“શ્રી નાથજી સત્ય છે.”
સ્ત્રી એટલે શું? મારા મન માં સ્ત્રી માટે ઘણા બધા આઈડિયાઝ છે. મારી આજુ બાજુ ઘણી બધી સ્ત્રીઓ છે. અને એમનામાં ઘણી બધી વાતો કોમન છે, જેમકે એ સ્ત્રીઓનું સક્સેસફુલ કેરીઅર છે, તેઓ મેરિડ પણ છે અને સાથે સારી રીતે ફેમિલી પણ મેનેજ કરે છે, મધર પણ છે, પત્ની પણ છે, પણ આ બધું મેનેજ કરવાની આવડત – શક્તિ એ સ્ત્રીઓ પાસે જ છે. અને મજાની વાત તો એ છે કે દરેક સ્ત્રીઓ એકબીજાથી જુદી છે. એમનો એમની લાઈફ જીવવાનો રસ્તો જુદો જુદો છે, એમની થોટ પ્રોસેસ જુદી જુદી છે. પણ જો સ્ત્રી ને એક હેલ્ધી એટમોસ્ફિયર મળે તો સ્ત્રી એનું વુમનહુડ – સ્ત્રીત્વ સારી રીતે એન્જોય કરી શકે.
સ્ત્રી એટલે શું? એનો જવાબ મેં કાંઇ આમ વિચાર્યો. સ્ત્રી હોવું એ બાયોલોજીકલ વાતથી વધુ ઈમ્પોર્ટન્ટ છે. પુરુષ હોવું સહેલું લાગે છે એમ નથી પણ સ્ત્રી હોવું એ ડિફિકલ્ટ છે એ ચોક્કસ જ. જન્મજાત નબળાઈઓ કે જે બાયોલોજિકલ છે એ સિવાય સ્ત્રીઓ માં શક્તિઓ પણ ખુબ જ છે. જે દરેક સ્ત્રીઓમાં અલગ અલગ છે જે એમના કલ્ચર પર ડીપેન્ડ કરે છે. કેમકે સમાજે એમને લેબલ આપી દીધા છે કે આ સ્ત્રી તો આ રીતની છે અને આ તો આ રીતની છે. અને લિસ્ટ આગળ વધતું જ જાય છે. ઘણી બધી સ્ત્રીઓ એ સમાજ માંથી અબળા નારી શબ્દને ભુંસવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં એ સફળ પણ થઇ છે.
આપણા સમાજ નો એવો ઘાટ છે કે હદયમાં અંધારું છે અને દીવો મંદિર માં થાય છે. મોટી મોટી વાતો કરીએ છે પણ સમાજનું મૂળ એટલે સ્ત્રી એ જ નથી સમજાતું. સ્ત્રી છે તો જ આ સમાજ છે. સમાજ ની રચના છે. જે સ્ત્રી કરી શકે એ પુરુષ પણ ન કરી શકે અને ભગવાન પણ ન કરી શકે. સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે. અને એને નવ મહિના એના ઉદરમાં પ્રેમથી સાચવે છે. નથી જોયો એવા અંશને પ્રેમ કરવા લાગે છે અને એને જન્મ આપતી વખતે એને જે પીડા થાય છે એ અકલ્પનીય છે – એક સાથે છપ્પન હાડકાનું ફ્રેક્ચર થાય ને જે પીડા થાય એ પીડા એને થાય છે, પણ એ પીડાને તે સહન કરે છે અને પોતાના લોહી, માંસથી સર્જેલા બાળકને જન્મ આપે છે અને એનો અવાજ સાંભળવા માત્રથી એ બધાજ દુઃખ ભૂલી જાય છે. અને ભગવાનનો આભાર માને છે કે આજે એ સમાજની રચનાની ભાગીદાર બની – એ સ્ત્રી આજે “માં” બની. એ માં જયારે પોતાના બાળક ને દૂધ પીવડાવે છે ત્યારે એના સ્તનમાંથી દૂધ નહી પણ પ્રેમ નીતરે છે. અને સ્ત્રીની મહાનતા હજુ બાકી છે કે જે બાળક માતા – પિતા બંનેના સાહચર્યથી જન્મે છે એ બાળક ને એ પિતાનું નામ આપે છે પોતાનું નહિ.
સ્ત્રી એ સમાજ નું હૃદય છે. જો સ્ત્રી સ્વાવલંબી હશે તો એ એના પરિવારનો આત્મા બની જશે. સ્ત્રી મજબૂત હશે તો એનો કોઈ ફાયદો નહીં ઉઠાવી શકે. સ્ત્રીને એના હકનું બધું મળે, એનો આદર કરવામાં આવે એવો માહોલ, પરિવાર આપવાથી સ્ત્રીનું સ્ત્રીત્વ ખીલી ઉઠશે અને એનાથી જ આપણો સમાજ મજબૂત અને શક્તિશાળી બનશે. સ્ત્રીના આવા સ્વરૂપ માટે જરૂર છે એક સ્ટ્રોંગ સમાજની. સ્ટ્રોંગ પરિવારની, જે સ્ત્રીને અબળા નહિ પણ શક્તિ તરીકે જુએ. આવા સમાજની રચના આપણે બધાએ ભેગા મળીને કરવાની છે. જો આવો સ્ટ્રોંગ સમાજ રચાય તો પછી બેટી બચાવો કે બેટી પઢાઓ સ્લોગન લખવાની જરૂર જ નહીં પડે. જો સ્ત્રી સ્ટ્રોંગ બનેશે તો પરિવાર સ્ટ્રોંગ બનશે, પરિવાર સ્ટ્રોંગ બનશે તો સમાજ સ્ટ્રોંગ બનશે અને સમાજ સ્ટ્રોંગ બનશે તો આપણો દેશ સ્ટ્રોંગ બનશે. આ માટે સ્ત્રીનો આદર કરો, સન્માન આપો, અભ્યાસ આપો, અને સ્ત્રીભૃણ હત્યા ને અટકાવવી એ ખુબજ જરૂરી છે. જ્યાં સ્ત્રી સુરક્ષિત ત્યાં સમાજ સુરક્ષિત. જ્યાં સ્ત્રી સુશિક્ષિત ત્યાં સમાજ સુશિક્ષિત. જ્યાં સ્ત્રીતવ ને ગૌરવ ત્યાં ગૌરવશાળી સમાજ. એટલે જ સંસ્કૃતમાં સુભાષિત છે ” યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા”.
- જો સ્ત્રી એક દીકરી છે તો વ્હાલનો દરિયો છે.
- જો સ્ત્રી એક પ્રેમિકા છે તો એ પ્રેમ છે.
- જો સ્ત્રી એક પત્ની છે તો એ સંસાર છે.
- જો સ્ત્રી એક માં છે તો એ ઘરનું મૂળ છે.
- જો એ સ્ત્રી દાદી છે તો એ ડહાપણ છે.
આ સ્ત્રી ના જુદા જુદા રૂપો છે. સ્ત્રી એ ખુબ જવાબદારીઓથી વીંટળાયેલી હોય તોપણ એનું હૃદય ખુબજ વિશાળ, પ્રેમાળ અને કોમળ છે. પુરુષ સ્ત્રી ના સાનિધ્યમાં પોતાનો સ્ટ્રેસ ભૂલી જાય છે, કેમકે એને ત્યાં પ્રેમ મળે છે. પુરુષ માટે એ સ્ત્રી એની માં, પત્ની, દીકરી, પ્રેમિકા કે મિત્ર એમ કંઈ પણ હોય શકે છે. અને સ્ત્રી માટે આ પુરુષ એનો પિતા, પતિ, પુત્ર, પ્રેમી કે મિત્ર કોઈપણ હોય એમના પ્રેમ ને સહજતાથી સ્વીકારે છે અને નિભાવે પણ છે.
સ્ત્રીઓ જો પોતાના હૃદયનો અવાજ સાંભળે અને એને અનુસરે તો એ પોતાના સ્ત્રીત્વનો પરિચય એ દુનિયા ને ખુબ સારી રીતે આપી શકે. સ્ત્રી એટલે મારા મતે મજબૂત હોવું એ છે કેમકે સ્ત્રીત્વ ઓળખ આપવા માટે છે. સ્ત્રીઓ માટે સ્ત્રીત્વ એ જીવન ની શક્તિ છે, સ્ત્રીનું ગૌરવ છે, સ્વમાન છે, દરેક સ્ત્રીએ પોતાનું સ્ત્રીત્વ એન્જોય કરવું જોઈએ
આપ આપના અભિપ્રાય મને મોકલી શકો છો
ખુબ જ આનંદ સાથે હું અહીં વીરમૂ છું.
જલ્દી મળીશું નવા વિષય સાથે.
ચાંદની દલાલ
મરેજ કન્સલ્ટન્ટ