“શ્રી નાથજી સત્ય છે”
દરેક રિલેશન માં અપ્સ અને ડાઉન આવે છે. સક્સેસફુલ રિલેશન એજ કહેવાય જે જીવનમાં આવતી સમસ્યા માંથી કંઈક શીખે અને રિલેશનમાં તાજગી જાળવી રાખે. રોજ બરોજ ના કોમ્પ્લિકેશન માં કેવી રીતે મેનેજ કરવું, એના માટે ઘણા લોકો સેલ્ફ હેલ્પ ની બુકો વાંચે છે, સેમિનાર અટેન્ડ કરે છે યા થેરાપિસ્ટ કે કાઉન્સેલર ની મદદ લે છે, યા નજીકના વ્યક્તિ ને ઓબઝર્વ કરી ને ટ્રાયલ અને એરર ની મેથડ માં શીખે છે.
થોડા એફૉર્ટ આપી ને રિલેશન માં આવતા પ્રોબ્લેમ્સ નું સોલુશન લાવી શકાય છે.
1.કૉમ્યૂનિકેશન :-
બધા જ પ્રોબ્લેમ્સ નું મૂળ પુઅર કોમ્યુનિક્શન છે.
- એકબીજા ને પ્રોપર ટાઈમ આપો.જયારે સાથે હોવ ત્યારે મોબાઈલ બંધ રાખો યા વાઈબ્રેટ પર મૂકી દો, T .V બંધ રાખો, બાળકો ને એમની રીતે રમવા દો, તમે એકબીજા સાથે વાત કરો.
- જે પણ કોમ્યુનિક્શન કરો એ ખુબ જ સોફ્ટ અને આઈ કોન્ટાક્ટ સાથે કરો.
- જયારે તમારા પાર્ટનર બોલે તો એમને સાંભળો ,વચ્ચે ટોકો કે અટકાવો નહિ. એમની વાત પુરી થવાની રાહ જુઓ.
- તમારી બોડી લેંગ્વેજ એવી રાખો કે એમને થાય કે તમે એમની વાત સાંભળો છો, સમજવાની કોશિશ કરો છો. અને પૂછે ત્યારે તમારા વ્યુ પણ સારી રીતે જણાવો ભલે એ તમારા પાર્ટનર થી જુદો વ્યુ કેમ ન હોય.
2.સેક્સ :-
સેક્સ એ રિલેશનશિપનો એક ભાગ છે. એના માટે ક્યારે પણ છોછ ના રાખવો. સેક્સ એ પ્રજનન સાથે અને માનવ ના અસ્તિત્વ સાથે જોડાયેલી ક્રિયા છે. અને એકબીજા ને પ્રેમ કરતા સ્ત્રી પુરુષો એકમેક ના સ્પર્શ થી લાગણી ની આપ લે કરતા હોય છે. સેક્સ બંને પાર્ટનર ને ફિઝિકલિ અને મેન્ટલી નજીક લાવે છે. હેલ્થી કપલ્સ ની કેમેસ્ટ્રી ને વધુ ને વધુ હેલ્થી બનાવે છે. જે પાર્ટનર્સ એકબીજા ને પ્રેમ કરે છે એ ક્યારેક સેક્સ્યુઅલી મિસમેચ પણ હોય શકે છે. એના ઉપાય માં :
- તમારા સમય ને અનુરૂપ પ્લાન કરો, રૂટિન થી અલગ પ્લાન કરો.
- એકબીજા ની ગમતી વાતો જાણો એમાં નવીનતા લાવવનો પ્રયત્ન કરો.
- જો પ્રોબ્લેમ્સ સેકસ્યુઅલ હોય અને સૉલ્વ ન થાય તો સારા સેક્સ થેરાપિસ્ટ ની મદદ લો.
3.મની – ફાયનાન્સ :-
મની પ્રોબ્લેમ્સ – મેટર તો મેરેજની વાત ચાલુ થાય ત્યારથી જ ચાલુ થઇ જાય છે તે આખી લાઈફ જ હોય છે. જેથી લગ્ન કરવા જઈ રહેલ યુવક યુવતી અને એમના ફેમિલી રીતરિવાજોની વાત એ પહેલા જ કરી લેવી જોઈએ એ સલાહ ભરેલું છે. લગ્ન પછી પણ બંને પાર્ટનર એ બધી ફાઇનાન્સીઅલ વાતો – મની મેટર સૉલ્વ કરવા માટે
- તમારી હાલ ની ફાઇનાન્સીઅલ પોઝિશન માટે ઓનેસ્ટ રહો. તમે જેવા છો એવા જ રહો. જો પરિસ્થિતિ જુદી દિશામાં છે અને તમને એ નથી પસંદ તો એના માટે ઓનેસ્ટ રહો.
- તમારી ફાઇનાન્સીઅલ પોઝિશનની તમારા પાર્ટનર સાથે ચર્ચા કરવા માટે શાંતિ થી બેસો અને તમારા વિચારો અને પરિસ્થિતિ વિષે જણાવો.એક પાર્ટનર સેવિંગ કરે, અને બીજા પાર્ટનર ખર્ચ કરે એ પોલિસી અપનાવો. સાથે એકબીજા ની ટેન્ડન્સી પણ સમજો.
- ક્યારે પણ તમારી આવક અને ખર્ચ ને છુપાવો નહિ. હંમેશા તમારી ફાઇનાન્સીઅલ ડિસ્કશન માં તમારા ક્રેડિટ કાર્ડ બિલ્સ, ઇન્સ્યોરન્સ પેપર્સ, જેવા ફાઇનાન્સીઅલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખો. પાર્ટનર ને બધું સમજાવો, એમને બધું ખબર હોવું જોઈએ.
- ફાઇનન્સીયલી અકળાવનારી પરિસ્થિતિ માટે કયારે પણ એકબીજા ને ક્યારે પણ બ્લેમ ન કરો.
હંમેશા તમારું જોઈન્ટ બજેટ બનાવો પછી એ સેવીંગ્સ હોય કે ખર્ચ. - હંમેશા ફેમિલી ગોલ નક્કી કરો. એ શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ બંને હોઈ શકે.
4.ઘરકામની જવાબદારી:-
મોટાભાગ ના પાર્ટનર્સ ઘરની બહાર કામ કરતા હોય છે એટલે ઘર કામ ની જવાબદારી જો વહેંચી લેવામાં આવે તો બંને ને રાહત થઇ જાય.
- કામ નું મેનેજમેન્ટ કરો
- ઓર્ગેનાઈઝડ વે માં કામ કરો. કામ ની વહેચણી કરો અને જવાબદારી થી એ કામ પૂરું કરો.
- બાળકો ને ભણવા, લોન્ડ્રી, સાફસફાઈ, બેન્કિંગ જેવા અનેક કામો છે જે સાથે હળીમળીને કરી શકાય.
5.પ્રાયોરિટી :-
રિલેશનશિપ માં પાર્ટનરને પ્રાયોરિટી આપો એ ખુબ જરૂરી છે.”જો તું કહે તો હું કરું” એવા વિચારોવાળા કપલ્સ સારી પ્રેમાળ લાઈફ માથી લસ્ટર ખોઈ બેસે છે.
- જેમ શરૂઆત માં એકબીજા ને ઇમ્પોર્ટન્સ આપતા હતા એમ હવે પણ ઇમ્પોર્ટન્સ આપો, એકબીજા ને અપ્રીસીએટ કરો, એકમેક ને કોમ્પ્લીમેન્ટસ આપો,
- આખા દિવસના બીઝી શિડ્યૂલ માં પણ એકબીજા માટે સમય કાઢી ને થોડી વાર વાત કરો.
ડિનર પ્લાન કરો, નાની પીકનીક કે નાની ટૂર ગોઠવો, સરપ્રાઈઝ આપો. - પાર્ટનર ને રિસ્પેક્ટ આપો અને સમજાવો કે તમારી લાઈફ માં રિસ્પેક્ટ નું મહત્વ છે.
6.વિચારભેદ :-
ક્યારેક પાર્ટનર વચ્ચે વિચારભેદ થાય એ સામાન્ય છે. પરંતુ જો આ સિચ્યુએશન રૂટિન બની ગઈ હોય તો આવા નિરાશ અને કંકાસ ભરેલા વાતાવરણ માંથી બહાર આવાની જરૂર છે. એને માટે તટસ્થ એફોર્ટ કરવા પડે. જોકે એ વ્યક્તિ વ્યક્તિ પર નિર્ભર હોય છે, તેમ એની સ્ટટેજી અલગ હોય છે.
- તમારી જાત સાથે ઓનેસ્ટ રહો. કોઈ પણ ચર્ચા થતી હોય ત્યારે શાંત રહી ને જવાબ આપો
ચર્ચા કરતી વખતે વાતાવરણ વધુ ઉગ્ર ના બને એનું ધ્યાન રાખો - “થોડું આપો અને વધુ મેળવો ” એ રિલેશનશિપની એક પોલીસી છે. જો ભૂલ તમારી હોય તો માફી માંગી લો. એ અઘરું જરૂર છે પણ એનું પરિણામ ખુબ જ સારું છે.
- ટૂંકમાં, તમારું બિહેવિયર તમે જ બદલી શકો છો. બીજા ને કંટ્રોલ ના કરી શકાય.
7.વિશ્વાસ:-
ટ્રસ્ટ એ કોઈ પણ રિલેશનશિપ નો અગત્ય નો ભાગ છે. એ જીતવા થોડું ધ્યાન રાખો.
- જે બોલો એ કરો.
- આર્ગ્યુમેન્ટ કરો ત્યારે પણ સાચું જ બોલો. એકબીજા માટે લાગણીશીલ રહો.
- પાર્ટનર ને તમારા શિડ્યૂલ વિષે જણાવો જેથી મિસ અન્ડરટેન્ડિંગ ના થાય.
- આખા દિવસ ની બધી વાત ટૂંક માં જણાવો અને ઇમ્પૉરટન્ટ વાત વિસ્તાર થી જણાવો
- કયારે પણ જેલસ ના થાવ.
- એક સારા લીસનર બનો
તમે જે પ્રોબ્લેમ હોય એ તમારા પાર્ટનર ને જણાવો એમને જાતે ખબર નથી પડવાની.
જે થાય એ થવા દો અને બધું જ એન્જોય કરો. જે પણ કઈ સંબંધો માં ખૂટે છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરો. સોલ્યુશન તો તમારે જ શોધવાનું છે.
જો તમને સોલ્યૂશન મેળવવામાં મુશ્કેલી લાગતી હોય, કે મૂંઝવણ ની લાગણી થતી હોય, તો કાઉન્સેલિંગ માટે અમારો સંપર્ક કરી શકો છો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ