દિવાળી – ફેસ્ટિવલ ઓફ લાઈટ 

“શ્રી નાથજી સત્ય છે”

vivaah-happy-diwali

દિવાળી એટલે ખુશીઓ નો તહેવાર. દિવાળી આમ તો અમાસ ના દિવસે આવે. એટલે ખુશી હોય ત્યાં રોશની તો હોવાની જ. દિવાળી પહેલા  બધા ઘરમાં સાફ સફાઈ કરી લેવાય, ઘર ને ડેકોરેટ કરવામાં આવે, નવી ખરીદીઓ થાય, ફરસાણ-મીઠાઈ બનાવાય. દિવાળી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ખુબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

દિવાળી નો સાચો અર્થ ક્યાં ખોવાઈ ગયો છે એ જ ખબર નથી પડતી. દિવાળી એટલે ફેસ્ટિવલ ઓફ લાઈટ અને એ જો ખરા અર્થમાં ઉજવાય તો જ સાર્થક થાય. ઘણા ફેમિલી દુઃખ, માંદગી, ભૂખ, રોગ, નિરક્ષરતા, જેવા અનેક અંધારામાં જીવે છે. એમની સાથે પણ દિવાળીમાં ખુશીઓ વહેંચીને તહેવાર ઉજવવાની એક મજા છે. જો ખાણીપીણી, ફટાકડા,મોજમજા, કપડાં પાછળ લિમિટેડ ખર્ચ કરી ને અંધારારૂપી દુષણ માં રહેલા આપણા બીજા મિત્રો સાથે વહેંચવાથી જે ખુશી મળશે એ કંઈક અમૂલ્ય હશે. અને બીજા ના જીવન માં પણ દિવા પ્રગટાવ્યાનો આનંદ આવશે. અને ખરા અર્થ માં દિવાળી થશે. અહીં ગાંધીજી નું એક વાક્ય યાદ આવે છે.
“જો તમારે દુનિયા બદલવી હોય તો શરૂઆત તમારા ઘરથી કરો અને તેમાં તમારી પસંદગી પહેલી કરો.”

દિવાળી માં તમારા પોતાનો પણ વિકાસ કરો. પર્સનલ લેવલ પર-પોતાના વિષે વિચારો. તમારું મન ચોખ્ખું કરવાનો તહેવાર બનાવો. જુના મનદુઃખ, મતભેદ ભૂલી જાઓ. દરેકને પ્રેમથી આવકારો-સ્વીકારો અને તમારી ઈનર સ્ટ્રેન્થને-વેલ્થને વધારો. દિવાળી એ તમારા મનમાં રહેલા બીજા માટે ના ખોટા વિચારો, પ્રોજ્યુડાઇસ, નેગેટિવ વાતો અને ખરાબ હેબિટ્સ ને કાઢી ને મન ને ચોખ્ખું કરવાનો સમય છે. આ સમય છે વિચારવાનો કે હું કેવી રીતે વધુ પ્રેમાળ, રિસ્પેક્ટેબલ, પોઝિટિવ જેવા ગુણો વળી સારી વ્યક્તિ બની શકું. આવા પ્રયત્નો કરતા અંદરથી જે ખુશી અને શાંતિ મળે એ અલગ. અને સાચા અર્થમાં તમારી દિવાળી પણ ઉજવાય.

હું કહીશ કે દિવાળી માં કોઈના જીવનમાં અજવાળું કરાય તો દિવાળી માં એક અલગ રોશની થશે. દરેક પોતપોતાના મનના મેલ કાઢીને મન ચોખ્ખા કરે તો તહેવાર મજાનો બની જાય. શોપિંગની સાથે પ્રેમ જો વહેંચાય તો એ ખુશીઓ ખરા અર્થમાં સાકાર થાય. મીઠાઈ અને ફરસાણની સાથે મનમાં મીઠાસ હોય તો દિવાળી ખરા અર્થ માં દિવાળી બને. આપણને જે પણ ખુશીઓ મળે એ ભૌતિક હોય કે આંતરિક હોય પણ એ તો વહેંચવાથી જ વધે છે. તો આ દિવાળીમાં આપણે ખુશીઓ વહેંચીને બીજાના જીવન માં અજવાળું કર્યાનો જે આનંદ મળે એ માણી ને દિવાળી ઉજવીએ.

આપ સૌ ની દિવાળી આંતરિક અને ભૌતિક બંને રીતે ખુબ જ સારી જાય એવી શુભકામના સાથે વિરમું છુ.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

જલ્દી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

મેરેજ માં ઇન્ટીમસી – કેટલી જરૂરી, કેટલી અગત્યની!!!

“શ્રી નાથજી સત્ય છે.”

મેરીડ  કપલ્સ માં સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન છે કે ઇન્ટિમસી કેવી રીતે વધારવી? લાઈફમાં શું  ઈમ્પ્લીમેન્ટ કરવું જેથી એકબીજા માટેની ઇન્ટિમસી વધી શકે? કોઈ ટિપ્સ કે ઉપાય ?

sunset-couple-on-swing-jpg

આજની ભાગદોડ વાળી લાઈફ સ્ટાઇલમાં પતિ-પત્ની પોતાના બાળકો, ઘર, જવાબદારીઓ જેવી કે ફાઇનાન્સિયલ  મેનેજમેન્ટ, હોમ મેનેજમેન્ટ, ઓફિસ વર્કલોડ, સોશ્યલ  રિસપોન્સબિલિટી, પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ જેવા અનેક મોરચે દોડતા અને સાચવતા એકબીજાને સાચવવાનું, એકબીજાનું ધ્યાન રાખવાનું ચુકી જાય છે. અને એથી એકબીજા માટે અસંતોષની લાગણી જન્મે છે, એકબીજા માટે અંતર વધતું જાય છે. આના પરિણામે મિસકોમ્યુનિકેશન, મતભેદ વધે છે, ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ વધે છે, પેરેન્ટીંગમાં પણ કોન્ફ્લિક્ટ આવે છે, અને આ બધાની અસર પડે છે સેક્સલાઇફ પર.

જો એકબીજા સાથેનું કનેકશન પરફેક્ટ, સ્ટ્રોંગ રાખવામાં આવે તો પતિ-પત્ની ના રિલેશન ખુબ જ ઈમ્પ્રુવ થાય છે. એકબીજા માટે વિશ્વાસ વધે છે સાથે રિસ્પેક્ટ પણ વખતો વખત વધે છે. આ વાતને ધ્યાન માં રાખવામાં આવે તો રિલેશન એકદમ રિમાર્કેબલ બની જાય છે. દરેક મેરિડ કપલ્સ માટે હું એક વાત કહીશ કે પ્રેમ,વિશ્વાસ,રિસ્પેક્ટ અને એક્બીજા માટેની લાગણી જેવા ચાર પિલર પર મેરેજનો   મહેલ ઉભો રહી શકે અને તો જ સાચી ખુશીની અનુભૂતિ થાય.

હું જયારે મેરેજ કાઉન્સેલિંગના સેશન માં હોઉં એ વખતે હું કપલ્સ ને અમુક એક્સર્સાઇઝ કરવું છું. (એ દરેક કેસમાં અલગ અલગ હોય છે.) અહીં આપણે થોડા પોઈન્ટ્સ ની ચર્ચા કરીશું.

→ એક લિસ્ટ બનાવો તમારા જે તમારા પાર્ટનર ઈચ્છે કે તમે એ કરો. અને ટ્રાઈ કરો કે રોજ એમાંથી કંઈક ને કંઈક કરો. એક દિવસ એ લિસ્ટ પૂરું થઇ જશે અને તમે તમારા પાર્ટનર માટે કંઈ એને ગમતું કર્યાંનો આનંદ આવશે અને તમારા પાર્ટનરનો તમારા માટે નો પ્રેમ રોજ રોજ વધુ ને વધુ દ્રઢ બનતો જશે.  અને તમારા પાર્ટનર માટે એને ગમતું કઈ ને કઈ કરવું એ તમારી હોબી બની જશે.

→ ઘણી વખત પાર્ટનર્સ એકબીજા સાથેના મતભેદ ને મનભેદ બનાવી લે છે અને ગુસ્સામાં કહી દે છે કે “I  DONT  LOVE YOU ANY MORE અને I WANT TO BE OUT”આ નો મતલબ એમ છે કે આવા પાર્ટનર્સ ખુબ જ સેન્સીટિવ છે એમને એમના મેરેજ ની પ્રાયોરિટી છે જ પણ એમને શબ્દો નહિ પણ લાગણી ની ખુબ જ જરૂર છે. આજના હાઈટેક સમયમાં શિડ્યૂલ સાચવા કે યાદ રાખવા માટે ઘણા શિડ્યૂલ મેનેજર મળી રહે છે. પરંતુ ખરી જરૂર તો  મેરેજ લાઈફના શિડ્યૂલ સાચવવાની છે. એકબીજા ને પ્રાયોરિટી આપવાની છે.

→જે કપલ્સ ને બાળકો છે એમના માટે ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે કે એમની હેપી લાઇફ જોઈને બાળકો ઘણું બધું શીખે. એ એમના ફયુચર લાઈફની એક સરસ ગિફ્ટ છે. હેલ્ધી મેરેજ લાઈફ એ બાળકો માટે એક ઉદાહરણ બની જશે. એમના મનમાં એક સરસ, સારા, આદર્શ ફેમિલીની ફ્રેમ ત્યાર થશે. બાળકો પેરન્ટ્સ પાસેથી ઘણુંબધું શીખે છે. તો પેરન્ટ્સની ઇન્ટિમસી પણ બાળકોના મન માં એક છબી ઉભી કરે છે કે પેરન્ટ્સ કેવા હોવા જોઈએ.

.→બાળકો ને એમની ઉંમર સાથે દરેક મોડ પર જુદા જુદા પ્રશ્નો હોય છે. અને એ પ્રશ્નોનું સોલ્યૂશન જો પેરન્ટ્સ પાસેથી મળી જાય તો એને બીજે ક્યાંય પણ જવું નહી પડે જેથી બાળક ક્યારેય પણ મીસગાઈડ ન થાય. પણ એ ત્યારેજ શક્ય છે જો ઘર માં હેલ્ધી વાતાવરણ હોય. એના માટે જરૂરી છે કે પેરન્ટ્સ વચ્ચે કોમ્યુનિકેશન હોય, પ્રેમ હોય એટલે કે ઇન્ટિમસી  હોય તો બાળકો આવા હેલ્ધી વાતાવરણમાં એમને જે પણ કંઈ જાણવું હોય કે પૂછવું હોય એ પૂછી શકે. અને કપલ્સ વચ્ચેની બેસ્ટ ઇન્ટિમસી નું ઉદાહરણ મનમાં રાખે અને પોતાની  ફ્યુચર લાઈફમાં  ઍવા બેસ્ટ પાર્ટનર બનવાના અફૉર્ટ પણ કરે.

→તમારા પાર્ટનર સાથે રોજ 15-20 મિનિટ નું કન્વર્સેશન કરો (આર્ગ્યુમેન્ટ નહિ) બને તો એકબીજાને શાંતિ થી સાંભળો અને સમજો. ટેક્સ્ટ,ફોન કે ઇમેઇલ કન્વર્સેશનન કરતા ફેસ ટુ ફેસ કન્વર્સેશન વધારે ઈફેકટીવ છે. એના માટે સાથે મોર્નીગ કે ઇવનિંગ વોક પર જાવ, ગેમ્સ રમો, સાથે જિમિંગ કરો, સાથે કુકીંગ કરો, ક્યારેક વિકેન્ડ પર બંને ક્યાંક ફરવા જાવ (બાળકોને દાદા-દાદી પાસે મૂકીને) એકબીજા નું સાનિધ્ય માણો, મોબાઈલ પણ અવોઇડ કરો અને ફક્ત એકબીજાને સમય આપો. જેથી તમારી ઈન્ટીમસી વધશે.

→હંમેશા એકબીજા સાથે કન્વર્સેશન કરતા રહો એ તમારા પોતાના વિષે હોઇ શકે, તમારા રિલેશન વિષે  હોઇ શકે, ફેમિલી, બાળકો, ફાઇનાન્સ, ઇંટ્રેસ્ટ કે ફયુચર પ્લાન કંઈ પણ હોય પણ એકબીજા થી હંમેશા કનેક્ટેડ રહો.

→હંમેશા તમારા પાર્ટનર નું ધ્યાન રાખો એને કંઈ હર્ટ ન થાય એ જુઓ. એની લાગણીઓ સમજો, એની ઈચ્છાઓને પ્રાધાન્ય આપો તો એને પણ ખ્યાલ આવશે કે તમે એની કેર કરો છો.

→ઈવનીંગ  ટાઈમ દરેક ફેમિલીમાં અલગ અલગ રીતે સ્પેન્ડ થતો હોય છે. પણ મોસ્ટલી એ કોઈ પણ ઇલેકટ્રોનિક ગેઝેટ સાથે જ હોય છે.અને ભુલાઈ જાય છે કે તમારા ફેમિલી ને, તમારા બાળકોને કે તમારા પાર્ટનરને પણ તમારી જરુરીયાત છે. આ વાત દરેક ને લાગુ પડે છે. ઇલેકટ્રોનિક ગેઝેટ ને બદલે તમારા પાર્ટનર ને વધુ ટાઈમ આપો તો ઇન્ટિમસી વધશે.

→સુવાના સમયે તમારા પાર્ટનરને ગુડ નાઈટ કહો એ  સારી વાત છે પણ એ એક ફોર્માલિટી ન  હોવી જોઈએ. ક્યારે પણ ગુસ્સામાં સુવા ન જાવ. આ સમય એ ફક્ત તમારા બે માટે વેલ્યૂએબલ છે. એકબીજાના સાનિધ્યમાં આખા દિવસ નો સ્ટ્રેસ, ચિંતા, અને ટેન્શન ને ભૂલી જાવ. અને રિલેક્સ થાવ. સેક્સ એ મેરેજ લાઈફનું એક અભિન્ન અંગ છે. જો સેક્સુઅલ લાઈફ હેલ્ધી હોય તો ઘણા પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જાય છે. સેક્સને ક્યારે પણ રૂટિન ન બનાવો પણ સેક્સને મેરેજ લાઈફનો એક હૅપ્પી પાર્ટ બનાવો તો તમે એકબીજા ની વધુ નજીક આવી શકશો અને એકબીજા માટે ઇન્ટિમેટ થઇ શકશો.

મેરેજ એ રોજ બરોજ નું હેન્ગ આઉટ નથી,  ખાઓ, પીઓ ને જલસા કરો. કે પછી ફરવું ન મોજ મજા જ કરવી. મેરેજ જવાબદારી ના ડગલાં નથી પરંતુ મેરેજ એટલે એફર્ટલેસ પ્રેમ, જેમાં એકબીજા નું ધ્યાન રાખવાથી મેરેજ નામનો છોડ એક મજબૂત અને મીઠા ફળ આપતું વૃક્ષ બની જાય છે. અને આ શક્ય છે એકબીજા સાથે વધુ ને વધુ ઇન્ટિમેટ થવાથી જ.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

જલ્દી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

પ્રેમ – ચીટિંગ ?

“શ્રી નાથજી સત્ય છે”

જ્યાં પ્રેમ હોય ત્યાં ચીટિંગ શક્ય છે? જવાબ એક જ હશે “ના, એવું શક્ય નથી જ ” ખુબ જ ભાર પૂર્વક બધા સહમત થશે. જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ, સમર્પણ હોય જ. સામેના પાત્રની ખુશી જ અગત્યની હોય છે. પ્રેમ અને સેક્સ ઇમોશનલી એકબીજાથી અલગ છે પણ બંનેનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે એમાં ના નહિ, પણ તમારા પાર્ટનરના જીવનમાં એમની પ્રેમાળ લાગણીઓ સાથે જોડાયેલા રેહવું, એમનો વિશ્વાસ સાચવવો પણ ખુબ જ જરૂરી છે. એ વાત એમની ફીલિંગ માટે ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.

cheating-couple

જયારે તમે પ્રેમ કરો છો ત્યારે તમે પ્રેમ ને આકર્ષો છે. એ વખતે પ્રેમ તમારી જરૂરિયાત છે, પણ એ જરૂરિયાત તમારા પાર્ટનર પાસે પુરી કરો એ જરૂરી છે, નહિ કે એના માટે તમે કોઈ બીજા પાર્ટનરને શોધો કે એને આકર્ષો. જયારે તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો ત્યારે તમને એના વિશ્વાસ ને તોડવાનો કોઈ જ હક નથી. એવું કરીને તમે તમારા રિલેશનશિપ ના શાંત પાણી માં પથ્થર નાખો છો અને તમે તમારા પાર્ટનર ના વિશ્વાસને ઠંડા કલેજે તોડો છો એવું નથી લાગતું?

જયારે તમે પ્રેમ માં હોવ છો ત્યારે તમારા પાર્ટનર ને હર્ટ કરો છો એ સૌથી છેલ્લી બાબત ગણાય છે. તો ચીટિંગ તો ઘણી દૂરની વાત છે. જે લોકોને પોતાની જાત પર કંટ્રોલ નથી એ લોકો મોસ્ટલી ચીટિંગ કરતા હોય છે. અને હું કહીશ કે લોકો પ્રેમ પણ કરે છે અને ચીટિંગ પણ કરે છે. જો કે એમનો પ્રેમ એ english માં જેને love making કહે છે તેના પુરતો સીમિત છે, જે છેલ્લે તો ચીટિંગ જ કહેવાય.

બીજું, પ્રેમ ફક્ત એ પોતાની જાત ને જ કરે છે. અને ચીટિંગ એ બંને પાર્ટનર ને કરે છે. અને એમાં એ ક્યારે પણ પાર્ટનર ને પ્રેમ આપી શકતા નથી અને એમનો પ્રેમ મેળવી શકતા નથી અને અંદરથી એ દુઃખી થયા જ કરે છે. ને આમ એ પાર્ટનર બદલ્યા કરે છે અને ચીટિંગની જે ટેવ છે એ ચાલુ જ રહે છે.

તમે જે વ્યક્તિ ને ચિટ કરો છો એને પ્રેમ કરવાનો દેખાડો પણ ન જ કરો. એવો ક્યાંય પણ કાયદો નથી કે તમારા કમીટેડ પાર્ટનર સિવાય તમારે બીજે સેક્સુઅલ રિલેશન ન જ હોવા જોઈએ અથવા તો એ પ્રોહિબિટેડ છે. અમુક વર્ગ એવું પણ કહેશે કે એ ચીટિંગ નથી પણ એ તો વિશ્વાસઘાત છે. પણ તમે તમારી જાત સાથે સાચા હોવા જોઈએ. અને તમારા પાર્ટનર ને પણ એની ખબર હોવી જોઈએ.

ચિટ કરવા માટે ઘણાબધા રીઝન હોઈ શકે છે.

  • રિલેશનશિપમાં જો ઇનસિક્યુરિટી લાગે તો
  • જો પાર્ટનર સેલ્ફીશ લાગે તો
  • સરખા કોમ્યુનિકેશન નો અભાવ લાગે તો.
  • રિલેશનશિપ માં આવતા નાનામોટા પ્રોબ્લેમ ને લીધે
  • પાર્ટનર વચ્ચે સોલિડ બોન્ડિંગ ન હોય તો.
  • જયારે તમારા પાર્ટનર ને સ્વીકારી શકતા ના હોવ ત્યારે
  • સેલ્ફ કંટ્રોલ ના હોય ત્યારે
  • ચીટિંગ કરો છો એ સ્વીકારવા તૈયાર ન હોવ

આ બધા કારણો છે ચીટિંગ કરવાના અને ચીટિંગ ન કરવાનું એક જ રીઝન છે કે તમે તમારા પાર્ટનર ને “પ્રેમ “કરો છો.
છેલ્લે ચીટિંગ એ ચીટિંગ જ છે. આકર્ષણ થાય એ સ્વાભાવિક છે પણ એના લીધે તમારા પાર્ટનર ને નુકસાન થાય અને તમારા સંબંધો બગડે છે. જો તમે કોઈ પણ રીતે પાછા ફરવા તૈયાર નથી તો એ તમારા સંબંધો માટે ઝેર છે. જે પ્રેમ ક્યારે પણ નહી કહી શકાય.

પ્રેમમાં પડો, પ્રેમમાં રહો, પ્રેમ આપો અને પ્રેમ મેળવો, તમારા કમીટેડ પાર્ટનર સાથે અતૂટ રિલેશનશીપ માં બંધાઓ ઍવી શુભકામના સાથે અહીં વિરમું છું.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

જલ્દી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

નવરાત્રી – થોડી સાવધાની અને ઝાઝો આનંદ

“શ્રી નાથજી સત્ય છે”

આગળ  લેખ માં તમે નવરાત્રી નું મહત્વ અને સાયન્ટિફિક રીઝન વિષે લખ્યું. ત્યારે પણ મને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું હતું. હવે આ લેખ મા થોડી વધુ ચર્ચા કરીશું નવરાત્રી વિષે.

દુનિયા માં તમે નવરાત્રી કોઈ પણ જગ્યા એ ઉજવો પણ એની ખરી મજા ગુજરાત માં જ આવે છે. એનો ચાર્મ ગુજરાત માં કંઈક અલગ છે. નવરાત્રી એ સૌથી વધારે એટલે કે  નવ  દિવસ અને નવ રાત્રી  ઉજવાતો તહેવાર છે. દિવસે માં દુર્ગા ની પૂજા અને રાત્રે માં દુર્ગા ના ગરબા રમવામાં આવે છે.

નવરાત્રી ના ગરબા રમવા માટે ખુબ જ ઉત્સાહિત હોય એવા લોકો નો તો કંઈક અલગ અંદાજ જોવા મળે છે.

એ લોકો જોબ માં નવ દિવસ માટે અડધા દિવસ ની રજા મૂકી ને પણ ગરબા રમવા માટે જાય છે.
યુવતી ને એવી ચિંતા હોય છે કે એમના પીરિયડ્સ એ સમય પર ન આવે. >નવરાત્રી ના ગરબા 4-5 કલાક  રમવા માટે ખુબ જ સ્ટેમિના જોઈએ એના માટે 3 મહિના પહેલાથી લોકો ગરબા કલાસ જોઈન કરે છે એના બીજા પણ રીઝન છે.
1)વજન ઉતરી જાય.
2) ઇનામો મળે.
3)નવા નવા સ્ટેપ્સ આવડી જાય
4)ફૂલ સ્ટેમિના સાથે રમવાની મજા લઇ શકાય
જો કે ગમે એટલે મોટા કે નવા સ્ટેપ્સ શીખો પણ એટલું બધું પબ્લિક ભેગું થાય કે રમવાની જગ્યા જ મળતી નથી
નવરાત્રીમાં એ યુવાન છોકરા કે છોકરી ના માટે નવા પ્રેમી શોધવાનો એક માહોલ મળી  જાય છે.

dandiya-raas-in-navratri

ગરબા રમતા ઘણા યુવક યુવતી એકબીજા ના પ્રેમ માં પડી જાય છે. એટલે એવું કહેવામાં પણ કઈ ખોટું નથી કે નવરાત્રી હવા માં જ પ્રેમ ની સુગંધ લઇ ને આવે છે. નવરાત્રી નું પરમ્પરાગત રૂપ હવે બદલાઈ ગયું છે. શેરી ગરબાની જગ્યા એ પાર્ટી પ્લોટ કે એ- સી  હોલ માં, મોટા ગાયક  કલાકારો ના અવાજ ના સથવારે મોટા સાઉન્ડ સિસ્ટમ માં રમાય છે અને યુવક યુવતી પણ મોર્ડન કહેવાય એવા ટ્રેડિશનલ ચણીયા ચોળી અને કેડિયું પહેરી ને ગરબા રમે છે.

હવે ગરબા રમ્યા પછી આખી રાત હેન્ગ આઉટ, ફન પાર્ટીઓ ચાલે છે. જે એક ચાઈલ્ડિશ રોમાન્સ કહી શકાય, જેના પરિણામો ખુબ જ પીડા આપનારા હોય છે. હવે નવરાત્રી પછી એબોર્શન નો આંકડો ભયજનક રીતે વધી રહ્યો છે. થોડા વર્ષ પહેલા ના સર્વે માં એવું પણ જાણવા મળ્યું કે મેડિકલ સ્ટોર માં નવરાત્રી વખતે કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ અને કોન્ડોમ નું વેચાણ વધી જાય છે. ઘણી NGO  નવરાત્રી વખતે  યુવક યુવતી ને ADIS /HIV, નાની વય ની પ્રેગનેંસી અને બીજા ઇસ્યુઝ માટે અવેરનેસ પ્રોગ્રામમાં કાર્યરત રહે છે.

જયારે યુવાન યુવતી એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. એ નવરાત્રી માં જ થાય એવું એવું નથી એ ગમે ત્યારે થઇ શકે પણ વિજાતીય મૈત્રી માં અમુક વાતો ધ્યાન રાખવાથી ધણી બધી મુસીબતો માંથી બચી શકાય છે. જે તમે નવરાત્રી દરમિયાન પણ ધ્યાન રાખી શકો.

1.નવરાત્રી માં તમારો આવવા જવાનો રસ્તો ભીડ વાળો પસંદ કરો.
2.સોશ્યિલ સાઈટ પર મળેલ વ્યક્તિ ની સાથે મુલાકાત કરવાનું અવોઇડ કરો.
3.ઉતાવળ માં કોઈ પણ અજાણી વ્યક્તિ ની પાસે લિફ્ટ ન લો.
4.અજાણી વ્યક્તિ ને તમારો મોબાઇલ નંબર ક્યારે પણ ન આપો.
5.અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરો.
6.અજાણી વ્યક્તિ એ ઓફર કરેલ કોઈ પણ પીણું ન પીવું.
7.કોઈ અજાણી વ્યક્તિ છુપા કેમેરા થી તમારું શૂટિંગ ન કરે એનું ધ્યાન રાખો.
8.કોઈ અજાણી વ્યક્તિ સાથે એકાંત કે અવાવરુ જગ્યા પર જવાનું ટાળો.
9.કોઈ પણ મુશ્કેલી માટે પોલીસ કે હેલ્પલાઈન નો નંબર મોઢે રાખો જેથી તુરંત જ પોલિસ ની મદદ લઇ શકાય.
10.ગરબા તમારા પરિચિત ના ગ્રુપ માં જ રમવાનું રાખો.
11. નવરાત્રી માં ચોક્કસ સમયે  ઘરે જાઓ.
12.હંમેશા આંખ અને કાન સતર્ક રાખો

થોડી કાળજી રાખો અને ખુશખુશાલ નવરાત્રી મનાવો એવી શુભકામના સાથે આ બ્લોગ અહીં જ વિરમું છું.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

જલ્દી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ