રિસ્પેક્ટ : કી ઓફ હેલ્થી રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

રિસ્પેક્ટ એ એક પેટર્ન છે જે તમને હેલ્થી રિલેશનશિપ માં જોવા મળે છે. ઘણી બધી વખત રિસ્પેક્ટ વિશે કહેવાયું છે. પણ રીયલ લાઈફ માં બહુ ઓછા રિલેશન માં રિસ્પેક્ટ જોવા મળે છે. રીયલ લાઈફ માં રિસ્પેક્ટ કેવી રીતે મળે? કેમ આપવો, જયારે એ તમારા સંબંધો માં ન હોય? આપણું ફોકસ એ જ હોય છે કે આપણે આપણા પાર્ટનર પાસેથી રિસ્પેક્ટ થી શું મેળવીએ ? ભલે આપણે એને રિસ્પેક્ટ ના આપતા હોઈ એ.એક સત્ય કેહવત છે કે “રિસ્પેક્ટ જેટલું આપો એટલું જ મળે છે.” જો આપણને રિસ્પેક્ટ જોઈતું હોય તો એ આપવું પણ પડે જ છે. રિસ્પેક્ટ તો બધા જ ડિઝર્વ કરે છે.

જે રિલેશન માં એકબીજા ને રિસ્પેક્ટ આપવામાં આવે છે એ પાર્ટનરો ને એક બીજા પર ટ્રસ્ટ હોય છે, એકબીજા ની વેલ્યુ હોય છે અને એકબીજા ની ફ્રીડમ ને ઈમ્પોર્ટન્સ આપે છે, એક બીજાની સાથે ઓનેસ્ટ રહે છે ,એકબીજા ની બાઉન્ડ્રી ને રિસ્પેક્ટ આપે છે. એકબીજા ને એટલો સ્પેસ આપે છે જેથી એમને એમની લાઈફ જીવવામાં આનંદ આવે.

બીજા ને રિસ્પેક્ટ આપવાનો સૌથી સારો રસ્તો છે પોતાને રિસ્પેક્ટ આપો. તમારા ઓપિનિયન તમારા પાર્ટનરને જણાવો, તમારા રિલેશન માટે હંમેશા સારું ફિલ કરો. રિસ્પેક્ટ ને તમારા શબ્દો માં નહિ પણ તમારા વર્તન માં પણ લાવો. ખરાબ શબ્દો, ગુસ્સો, ખરાબ વર્તન એ એક જાતનું ઈમોશનલ અબ્યુઝ જ છે જે હેલ્થી રિલેશનમાં હાનિકારક છે.

ચાલો જોઈએ કેટલાક પોઈન્ટ્સ જે હેલ્થી રીલેશન માં ઇમ્પર્ટેન્ટ છે.

respect

 • હંમેશા તમારા પોતાના માટે રિસ્પેક્ટફુલ રહો.
 • તમારા રિલેશન માટે અને જેની સાથે તમે ઇનવોલ્વ છો એને માટે હંમેશા કોન્સીઅસ રહો.
 • તમારા શબ્દો નો યોગ્ય ઉપયોગ કરો. જેથી એને એવું ના લાગે કે તમે એમને તમારા શબ્દો થી પનીશમેન્ટ આપો છો
 • તમારા પાર્ટનર ની બાઉન્ડરી -લિમિટેશન સમજો ક્યારે પણ વગર જોઈટી અપેક્ષા ના રાખો.
 • પાર્ટનર રિસ્પેક્ટ આપે એટલે એવું નથી કે એને રિલેશન માં કોમ્પ્રોમાઇઝ કરવાનું.
 • રિલેશનશિપ માં એકબીજાને માટે હંમેશા ફ્લેક્સિબલ રહો અને એકબીજા ના પ્રેમ માં બંધાયેલા રહો.
 • ઘર ના કામ માં એકબીજા ને મદદ કરો અને એકબીજા ના કામ ને એપ્રિશિએટ કરો. કોમ્પ્લીમેન્ટ આપો.
 • જો તમારાથી ભૂલ થાય તો તમારા પાર્ટનરની પાસે એનો સ્વીકાર કરો જેથી એને પણ તમારા પર વિશ્વાસ વધશે.
 • તમારા પાર્ટનર ની ફિઝિકલ અને ઈમોશનલ નીડ ને સમજો અને એને રિસ્પેક્ટ આપો.

  કેવી રીતે રિસ્પેક્ટફુલ બનશો?

 • તમે પોતાના માટે પોઝિટિવ વિચારો.
 • તમારા વિચારો ,કન્વિન્સિંગ પાવર, બોડી લેન્ગવેજથી તમને રિસ્પેક્ટ મળશે જ.
 • તમે એના હકદાર છો એમ સમજો.
 • તમારા કેરેક્ટરથી લોકો તમને રિસ્પેક્ટ આપશે.
 • તમારી બાઉન્ડરી તમે નક્કી કરો.
 • તમારા પાર્ટનરના રીયલ પાર્ટનર બનવાનો પ્રયત્ન કરો.
 • તમે રિસ્પેક્ટ આપો છો એ જતાવો તમારા એટિટ્યૂડ થી

  પોતાને રિસ્પેક્ટ આપીને તમે તમારી જાતને એક વેલ્થ આપો છો જેનાથી આપણી અંદર એક ખુશી ની લહેર જન્મે છે. રિસ્પેક્ટ આપીને તમેં અને તમારા પાર્ટનર એક સ્ટ્રોંગ, લાસ્ટીંગ, મેચ્યોર, સપોર્ટિવ રિલેશનશિપ બિલ્ટ અપ કરી શકો એવી શુભેચ્છા.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

“ઓનેસ્ટ કોમ્યુનીકેશન” – કી ઓફ હેલ્થી રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

કોઈ પણ રિલેશનમાં કોમ્યુનિકેશન એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.અને જો કોમ્યુનિકેશન ઓનેસ્ટ અને ઓપન -ખુલ્લા મને થાય તો તમારા રિલેશન સ્ટ્રોંગ અને હેલ્થી બને છે સાથે સાથે તમે એકબીજા ની નજીક પણ આવો છો.ઓનેસ્ટ કૉમ્યૂનિકેશન થી તમે તમારા પાર્ટનરની સાથે તમારા વિચારો,લાગણીઓ શેર કરી શકો અને જો તમારા વિચારોની ફ્રિક્વન્સી મળતી હોય તો તમારું કોમ્યુનિકેશન અમેઝિંગ બની જાય છે. કોમ્યુનિક્શન એ વાઈટલ ગોલ છે જેનાથી તમે એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો.

communicaion.jpg

“જો આપણે કોમ્યુનીકેશન કરીશું તો કંઈક મેળવીશું, પરંતુ જો આજ કોમ્યુનીકેશન સ્કિલફુલી કરીશું તો મિરેકલ થઇ શકે છે.”

રિલેશનશિપ એ જીવન ની ખાલી જગ્યા પુરવા માટે નથી પણ એ બે ઇમોશનલ વ્યક્તિઓ- કે જે પોતાના ભુતકાળ ના સ્મરણો અને ભવિષ્યની ઈચ્છાઓ લઇ ને પોતાના વર્તમાન ને તરોતાજા કરવાનો, એકબીજા ને સમજવાનો,જાણવાનો સંબંધ છે.કોમ્યુનીકેશનની વાત આવે ત્યારે એ દરેક જુદા વ્યક્તિ માટે જુદું જુદૂ હોય છે.એ વ્યક્તિ ની થોટ પ્રોસેસ્ પર આધાર રાખે છે. સારા કોમ્યુનિક્શનથી તમે સારા સાથી બની શકો છો, સારા સાથી મેળવી શકો છો, સારા ફ્રેન્ડ ,સારા સંબંધો ,પ્રેમ મેળવી શકો છો.

જયારે તમે તમારા સાથી સાથે વાત કરો છો ત્યારે એ વખતે તમે કોમ્યુનિકેટ જ કરો છો .(જરૂરી છે એ કોમ્યુનીકેશન ઈમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પર હોય નહિ કે ઘર ની વાતો, કોઈ ની નિંદા કે કોઈ ની કૂથલી) હેલ્થી કોમ્યુનીકેશન એ તમારા સંબંધો બનાવે છે યા બગાડે છે. ચાલો જોઈ એ થોડી ટિપ્સ કે જે તમારા કોમ્યુનિકેશન ને ઈમ્પ્રુવ કરવા માં મદદ કરે.

સ્ટોપ એન્ડ લીસન:
બધાએ કોમ્યુનીકેશન વિષે વાંચ્યું હશે યા સાંભળ્યું હશે.જયારે પણ આપણે કોઈ વાતનું ડિસ્કશન કરવાનું હોય અથવા કોઈ ટોપિક પર આર્ગ્યુમેન્ટ કરવાની હોય છતાં પણ આપણા પોઇન્ટ ને સાઇડે પાર રાખી ને થોડી વાર શાંતિથી આપણા પાર્ટનર ને સાંભળવા. મૉટે ભાગે આપણે આપણી વાત કેહવા માટે ઉતાવળા હોઈએ છે અથવા આપણા પાર્ટનરની વાત સાંભળવાની હિમંત નથી હોતી. તો હું કહીશ કે આવું ન કરતા તમારા પાર્ટનરની વાત પણ સાંભળવી જરૂરી છે.સો એમને પણ સાંભળો.

ફોર્સ યોર સેલ્ફ ટુ હીઅર :
જયારે તમે તમારી વાત કેહવા માટે જઈ રહ્યા છો તો એ વખતે તમારું મગજ તમારા પાર્ટનર ની વાત સાંભળવા રેડી નથી હોતું.એના માટે તમારે ટેકનીક થી તમારા માઈન્ડ ને ટ્રેન કરવું પડશે અને તમારા પાર્ટનર ને સાંભળવા તૈયાર કરવું પડશે. જો પાર્ટનર ને એવો ખ્યાલ આવે કે તમે ફોર્સફુલી એમને સાંભળો છો તો  એ અપસેટ થઇ જશે. તમારા પાર્ટનર ને સમજાવો કે તમે એમને સાંભળવા માંગો છો કે સમજવા માંગો છો તો એમને પણ સારું લાગશે.એમની વાતો સાંભળ્યા પછી શાંતિ થી સમજી ને વિચારી ને તમારી વાત ની રજૂઆત કરો.

બી ઓપન એન્ડ ઓનેસ્ટ વિથ યોર પાર્ટનર:

કેટલાક લોકો પોતાની લાઈફ  વિષે પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાત નથી કરી શકતા , કેટલાક લોકો તો એમની શું જરૂરિયાત છે, એમને જીવનમાં  શું ડિઝાયર છે એની પણ એમને ખબર નથી હોતી. હું કહીશ કે જો તમે  હેલ્થી કોમ્યુનીકેશન થી તમારી જાતને તમારા પાર્ટનર ની સામે ખુલ્લી કિતાબ બની જાઓ તો એ તમારા રિલેશન નું સૌથી સારો પોઇન્ટ બની જશે. થોડું જુઠું એ મોટું જુઠાણું પણ બની શકે છે.તમે તમારા  ઈમોશન ને છુપાવો એ તમારા મારે કયારે ક કામ કરી જાય પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ કામ નથી કરતુ  કહેવાનો મતલબ એ છે કે તમારા પાર્ટનર ને સાઇલન્ટ ટ્રીટમેન્ટ નહિ  આપો હવે એ જમાનો નથી.

ખુલ્લા મને વાત કરવી એનો મતલબ એ છે કે જે વાતો તમે કોઈ ને કહી નથી ,તમારા  લાઈફની ઈમ્પોર્ટન્ટ વાતો છે એ વાતો તમારે તમારા પાર્ટનર ને ઓનેસ્ટી અને પુરેપુરા એક્સપોઝ થઇ ને કેહવાની, ખુલ્લા મને વાત એટલે હર્ટ અને ડિસએપોઇન્મેન્ટ થવાની તૈયારી સાથે વાત કેહવાની ,ખુલ્લું મન એટલે કે તમારા રિલેશન માં તમારું ખુબ જ પોટેન્શિયલ છે અને તમે ઓનેસ્ટ છો એવું  તમારા પાર્ટનર ને સમજવાની રીત.

પે અટેન્શન ટુ નોનવરબલ સાઈન્સ   :

આપણા મોટા ભાગના દરેક કોમ્યુનીકેશન એ આપણા પાર્ટનર સાથે હોય કે  ફ્રેન્ડ્સ સાથે એમાં આપણે શું  કહ્યું એ નહિ પણ કેવી રીતે કહ્યું એ ઇમ્પર્ટેન્ટ છે. નોનવરબલ કોમ્યુનિકેશન  એટલે બોડીલેંગ્વેજ. કોઈ પણ કોમ્યુનિક્શન વખતે તમારો અવાજ નો ટોન કેવો છે? કેટલી દૂર થી તમે વાત કરો છો એકબીજા સાથે? તમારી આઈ કોન્ટેક્ટ કેવી રીતની છે?તમારા હાવભાવ કેવા છે? વિગેરે. સારાકોમ્યુનિકેશન માટે તમારે બોડી લેંગ્વેજ સમજવી જરૂરી છે.તમારા પાર્ટનરની નોનવેરેબલ સાઈન સમજવી જરૂરી છે અને એ ધીરજ માંગી લે છે.જેટલું તમે તમારા પાર્ટનરની બોડી લેન્વેજ સમજશો એટલું સારીરીતે તમે એમને સમજી શકશો. જયારે તમે તમારા પાર્ટનર ની બોડી લેંગ્વેજ સમજો છો  ત્યારે તમે તમારી બોડી લેંગ્વેજ માટે પણ કોન્સીઅસ રહો તમે તમારા  પાર્ટનર ની સાથે બેસો,આઈ કોન્ટેક્ટ રાખી નેસારા વોઇસ ટોન સાથે વાત કરો અને એમની વાત સમજો જેથી એમને પણ સારું લાગે કે તમે એમને સમજો છો કે સમજવાની કોશિશ કરો છો.

સ્ટે ફોકસ ઈન ધ  હિયર એન્ડ નાઉ:

ડીસ્ક્શન જયારે આર્ગ્યુમેન્ટ બની જાય છે ત્યારે  આખી વાત નું સ્વરુપ બદલાઈ જાય છે.એટલે એકબીજા નું રિસ્પેક્ટ રાખી ને જે વાત પાર ડિસ્કશન થતું હોય એ વાત ના મુદ્દા પર જ વાત કરવી જોઈએ નહિકે બીજી કે ત્રીજી વાત વચ્ચે લાવી ને વાતાવરણ બગડી જાય એ હદ ના આર્ગ્યૂમેંટ્સ કરવા.

જયારે એક પાર્ટનર આર્ગ્યુમેન્ટ કરતુ હોય ત્યારે બીજા પાર્ટનર એ શાંત રહી ને આર્ગ્યુમેન્ટ બંધ તાય  એવા પ્રયત્નમાં રહેવું જોઈએ. એનો મતલબ એમ નથી કે ત્યાંથી ખસી જવું,  પરંતુ તમારા પાર્ટનર  ને સમજાવો કે આપણે આ વાત નું ડિસ્કશન પછી  શાંતિ થી  કરીશું! ફ્રેશ માઈન્ડ સાથે એનો યોગ્ય નિકાલ લાવીશું, હમણાં કેમ મૂડ બગાડવો? ચાલ બીજી વાત કરીએ કે ચાલ ક્યાંક બહાર જઈએ અને વાત ને એક સરસ મોડ આપી દો જે તમારા પાર્ટનર ને પસંદ હોય એવો.

આવા અમુક મુદ્દાઓ ધ્યાન માં રાખવાથી તમારું કોમ્યુનિકેશન હેલ્થી બનશે જે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે એક સ્ટ્રોંગ રિલેશનશિપ ડેવલોપ કરશે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

હોલ્ડીંગ હેન્ડ્સ – કી ઓફ હેલ્ધી રિલેશન

“શ્રી નાથજી સત્ય છે”

“હૈયું મળ્યા પછી આજીવન હાથ મેળવવા જરૂરી છે…

પ્રેમ તો છે પણ એ એહસાસ કરાવવો એ પણ જરૂરી છે.”


દરેક રિલેશન ની જરૂરિયાત શું? પ્રેમ ,હૂંફ,લાગણી,અફેકશન,અને અંડરસ્ટેન્ડિંગ. જો એક પણ મિસ થાય તો આપણને પ્રેમ વગર ની લાઈફ  લાગે છે. જો તમારી લગ્ન પહેલા ને લગ્ન પછી ની લાઈફ હેલ્ધી રાખવી છે તો હોલ્ડિંગ હેન્ડ્સ એ સૌથી સારો રસ્તો છે .એના ઘણાબધા ફાયદાઓ છે. તમે એકબીજા ની નજીક આવશો અને જીવન માં પ્રેમ તત્વ વધશે. એક બીજા પર નો વિશ્વાસ વધશે, એક બીજા પરનો દારોમદાર વધશે.

તમે કેવી રીતે તમારા પાર્ટનર નો હાથ તમારા હાથમાં પકડો છો, એ તમારા સંબંધોનું સમગ્ર રહસ્ય ઉજાગર કરે છે.
હાથ ઘણી રીતે પકડી શકાય , જેમકે ફિંગર્સ લોક કરી ને એકબીજાની નજીક હોવ એવી ફીલિંગ આપી ને, અંગુઠો રબ કરી ને પ્રેમ બતાવી  શકાય, લૂઝ હાથ પકડી ને સોફ્ટ ફિલ કરાવી શકાય, ટાઈટ હાથ પકડી ને વાઈલ્ડ અને સ્ટ્રોંગ તેમજ કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે છુ એમ જતાવી શકાય.

હાથ કેવી રીતે પકડો એ ઈમ્પોર્ટન્ટ નથી. હાથ પકડો એ ઈમ્પોર્ટન્ટ છે જેથી તમારા સાથી ને એમ લાગે કે તમે એની નજીક છો.એને હૂંફ લાગે,અને તમારી લવ લાઈફ સ્ટ્રોંગ થાય.

નવા કપલ્સ માટે હોલ્ડિંગ હેન્ડ્સ એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે એમાં તમને એક ફિઝિકલ  ટચ મળે છે જે તમને એકબીજા ની નજીક પણ લાવે છે. આ સમયે જયારે એક બીજા ને સમજવાની વધારે જરૂર હોય છે ત્યારે હોલ્ડિંગ હેન્ડ્સથી એ જરૂરિયાત  પુરી થાય છે.

મેરિડ કપલ્સને મેરિડ લાઈફમાં ખૂટતો પ્રેમ પૂરો પાડવામાં હોલ્ડિંગ હેન્ડ્સ ખુબ જ સારું કામ કરે છે. જયારે કામ નો સ્ટ્રેસ હોય ત્યારે જો સાથીનો પ્રેમ ભર્યો સાથ મળી રહે તો સ્ટ્રેસ દૂર ભાગી જાય છે. અને જીવન માં નવા મોરચે ઝઝૂમવાની તાકાત મળી રહે છે.

ઉંમરવાળા કપલ્સ માં હૂંફ અને લાગણી જોઈ એ છે એ હેન્ડ્સ ને હોલ્ડ કરવાથી બંને ને મળી રહે છે. હોલ્ડિંગ હેન્ડસ થી સ્ટ્રેસ દૂર થાય છે અને તમારા રિલેશનમાં તાણ નથી રહેતો  કે ઓછો થાય છે તો હેલ્થ સારી રહે છે ને રિલેશન સારા રહે છે.

તમારા પાર્ટનર નો હાથ તમે કયારે પણ  અને કોઈ પણ જગ્યા એ પકડી શકો છો આ એક સૌથી સારો ને ઇઝી રસ્તો છે
તમારા સાથી ની નજીક રહેવાનો ,પ્રેમ , કેર,અફેક્શન બતાવવાનો,આનાથી તમારા સાથી ને તમારી ફીલિંગ્સ ની ખબર
પડશે . એમને ખબર પડશે  કે તમે કેટલા ઈમ્પોર્ટન્ટ છો એમના માટે. ફ્રીક્વન્ટ એકબીજા નો હાથ પકડી ને તમે વધુ ને વધુ
કોમ્ફર્ટેબલ રહી શકો છો.

હોલ્ડિંગ હેન્ડ્સ એ પ્રેમ ની શરૂઆત છે અને કોઈ પણ સંબંધ નું મૂળ છે. આજ ના નવા કપલ્સ માં હોલ્ડિંગ હેન્ડ્સ નું પ્રમાણ વધ્યું છે પરંતુ એ મોટી ઉંમર ના કપલ્સ માં એ મિસિંગ છે. યાદ રાખો….તમે તમારા સાથી નો હાથ જીવનભર માટે પકડો છો તો પછી જાહેર માં પણ એને લાગણી,પ્રેમ બતાવવા, કમ્ફર્ટ ઝોન માં રાખવા હાથ પકડો .તમારા સાથી ને તમારા માટે ખુબ માન થશે અને એ ખુબ જ પ્રેમ કરશે . સૌથી વધુ ફાયદો એ થશે કે એ શારીરિક ની સાથે સાથે માનસિક રીતે પણ તમારી નજીક આવશે . હોલ્ડિંગ હેન્ડ્સ એ બતાવે છે કે તમેએક બીજા ની સાથે કેટલો ગર્વ અનુભવો છો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ