“શ્રી નાથજી સત્ય છે”
આગળ લેખ માં તમે નવરાત્રી નું મહત્વ અને સાયન્ટિફિક રીઝન વિષે લખ્યું. ત્યારે પણ મને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું હતું. હવે આ લેખ મા થોડી વધુ ચર્ચા કરીશું નવરાત્રી વિષે.
દુનિયા માં તમે નવરાત્રી કોઈ પણ જગ્યા એ ઉજવો પણ એની ખરી મજા ગુજરાત માં જ આવે છે. એનો ચાર્મ ગુજરાત માં કંઈક અલગ છે. નવરાત્રી એ સૌથી વધારે એટલે કે નવ દિવસ અને નવ રાત્રી ઉજવાતો તહેવાર છે. દિવસે માં દુર્ગા ની પૂજા અને રાત્રે માં દુર્ગા ના ગરબા રમવામાં આવે છે.
નવરાત્રી ના ગરબા રમવા માટે ખુબ જ ઉત્સાહિત હોય એવા લોકો નો તો કંઈક અલગ અંદાજ જોવા મળે છે.
એ લોકો જોબ માં નવ દિવસ માટે અડધા દિવસ ની રજા મૂકી ને પણ ગરબા રમવા માટે જાય છે.
યુવતી ને એવી ચિંતા હોય છે કે એમના પીરિયડ્સ એ સમય પર ન આવે. >નવરાત્રી ના ગરબા 4-5 કલાક રમવા માટે ખુબ જ સ્ટેમિના જોઈએ એના માટે 3 મહિના પહેલાથી લોકો ગરબા કલાસ જોઈન કરે છે એના બીજા પણ રીઝન છે.
1)વજન ઉતરી જાય.
2) ઇનામો મળે.
3)નવા નવા સ્ટેપ્સ આવડી જાય
4)ફૂલ સ્ટેમિના સાથે રમવાની મજા લઇ શકાય
જો કે ગમે એટલે મોટા કે નવા સ્ટેપ્સ શીખો પણ એટલું બધું પબ્લિક ભેગું થાય કે રમવાની જગ્યા જ મળતી નથી
નવરાત્રીમાં એ યુવાન છોકરા કે છોકરી ના માટે નવા પ્રેમી શોધવાનો એક માહોલ મળી જાય છે.
ગરબા રમતા ઘણા યુવક યુવતી એકબીજા ના પ્રેમ માં પડી જાય છે. એટલે એવું કહેવામાં પણ કઈ ખોટું નથી કે નવરાત્રી હવા માં જ પ્રેમ ની સુગંધ લઇ ને આવે છે. નવરાત્રી નું પરમ્પરાગત રૂપ હવે બદલાઈ ગયું છે. શેરી ગરબાની જગ્યા એ પાર્ટી પ્લોટ કે એ- સી હોલ માં, મોટા ગાયક કલાકારો ના અવાજ ના સથવારે મોટા સાઉન્ડ સિસ્ટમ માં રમાય છે અને યુવક યુવતી પણ મોર્ડન કહેવાય એવા ટ્રેડિશનલ ચણીયા ચોળી અને કેડિયું પહેરી ને ગરબા રમે છે.
હવે ગરબા રમ્યા પછી આખી રાત હેન્ગ આઉટ, ફન પાર્ટીઓ ચાલે છે. જે એક ચાઈલ્ડિશ રોમાન્સ કહી શકાય, જેના પરિણામો ખુબ જ પીડા આપનારા હોય છે. હવે નવરાત્રી પછી એબોર્શન નો આંકડો ભયજનક રીતે વધી રહ્યો છે. થોડા વર્ષ પહેલા ના સર્વે માં એવું પણ જાણવા મળ્યું કે મેડિકલ સ્ટોર માં નવરાત્રી વખતે કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ અને કોન્ડોમ નું વેચાણ વધી જાય છે. ઘણી NGO નવરાત્રી વખતે યુવક યુવતી ને ADIS /HIV, નાની વય ની પ્રેગનેંસી અને બીજા ઇસ્યુઝ માટે અવેરનેસ પ્રોગ્રામમાં કાર્યરત રહે છે.
જયારે યુવાન યુવતી એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. એ નવરાત્રી માં જ થાય એવું એવું નથી એ ગમે ત્યારે થઇ શકે પણ વિજાતીય મૈત્રી માં અમુક વાતો ધ્યાન રાખવાથી ધણી બધી મુસીબતો માંથી બચી શકાય છે. જે તમે નવરાત્રી દરમિયાન પણ ધ્યાન રાખી શકો.
1.નવરાત્રી માં તમારો આવવા જવાનો રસ્તો ભીડ વાળો પસંદ કરો.
2.સોશ્યિલ સાઈટ પર મળેલ વ્યક્તિ ની સાથે મુલાકાત કરવાનું અવોઇડ કરો.
3.ઉતાવળ માં કોઈ પણ અજાણી વ્યક્તિ ની પાસે લિફ્ટ ન લો.
4.અજાણી વ્યક્તિ ને તમારો મોબાઇલ નંબર ક્યારે પણ ન આપો.
5.અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરો.
6.અજાણી વ્યક્તિ એ ઓફર કરેલ કોઈ પણ પીણું ન પીવું.
7.કોઈ અજાણી વ્યક્તિ છુપા કેમેરા થી તમારું શૂટિંગ ન કરે એનું ધ્યાન રાખો.
8.કોઈ અજાણી વ્યક્તિ સાથે એકાંત કે અવાવરુ જગ્યા પર જવાનું ટાળો.
9.કોઈ પણ મુશ્કેલી માટે પોલીસ કે હેલ્પલાઈન નો નંબર મોઢે રાખો જેથી તુરંત જ પોલિસ ની મદદ લઇ શકાય.
10.ગરબા તમારા પરિચિત ના ગ્રુપ માં જ રમવાનું રાખો.
11. નવરાત્રી માં ચોક્કસ સમયે ઘરે જાઓ.
12.હંમેશા આંખ અને કાન સતર્ક રાખો
થોડી કાળજી રાખો અને ખુશખુશાલ નવરાત્રી મનાવો એવી શુભકામના સાથે આ બ્લોગ અહીં જ વિરમું છું.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
જલ્દી મળીશું નવા વિષય સાથે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ