“શ્રી નાથજી સત્ય છે”
હમણાં મારી ઓફિસે મને મળવા આવેલા એક પેરેન્ટ્સની સાથે વાત કરતા એમના સુખી લગ્નજીવન નું રાઝ જાણવા મળયું.એમને એકબીજા ની કંપની ખુબ જ ગમતી ,લગ્ન ના 30 વર્ષ માં તેઓને ક્યારે પણ કોઈ બીજા મિત્ર ની જરૂર નથી પડી અને એ બંને એકબીજા ના ખુબ સારા ફ્રેન્ડ છે, એ કેહતા તો એમની આંખ ની અને ચહેરાની ચમક જોવા જેવી હતી. આ વાત પછી મારી માન્યતાને વધુ પુષ્ટિ મળી કે,
“તમારા પાર્ટનર જો તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય એ સક્સેસફુલ મેરેજ માં કે
રિલેશનશિપ માં ખુબ જ અગત્ય નું છે”
મેં એવા ઘણા લોકો ને જોયા છે કે જેમને પોતાના જીવનસાથી તરીકે એમને બેસ્ટ ફ્રેન્ડ ને પસંદ કર્યા હોય. એરેન્જ મેરેજ માં તમે તમારા સાથી ના બેસ્ટ ફ્રેન્ડ બની જ શકો છો.અને એ તમારી મેરેજ લાઈફ કે રિલેશનશિપ માટે ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડશીપ એક એવી ફળદ્રુપ જમીન છે જ્યાં કોઈ પણ રિલેશન બેસ્ટ બને છે અને સારી રીતે માવજત થી ઉછરી શકે છે. જયારે તમારા સાથી સાથે તમારી મિત્રતા એક લેવલ પર હોય ત્યારે તમારું મગજ તમને એક પાવરફુલ ફીલિંગ્સ સાથે એકબીજા ને જોડે છે–કનેક્ટ કરે છે. હું ઘણી વખત મારા કેન્ડિડેટસ ને સમજાવુ છું કે લગ્ન જીવન માં બંને પાર્ટનર્સ ની વેવલેન્થ મળે એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે. આ ફીલિંગ્સ માં ખુશી, લાઈવલીનેસ, એનર્જી, અન્ડરસ્ટેન્ડિંગ,જેવી લાગણીઓ નું મિક્સચર હોય છે. અને આ લાગણીઓની મિટિંગો બંને ને લાંબો ટાઇમ ખુશી આપે છે. અને આ ફીલિંગ –ખુશી એ બંને પાર્ટનર માટે ખુબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે તમે સોશ્યલી સારી રીતે કનેક્ટેડ હોવ તો તમે સારું જીવી શકો છો. અને વધુ કહું તો તમે તમારા સાથી –પાર્ટનર સાથે ફ્રેન્ડશિપથી પાવરફૂલી કનેક્ટ હશો તો તમે પર્સનલી અને સોશિયલી સફળ થઇ શકશો. એકબીજા માટે ની પ્રેમાળ લાગણી થી ફ્રેન્ડશીપમાં એક બોન્ડ બને છે જે લાંબા ગાળા ના રિલેશન માટે ખુબ જ ઇમ્પૉર્ટન્ટ રોલ ભજવે છે.
કોઈને પણ એક વાર મળવાથી કે જોવા માત્રથી આવી લાગણી ન જ થાય એ તો આકર્ષણ જ હોય જે સમય જતા એનું બાષ્પીભવન થઇ જાય.
હેલ્ધી રિલેશન માટે (બુદ્ધિજીવી વર્ગ માટે તો ખાસ) એમની મુલાકાતો માં એકબીજા ને સમજવાથી, વધુ ને વધુ ફ્રેન્ડલી થવાથી, ડીપ માનસિક જોડાણ થવાથી જ નજીક આવી શકાય છે. આવા ફ્રેન્ડલી રિલેશન તમને ખુશી, સારી કંપની, એકબીજા ને સમજવાની માનસિકતા અને એક એવો સાથી કે જે લાંબા સમય સુધી તમને તમારા સારા અને ખરાબ સમય માં તમારી સાથે રહી ને સાચવશે. સાચું કહું તો આવા સંબંધો ખુબ જ અદભુત હોય છે. જેમાં તમે તમારા પાર્ટનર સાથે જિંદગી ના બધા વર્ષો સારી રીતે, હસી ખુશીથી રહી શકો છો. એને એના માટે તમારા રિલેશનનું મેઈન ફાઉન્ડેશન એટલે કે ડીપ, હેલ્થી ફ્રેન્ડશીપ છે. એમાં એવું ડીપ જોડાણ આવે કે તમે તમારા મન ની દરેક વાત તમારા સાથી ને કરી શકો ( આજકાલ એવું ખુબ ઓછું જોવા મળે છે)
જેટલો વધુ સમય તમે સાથી સાથે વિતાવો એના પરથી તમે એમને વધુ ને વધુ જાણી શકો. ક્યારેક ખુબ જ અકળામણ,ખુબ જ ચેલેંજ અને આર્ગ્યુમેન્ટ ભરી લાઈફ લાગે. દરેક પાર્ટનર ને ક્યારેક ને ક્યારેક આવું થાય પરંતુ બીજા કોઈ પણ રિલેશન કરતા આ રિલેશન ખુબજ જીવંત અને બળ પૂરું પડતા હોય છે. હું કહીશ કે તમે તમારા સાથી સાથે ડીપ ફ્રેન્ડશીપ ની ક્વોલિટી ડેવલોપ કરો તો લોન્ગ ટર્મ રિલેશન ખોવાઈ ના જાય.જેથી “તમે ફક્ત સાથે રહો એ નહિ પરંતુ સાથે જીવો“ એ સૂત્ર બને.
પાર્ટનર ના ગુસ્સાને ક્યારે પણ તમારા પાર હાવી થવા ના દો, જે તમારી જરૂરીયાતને, તમારી ઈચ્છાને, પોતાના થી વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. અને હું કહીશ કે એ તમારા રિલેશનશિપ ની એનેર્જી છે. જો તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ વિષય પર ફ્રેન્ક ડિસ્કશન એક ફ્રેન્ડની જેમ કરી શકો છો અને એ પણ કોઈ પણ ખચકાટ વગર, તો તમે બંને એક સારા ફ્રેન્ડ છો જ. અને આવા ઓપન ડિસ્કક્શન થી, હેલ્ધી ડિસ્કક્શનથી મન માં એક જાતની શાંતિ અને સમજણ નું બીજ રોપાય છ, અને આવી ફ્રેન્ડશીપથી બે પાર્ટનર્સ કે મેરિડ કપલ્સ વચ્ચે સમજણ નો સેતુ બંધાય છે.
અંતે એટલું જ કહીશ કે આવા ફ્રેન્ડશીપ ની ચાવી છે– વિશ્વાસ, લાગણી, કેર, સમજણ, એકબીજાની ઇન્ડિપેન્ડન્સ. આનાથી તમારી લાઈફ સુખી, સ્મૂધ અને પ્રેમથી તરબતર બને છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ