“શ્રી નાથજી સત્ય છે”
હંમેશા લાઈફલૉંગ રિલેશન એવી વ્યક્તિ સાથે થાય જેની સાથે તમને વાતો કરવાનું ગમે, તમારી દરેક વાતો કહેવાનું અને એમની દરેક વાતો જાણવાનું મન થાય, ઇમોશનલી જોડાવાનું ગમે, અને એની સાથે જ તમને પ્રેમ થાય. જ્યારે આવી વ્યક્તિ મળી જાય ત્યારે સ્વર્ગ માં હોઈ એ એવી ફીલિંગ આવે પણ જ્યારે સાથે રહેવાનું થાય અને કંઈક તકલીફ થાય અને એનું રિપીટેશન થયા કરે ત્યારે તમારે તમારા વિચારોમાં ક્લીઅર થવું પડશે. તમારે તમારી જાત ને શોધવી પડશે, તમારી લાઇકીંગને અનકવર કરશો તો જ પોતાની જાત ને સારી રીતે ઓળખી શકશો
તમારો પર્સનલ ગ્રોથ અટકતો હોય ,સંબંધો માં સ્ટ્રેસ રહેતો હોય, એકબીજા ની કંપની સ્ટ્રેસ આપતી હોય તો આ બધા સિમ્પટમ્સ છે અટકવાના
તો જોઈએ ક્યાં અટકવું:
1. આપણે બઉ સારા ફ્રેંડ્સ છે
એકબીજા ની કંપની ગમતી હોય, વાતો કરવું, ફરવું,વિગેરે. કોઈ પણ પ્રેમ સંબંધો ની શરૂઆત ડ્રગ જેવી હોય છે. એક બીજા વગર ના ચાલે, એકબીજા વગર ના ગમે, અને સંબંધો માં પેશન હોય અને આ પેશન લાઈફટાઈમ મેન્ટેન કરવું ખૂબ જ અઘરું છે.અને આ પેશન જતું રહે તો એ ક્યારે પણ પાછું ન આવે અને તમે મુંઝવણ માં મુકાઈ જાઓ કે આ શું થઈ રહ્યું છે.બધી લાગણીઓ પ્રેમ નું બાષ્પીભવન થતું લાગે. જેને હું ઓળખું છું, જાણું છું, સમજુ છું એ આવું કરે? કેમ કરે છે આવું… વિગેરે તમને કોરી ખાય, તમને સમજે પણ સમજાવી ના શકે, અને એની સંબધો માટેની શુષ્કતા શરૂ થાય અને તમને બ્રેકઅપ તરફ લઈ જાય. હું તમે કહીશ કે તમે બઉ સારા ફ્રેન્ડ્સ બની શકો પણ જીવનસાથી ન બની શકો.
2.આપણે એકબીજાથી સાવ જુદા છે.
ઘણી વખત આપણે એવા લોકો ને જોઈ એ છે જે એકબીજા થી સાવ જુદા હોય. એક એકદમ પર્ટિક્યુલર હોય ,સિરિયસ હોય, વર્કોહોલિક અને બીજી વ્યક્તિ ફલૉ સાથે જીવતી હોય. અને એની સાથે જ આગળ વધતી હોય. એક કહેવત છે કે ઓપોઝિટ એટ્રેક્ટ… અને લાઈફ માં પણ મજા હોય.પણ જો આ પર્સનાલીટી માં ડિફરન્સ ઓફ ઓપિનિયન ખૂબ જ વાઈડ થઈ જાય તો એકબીજા ની સાથે રેહવું અઘરું થઈ જાય, આવા વખતે ખાલી ખાલી ખેંચાઈ ને રહેવા કરતા એકબીજા સાથે પૂરું કરવું વધારે યોગ્ય છે.
3.ફાઇનાન્સીઅલ મિસ મેચ.
જ્યારે એક પાર્ટ્નર રિચ હોય અને બીજા મિડલકલાસ હોય તો ખૂબ જ પ્રોબ્લેમ્સ થાય છે. રિચ હોય તો ફરવું, હરવું, જલસા કરવા અને એક્સટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવા માટે ટેવાયેલા હોય અને મિડલ કલાસ હોય એ ખૂબ જ સાચવી ને ,વિચારી ને વિચારી ને જીવતા હોય એમાં જો પ્રેમ સંબંધ બંધાય તો એમના મતભેદ અને મનભેદ એમને બહુ ડિસ્ટર્બ કરે છે કોઈ પણ પોતાને ડાઉન સ્કેલ નથી થવા દેતું આ વખતે હું કહીશ કે તમે બંને એકબીજા માટે નથી બન્યા.
4.જો પ્રેમ ની અસમાનતા હોય તો.
જો તમે બંને એકબીજાની સાથે હોવ, એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરતા હોવ એ સમયે જો કોઈ એક વધારે પ્રેમ કરતું હોય અને બીજા ઓછો ત્યારે ખૂબ જ પીડા થતી હોય છે.પ્રેમ મોટાભાગે સરખો જ હોય. કોઈ વ્યક્તિ જો પ્રેમ ઓછો બતાવે ત્યારે એવું લાગે કે એની સાથે કેમ જીવાશે? એની સાથે જીવવું , રહેવું ખૂબ જ અઘરું બની જાય છે અને એ ખૂબ જ પીડા દાયક છે. ઓળખો એક બીજા ને, અને પ્રેમ માં અસમાનતા લાગે તો ત્યાંથી જ એકબીજા ને બાય બાય કહી દો.
5.ફિઝિકાલિ અને ઇમોશનલી અબ્યુઝ થાવ ત્યારે.
જ્યારે તમારા પાર્ટનર તમને ફિઝિકાલિ અને ઇમોશનલી અબ્યુઝ કરે ત્યારે તમારું દિલ ખૂબ જ હર્ટ થાય છે. જો તમારા સંબંધો એબ્યુઝ થાય છે તો હું કહીશ કે તમે છેડો ફાડી ને આગળ વધો, જાગ્યા ત્યાંથી સવાર.
6.પાર્ટનર ચિટ કરે ત્યારે.
ક્યારેક એવું બને, કે તમને ખબર પડે કે તમારા પાર્ટનર ના મનમાં કોઈ બીજી વ્યક્તિ છે પણ એ તમને ચિટ કરે, તમારાથી છુપાવે, તમને જૂઠી વાત જણાવે ત્યાંરે શાંતિ થી વાત કરો અને કોઈ રસ્તો કાઢો. જો કઈ રસ્તો ના દેખાય તો શાંતિ થી છુટા પડો.આ સંબંધ હવે પ્રેમ થી આગળ ના વધી શકે.
7.ફેમિલી અને ફ્રેન્ડસ નો સપોર્ટ ન હોય.
હંમેશા ફેમિલી કે ફ્રેંડ્સ તમારા રિલેશન્સના સપોર્ટ માં હોય જ. પણ જો કોઈ જ તમારી સાથે ન હોય તો ચેક કરો,તમારું મન પણ તમને આગળ વધવાની ના પડતું હોય તો આવા સંબંધો માં ખોટા ન ખેંચાવ અને આગળવધતા અટકી જાવ.
હજુ બીજા ઘણા પોઈન્ટ છે જેવા કે
બધી જ વાત માં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતા હોય
જ્યારે એકબીજા ની કોઈ જ વાતો ના ગમે
જ્યારે એક બીજા થી ખુશ જ ના હોવ
રીપીટેડલી જૂઠું બોલવામાં આવતું હોય
આવા અનેક કારણો થી સંબંધો માં તિરાડો પડે છે અને એ સંબંધો આગળ વધારવા કરતા અટકી જવું વધુ સારું છે.
ફરી મળીશું એક નવા વિષય સાથે…
ત્યાં સુધી અમને આપણા પ્રતિભાવો જણાવશો.
જો આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ