“શ્રી નાથજી સત્ય છે.”
ભગવાન બધે ન હોઇ શકે એટલે એમણે સ્ત્રી બનાવી જે એક માતા, પત્ની, પ્રેમિકા, ની ભૂમિકામાં એમની થોડી થોડી જવાબદારી લઇ લે છે. આજની સ્ત્રી એજ્યુકેટેડ છે, એ જોબ કરે છે એટલે એણે ઘર અને ઓફિસની વચ્ચે તાલમેલ બેસાડવો પડે છે. બાળકોની કાળજી, ઘરનું મેનેજમેન્ટ, ફેમિલીની જવાબદારી, પતિ નું ધ્યાન રાખવું, સાથે જીમ, બાળકોની સ્કૂલ વગેરે લાંબુ લિસ્ટ છે. આમ સ્ત્રીને સોશ્યિલ અને પર્સનલ લાઇફની સાથે ઓફિસની પણ લાઈફ છે. એટલે ઘણી વખત સ્ટ્રેસ માં આવી જવાય. કેમ કે એને દરેક જગ્યાએ સક્સેસફુલ બનવું છે એટલે વર્ક લોડ આવે છે, ને ક્યારે કોઈ જવાબદારી રહી જાય તો એ એક પ્રકાર નું ગિલ્ટ અનુભવે છે.

આ ગિલ્ટ કે સ્ટ્રેસ ને લાઈફ માંથી કાઢી નાખવા માટે થોડું વર્ક મેનેજમેન્ટ કરવું જરૂરી છે. તો ચાલો જોઈએ કેવી રીતે રૂટિન લાઈફ માં નાના નાના ચેન્જ કરી, કેવી રીતે લાઈફ મેનેજ કરવી.
ઘર અને ઓફિસે ની વચ્ચે એક બાઉન્ડરી રાખો:
તમારા ઈમ્પોર્ટન્ટ કામ નું એક લિસ્ટ બનાવો અને એને તમારા વર્કિંગ અવર્સ માં પુરા કરવો ટાર્ગેટ રાખો, અને પુરી જવાબદારી થી તમારું કામ કરો. ઓફિસ નું કામ ઘરે ના લઇ જાઓ અને ઘર નું કામ ઓફિસે ના લઇ જાવ. જયારે ઘરે હોવ ત્યારે તમારા હસબન્ડ, બાળકો કે ફેમિલી ને સમય આપો. સક્સેસફુલ થવું હોય તો બંને બાજુ બેલેન્સ રાખવું પડશે.
આગલા દિવસે પ્લાંનિંગ કરો:
વર્કિંગ વુમન ને ખુબ જ જવાબદારી હોય છે. સવારે વહેલા ઉઠવાથી લઇને ઓફીસ જવા સુધીમાં દરેક સેકન્ડ ઈમ્પોર્ટન્ટ છે. રોજ રાત્રે સુતા પેહલા સવારના અમુક કામો મેનેજ કરી લેવાથી બીજા દિવસે સવારે હેડેક માંથી બચી શકાય.ફોર એક્સઝામ્પલ, બીજા દિવસના લંચનું મેનુ નક્કી કરવું, એના એકોર્ડિંગ શાક લાવી રાખવું, બાળકોના સ્કૂલના નાસ્તા રેડી કરી રાખો, આગલા દિવસના કપડાં આયર્ન કરી રાખવા, જેવા નાના નાના કામો કરી લેવાથી બીજા દિવસે રિલેક્સ રેહવાય છે.
પ્લાનિંગ :
દરરોજ 10 મિનિટ અને વીક માં 20 મિનિટ તમારા કામનું પ્લાનિંગ કરો અને સિડયુઅલ એવું ગોઠવો જેમાં મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, ઈમ્પોર્ટન્ટ અને એપોઇન્મેન્ટનું બેઝિક પ્લાનિંગ આવી જાય અને આ સિડ્યૂઅલ ચેક કરતા રહો જેથી તમને તમારી વર્ક પેટર્ન માં જરૂરી ઈંપ્રુવમેન્ટ કરવું હશે તો ખ્યાલ આવશે.
ગ્રુપ ટાસ્ક:
સરખા કામના ગૃપ પાડો અથવા જે કામ તમે ગ્રુપમાં કરી શકો એમ મેનેજ કરો જેથી તમારા મેક્સિમમ સમય નો બચાવ થશે.
ના કહેતા શીખો:
કંઈક કામ તમારી સામે આવે છે જેમાં તમારો ઘણો ટાઈમ જાય એમ છે. તો એ કામની પ્રાયોરિટી કે ઇમ્પોર્ટન્સ નક્કી કરો જો તમને ઈમ્પોર્ટન્ટ ના લાગે અને તમે તમારા સિડ્યૂઅલ માં ચેન્જ કરવા ન માંગતા હોવ કે તમારા પેરામીટર માં ન આવતું હોય તો યોગ્ય રીતે ના પાડી દો.
સિડ્યૂઅલ યોર વર્ક:
કોઈ પણ અતિશયોક્તિ વગર તમારા કામનું રફ પ્લાંનિંગ કરો અને શક્ય હોય ત્યાં સુધી એ ટાઈમ માં તમારું કામ પતાવાનો પ્રયત્ન કરો.
ફલેક્સિબલ રહો:
હંમેશા સંજોગો અને ઓપોર્ચ્યુનિટી બંને બદલાતા રહે છે. અને એ બંને ઈમ્પોર્ટન્ટ અને અર્જન્ટ હોઈ શકે. એટલે જે કામનું ઇમ્પોર્ટન્સ હોય એ કામ માટે તમારા સેડયુઅલ ને બદલવા માટે ફલેક્સિબલ રહો.
યોગ્ય રૂટિન બનાવો:
તમારા આખા દિવસ નું એક પ્રોપર રૂટિન બનાવો. જેમાં તમારા ઓફિસ વર્ક નું ઓફિસ માં અને ઘરે ફેમિલીનું એમ બંને જગ્યાએ બધી પ્રાયોરિટી સચવાય એ જોવું જરૂરી છે. ઘરે પતિ અને બાળકો ને સમય આપો, ઓફિસ માં કામને પ્રોપર ટાઈમ આપો.
તમારા માટે જીવો :Time for me
મોટાભાગની વર્કિંગ વુમન ની એક તકલીફ છે એ બધા માટે બધું કરશે એના માટે એની પાસે ટાઈમ મેનેજ થશે, પણ પોતાના માટે ટાઈમ નથી
હોતો. વેલ, અહીં હું કહીશ કે ડિયર સ્ત્રી તમે વર્કિગ છો, તમે ઘરમાં અને ઓફિસે બધું જ મેનેજ કરો છો તો તમને જે એનર્જી જોઈએ છે એ તમને તમારી પોતાની પાસે થી જ મળશે. તો તમારે એના માટે તમારી જાત ને જ ટાઈમ આપવો પડશે. તમારે તમારા માટે 30 મીનીટ થી શરૂઆત કરવાની છે. જેમાં તમે તમને ગમતા કામ કરી શકો, જેથી તમે તમારી જાત સાથે રિયુનાઈટ થશો. અને તમે તમારા માં છુપાયેલી બેસ્ટ વ્યક્તિ ને શોધી શકશો. તમે પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના માટે જીવો
આટલું કરવાથી તમને તમારી લાઈફ માં ચેન્જ દેખાશે તમે તમારા ઘર અને ઓફિસ ની વચ્ચે બેલેન્સ રાખી શકશો. સાથે સાથે ખુશ પણ રહી શકશો. લાઈફ માં બધું પ્રોપર થાય છે અને એના ફુલફિલમેન્ટ માં તમારો પણ સહયોગ છે એવો વિચાર એક સંતોષ આપશે એ અલગ..
પ્રેમાળ અને સક્સેસફુલ જીવન ની શુભેચ્છા સાથે વિરમું છું.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ
9925018706