“શ્રી નાથજી સત્ય છે.”
તમારા જીવન ને વધુ મહેકતું રાખવા માટે બંને પાર્ટનર્સના એફોર્ટ્સ ઈમ્પોર્ટન્ટ છે. અને પ્રોપર વે માં એફોર્ટ્સ કરવામાં આવે તો પ્રેમભરી જિંદગી ની ચળકતી રિંગ તમારા હાથ માં પરફેક્ટલી બેસી જશે. અને જિંદગીના વર્ષો તમે ખુબ જ પ્રેમથી જીવી શકશો. આના માટે દરેક મેરિડ કપલે થોડા સંકલ્પો કરવા જરૂરી છે.

સારા કામ સાથે કરવા:-
તમારા જીવન માં આવતા દરેક કામ સાથે કરવાથી એ સારા બની જશે.તમે બંને એકબીજા ની નજીક આવશો. એકબીજાની કંપની વધુ ને વધુ ગમવા માંડશે. અને મહિના ના અંતે એકબીજા ના કરેલા કામ નું અપ્રીસિએશન રૂપે કંઈક ને કંઈક ગિફ્ટ આપો (નાની મોટી કઈ પણ)જેનાથી તમે એકબીજા માટે ઉદાર બનશો અને એકબીજા ની જરૂરિયાત નું ધ્યાન પણ રહેશે.
કવોલિટી ટાઈમ આપો :-
તમેં કપલ છો ,પાર્ટનર છો તો એકબીજા ને પ્રોપર ટાઈમ આપો એ ઈમ્પોર્ટન્ટ છે. ક્યારેક સાથે રસોઈ બનાવો, એના માટે સાથે બેસી ને હેલધી
રેસિપી શોધો.એના ઇન્ગ્રેડિઅન્ટસની શોપિંગ કરવા સાથે જાવ.પછી સાથે બનાવો. સાથે બેસી ને જમો અને તમારી એક મેમરેબલ ડેટ બનાવો.
રેસિપી શોધો.એના ઇન્ગ્રેડિઅન્ટસની શોપિંગ કરવા સાથે જાવ.પછી સાથે બનાવો. સાથે બેસી ને જમો અને તમારી એક મેમરેબલ ડેટ બનાવો.
એકબીજા ને ગમતા રહો:-
જો તમે ઓવર વેઈટ છો તમારા પાર્ટનર ને તમે જાડા લાગો છો તો તમારું વજન ઓછું કરવા માટે લાગી જાવ. હેલધી ફૂડ અને એક્સરસાઈઝ કરો અને બને તો બંને સાથે જ કરો, થોડા સમય માં તમે હેલધી થઇ જશો અને હેલધી બ્રિધ એ રોઝિ ચિકસ નો મેન રુલ છે એ બધા ને જ ખબર છે.
સેક્સ ટાઈમ ને પ્રાયોરિટી આપો:-
જયારે તમે બીઝી હોવ છો ત્યારે સેક્સ માટે સમય કાઢી શકતા નથી અને સેક્સ ના સમય માં જ કાપ મુકાય છે. પણ એવું કયારે પણ ન કરો. સેક્સ એ તમારો મૂડ સારો કરવા માટે એક મેડિસિન જેવું કામ કરે છે અને તમને એક સારો બ્રેક પણ આપે છે. સેક્સ એ સાઇન્ટિફિકેલી પણ હેલ્થ માટે સારું છે તો તમે તમારા પાર્ટનર સાથે રીક્નેકટ થવાનું સેડયુઅલ પણ બનાવી શકો અને એને ફોલો પણ કરો, પણ એને રૂટિન કયારે પણ ન બનાવો. એમાં કઈ ને કઈ નવું એડ કરો અને એનું એક્સસાઈટમેન્ટ જાળવી રાખો.
સ્ટોપ ફાઈટિંગ:-
દરેક કપલ માં ચર્ચાઓ થતી હોય છે પણ એ ચર્ચા જ રહે એનું ધ્યાન રાખવું એ બંને ની ફરજ છે.નહીતો ચર્ચા ક્યારે આર્ગ્યુમેન્ટ અને આર્ગ્યુમેન્ટ ક્યારે એકબીજા ના ઈન્સલ્ટ સુધી પહોંચી જાય એ ખ્યાલ જ નથી રહેતો. નાના નાના ઝગડાઓ થી કઈ મોટા મોટા પ્રૉબ્લમ્સ નથી જ થતા પણ રિલેશનશિપ માં તિરાડો ચોક્કસ જ પાડવા માંડે છે. એટલે જ જો ચર્ચાઓ આર્ગ્યુમેન્ટ બને અને એનું મૂળ રૂપ બદલાય ત્યારે બને તો એક પાર્ટનર શાંત થઇ જાય એ જરૂરી છે.
તમારી લાગણીઓ માટે ઓનેસ્ટ રહો:-
લાગણીઓ કોઈ પણ રિલેશન માં ખુબ જ અગત્ય ની છે. તમારી લાગણીઓ વિષે હંમેશા ઓનેસ્ટ રહો અને એ લાગણીઓ તમારા પાર્ટનર ને જણાવતા રહો એ પણ એટલું જ જરૂરી છે તો એનાથી તમે બંને ને એકબીજા ને સમજવામાં સરળતા રહેશે. અને એ પણ એકદમ એપ્રોપ્રીએટ વે માં કહેશો તો એની ઈફેક્ટ જ કંઈક અલગ હશે.જેમ કે હું આ ફીલ કરું છું કે, ..ને બદલે તે મને આ ફીલ કરાવ્યું!…. એ ખુબ જ સારો અને પ્રોપર વે છે.
એકબીજા ને સરખો સમય આપો:-
જયારે તમે તમારા પાર્ટનર સાથે વાત કરો ત્યારે તમે એની સાથે જ હોવ એ ખુબ જજરુરી છે.એને માટે એની સાથે આઈ કૉંટેક્ટથી વાત કરો એને પણ એવું ફીલ કરવો કે એ તમારા માટે ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. તમે એની વાત શાંતિથી સાંભળો અને એ શું કહેવા માંગે છે એ સમજો પણ ખરા। એ વખતે મોબાઈલ કે ફોન ને સાઈડ પણ રાખો. ટીવી બંધ કરો અને ફોકસ એકબીજા ની વાત પર કરો.
(મલ્ટી ટાસ્કર બનવાની જરૂર નથી.)
એકબીજા ને ઇમ્પૉર્ટન્ટસ આપો:-
પાર્ટનર ને એક બેસ્ટ ફ્રેન્ડ જેટલું જ ઇમ્પોરટન્સ આપો. જો તમે સ્ટ્રેસ માં હોવ ત્યારે સૌથી વધારે અસર તમારી સેક્સ લાઈફ પર જ પડતી હોય છે અને એ વખતે તમે તમારા પાર્ટનર ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લો છો પણ હું કહીશ કે જો તમારા પાર્ટનર તમારા બેસ્ટ ફ્રેન્ડ હશે તો તમે તમારું મન હળવું કરી શકશો. એને બધી વાત કરી શકશો અને રિલેક્સ થઇ શકશો. કદાચ કોઈ રસ્તો મળે કે ના મળે પણ તમારો સ્ટ્રેસ ચોક્કસ જ દૂર થશે.
એકબીજા માટે પ્રિજ્યુડાઇસ ના બાંધો:-
જયારે તમે કોઈ પણ વ્યક્તિ ની નજીક આવો છો તો તમે એના વિષે વધુ ને વધુ જાણો છો અને એ સારી અને અને ખરાબ બંને વાતો માટે લાગુ પડે છે. પણ જયારે તમે તમારા પાર્ટનર માટે કોઈ પણ ખરાબ લાગણી આવે ત્યારે તમારા રિલેશન નો શરૂઆત નો સમય યાદ કરો જયારે તમે એમનાથી એટ્રેક્ટ થયા હતા એટલે તમારો પ્રિજ્યુડાઇસ તરત જ દૂર થઇ જશે.(આ વાત કોઈ પણ રિલેશન માં લાગુ પડે છે.)
એકબીજાની ખરાબ આદતો સુધારવા પ્રયત્નો કરો:-
તમારા પાર્ટનર ને કોઈ આદત છે અને તમને એ નથી ગમતી તો તમે એ વાત ની તમારા પાર્ટનર સાથે ચર્ચા કરો અને એને એના પરિણામો સમજાવો અને ધીરે ધીરે એ છોડી દેવા સમજાવો અને એ છોડાવવામાં એની મદદ પણ કરો. પછી એ સ્મોક હોય કે ડ્રિન્ક, પ્રેમ થી મોટી બીજી કોઈ આદત નથી એ ધ્યાન રાખો.
ડલનેસને દૂર રાખો:-
ડલનેસ -નીરસતા દરેક સંબંધોને શુષ્ક બનાવી દેય છે. તો ડલનેસ દૂર રાખવા એકબીજા ની સાથે ગેમ્સ રમો, સ્પોર્ટ્સ રમો, જીમિંગ કરો , કયારેક પીલૉ ફાઈટ કરો, ફની જોક્સ પર સાથે હસો. સાયકલિંગ કરો. ટૂંક માં એવું ઘણુંબધું છે જે તમે એકબીજા ની સાથે કરો, એકબીજા ને ગમતું કરો અને જીવન ની ડલનેસ ને દૂર રાખો.
આ નવું વર્ષ તમારું તમારા પાર્ટનર સાથે ખુબજ પ્રેમાળ ,મેન્ટલી અને ફિઝિકાલિ હેલધી બની રહે, તમારા બંને ની ઇન્ટિમસી ખુબ જ સારી ડેવેલોપ થાય, એકબીજા ના પ્રેમી અને સારા ફ્રેન્ડ બની શકો એવી શુભેચ્છા સાથે વિરમું છું.
જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ
9925018706