“શ્રી નાથજી સત્ય છે”
સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્લેટોનિક ફ્રેન્ડશીપ હોઈ શકે?
પ્લેટોનિક ફ્રેન્ડશીપ એટલે નોન સેક્સુઅલ મિત્રતા આ દુનિયા ના અસ્તિત્વ જેટલો જ જૂનો અને પેચીદો પ્રશ્ન છે કે શું સ્ત્રી અને પુરુષ સારા મિત્ર (પ્લેટોનિક ફ્રેન્ડ ) હોઈ શકે? કે પછી આ રિલેશનશિપ માં એક અટ્રૅકશન હોય જ છે?
સ્ત્રી અને પુરુષ બાયોલોજિકલ એકબીજાથી જુદા છે, એમ એમની વિચાર શક્તિ પણ જુદી જ છે. અને ફ્રેંડશીપની વાત આવે ત્યાં સ્ત્રી અને પુરુષ એકબીજા ને ખોટા સમજે છે. સર્વે કહે છે કે પુરુષો, સ્ત્રી સાથેની ફ્રેન્ડશીપ ને સેક્સુઅલ ઇન્ટરેસ્ટ સમજે છે, જયારે સ્ત્રી પુરુષ ના સેક્સુઅલ ઇંટ્રેસ્ટ ને ફ્રેંડશીપ. જોકે આ પ્રશ્ન નો જવાબ પર્ટિક્યુલર વ્યક્તિ-વ્યક્તિ એ જુદો આવશે. ઘણા સ્ત્રી પુરુષો ને એકબીજા માટે અદમ્ય આકર્ષણ હોય છે જે ફ્રેંડશીપ માંથી જ આગળ વધ્યું હોય અને તેઓ પોતાની ફીલિંગ્સ માટે ઓનેસ્ટ પણ હોય છે.
આકર્ષણ એ સ્વિચ નથી કે ઓન કે ઑફ કરી શકાય. એ એક નેચરલ ફીલિંગ્સ છે.અને એવું બને કે તમને તમારા ફ્રેન્ડ માટે ક્યારેક આકર્ષણ થાય, પરંતુ મોટા ભાગે એ પ્લેટોનિક લાગણી જ હશે. આવા રિલેશન અમુક અંશે મેંટેઇન કરવા સહેલા છે, પરંતુ જયારે પોતાના જ પ્લેટોનિક ફ્રેન્ડથી ખુબ જ આકર્ષાઇ જાય ત્યારે એ ફીલિંગ્સ ને ઇગ્નોર કરવી કે ડાયવર્ટ કરવી અઘરી થઈ પડે છે. ત્યારે એમને “જસ્ટ ફ્રેન્ડ” હોવું અઘરું લાગે છે.
- તમારી ફ્રેંડશીપ પ્લેટોનિક છે કે નહિ એ વિષે અમુક પોઈન્ટ્સથીવિચારીએ :
- તમારા ફ્રેન્ડ વિષે તમારા પાર્ટનર થી પણ વધારે વિચાર કરવો.
- તમારા પ્લેટોનિક ફ્રેન્ડ માટે તમને રોમેન્ટિક લાગણી કે વિચારો હોવા.
- તમારા પાર્ટનર સાથેની અંગત પળોમાં પણ તમને તમારા ફ્રેન્ડ ની યાદ આવવી.
- જયારે ફ્રેન્ડ સાથે ના હોવ ત્યારે તેમને ખુબ જ મિસ કરવા.
- તમારી અંગત વાતો, ઈમોશન, લાગણીઓ, રોમેન્ટિક રિલેશનશિપ ની વાતો તમારા પાર્ટનર ને બદલે તમારા ફ્રેન્ડ ને કહો છો. (આ એક ખુબ જ સિરિયસ વાત છે. અહીં જલ્દી ચેતજો)
- જો તમે અનમેરિડ છો અને તમે તમારા ફ્રેન્ડ સર્કલ માં જવા ને બદલે તમારા એ મિત્ર ની સાથે ડેટ પર જવાનું વિચારો છો.
હવે, જો તમારી સાથે આવું થતું હોય, તો આવા લક્ષણો એમ સૂચવે છે કે તમારે તમારી ફ્રેંડશીપ માટે રીથિન્ક કરવું જોઈએ. અને એક અને બીજા આવા ઘણાં કારણો ને લીધે સારી ફ્રેંડશીપ તૂટી જાય છે. ફ્રેંડશીપ ને પ્લેટોનિક બનાવવા ખુબજ પ્રયત્નો તેમજ સમય આપવા પડે છે.
- તમારા ફ્રેન્ડ સાથે કયારે પણ ફ્લર્ટ ના કરો..
- તમારા ફ્રેન્ડ કે બેસ્ટ બડ્ડી એક એવી વ્યક્તિ છે તમારા માટે, કે તમે એમની સાથે બધી જ વાતો શેર કરી શકો, દરેક વાત પર ચર્ચા કરી શકો, ફેમિલી ટોક, વર્ક ઇસ્યુ, પોલિટિક્સ, પરંતુ તમારા વિચારો ને પ્રોસેસ અને ફિલ્ટર કરતા રહેજો. આ લાગણી કયારે પણ સેક્સુઅલ ઇન્ટિમસી તરફ ના જાય એ જોજો.
- તમારા ફ્રેન્ડ ના અનવોન્ટેડ અટેચમેન્ટ ની આદત ના પાડો.
પ્લેટોનિક ફ્રેંડશીપમાં મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એ કે ક્યારે પણ સેક્સ તત્વ ના આવે એ એવા મેચ્યોર અને ગાઢ રિલેશન હોય છે.
હંમેશા પોતાના વિચારો માં ક્લીઅર રહો. તમારી ફ્રેંડશિપની ઓનેસ્ટી માટે હંમેશા વિચાર કરતા રહો.
- જો તમે કોઈ પણ રિલેશનશિપ માં ન હોવ અને તમારા ફ્રેન્ડ સાથે ફ્રેંડશીપ માંથી રોમેન્ટિક પાર્ટનર ની લાઈફ માં જમ્પ કરવા માંગો છો?
- જો તમારા મિત્ર તમારી સાથે રોમેન્ટિક રિલેશન માટે રેડી નથી તો પછી એની સાથે કેટલા કલોઝ કે કેટલા ડિસ્ટન્સ રિલેશન રાખવા એ નક્કી કરો.
- જો તમે કોઈ રોમેન્ટિક રિલેશનમાં છો, અને તમારી પ્લેટોનિક ફ્રેંડશીપ થી તમારા રોમેન્ટિક પાર્ટનર ને તકલીફ છે તો, ક્યા રિલેશન ઈમ્પોર્ટન્ટ છે એ વિચારો. તમને ક્યા રિલેશન ખુશી આપશે એ વિચારો.
સ્ત્રી અને પુરુષ ના સંબંધો હંમેશા અઘરા-અને કોમ્પ્લિકેટેડ રહ્યા છે. (સાચું કહું તો, અંગત સંબંધો, રોમેન્ટિક કે પ્લેટોનિક લાગણીઓ પણ અઘરી છે મેનેજ કરવી ) કોઈ પણ સિચ્યુએશન માં ઓનેસ્ટ રહો અને પોતાની જાત ને પૂછો કે “શું અમે ખાલી ફ્રેન્ડ્સ છીએ?”
જવાબ તદ્દન પ્રામાણિકપણે તમારે તમારી જાતને આપવાનો છે. જો તમને જવાબ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય, કે મૂંઝવણ ની લાગણી થતી હોય, તો કાઉન્સેલિંગ માટે અમારો સંપર્ક કરી શકો છો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ