યુવતી ઓ ખૂબ જ મેચ્યોરઅને સેલ્ફ ડિપેન્ડન્ટ હોય,ઘર અને ફેમિલી ને બેલેન્સ કરી શકે છે.આ ઍજ માં લગ્ન પછી તરત જ બાળકો નું પ્લાંનિંગ કરવું ખૂબ યોગ્ય છે કેમ કે હવે ફર્ટિલિટી ના પ્રોબ્લેમ્સ ની શરૂઆત થાય છે.

જો ઉંમર 35-40 હોય તો.

આ સમય માં લગ્ન કરનાર યુવક યુવતી ને ” Late Bloomers ” કહેવાય છે. આ લોકો માટે પોતાનું કેરીઅર અથવા પોતાનું એન્જોયમેન્ટ મહત્વ હોય છે,

 જો આ ઉંમર માં 1st મેરેજ હોય તો એ લાઈફ લોન્ગ જ હોય છે

 આ ઉંમર માં બંને પોતાના લાઈફ પાર્ટનર નું પૂરું ધ્યાન આપે છે.

 તમારું ફેમિલી પણ તમારા લગ્ન થી ખુશ હોય છે.

 35 વર્ષ પછી લગ્ન માં ફર્ટિલિટી ના પ્રૉબ્લેમ્સ હોય છે – બાળકો થવામાં પ્રોબ્લેમ્સ રહે છે

જો ઉંમર 40-45 હોય તો.

 આ ઍજ માં લગ્ન કરતા યુવક યુવતી મોટાભાગે ખૂબ જ ઇંડિપેંડંટ હોય છે.સ્ટ્રોંગ કેરીઅર, મેચ્યોર ,મેન્ટલી અને ફાઇનાન્સીયલી સ્ટ્રોંગ હોય છે.

 આ ઍજ માં મેરેજ કરતા મોટાભાગના લોકો બાળક નથી લાવતા. એમને બસ શાંતિ અને એક સારા કંપેનિઅન ની જરૂર હોય છે.

 આ એજ માં જીવનસાથી તરીકે ડાયવોર્સી ,વિધવા કે વિધુર મળે એવી શક્યતા ઓ વધારે રહેલી છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

કેવા રિલેશનશિપમાં બ્રેકઅપ થાય છે

“શ્રી નાથજી સત્ય છે”

હંમેશા લાઈફલૉંગ રિલેશન એવી વ્યક્તિ સાથે થાય જેની સાથે તમને વાતો કરવાનું ગમે, તમારી દરેક વાતો કહેવાનું અને એમની દરેક વાતો જાણવાનું મન થાય, ઇમોશનલી જોડાવાનું ગમે, અને એની સાથે જ તમને પ્રેમ થાય. જ્યારે આવી વ્યક્તિ મળી જાય ત્યારે સ્વર્ગ માં હોઈ એ એવી ફીલિંગ આવે પણ જ્યારે સાથે રહેવાનું થાય અને કંઈક તકલીફ થાય અને એનું રિપીટેશન થયા કરે ત્યારે તમારે  તમારા વિચારોમાં ક્લીઅર થવું પડશે. તમારે તમારી જાત ને શોધવી પડશે, તમારી લાઇકીંગને અનકવર કરશો તો જ પોતાની જાત ને સારી રીતે ઓળખી શકશો

તમારો પર્સનલ ગ્રોથ અટકતો હોય ,સંબંધો માં સ્ટ્રેસ રહેતો હોય, એકબીજા ની કંપની સ્ટ્રેસ આપતી હોય તો  આ બધા સિમ્પટમ્સ  છે અટકવાના

Break-Up

તો જોઈએ ક્યાં અટકવું:

1. આપણે બઉ સારા ફ્રેંડ્સ છે

એકબીજા ની કંપની ગમતી હોય, વાતો કરવું, ફરવું,વિગેરે. કોઈ પણ પ્રેમ સંબંધો ની શરૂઆત ડ્રગ જેવી હોય છે. એક બીજા વગર ના ચાલે, એકબીજા વગર ના ગમે, અને સંબંધો માં પેશન હોય અને આ પેશન લાઈફટાઈમ મેન્ટેન કરવું ખૂબ જ અઘરું છે.અને આ પેશન જતું રહે તો એ ક્યારે પણ પાછું ન આવે અને તમે મુંઝવણ માં મુકાઈ જાઓ કે આ શું થઈ રહ્યું છે.બધી લાગણીઓ પ્રેમ નું બાષ્પીભવન થતું લાગે. જેને હું ઓળખું છું, જાણું છું, સમજુ છું એ આવું કરે? કેમ કરે છે આવું… વિગેરે તમને કોરી ખાય, તમને સમજે પણ સમજાવી ના શકે, અને એની સંબધો માટેની શુષ્કતા શરૂ  થાય અને તમને બ્રેકઅપ તરફ લઈ જાય. હું તમે કહીશ કે તમે બઉ સારા ફ્રેન્ડ્સ બની શકો પણ જીવનસાથી ન બની શકો.

2.આપણે એકબીજાથી સાવ જુદા છે.

ઘણી વખત આપણે એવા લોકો ને જોઈ એ છે જે એકબીજા થી સાવ જુદા હોય. એક એકદમ પર્ટિક્યુલર હોય ,સિરિયસ હોય, વર્કોહોલિક અને બીજી વ્યક્તિ  ફલૉ સાથે જીવતી હોય. અને એની સાથે જ આગળ વધતી હોય. એક કહેવત છે કે ઓપોઝિટ એટ્રેક્ટ… અને લાઈફ માં પણ મજા હોય.પણ જો આ પર્સનાલીટી માં ડિફરન્સ ઓફ ઓપિનિયન ખૂબ જ વાઈડ થઈ જાય તો એકબીજા ની સાથે રેહવું અઘરું થઈ જાય, આવા વખતે ખાલી ખાલી ખેંચાઈ ને રહેવા કરતા એકબીજા સાથે પૂરું કરવું વધારે યોગ્ય છે.

3.ફાઇનાન્સીઅલ મિસ મેચ.

જ્યારે એક પાર્ટ્નર રિચ હોય અને બીજા મિડલકલાસ હોય તો ખૂબ જ પ્રોબ્લેમ્સ થાય છે. રિચ હોય તો ફરવું, હરવું, જલસા કરવા અને એક્સટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવા માટે ટેવાયેલા હોય અને મિડલ કલાસ હોય એ ખૂબ જ સાચવી ને ,વિચારી ને વિચારી ને જીવતા હોય એમાં જો પ્રેમ સંબંધ બંધાય તો એમના મતભેદ અને મનભેદ એમને બહુ ડિસ્ટર્બ કરે છે કોઈ પણ પોતાને ડાઉન સ્કેલ નથી થવા દેતું આ વખતે હું કહીશ કે તમે બંને એકબીજા માટે નથી બન્યા.

4.જો પ્રેમ ની અસમાનતા હોય તો.

જો તમે બંને એકબીજાની સાથે હોવ, એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરતા હોવ એ સમયે જો કોઈ એક વધારે પ્રેમ કરતું હોય અને બીજા ઓછો ત્યારે ખૂબ જ પીડા થતી હોય છે.પ્રેમ મોટાભાગે સરખો જ હોય. કોઈ વ્યક્તિ જો પ્રેમ ઓછો બતાવે ત્યારે એવું લાગે કે એની સાથે કેમ જીવાશે? એની સાથે જીવવું , રહેવું  ખૂબ જ અઘરું બની જાય છે અને એ ખૂબ જ પીડા દાયક છે. ઓળખો એક બીજા ને, અને પ્રેમ માં અસમાનતા લાગે તો ત્યાંથી જ એકબીજા ને બાય બાય કહી દો.

5.ફિઝિકાલિ અને ઇમોશનલી અબ્યુઝ થાવ ત્યારે.

જ્યારે તમારા પાર્ટનર તમને ફિઝિકાલિ અને ઇમોશનલી અબ્યુઝ કરે ત્યારે તમારું દિલ ખૂબ જ હર્ટ થાય છે. જો તમારા સંબંધો એબ્યુઝ થાય છે તો હું કહીશ કે તમે છેડો ફાડી ને આગળ વધો, જાગ્યા ત્યાંથી સવાર.

6.પાર્ટનર ચિટ કરે ત્યારે.

ક્યારેક એવું બને, કે તમને ખબર પડે કે તમારા પાર્ટનર ના મનમાં કોઈ બીજી વ્યક્તિ છે પણ એ તમને ચિટ કરે, તમારાથી છુપાવે, તમને જૂઠી વાત જણાવે ત્યાંરે શાંતિ થી વાત કરો અને કોઈ રસ્તો કાઢો. જો કઈ રસ્તો ના દેખાય તો શાંતિ થી છુટા પડો.આ સંબંધ હવે પ્રેમ થી આગળ ના વધી શકે.

7.ફેમિલી અને ફ્રેન્ડસ નો સપોર્ટ ન હોય.

હંમેશા ફેમિલી કે ફ્રેંડ્સ તમારા રિલેશન્સના  સપોર્ટ માં હોય જ. પણ જો કોઈ જ તમારી સાથે ન હોય તો ચેક કરો,તમારું મન પણ તમને આગળ વધવાની ના પડતું હોય તો આવા સંબંધો માં ખોટા ન ખેંચાવ અને આગળવધતા અટકી જાવ.

હજુ બીજા ઘણા પોઈન્ટ છે જેવા કે

 બધી જ વાત માં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતા હોય

 જ્યારે એકબીજા ની કોઈ જ વાતો ના ગમે

 જ્યારે એક બીજા થી ખુશ જ ના હોવ

 રીપીટેડલી જૂઠું બોલવામાં આવતું હોય

આવા અનેક કારણો થી સંબંધો માં તિરાડો પડે છે અને એ સંબંધો આગળ વધારવા કરતા અટકી જવું વધુ સારું છે.

ફરી મળીશું એક નવા વિષય સાથે…
ત્યાં સુધી અમને આપણા પ્રતિભાવો જણાવશો.
જો આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

લગ્ન ના નામે થતી છેતરપિંડી અટકાવવા ધ્યાન માં રાખવાના જેવી બાબતો.

“શ્રી નાથજી સત્ય છે”

લગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા ધ્યાન માં રાખવાના જેવી બાબતો.

cd image.jpg

લગ્ન કરવા યોગ્ય યુવક યુવતી માટે લાઈફ પાર્ટનર ની શોધ ફેમિલી મેમ્બર્સ મિત્રો ,સગા સંબંધીઓ ને કહેવાકરતા મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટ્સનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી કરી ને વધુ ચોઈસ મળે.જો ત્યાં વિશ્વાસુ અને વેરીફાય કરેલા ડેટા બેઝ હોય. પરંતુ આજકાલ લગ્ન ને એક બિઝનેસ બનાવી દેવાયો છે

જ્યાં લગ્ન ના નામ પર લૂંટ ,ચીટીંગ અને ફ્રોડ થાય છે, સાથે માનસિક અને શારીરિક હેરાનગતિ થાય એ અલગ.લગ્ન એ આખી જિંદગી નો સવાલ છે એમાં અખતરા ના કરાય. એમાં જેનો સારો રેફરંસ હોય કે જેનું કામ સારું અને વિશ્વાસુ હોય એવા- હું કહીશ કે રજીસ્ટર્ડ અને ટ્રસ્ટેડ મેરેજ બ્યુરો કે વેબ સાઈટ પર જ રજીસ્ટર કરવો.અને સૌથી અગત્યનું ગમતા પાત્ર ના અમુક ડોક્યુમેંન્ટસ ચેક કરવાનું રાખો.

ક્યા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ચેક કરવા:

જ્યારે તમે મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી લાઈફ પાર્ટનર પસંદ કરો ત્યારે તમે બંને જો એકબીજા માટે અજાણ્યા હોવ તો જરૂરી બને છે કે લગ્ન નું ડિસિઝન લેતા પેહલા તમે 4-5 મિટિંગો કરો જેથી એક બીજા ને સારી રીતે ઓળખી શકો, ફિઝિકલી મેચ ની સાથે મેન્ટલી મેચ પણ ખૂબ અગત્યનું છે.

બંને ફેમિલી ને પણ ગમતું હોય, તો પણ ફ્રેંડ્સ સર્કલ, હોબી, અને બીજું ઘણુંબધું જાણવું જરૂરી છે. આ બધું બરાબર લાગે અને તમને એક બીજા માટે યોગ્ય લાગે તો અમુક ઈમ્પોર્ટન્ટ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે.

અમુક ચોકસાઈ રાખવાથી તમે ફ્રોડ કે ચીટિંગ થી બચી શકો.

1) ડિગ્રી સર્ટિફિકેટ:

જે તે વ્યક્તિ નું એજ્યુકેશન જે સબ્જેક્ટ માં હોય તેનું સર્ટિફિકેટ ચેક કરો.કઈ યુનિવર્સીટી છે? કઈ શાખા છે? કયા ગ્રેડ સાથે પાસ થયા છે એ જાણો.

2)ગવર્મેન્ટ આઈ ડી કાર્ડ:

જો વ્યક્તિ ગમતી હોય તો પણ ચેક કરો એનો ગવર્મેન્ટ આઈ ડી કાર્ડ જેથી એ વ્યક્તિ યોગ્ય જ છે ને, અને કોઈ બહુરૂપી નથી, જે ખાલી ટાઈમ પાસ કરતી હોય કે ફક્ત તમને છેતરવાનો ઈરાદો ધરાવતી હોય.

3)રેસિડેન્ટ પ્રૂફ:

જે તે વ્યક્તિ એ જણાવેલ અડ્રેસ ચેક કરવા એમના ઘર ની મુલાકાત લો . ચેક કરો કેટલા ટાઈમ થી ત્યાં રહે છે? એ પોતાનું ઘર છે કે પછી રેન્ટેડ છે? વધુ જાણવા પાડોશી ને પણ પૂછી શકો જેથી એમના વ્યવહાર ની પણ ખબર પડે.

4)વર્ક પ્રુફ:

જે તે વ્યક્તિ જણાવેલી કંપની માં જોબ કે બિઝનેસ કરે છે? અને જે પોસ્ટ કીધી છે એજ પોસ્ટ પર છે કે કેમ? એ પણ છે કરાવવું ખૂબ જ જરૂરી છે.

5) ફોટોસ:

ફોટોસ જોઈ ને મોહી પડતા લોકો હંમેશા દુઃખી જ થાય છે.અને આજકાલ તો નવી નવી એપ્લિકેશન્સ આવી છે જેનાથી તમે તમારા ફોટા માં ખૂબ બધું એડિટ કરી શકો. આથી ફોટા થી નહી પરંતુ રૂબરૂ મળી ને જ નક્કી કરો.

6)ડિવોર્સ કેસ હોય ત્યારે:

જ્યારે બીજા લગ્ન કરતા હોય અથવા જે વ્યક્તિ તમને ગમે છે એના ડિવોર્સ થયા હોય તો એમના ડિવોર્સ પપેર્સ ચેક કરો. એમાં જણાવેલ રીઝન અને તમને કહેલા રીઝન ની ચકાસણી કરો. જરૂર પડે તો ખુલ્લા મને ચર્ચા કરો. જેથી પાછળ થી કોઈ પ્રોબ્લેમ ન થાય.

7) વિધવા કે વિધુર સાથે લગ્ન કરતા હોવ ત્યારે:

વિધવા કે વિધુર સાથે લગ્ન કરતા હોવ ત્યારે એમના એક્સ પાર્ટનર નું ડેથ સિર્ટીફીકેટ ચેક કરો.

8)મેડિકલ હિસ્ટ્રી:

આજે ખૂબ જરૂરી છે જાણવું કે જેની સાથે તમે લગ્ન કરવા માંગો છો એની કોઈ પણ મેડીકેલ હિસ્ટ્રી છે? કોઈ પણ ફિઝિકલ કે મેન્ટલ હેલ્થ ના કોઈ ઇસ્યુઝ છે? કોઈ દવાઓ લાંબા ટાઈમ થી લે છે? આ સિવાય લગ્ન કરનાર દરેક યુવક યુવતી એ લગ્ન કરતા પેહલા અમુક ચેક અપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કદાચ કોઈ બીમારી હોય તો એ પેહલા ખબર પડી જાય. જેવી કે થેલેસેમિયા, AIDS.

ક્રાઇમ હિસ્ટ્રી પણ જાણવી જોઈએ.

નાની નાની ચોકસાઈ રાખવાથી જીવન માં મોટા મોટા પ્રોબ્લેમ્સ થી બચી શકાય.અને છેતરામણી નો ભોગ બનવાથી બચી શકાય છે.

Be careful and Be safe .

આ સાથે આ વિષય પર થયેલી સંદેશ ચેનલ પર ની મારી ડિબેટ લિન્ક પણ પોસ્ટ કરી છે.જેથી તમને વધુ વિગતે આ વિષયની જાણકારી મળી શકશે.

આ આર્ટિકલ અને ગમ્યો હોય તો આપના સૂચનો જરૂર આપશો.

મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ.