“શ્રી નાથજી સત્ય છે”
મારી 13 વર્ષના મેરેજ બ્યુરો કન્સલ્ટન્ટ ની કારકિર્દી માં સૌથી વધારે પૂછતો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે કરવા જોઈએ? લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર કઈ? ગવર્મેન્ટ ના કાયદા તો મુજબ તો 21 વર્ષ પછી તમે લગ્ન કરી શકો. મારો વ્યુ એ છે કે જ્યારે તમેં મેરેજ માટે પ્રિપેર હોવ એ સૌથી સારો ટાઈમ છે. હું કહીશ કે મેરેજ માટે ઉંમર થી વધારે ઈમ્પોર્ટન્ટ છે મેચ્યુરિટી અને અન્ડરસ્ટેન્ડિંગ .
જ્યારે યંગ છો ત્યારે જ મેરેજ કરો:
- જસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી ને એટલે કે 22-25 વર્ષ માં યુવતી માટે બેસ્ટ ટાઈમ છે. જેથી મેરેજ પ્રોપર એન્જોય કરી શકો. ક્યારેક એવું લાગે કે કઈ અચીવ નથી કર્યું કે સ્ટેબલ નથી તો હું તમને કહીશ કે ફેમિલી અને ફ્રેંડ હોય જ છે સપૉર્ટ માં અને ગાઈડ કરવા
- યુવક હોય તો ફેમિલી બિઝનેસમાં જોડાવાના હોવ તો તમારા માટે પણ 22-25 નો સમય બેસ્ટ જ છે.
- જો જોબ કરી ને સેટ થયા પછી લગ્ન કરતા હોવ તો 25-27 વર્ષ નો સમય સૌથી બેસ્ટ છે સક્સેસફુલ થઈ ને મેરેજ કરવા:
- સક્સેસફુલ થઈ ને મેરેજ કરવા એટલે આફ્ટર 30. અને એ કઈ ખોટું પણ નથી.પણ હું અહીં સજેસ્ટ કરું કે તમે 30 વર્ષ પેહલા મેરેજ કરો.પછી જે અચીવ કરવું હોય એ પણ કરી શકો.અને તમને તમારા
સ્પાઉસ નો સપોર્ટ મળે એ પણ ખૂબ મોટી એસેટ છે.
પહેલાના સમયમાં લગ્નની દુનિયા જુદી જ હતી.પહેલા લગ્ન થતા પછી પ્રેમ અને પછી બાળકો અને લગ્નજીવન ખાટી મીઠી યાદો થી ભરાઈ જતું. પણ હવે લગ્ન માટે ના પેરામીટર્સ બદલાઈ ગયા છે પેહલા સેટલ થવું અને પછી મેરેજ કરવા એમાં તો 30 વર્ષ થઈ જ જાય.
અહીં કેટલાક પ્રૉન્સ અને કોન્સ વિશે જાણીશું.
જો ઉંમર 22-27 હોય તો.
આ ઉંમર માં એજ્યુકેશન પતી જાય છે.અને કેરીઅર ની શરૂઆત કરતા હોવ તો આ ઉંમર માં તમે તમને ગમતા ફેમિલી માંથી બતાવેલી કે મેરેજ બ્યુરો માંથી સજેસ્ટ કરેલ પાર્ટનર સાથે લગ્ન માં જોડાઈ શકો. યુવતી માટે આ સૌથી સારો સમય છે અને યુવક જો સેટલ હોય ફાઇનાસીઅલી સેટ હોય તો લગ્ન માં જોડાઈ શકે.
સેમ ઉંમર હોય તો સાયન્ટિફિકલી એવું કહેવાય કે યુવકની મેચ્યોરિટી મોડી આવે છે જો કે બધા યુવકો
માં આવું નથી હોતું
ગમતા વ્યક્તિ હોય તો વેવ લેન્થ મળે,જે તમારા માટે અવેર હોય
તમારી પાસે તમારા માટે જીવવાનો,મેરેજ લાઈફ એન્જોય કરવાનો,ફરવાનો, સોશિઅલ ગ્રુપ ડેવલપ કરવાનો પૂરતો સમય હોય, અને સાથે તમે કેરીઅર પણ ડેવલોપ કરી શકો.
જો ઉંમર 28- 30 હોય તો.
30 વર્ષ સુધી કોઈ પણ યુવતી કેરીઅર માં સેટ થઈ ગઈ હોય પછી જો મેરેજ કરે અને પછી બેબી પ્લાન કરે તો એ વખતે તમે કેરીઅર માં લીધેલો બ્રેક તમે પાછળ પડી શકે છે.
30 વર્ષ પછી યુવકો એકદમ સેટ હોય છે ફેમિલી સારી રીતે રન કરી શકે છે અને મેચ્યોર પણ હોય છે.
આ ઉંમર માં યુવતી ની ફર્ટિલિટી ખૂબ સ્ટ્રોંગ હોય છે જેથી થોડો ટાઈમ મેરેજ લાઈફ એન્જોય કરી ને બાળક નું પ્લાંનિંગ પણ કરી શકો છો.
યુવક પણ ખૂબ જ સારી રીતે સેટલ હોય છે અને એ ઘરની જવાબદારી લઈ શકે છે અને પોતાની વાઈફ ને મદદ પણ કરે છે.
જો ઉંમર 30-35 હોય તો.
આ ઍજ માં યુવતી હવે એક સ્ત્રી હોય છે પોતાના કેરીઅરમાં,અને ફાઇનાન્સીયલી સિક્યોર હોય છે આ ઉંમર પર જે લગ્ન કરે છે એ યુવક પણ એક મેચ્યોર પુરુષ હોય છે.
આ સમય માં સ્ત્રીઓ સમજી શકે છે કે એમને કેવા લાઈફ પાર્ટનર જોઈ એ છે.એમના માં શું ક્વોલિટી જોઈ છે..હું અહીં કહી શકું કે આ ઉંમર માં યુવતી ઓ જીવન સાથી તરીકે એવા યુવક ને પ્રિફર કરે છે કે જે ફાઇનાસીઅલી સ્ટોન્ગ હોય એની સાથે એનું ઈન્ટેલેક્ચ્યુઅલ લેવલ પણ સ્ટ્રોંગ હોય. આ ઉંમર માં યુવતી ઓ ખૂબ જ મેચ્યોરઅને સેલ્ફ ડિપેન્ડન્ટ હોય,ઘર અને ફેમિલી ને બેલેન્સ કરી શકે છે.આ ઍજ માં લગ્ન પછી તરત જ બાળકો નું પ્લાંનિંગ કરવું ખૂબ યોગ્ય છે કેમ કે હવે ફર્ટિલિટી ના પ્રોબ્લેમ્સ ની શરૂઆત થાય છે.
જો ઉંમર 35-40 હોય તો.
આ સમય માં લગ્ન કરનાર યુવક યુવતી ને ” Late Bloomers ” કહેવાય છે. આ લોકો માટે પોતાનું કેરીઅર અથવા પોતાનું એન્જોયમેન્ટ મહત્વ હોય છે,
જો આ ઉંમર માં 1st મેરેજ હોય તો એ લાઈફ લોન્ગ જ હોય છે
આ ઉંમર માં બંને પોતાના લાઈફ પાર્ટનર નું પૂરું ધ્યાન આપે છે.
તમારું ફેમિલી પણ તમારા લગ્ન થી ખુશ હોય છે.
35 વર્ષ પછી લગ્ન માં ફર્ટિલિટી ના પ્રૉબ્લેમ્સ હોય છે – બાળકો થવામાં પ્રોબ્લેમ્સ રહે છે
જો ઉંમર 40-45 હોય તો.
આ ઍજ માં લગ્ન કરતા યુવક યુવતી મોટાભાગે ખૂબ જ ઇંડિપેંડંટ હોય છે.સ્ટ્રોંગ કેરીઅર, મેચ્યોર ,મેન્ટલી અને ફાઇનાન્સીયલી સ્ટ્રોંગ હોય છે.
આ ઍજ માં મેરેજ કરતા મોટાભાગના લોકો બાળક નથી લાવતા. એમને બસ શાંતિ અને એક સારા કંપેનિઅન ની જરૂર હોય છે.
આ એજ માં જીવનસાથી તરીકે ડાયવોર્સી ,વિધવા કે વિધુર મળે એવી શક્યતા ઓ વધારે રહેલી છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ