“શ્રી નાથજી સત્ય છે”
ઇન્ડિયા માં દરેક તહેવારની પાછળ કોઈ ને કોઈ રીઝન હોય છે. અને એ કારણ સાયન્ટિફિક રીતે પણ બરાબર જ હોય છે.
માં ભગવતીની પૂજા એ આપણી સંસ્કૃતિ છે, આપણા ધર્મની વિશેષતા છે. નવરાત્રી એ માં દુર્ગાની પૂજા કરવા માટે ઉજવાતો તહેવાર છે. માં દુર્ગા એ શક્તિ નું પ્રતીક છે. નવરાત્રી એ બુરાઈની સામે અચ્છાઈ ની અને ખરાબ ની સામે સારા નો વિજય છે. અને આ વિજય એટલે દસમો દિવસ વિજયાદશમી.
નવરાત્રી વર્ષ માં 2 વખત ઉજવાય છે. અશ્વિની નવરાત્રી સપ્ટેમ્બર -ઓક્ટોબર માં આવે અને બીજી ચૈત્રી નવરાત્રી એપ્રિલ માં આવે.
નવરાત્રીમાં એક એવી કથા છે કે મહીષાશુર નામના રાક્ષસની સાથે માં દુર્ગા એ નવ દિવસ અને નવ રાત્રી સુધી યુદ્ધ કર્યું હતું અને અંતે દશમાં દિવસે માં દુર્ગા નો વિજય થયો હતો એ વખતે મહિષાસુર નામની બુરાઈ નો અંત થયો હતો. આ નવ દિવસો માં લોકો સુખ શાંતિ, સમૃદ્ધિ માટે માં દુર્ગા ની ઉપાસના કરે છે, ઉપવાસ કરે છે. નવરાત્રીમાં થતા ઉપવાસ નું સાયન્ટિફિક રીઝન પણ છે. જેમ ઋતુ બદલાય એમ આપણા શરીર માં કફ, પિત્ત, વાયુ ને લીધે તકલીફ થાય છે. ઉપવાસ થી શરીરમાના ટોક્સિન બહાર આવી જાય છે અને આપણા શરીરને ઋતુ પ્રમાણે એડજેસ્ટ કરવામાં મદદ કરે છે. આ નવ દિવસ -રાત્રી પૂજા, પાઠ, ઉપવાસ, અર્ચના, સાધના કરવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે.
ઇન્ડિયામાં નવરાત્રી જુદા જુદા પ્રદેશ માં જુદી જુદી રીતે ઉજવાય છે. જેવી કે ગરબા, રામલીલા, દુર્ગાપૂજા, ગોલુ વિગેરે. નવરાત્રીએ સૌથી લાંબો અને કલરફુલ તહેવાર છે. ગરબા એ માં દુર્ગા ની પૂજા નું એક રૂપ છે. ગરબા રમતા પહેલા માં દુર્ગા ની આરતી કરવામાં આવે છે. ગરબા એ પરંપરાગત કપડાં એટલે કે કેડિયું અને ચણીયા ચોળી પેહરી અને સાથે રંગબેરંગી દાંડિયા સાથે રમાય છે. આ સિવાય તાળી ગરબા થી લઇને પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, દોઢિયુ, હીંચ, પોપટીયું જેવી પરંપરાગત રીતે રમાય છે અને એમાં હવે આજનો નવો ટચ લગાડી ને રમવામાં આવે છે.(મોબાઈલ સેલ્ફી સ્ટાઈલ ). ચણીયા ચોળી પણ ટ્રેડિશનલ ભરતકામ થી લઇ ને સિલ્ક ના અને સાથે મેચિંગ એસેસરીઝ પણ પહેરવામાં આવે છે.
નવરાત્રી પહેલા ગરબાના માધ્યમથી સમજાવવામાં આવતી હતી સાથે એની ગરિમા જળવાઈ રહેતી હતી. પહેલા ગરબા શેરીના નાકે કે મહોલ્લા માં થતા હતા, હવે એનું કોમર્શિયલ રૂપ આવી ગયું છે. હવે ગરબાની આખી ઇવેન્ટ થાય છે, જેના માટે મોટા મોટા એ-સી હોલ રખાય છે, મોટા મોટા ગાયક કલાકારો ને બોલાવાય છે. પાસીસ લેવા પડે છે, જે સરસ અને છેલ્લે સુધી રમે એને મોટા મોટા ઇનામો આપવામાં આવે છે. અને મોટી કંપનીઓ આ બધું ઓર્ગેનાઈઝ કરે છે. જેમાં ગ્લેમર નું તત્વ વધારે અને નવરાત્રી નું ધાર્મિક મહત્વ ઓછું થઇ ગયું છે.
નવરાત્રી ના નવ દિવસ આખી રાત ગરબા રમવા ખેલીયાઓ ત્રણ મહિના પહેલાંથી પ્રેક્ટિસ ચાલુ કરી દે છે, જેથી એમનો સ્ટેમિના આવી જાય છે. મેચિંગ કપડાં અને એસેસરીઝ ને લીધે ખુબ સરસ લાગતા ખેલીયાંઓ નો નવ દિવસ નો જુસ્સો પણ ખુબ જ હોય છે.
આવતી નવરાત્રી તમારા બધા માત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે evi શુભકામનાઓ સાથે…
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ