“શ્રી નાથજી સત્ય છે”
રિસ્પેક્ટ એ એક પેટર્ન છે જે તમને હેલ્થી રિલેશનશિપ માં જોવા મળે છે. ઘણી બધી વખત રિસ્પેક્ટ વિશે કહેવાયું છે. પણ રીયલ લાઈફ માં બહુ ઓછા રિલેશન માં રિસ્પેક્ટ જોવા મળે છે. રીયલ લાઈફ માં રિસ્પેક્ટ કેવી રીતે મળે? કેમ આપવો, જયારે એ તમારા સંબંધો માં ન હોય? આપણું ફોકસ એ જ હોય છે કે આપણે આપણા પાર્ટનર પાસેથી રિસ્પેક્ટ થી શું મેળવીએ ? ભલે આપણે એને રિસ્પેક્ટ ના આપતા હોઈ એ.એક સત્ય કેહવત છે કે “રિસ્પેક્ટ જેટલું આપો એટલું જ મળે છે.” જો આપણને રિસ્પેક્ટ જોઈતું હોય તો એ આપવું પણ પડે જ છે. રિસ્પેક્ટ તો બધા જ ડિઝર્વ કરે છે.
જે રિલેશન માં એકબીજા ને રિસ્પેક્ટ આપવામાં આવે છે એ પાર્ટનરો ને એક બીજા પર ટ્રસ્ટ હોય છે, એકબીજા ની વેલ્યુ હોય છે અને એકબીજા ની ફ્રીડમ ને ઈમ્પોર્ટન્સ આપે છે, એક બીજાની સાથે ઓનેસ્ટ રહે છે ,એકબીજા ની બાઉન્ડ્રી ને રિસ્પેક્ટ આપે છે. એકબીજા ને એટલો સ્પેસ આપે છે જેથી એમને એમની લાઈફ જીવવામાં આનંદ આવે.
બીજા ને રિસ્પેક્ટ આપવાનો સૌથી સારો રસ્તો છે પોતાને રિસ્પેક્ટ આપો. તમારા ઓપિનિયન તમારા પાર્ટનરને જણાવો, તમારા રિલેશન માટે હંમેશા સારું ફિલ કરો. રિસ્પેક્ટ ને તમારા શબ્દો માં નહિ પણ તમારા વર્તન માં પણ લાવો. ખરાબ શબ્દો, ગુસ્સો, ખરાબ વર્તન એ એક જાતનું ઈમોશનલ અબ્યુઝ જ છે જે હેલ્થી રિલેશનમાં હાનિકારક છે.
ચાલો જોઈએ કેટલાક પોઈન્ટ્સ જે હેલ્થી રીલેશન માં ઇમ્પર્ટેન્ટ છે.
- હંમેશા તમારા પોતાના માટે રિસ્પેક્ટફુલ રહો.
- તમારા રિલેશન માટે અને જેની સાથે તમે ઇનવોલ્વ છો એને માટે હંમેશા કોન્સીઅસ રહો.
- તમારા શબ્દો નો યોગ્ય ઉપયોગ કરો. જેથી એને એવું ના લાગે કે તમે એમને તમારા શબ્દો થી પનીશમેન્ટ આપો છો
- તમારા પાર્ટનર ની બાઉન્ડરી -લિમિટેશન સમજો ક્યારે પણ વગર જોઈટી અપેક્ષા ના રાખો.
- પાર્ટનર રિસ્પેક્ટ આપે એટલે એવું નથી કે એને રિલેશન માં કોમ્પ્રોમાઇઝ કરવાનું.
- રિલેશનશિપ માં એકબીજાને માટે હંમેશા ફ્લેક્સિબલ રહો અને એકબીજા ના પ્રેમ માં બંધાયેલા રહો.
- ઘર ના કામ માં એકબીજા ને મદદ કરો અને એકબીજા ના કામ ને એપ્રિશિએટ કરો. કોમ્પ્લીમેન્ટ આપો.
- જો તમારાથી ભૂલ થાય તો તમારા પાર્ટનરની પાસે એનો સ્વીકાર કરો જેથી એને પણ તમારા પર વિશ્વાસ વધશે.
- તમારા પાર્ટનર ની ફિઝિકલ અને ઈમોશનલ નીડ ને સમજો અને એને રિસ્પેક્ટ આપો.
કેવી રીતે રિસ્પેક્ટફુલ બનશો?
- તમે પોતાના માટે પોઝિટિવ વિચારો.
- તમારા વિચારો ,કન્વિન્સિંગ પાવર, બોડી લેન્ગવેજથી તમને રિસ્પેક્ટ મળશે જ.
- તમે એના હકદાર છો એમ સમજો.
- તમારા કેરેક્ટરથી લોકો તમને રિસ્પેક્ટ આપશે.
- તમારી બાઉન્ડરી તમે નક્કી કરો.
- તમારા પાર્ટનરના રીયલ પાર્ટનર બનવાનો પ્રયત્ન કરો.
- તમે રિસ્પેક્ટ આપો છો એ જતાવો તમારા એટિટ્યૂડ થી
પોતાને રિસ્પેક્ટ આપીને તમે તમારી જાતને એક વેલ્થ આપો છો જેનાથી આપણી અંદર એક ખુશી ની લહેર જન્મે છે. રિસ્પેક્ટ આપીને તમેં અને તમારા પાર્ટનર એક સ્ટ્રોંગ, લાસ્ટીંગ, મેચ્યોર, સપોર્ટિવ રિલેશનશિપ બિલ્ટ અપ કરી શકો એવી શુભેચ્છા.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ