“શ્રી નાથજી સત્ય છે”
“હૈયું મળ્યા પછી આજીવન હાથ મેળવવા જરૂરી છે…
પ્રેમ તો છે પણ એ એહસાસ કરાવવો એ પણ જરૂરી છે.”
દરેક રિલેશન ની જરૂરિયાત શું? પ્રેમ ,હૂંફ,લાગણી,અફેકશન,અને અંડરસ્ટેન્ડિંગ. જો એક પણ મિસ થાય તો આપણને પ્રેમ વગર ની લાઈફ લાગે છે. જો તમારી લગ્ન પહેલા ને લગ્ન પછી ની લાઈફ હેલ્ધી રાખવી છે તો હોલ્ડિંગ હેન્ડ્સ એ સૌથી સારો રસ્તો છે .એના ઘણાબધા ફાયદાઓ છે. તમે એકબીજા ની નજીક આવશો અને જીવન માં પ્રેમ તત્વ વધશે. એક બીજા પર નો વિશ્વાસ વધશે, એક બીજા પરનો દારોમદાર વધશે.
તમે કેવી રીતે તમારા પાર્ટનર નો હાથ તમારા હાથમાં પકડો છો, એ તમારા સંબંધોનું સમગ્ર રહસ્ય ઉજાગર કરે છે.
હાથ ઘણી રીતે પકડી શકાય , જેમકે ફિંગર્સ લોક કરી ને એકબીજાની નજીક હોવ એવી ફીલિંગ આપી ને, અંગુઠો રબ કરી ને પ્રેમ બતાવી શકાય, લૂઝ હાથ પકડી ને સોફ્ટ ફિલ કરાવી શકાય, ટાઈટ હાથ પકડી ને વાઈલ્ડ અને સ્ટ્રોંગ તેમજ કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે છુ એમ જતાવી શકાય.
હાથ કેવી રીતે પકડો એ ઈમ્પોર્ટન્ટ નથી. હાથ પકડો એ ઈમ્પોર્ટન્ટ છે જેથી તમારા સાથી ને એમ લાગે કે તમે એની નજીક છો.એને હૂંફ લાગે,અને તમારી લવ લાઈફ સ્ટ્રોંગ થાય.
નવા કપલ્સ માટે હોલ્ડિંગ હેન્ડ્સ એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે એમાં તમને એક ફિઝિકલ ટચ મળે છે જે તમને એકબીજા ની નજીક પણ લાવે છે. આ સમયે જયારે એક બીજા ને સમજવાની વધારે જરૂર હોય છે ત્યારે હોલ્ડિંગ હેન્ડ્સથી એ જરૂરિયાત પુરી થાય છે.
મેરિડ કપલ્સને મેરિડ લાઈફમાં ખૂટતો પ્રેમ પૂરો પાડવામાં હોલ્ડિંગ હેન્ડ્સ ખુબ જ સારું કામ કરે છે. જયારે કામ નો સ્ટ્રેસ હોય ત્યારે જો સાથીનો પ્રેમ ભર્યો સાથ મળી રહે તો સ્ટ્રેસ દૂર ભાગી જાય છે. અને જીવન માં નવા મોરચે ઝઝૂમવાની તાકાત મળી રહે છે.
ઉંમરવાળા કપલ્સ માં હૂંફ અને લાગણી જોઈ એ છે એ હેન્ડ્સ ને હોલ્ડ કરવાથી બંને ને મળી રહે છે. હોલ્ડિંગ હેન્ડસ થી સ્ટ્રેસ દૂર થાય છે અને તમારા રિલેશનમાં તાણ નથી રહેતો કે ઓછો થાય છે તો હેલ્થ સારી રહે છે ને રિલેશન સારા રહે છે.
તમારા પાર્ટનર નો હાથ તમે કયારે પણ અને કોઈ પણ જગ્યા એ પકડી શકો છો આ એક સૌથી સારો ને ઇઝી રસ્તો છે
તમારા સાથી ની નજીક રહેવાનો ,પ્રેમ , કેર,અફેક્શન બતાવવાનો,આનાથી તમારા સાથી ને તમારી ફીલિંગ્સ ની ખબર
પડશે . એમને ખબર પડશે કે તમે કેટલા ઈમ્પોર્ટન્ટ છો એમના માટે. ફ્રીક્વન્ટ એકબીજા નો હાથ પકડી ને તમે વધુ ને વધુ
કોમ્ફર્ટેબલ રહી શકો છો.
હોલ્ડિંગ હેન્ડ્સ એ પ્રેમ ની શરૂઆત છે અને કોઈ પણ સંબંધ નું મૂળ છે. આજ ના નવા કપલ્સ માં હોલ્ડિંગ હેન્ડ્સ નું પ્રમાણ વધ્યું છે પરંતુ એ મોટી ઉંમર ના કપલ્સ માં એ મિસિંગ છે. યાદ રાખો….તમે તમારા સાથી નો હાથ જીવનભર માટે પકડો છો તો પછી જાહેર માં પણ એને લાગણી,પ્રેમ બતાવવા, કમ્ફર્ટ ઝોન માં રાખવા હાથ પકડો .તમારા સાથી ને તમારા માટે ખુબ માન થશે અને એ ખુબ જ પ્રેમ કરશે . સૌથી વધુ ફાયદો એ થશે કે એ શારીરિક ની સાથે સાથે માનસિક રીતે પણ તમારી નજીક આવશે . હોલ્ડિંગ હેન્ડ્સ એ બતાવે છે કે તમેએક બીજા ની સાથે કેટલો ગર્વ અનુભવો છો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ