“શ્રી નાથજી સત્ય છે”
દિવાળી એટલે ખુશીઓ નો તહેવાર. દિવાળી આમ તો અમાસ ના દિવસે આવે. એટલે ખુશી હોય ત્યાં રોશની તો હોવાની જ. દિવાળી પહેલા બધા ઘરમાં સાફ સફાઈ કરી લેવાય, ઘર ને ડેકોરેટ કરવામાં આવે, નવી ખરીદીઓ થાય, ફરસાણ-મીઠાઈ બનાવાય. દિવાળી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ખુબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
દિવાળી નો સાચો અર્થ ક્યાં ખોવાઈ ગયો છે એ જ ખબર નથી પડતી. દિવાળી એટલે ફેસ્ટિવલ ઓફ લાઈટ અને એ જો ખરા અર્થમાં ઉજવાય તો જ સાર્થક થાય. ઘણા ફેમિલી દુઃખ, માંદગી, ભૂખ, રોગ, નિરક્ષરતા, જેવા અનેક અંધારામાં જીવે છે. એમની સાથે પણ દિવાળીમાં ખુશીઓ વહેંચીને તહેવાર ઉજવવાની એક મજા છે. જો ખાણીપીણી, ફટાકડા,મોજમજા, કપડાં પાછળ લિમિટેડ ખર્ચ કરી ને અંધારારૂપી દુષણ માં રહેલા આપણા બીજા મિત્રો સાથે વહેંચવાથી જે ખુશી મળશે એ કંઈક અમૂલ્ય હશે. અને બીજા ના જીવન માં પણ દિવા પ્રગટાવ્યાનો આનંદ આવશે. અને ખરા અર્થ માં દિવાળી થશે. અહીં ગાંધીજી નું એક વાક્ય યાદ આવે છે.
“જો તમારે દુનિયા બદલવી હોય તો શરૂઆત તમારા ઘરથી કરો અને તેમાં તમારી પસંદગી પહેલી કરો.”
દિવાળી માં તમારા પોતાનો પણ વિકાસ કરો. પર્સનલ લેવલ પર-પોતાના વિષે વિચારો. તમારું મન ચોખ્ખું કરવાનો તહેવાર બનાવો. જુના મનદુઃખ, મતભેદ ભૂલી જાઓ. દરેકને પ્રેમથી આવકારો-સ્વીકારો અને તમારી ઈનર સ્ટ્રેન્થને-વેલ્થને વધારો. દિવાળી એ તમારા મનમાં રહેલા બીજા માટે ના ખોટા વિચારો, પ્રોજ્યુડાઇસ, નેગેટિવ વાતો અને ખરાબ હેબિટ્સ ને કાઢી ને મન ને ચોખ્ખું કરવાનો સમય છે. આ સમય છે વિચારવાનો કે હું કેવી રીતે વધુ પ્રેમાળ, રિસ્પેક્ટેબલ, પોઝિટિવ જેવા ગુણો વળી સારી વ્યક્તિ બની શકું. આવા પ્રયત્નો કરતા અંદરથી જે ખુશી અને શાંતિ મળે એ અલગ. અને સાચા અર્થમાં તમારી દિવાળી પણ ઉજવાય.
હું કહીશ કે દિવાળી માં કોઈના જીવનમાં અજવાળું કરાય તો દિવાળી માં એક અલગ રોશની થશે. દરેક પોતપોતાના મનના મેલ કાઢીને મન ચોખ્ખા કરે તો તહેવાર મજાનો બની જાય. શોપિંગની સાથે પ્રેમ જો વહેંચાય તો એ ખુશીઓ ખરા અર્થમાં સાકાર થાય. મીઠાઈ અને ફરસાણની સાથે મનમાં મીઠાસ હોય તો દિવાળી ખરા અર્થ માં દિવાળી બને. આપણને જે પણ ખુશીઓ મળે એ ભૌતિક હોય કે આંતરિક હોય પણ એ તો વહેંચવાથી જ વધે છે. તો આ દિવાળીમાં આપણે ખુશીઓ વહેંચીને બીજાના જીવન માં અજવાળું કર્યાનો જે આનંદ મળે એ માણી ને દિવાળી ઉજવીએ.
આપ સૌ ની દિવાળી આંતરિક અને ભૌતિક બંને રીતે ખુબ જ સારી જાય એવી શુભકામના સાથે વિરમું છુ.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
જલ્દી મળીશું નવા વિષય સાથે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ