વર્કિંગ વુમન? ઘર અને ઓફિસ કેવી રીતે મેનેજ કરશો?

“શ્રી નાથજી સત્ય છે.”
ભગવાન બધે ન હોઇ શકે એટલે એમણે સ્ત્રી બનાવી જે એક માતા, પત્ની, પ્રેમિકા, ની ભૂમિકામાં એમની થોડી થોડી જવાબદારી લઇ લે છે. આજની સ્ત્રી એજ્યુકેટેડ છે, એ જોબ કરે છે એટલે એણે ઘર અને ઓફિસની વચ્ચે તાલમેલ બેસાડવો પડે છે. બાળકોની કાળજી, ઘરનું મેનેજમેન્ટ, ફેમિલીની જવાબદારી, પતિ નું ધ્યાન રાખવું, સાથે જીમ, બાળકોની સ્કૂલ વગેરે લાંબુ લિસ્ટ છે. આમ સ્ત્રીને સોશ્યિલ અને પર્સનલ લાઇફની સાથે ઓફિસની પણ લાઈફ છે. એટલે ઘણી વખત સ્ટ્રેસ માં આવી જવાય. કેમ કે એને દરેક જગ્યાએ સક્સેસફુલ બનવું છે એટલે વર્ક લોડ આવે છે, ને ક્યારે કોઈ જવાબદારી રહી જાય તો એ એક પ્રકાર નું ગિલ્ટ અનુભવે છે.
working-women_med
આ ગિલ્ટ કે સ્ટ્રેસ ને લાઈફ માંથી કાઢી નાખવા માટે થોડું વર્ક મેનેજમેન્ટ કરવું જરૂરી છે. તો ચાલો જોઈએ કેવી રીતે રૂટિન લાઈફ માં નાના નાના ચેન્જ કરી, કેવી રીતે લાઈફ મેનેજ કરવી.
ઘર અને ઓફિસે ની વચ્ચે એક બાઉન્ડરી રાખો:
તમારા ઈમ્પોર્ટન્ટ કામ નું એક લિસ્ટ બનાવો અને એને તમારા વર્કિંગ અવર્સ માં પુરા કરવો ટાર્ગેટ રાખો, અને પુરી જવાબદારી થી તમારું કામ કરો. ઓફિસ નું કામ ઘરે ના લઇ જાઓ અને ઘર નું કામ ઓફિસે ના લઇ જાવ. જયારે ઘરે હોવ ત્યારે તમારા હસબન્ડ, બાળકો કે ફેમિલી ને સમય આપો. સક્સેસફુલ થવું હોય તો બંને બાજુ બેલેન્સ રાખવું પડશે.
આગલા દિવસે પ્લાંનિંગ કરો:
વર્કિંગ વુમન ને ખુબ જ જવાબદારી હોય છે. સવારે વહેલા ઉઠવાથી લઇને ઓફીસ જવા સુધીમાં દરેક સેકન્ડ ઈમ્પોર્ટન્ટ છે.  રોજ રાત્રે સુતા પેહલા સવારના અમુક કામો મેનેજ કરી લેવાથી બીજા દિવસે સવારે હેડેક માંથી બચી શકાય.ફોર એક્સઝામ્પલ, બીજા દિવસના લંચનું મેનુ નક્કી કરવું, એના એકોર્ડિંગ શાક લાવી રાખવું, બાળકોના સ્કૂલના નાસ્તા રેડી કરી રાખો, આગલા દિવસના કપડાં આયર્ન કરી રાખવા, જેવા નાના નાના કામો કરી લેવાથી બીજા દિવસે રિલેક્સ રેહવાય છે.
પ્લાનિંગ :
દરરોજ 10 મિનિટ  અને વીક માં 20 મિનિટ તમારા કામનું પ્લાનિંગ કરો અને સિડયુઅલ એવું ગોઠવો જેમાં મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, ઈમ્પોર્ટન્ટ અને એપોઇન્મેન્ટનું બેઝિક પ્લાનિંગ આવી જાય અને આ સિડ્યૂઅલ ચેક કરતા રહો જેથી તમને તમારી વર્ક પેટર્ન માં જરૂરી ઈંપ્રુવમેન્ટ કરવું હશે તો ખ્યાલ આવશે.
ગ્રુપ ટાસ્ક:
સરખા કામના ગૃપ પાડો અથવા જે કામ તમે ગ્રુપમાં કરી શકો એમ મેનેજ કરો જેથી તમારા મેક્સિમમ સમય નો બચાવ થશે.
ના કહેતા શીખો:
કંઈક કામ તમારી સામે આવે છે જેમાં તમારો ઘણો ટાઈમ જાય એમ છે. તો એ કામની પ્રાયોરિટી કે ઇમ્પોર્ટન્સ નક્કી કરો જો તમને ઈમ્પોર્ટન્ટ ના લાગે અને તમે તમારા સિડ્યૂઅલ માં ચેન્જ કરવા ન માંગતા હોવ કે તમારા પેરામીટર માં ન આવતું હોય તો યોગ્ય રીતે ના પાડી  દો.
સિડ્યૂઅલ યોર વર્ક:
કોઈ પણ અતિશયોક્તિ  વગર તમારા કામનું રફ પ્લાંનિંગ કરો અને શક્ય હોય ત્યાં સુધી એ ટાઈમ માં તમારું કામ પતાવાનો પ્રયત્ન કરો.
ફલેક્સિબલ રહો:
હંમેશા સંજોગો અને ઓપોર્ચ્યુનિટી બંને બદલાતા રહે છે. અને એ બંને  ઈમ્પોર્ટન્ટ અને અર્જન્ટ હોઈ શકે. એટલે જે કામનું ઇમ્પોર્ટન્સ હોય એ કામ માટે તમારા સેડયુઅલ ને બદલવા માટે ફલેક્સિબલ રહો.
યોગ્ય રૂટિન બનાવો:
તમારા આખા દિવસ  નું એક પ્રોપર રૂટિન બનાવો. જેમાં તમારા ઓફિસ વર્ક નું ઓફિસ માં અને ઘરે ફેમિલીનું એમ બંને જગ્યાએ બધી પ્રાયોરિટી સચવાય એ જોવું જરૂરી છે. ઘરે પતિ અને બાળકો ને સમય આપો, ઓફિસ માં કામને પ્રોપર ટાઈમ આપો.
તમારા માટે જીવો :Time  for me 
મોટાભાગની વર્કિંગ વુમન ની એક તકલીફ છે એ બધા માટે બધું કરશે એના માટે એની પાસે ટાઈમ મેનેજ થશે,  પણ પોતાના માટે ટાઈમ નથી
હોતો. વેલ, અહીં હું કહીશ કે ડિયર સ્ત્રી તમે વર્કિગ છો, તમે ઘરમાં અને ઓફિસે બધું જ મેનેજ કરો છો તો તમને જે એનર્જી જોઈએ છે એ તમને તમારી પોતાની પાસે થી જ મળશે. તો તમારે એના માટે તમારી જાત ને જ ટાઈમ આપવો પડશે. તમારે તમારા માટે 30 મીનીટ થી શરૂઆત કરવાની છે. જેમાં તમે તમને ગમતા કામ કરી શકો, જેથી તમે તમારી જાત સાથે રિયુનાઈટ થશો. અને તમે તમારા માં છુપાયેલી બેસ્ટ વ્યક્તિ ને શોધી શકશો. તમે પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના માટે જીવો
આટલું કરવાથી તમને તમારી લાઈફ માં ચેન્જ દેખાશે તમે તમારા ઘર અને ઓફિસ ની વચ્ચે બેલેન્સ રાખી શકશો. સાથે સાથે ખુશ પણ રહી શકશો. લાઈફ માં બધું પ્રોપર થાય છે અને એના ફુલફિલમેન્ટ માં તમારો પણ સહયોગ છે એવો વિચાર એક સંતોષ આપશે એ અલગ..
પ્રેમાળ અને સક્સેસફુલ જીવન ની શુભેચ્છા સાથે વિરમું છું.
ચાંદની દલાલ 
મેરેજ કન્સલ્ટન્ટ
9925018706

સ્ત્રી 

“શ્રી નાથજી સત્ય છે.”

film

સ્ત્રી એટલે શું? મારા મન માં સ્ત્રી માટે  ઘણા બધા આઈડિયાઝ છે. મારી આજુ બાજુ ઘણી બધી સ્ત્રીઓ છે. અને એમનામાં ઘણી બધી વાતો  કોમન છે, જેમકે એ સ્ત્રીઓનું સક્સેસફુલ કેરીઅર છે, તેઓ મેરિડ પણ છે અને સાથે સારી રીતે ફેમિલી પણ મેનેજ કરે છે, મધર પણ છે, પત્ની પણ છે, પણ આ બધું મેનેજ કરવાની આવડત – શક્તિ એ સ્ત્રીઓ પાસે જ છે. અને મજાની વાત તો એ છે કે દરેક સ્ત્રીઓ એકબીજાથી જુદી છે. એમનો એમની લાઈફ જીવવાનો રસ્તો જુદો જુદો છે, એમની થોટ પ્રોસેસ જુદી જુદી છે. પણ જો સ્ત્રી ને એક હેલ્ધી એટમોસ્ફિયર મળે તો સ્ત્રી એનું વુમનહુડ – સ્ત્રીત્વ સારી રીતે એન્જોય કરી શકે.

 સ્ત્રી એટલે શું? એનો જવાબ મેં કાંઇ આમ વિચાર્યો. સ્ત્રી હોવું એ બાયોલોજીકલ વાતથી વધુ ઈમ્પોર્ટન્ટ છે. પુરુષ હોવું સહેલું લાગે છે એમ નથી પણ સ્ત્રી હોવું એ ડિફિકલ્ટ છે એ ચોક્કસ જ. જન્મજાત નબળાઈઓ કે જે બાયોલોજિકલ છે એ સિવાય સ્ત્રીઓ માં શક્તિઓ પણ ખુબ જ છે. જે દરેક સ્ત્રીઓમાં અલગ અલગ છે જે એમના કલ્ચર પર ડીપેન્ડ કરે છે. કેમકે સમાજે  એમને લેબલ આપી દીધા છે કે આ સ્ત્રી તો આ રીતની છે અને આ તો આ રીતની છે. અને લિસ્ટ આગળ વધતું જ જાય છે. ઘણી બધી સ્ત્રીઓ એ સમાજ માંથી અબળા નારી શબ્દને ભુંસવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં એ સફળ પણ થઇ છે.

આપણા સમાજ નો એવો ઘાટ છે કે હદયમાં અંધારું છે અને દીવો મંદિર માં થાય છે. મોટી મોટી વાતો કરીએ છે પણ સમાજનું મૂળ એટલે સ્ત્રી એ જ  નથી સમજાતું. સ્ત્રી છે તો જ આ સમાજ છે. સમાજ ની રચના છે. જે સ્ત્રી કરી શકે એ પુરુષ પણ ન કરી શકે અને ભગવાન પણ ન કરી શકે. સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે. અને એને નવ મહિના એના ઉદરમાં પ્રેમથી સાચવે છે. નથી જોયો એવા અંશને પ્રેમ કરવા લાગે છે અને એને જન્મ આપતી વખતે એને જે પીડા થાય છે એ અકલ્પનીય છે – એક સાથે છપ્પન હાડકાનું ફ્રેક્ચર થાય ને જે પીડા થાય એ પીડા એને થાય છે, પણ એ પીડાને તે સહન કરે છે અને પોતાના લોહી, માંસથી સર્જેલા બાળકને જન્મ આપે છે અને એનો અવાજ સાંભળવા માત્રથી એ બધાજ દુઃખ ભૂલી જાય છે. અને ભગવાનનો આભાર માને છે કે આજે એ સમાજની રચનાની ભાગીદાર બની – એ સ્ત્રી આજે “માં” બની. એ માં જયારે પોતાના બાળક ને દૂધ પીવડાવે  છે ત્યારે એના સ્તનમાંથી દૂધ નહી પણ પ્રેમ નીતરે છે. અને સ્ત્રીની મહાનતા હજુ બાકી છે કે જે બાળક માતા – પિતા બંનેના સાહચર્યથી જન્મે છે એ બાળક ને એ પિતાનું નામ આપે છે પોતાનું નહિ.

સ્ત્રી એ સમાજ નું હૃદય છે. જો સ્ત્રી સ્વાવલંબી હશે તો એ એના પરિવારનો આત્મા બની જશે. સ્ત્રી મજબૂત હશે તો એનો કોઈ ફાયદો નહીં ઉઠાવી શકે. સ્ત્રીને એના હકનું બધું મળે, એનો આદર કરવામાં આવે એવો માહોલ, પરિવાર આપવાથી સ્ત્રીનું સ્ત્રીત્વ ખીલી ઉઠશે અને એનાથી જ આપણો સમાજ મજબૂત અને શક્તિશાળી બનશે. સ્ત્રીના આવા સ્વરૂપ માટે જરૂર છે એક સ્ટ્રોંગ સમાજની. સ્ટ્રોંગ પરિવારની, જે સ્ત્રીને અબળા નહિ પણ શક્તિ તરીકે જુએ. આવા સમાજની રચના આપણે બધાએ ભેગા મળીને કરવાની છે. જો આવો સ્ટ્રોંગ સમાજ રચાય તો પછી બેટી બચાવો કે બેટી પઢાઓ સ્લોગન લખવાની જરૂર જ નહીં પડે. જો સ્ત્રી સ્ટ્રોંગ બનેશે તો પરિવાર સ્ટ્રોંગ બનશે, પરિવાર સ્ટ્રોંગ બનશે તો સમાજ સ્ટ્રોંગ બનશે અને સમાજ સ્ટ્રોંગ બનશે તો આપણો દેશ  સ્ટ્રોંગ બનશે. આ માટે સ્ત્રીનો આદર કરો, સન્માન આપો, અભ્યાસ આપો, અને સ્ત્રીભૃણ હત્યા ને અટકાવવી એ ખુબજ જરૂરી છે. જ્યાં સ્ત્રી સુરક્ષિત ત્યાં સમાજ સુરક્ષિત. જ્યાં સ્ત્રી સુશિક્ષિત ત્યાં સમાજ સુશિક્ષિત. જ્યાં સ્ત્રીતવ  ને ગૌરવ ત્યાં ગૌરવશાળી સમાજ. એટલે જ સંસ્કૃતમાં સુભાષિત છે ” યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા”.

  • જો સ્ત્રી એક દીકરી છે તો વ્હાલનો દરિયો છે.
  • જો સ્ત્રી એક પ્રેમિકા છે તો એ પ્રેમ છે.
  • જો સ્ત્રી એક પત્ની છે તો એ સંસાર છે.
  • જો સ્ત્રી એક માં છે તો એ  ઘરનું મૂળ છે.
  • જો એ સ્ત્રી દાદી છે તો એ ડહાપણ છે.

આ સ્ત્રી ના જુદા જુદા રૂપો છે. સ્ત્રી એ ખુબ જવાબદારીઓથી વીંટળાયેલી હોય તોપણ એનું હૃદય ખુબજ વિશાળ, પ્રેમાળ અને કોમળ છે. પુરુષ સ્ત્રી ના સાનિધ્યમાં પોતાનો  સ્ટ્રેસ ભૂલી જાય છે, કેમકે એને ત્યાં પ્રેમ મળે છે. પુરુષ માટે એ સ્ત્રી એની માં, પત્ની, દીકરી, પ્રેમિકા કે મિત્ર એમ કંઈ પણ હોય શકે છે. અને સ્ત્રી માટે આ પુરુષ એનો પિતા, પતિ, પુત્ર, પ્રેમી કે મિત્ર કોઈપણ હોય એમના પ્રેમ ને સહજતાથી સ્વીકારે છે અને નિભાવે પણ છે.

સ્ત્રીઓ જો પોતાના હૃદયનો અવાજ સાંભળે અને એને અનુસરે તો એ પોતાના સ્ત્રીત્વનો પરિચય એ દુનિયા ને ખુબ સારી રીતે આપી શકે. સ્ત્રી એટલે મારા મતે મજબૂત હોવું એ છે કેમકે સ્ત્રીત્વ ઓળખ આપવા માટે  છે. સ્ત્રીઓ માટે સ્ત્રીત્વ એ જીવન ની શક્તિ છે, સ્ત્રીનું ગૌરવ છે, સ્વમાન છે, દરેક સ્ત્રીએ પોતાનું સ્ત્રીત્વ એન્જોય કરવું જોઈએ

આપ આપના અભિપ્રાય મને મોકલી શકો છો
ખુબ જ આનંદ સાથે હું અહીં વીરમૂ છું.

જલ્દી મળીશું નવા વિષય સાથે.
ચાંદની દલાલ 
મરેજ કન્સલ્ટન્ટ

નવા વર્ષ માં મેરિડ કપલ માટે કરવા જેવા સંકલ્પો

“શ્રી નાથજી સત્ય છે.”

 

તમારા જીવન ને વધુ મહેકતું રાખવા માટે બંને પાર્ટનર્સના એફોર્ટ્સ ઈમ્પોર્ટન્ટ છે. અને પ્રોપર વે માં એફોર્ટ્સ કરવામાં આવે તો પ્રેમભરી જિંદગી ની ચળકતી રિંગ તમારા હાથ માં પરફેક્ટલી બેસી જશે. અને જિંદગીના વર્ષો તમે ખુબ જ પ્રેમથી જીવી શકશો. આના માટે દરેક મેરિડ કપલે થોડા સંકલ્પો  કરવા  જરૂરી છે.
12647201_1036274369763997_6538445560100109925_n
સારા કામ સાથે કરવા:-
તમારા જીવન માં આવતા દરેક કામ સાથે કરવાથી એ સારા બની જશે.તમે બંને એકબીજા ની નજીક આવશો. એકબીજાની કંપની વધુ ને વધુ ગમવા માંડશે. અને મહિના ના અંતે એકબીજા ના કરેલા કામ નું અપ્રીસિએશન રૂપે કંઈક ને કંઈક ગિફ્ટ આપો (નાની મોટી કઈ પણ)જેનાથી તમે એકબીજા માટે ઉદાર બનશો અને એકબીજા ની જરૂરિયાત નું ધ્યાન પણ રહેશે.
 
કવોલિટી ટાઈમ આપો :-
તમેં કપલ છો ,પાર્ટનર છો તો એકબીજા ને પ્રોપર ટાઈમ આપો એ ઈમ્પોર્ટન્ટ છે. ક્યારેક સાથે રસોઈ બનાવો, એના માટે સાથે બેસી ને હેલધી
રેસિપી શોધો.એના ઇન્ગ્રેડિઅન્ટસની શોપિંગ કરવા સાથે જાવ.પછી સાથે બનાવો. સાથે બેસી ને જમો અને તમારી એક મેમરેબલ ડેટ બનાવો.
એકબીજા ને ગમતા રહો:-
જો તમે ઓવર વેઈટ છો તમારા પાર્ટનર ને તમે જાડા લાગો છો તો તમારું વજન ઓછું કરવા માટે લાગી જાવ. હેલધી ફૂડ અને એક્સરસાઈઝ કરો અને બને તો બંને સાથે જ કરો, થોડા સમય માં તમે હેલધી થઇ જશો અને હેલધી બ્રિધ એ રોઝિ ચિકસ નો મેન રુલ છે એ બધા ને જ ખબર છે.
સેક્સ ટાઈમ ને પ્રાયોરિટી આપો:-
જયારે તમે બીઝી હોવ છો ત્યારે સેક્સ માટે સમય કાઢી શકતા નથી અને સેક્સ ના સમય માં જ કાપ મુકાય છે. પણ એવું કયારે પણ ન  કરો. સેક્સ એ તમારો મૂડ સારો કરવા માટે એક મેડિસિન જેવું કામ કરે છે અને તમને એક સારો બ્રેક પણ આપે છે. સેક્સ એ સાઇન્ટિફિકેલી પણ હેલ્થ માટે સારું છે તો તમે તમારા  પાર્ટનર સાથે રીક્નેકટ થવાનું સેડયુઅલ પણ બનાવી શકો અને એને ફોલો પણ કરો, પણ એને રૂટિન કયારે પણ ન બનાવો. એમાં કઈ ને કઈ નવું એડ કરો અને એનું એક્સસાઈટમેન્ટ જાળવી રાખો.
સ્ટોપ ફાઈટિંગ:-
દરેક કપલ માં ચર્ચાઓ થતી હોય છે પણ એ ચર્ચા જ રહે એનું ધ્યાન રાખવું એ બંને ની ફરજ છે.નહીતો ચર્ચા ક્યારે આર્ગ્યુમેન્ટ અને આર્ગ્યુમેન્ટ ક્યારે એકબીજા ના ઈન્સલ્ટ સુધી પહોંચી જાય એ ખ્યાલ જ નથી રહેતો. નાના નાના ઝગડાઓ થી કઈ મોટા મોટા પ્રૉબ્લમ્સ નથી જ થતા પણ રિલેશનશિપ માં તિરાડો ચોક્કસ જ પાડવા માંડે છે. એટલે જ જો ચર્ચાઓ આર્ગ્યુમેન્ટ બને અને એનું મૂળ રૂપ બદલાય ત્યારે બને તો  એક પાર્ટનર શાંત થઇ જાય એ જરૂરી છે.
તમારી લાગણીઓ માટે ઓનેસ્ટ રહો:-
લાગણીઓ  કોઈ પણ રિલેશન માં ખુબ જ અગત્ય ની છે. તમારી લાગણીઓ વિષે હંમેશા ઓનેસ્ટ રહો અને એ લાગણીઓ તમારા પાર્ટનર ને જણાવતા રહો એ પણ એટલું જ જરૂરી છે તો એનાથી તમે બંને ને એકબીજા ને સમજવામાં સરળતા રહેશે. અને એ પણ એકદમ એપ્રોપ્રીએટ વે માં કહેશો તો એની ઈફેક્ટ જ કંઈક અલગ હશે.જેમ કે હું આ ફીલ કરું છું કે, ..ને બદલે તે મને આ ફીલ કરાવ્યું!…. એ ખુબ જ સારો અને પ્રોપર વે છે.
 
એકબીજા ને સરખો સમય આપો:-
જયારે તમે તમારા પાર્ટનર સાથે વાત કરો ત્યારે તમે એની સાથે જ હોવ એ ખુબ જજરુરી છે.એને માટે એની સાથે આઈ કૉંટેક્ટથી વાત કરો એને પણ એવું ફીલ કરવો કે એ તમારા  માટે ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. તમે એની વાત શાંતિથી સાંભળો અને એ શું કહેવા માંગે છે એ સમજો પણ ખરા। એ વખતે મોબાઈલ કે ફોન ને  સાઈડ  પણ રાખો. ટીવી બંધ કરો અને ફોકસ એકબીજા ની વાત પર કરો.
(મલ્ટી ટાસ્કર બનવાની જરૂર નથી.)
 
એકબીજા ને ઇમ્પૉર્ટન્ટસ આપો:-
પાર્ટનર ને એક બેસ્ટ ફ્રેન્ડ જેટલું જ ઇમ્પોરટન્સ આપો. જો  તમે સ્ટ્રેસ માં હોવ ત્યારે સૌથી વધારે અસર તમારી સેક્સ લાઈફ  પર જ પડતી હોય છે અને એ વખતે તમે તમારા પાર્ટનર ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લો છો પણ હું કહીશ કે જો તમારા પાર્ટનર તમારા બેસ્ટ ફ્રેન્ડ હશે તો તમે તમારું મન હળવું કરી શકશો. એને બધી વાત કરી શકશો અને રિલેક્સ થઇ શકશો. કદાચ કોઈ રસ્તો મળે કે ના મળે પણ તમારો સ્ટ્રેસ ચોક્કસ જ દૂર થશે.
એકબીજા માટે પ્રિજ્યુડાઇસ  ના બાંધો:-
જયારે તમે કોઈ પણ વ્યક્તિ ની નજીક આવો છો તો તમે એના વિષે વધુ ને વધુ જાણો છો અને એ સારી અને અને ખરાબ બંને વાતો માટે લાગુ પડે છે. પણ જયારે તમે તમારા પાર્ટનર માટે કોઈ પણ ખરાબ લાગણી આવે ત્યારે તમારા રિલેશન નો શરૂઆત નો સમય યાદ કરો જયારે તમે એમનાથી એટ્રેક્ટ થયા હતા એટલે તમારો પ્રિજ્યુડાઇસ તરત જ દૂર થઇ જશે.(આ વાત કોઈ પણ રિલેશન માં લાગુ પડે છે.)
એકબીજાની ખરાબ આદતો સુધારવા પ્રયત્નો કરો:-
તમારા પાર્ટનર ને કોઈ  આદત છે અને તમને એ નથી ગમતી તો તમે એ વાત ની તમારા પાર્ટનર સાથે ચર્ચા કરો અને એને એના પરિણામો સમજાવો અને ધીરે ધીરે એ છોડી દેવા સમજાવો અને એ છોડાવવામાં એની મદદ પણ કરો. પછી એ સ્મોક હોય કે ડ્રિન્ક, પ્રેમ થી મોટી બીજી કોઈ આદત નથી એ ધ્યાન  રાખો.
ડલનેસને દૂર રાખો:-
ડલનેસ -નીરસતા દરેક સંબંધોને શુષ્ક બનાવી દેય છે. તો ડલનેસ દૂર રાખવા એકબીજા ની સાથે ગેમ્સ રમો, સ્પોર્ટ્સ રમો, જીમિંગ કરો , કયારેક પીલૉ ફાઈટ કરો, ફની જોક્સ પર સાથે હસો. સાયકલિંગ કરો. ટૂંક માં એવું ઘણુંબધું છે જે તમે એકબીજા ની સાથે કરો, એકબીજા ને ગમતું કરો અને જીવન ની ડલનેસ ને દૂર રાખો.
આ નવું વર્ષ તમારું તમારા પાર્ટનર સાથે ખુબજ પ્રેમાળ ,મેન્ટલી અને ફિઝિકાલિ હેલધી બની રહે, તમારા બંને ની ઇન્ટિમસી ખુબ જ સારી ડેવેલોપ થાય, એકબીજા ના પ્રેમી અને સારા ફ્રેન્ડ બની શકો એવી શુભેચ્છા સાથે વિરમું છું.
જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ 
મેરેજ કન્સલ્ટન્ટ
9925018706