“ઓનેસ્ટ કોમ્યુનીકેશન” – કી ઓફ હેલ્થી રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

કોઈ પણ રિલેશનમાં કોમ્યુનિકેશન એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.અને જો કોમ્યુનિકેશન ઓનેસ્ટ અને ઓપન -ખુલ્લા મને થાય તો તમારા રિલેશન સ્ટ્રોંગ અને હેલ્થી બને છે સાથે સાથે તમે એકબીજા ની નજીક પણ આવો છો.ઓનેસ્ટ કૉમ્યૂનિકેશન થી તમે તમારા પાર્ટનરની સાથે તમારા વિચારો,લાગણીઓ શેર કરી શકો અને જો તમારા વિચારોની ફ્રિક્વન્સી મળતી હોય તો તમારું કોમ્યુનિકેશન અમેઝિંગ બની જાય છે. કોમ્યુનિક્શન એ વાઈટલ ગોલ છે જેનાથી તમે એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો.

communicaion.jpg

“જો આપણે કોમ્યુનીકેશન કરીશું તો કંઈક મેળવીશું, પરંતુ જો આજ કોમ્યુનીકેશન સ્કિલફુલી કરીશું તો મિરેકલ થઇ શકે છે.”

રિલેશનશિપ એ જીવન ની ખાલી જગ્યા પુરવા માટે નથી પણ એ બે ઇમોશનલ વ્યક્તિઓ- કે જે પોતાના ભુતકાળ ના સ્મરણો અને ભવિષ્યની ઈચ્છાઓ લઇ ને પોતાના વર્તમાન ને તરોતાજા કરવાનો, એકબીજા ને સમજવાનો,જાણવાનો સંબંધ છે.કોમ્યુનીકેશનની વાત આવે ત્યારે એ દરેક જુદા વ્યક્તિ માટે જુદું જુદૂ હોય છે.એ વ્યક્તિ ની થોટ પ્રોસેસ્ પર આધાર રાખે છે. સારા કોમ્યુનિક્શનથી તમે સારા સાથી બની શકો છો, સારા સાથી મેળવી શકો છો, સારા ફ્રેન્ડ ,સારા સંબંધો ,પ્રેમ મેળવી શકો છો.

જયારે તમે તમારા સાથી સાથે વાત કરો છો ત્યારે એ વખતે તમે કોમ્યુનિકેટ જ કરો છો .(જરૂરી છે એ કોમ્યુનીકેશન ઈમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પર હોય નહિ કે ઘર ની વાતો, કોઈ ની નિંદા કે કોઈ ની કૂથલી) હેલ્થી કોમ્યુનીકેશન એ તમારા સંબંધો બનાવે છે યા બગાડે છે. ચાલો જોઈ એ થોડી ટિપ્સ કે જે તમારા કોમ્યુનિકેશન ને ઈમ્પ્રુવ કરવા માં મદદ કરે.

સ્ટોપ એન્ડ લીસન:
બધાએ કોમ્યુનીકેશન વિષે વાંચ્યું હશે યા સાંભળ્યું હશે.જયારે પણ આપણે કોઈ વાતનું ડિસ્કશન કરવાનું હોય અથવા કોઈ ટોપિક પર આર્ગ્યુમેન્ટ કરવાની હોય છતાં પણ આપણા પોઇન્ટ ને સાઇડે પાર રાખી ને થોડી વાર શાંતિથી આપણા પાર્ટનર ને સાંભળવા. મૉટે ભાગે આપણે આપણી વાત કેહવા માટે ઉતાવળા હોઈએ છે અથવા આપણા પાર્ટનરની વાત સાંભળવાની હિમંત નથી હોતી. તો હું કહીશ કે આવું ન કરતા તમારા પાર્ટનરની વાત પણ સાંભળવી જરૂરી છે.સો એમને પણ સાંભળો.

ફોર્સ યોર સેલ્ફ ટુ હીઅર :
જયારે તમે તમારી વાત કેહવા માટે જઈ રહ્યા છો તો એ વખતે તમારું મગજ તમારા પાર્ટનર ની વાત સાંભળવા રેડી નથી હોતું.એના માટે તમારે ટેકનીક થી તમારા માઈન્ડ ને ટ્રેન કરવું પડશે અને તમારા પાર્ટનર ને સાંભળવા તૈયાર કરવું પડશે. જો પાર્ટનર ને એવો ખ્યાલ આવે કે તમે ફોર્સફુલી એમને સાંભળો છો તો  એ અપસેટ થઇ જશે. તમારા પાર્ટનર ને સમજાવો કે તમે એમને સાંભળવા માંગો છો કે સમજવા માંગો છો તો એમને પણ સારું લાગશે.એમની વાતો સાંભળ્યા પછી શાંતિ થી સમજી ને વિચારી ને તમારી વાત ની રજૂઆત કરો.

બી ઓપન એન્ડ ઓનેસ્ટ વિથ યોર પાર્ટનર:

કેટલાક લોકો પોતાની લાઈફ  વિષે પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાત નથી કરી શકતા , કેટલાક લોકો તો એમની શું જરૂરિયાત છે, એમને જીવનમાં  શું ડિઝાયર છે એની પણ એમને ખબર નથી હોતી. હું કહીશ કે જો તમે  હેલ્થી કોમ્યુનીકેશન થી તમારી જાતને તમારા પાર્ટનર ની સામે ખુલ્લી કિતાબ બની જાઓ તો એ તમારા રિલેશન નું સૌથી સારો પોઇન્ટ બની જશે. થોડું જુઠું એ મોટું જુઠાણું પણ બની શકે છે.તમે તમારા  ઈમોશન ને છુપાવો એ તમારા મારે કયારે ક કામ કરી જાય પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ કામ નથી કરતુ  કહેવાનો મતલબ એ છે કે તમારા પાર્ટનર ને સાઇલન્ટ ટ્રીટમેન્ટ નહિ  આપો હવે એ જમાનો નથી.

ખુલ્લા મને વાત કરવી એનો મતલબ એ છે કે જે વાતો તમે કોઈ ને કહી નથી ,તમારા  લાઈફની ઈમ્પોર્ટન્ટ વાતો છે એ વાતો તમારે તમારા પાર્ટનર ને ઓનેસ્ટી અને પુરેપુરા એક્સપોઝ થઇ ને કેહવાની, ખુલ્લા મને વાત એટલે હર્ટ અને ડિસએપોઇન્મેન્ટ થવાની તૈયારી સાથે વાત કેહવાની ,ખુલ્લું મન એટલે કે તમારા રિલેશન માં તમારું ખુબ જ પોટેન્શિયલ છે અને તમે ઓનેસ્ટ છો એવું  તમારા પાર્ટનર ને સમજવાની રીત.

પે અટેન્શન ટુ નોનવરબલ સાઈન્સ   :

આપણા મોટા ભાગના દરેક કોમ્યુનીકેશન એ આપણા પાર્ટનર સાથે હોય કે  ફ્રેન્ડ્સ સાથે એમાં આપણે શું  કહ્યું એ નહિ પણ કેવી રીતે કહ્યું એ ઇમ્પર્ટેન્ટ છે. નોનવરબલ કોમ્યુનિકેશન  એટલે બોડીલેંગ્વેજ. કોઈ પણ કોમ્યુનિક્શન વખતે તમારો અવાજ નો ટોન કેવો છે? કેટલી દૂર થી તમે વાત કરો છો એકબીજા સાથે? તમારી આઈ કોન્ટેક્ટ કેવી રીતની છે?તમારા હાવભાવ કેવા છે? વિગેરે. સારાકોમ્યુનિકેશન માટે તમારે બોડી લેંગ્વેજ સમજવી જરૂરી છે.તમારા પાર્ટનરની નોનવેરેબલ સાઈન સમજવી જરૂરી છે અને એ ધીરજ માંગી લે છે.જેટલું તમે તમારા પાર્ટનરની બોડી લેન્વેજ સમજશો એટલું સારીરીતે તમે એમને સમજી શકશો. જયારે તમે તમારા પાર્ટનર ની બોડી લેંગ્વેજ સમજો છો  ત્યારે તમે તમારી બોડી લેંગ્વેજ માટે પણ કોન્સીઅસ રહો તમે તમારા  પાર્ટનર ની સાથે બેસો,આઈ કોન્ટેક્ટ રાખી નેસારા વોઇસ ટોન સાથે વાત કરો અને એમની વાત સમજો જેથી એમને પણ સારું લાગે કે તમે એમને સમજો છો કે સમજવાની કોશિશ કરો છો.

સ્ટે ફોકસ ઈન ધ  હિયર એન્ડ નાઉ:

ડીસ્ક્શન જયારે આર્ગ્યુમેન્ટ બની જાય છે ત્યારે  આખી વાત નું સ્વરુપ બદલાઈ જાય છે.એટલે એકબીજા નું રિસ્પેક્ટ રાખી ને જે વાત પાર ડિસ્કશન થતું હોય એ વાત ના મુદ્દા પર જ વાત કરવી જોઈએ નહિકે બીજી કે ત્રીજી વાત વચ્ચે લાવી ને વાતાવરણ બગડી જાય એ હદ ના આર્ગ્યૂમેંટ્સ કરવા.

જયારે એક પાર્ટનર આર્ગ્યુમેન્ટ કરતુ હોય ત્યારે બીજા પાર્ટનર એ શાંત રહી ને આર્ગ્યુમેન્ટ બંધ તાય  એવા પ્રયત્નમાં રહેવું જોઈએ. એનો મતલબ એમ નથી કે ત્યાંથી ખસી જવું,  પરંતુ તમારા પાર્ટનર  ને સમજાવો કે આપણે આ વાત નું ડિસ્કશન પછી  શાંતિ થી  કરીશું! ફ્રેશ માઈન્ડ સાથે એનો યોગ્ય નિકાલ લાવીશું, હમણાં કેમ મૂડ બગાડવો? ચાલ બીજી વાત કરીએ કે ચાલ ક્યાંક બહાર જઈએ અને વાત ને એક સરસ મોડ આપી દો જે તમારા પાર્ટનર ને પસંદ હોય એવો.

આવા અમુક મુદ્દાઓ ધ્યાન માં રાખવાથી તમારું કોમ્યુનિકેશન હેલ્થી બનશે જે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે એક સ્ટ્રોંગ રિલેશનશિપ ડેવલોપ કરશે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s