મેરેજ અને ફેમિલી મિટિંગ

“શ્રી નાથજી સત્ય છે.”
આજકાલ લગ્ન કરતા પહેલા યુવક યુવતી એકબીજા ને મળે અને એકબીજા ને સમજે  એ ખુબ જ જરૂરી છે.તો એકબીજાની લાઇકીંગ, હોબીઝ, નેચર, લાઈફનું  વિઝન, કેરીઅર વિઝન જેવી ઘણી બાબતો વિષે ખ્યાલ આવે. એના માટે એકબીજાની સાથે કોમ્યુનિક્શન કરવું પડે, એકબીજાને મળવું પડે. કોફી શોપ માં આવી મિટિંગોનો માહોલ ચાલતો હોય છે. આવી મિટિંગોમાં સેટિસ્ફેક્શન આવે તો તમે આગળ એક સ્ટેપ વધી શકો અને તમારી ચોઈસની  વ્યક્તિને તમારા ફેમિલી સાથે મુલાકાત કરાવી શકો. પરંતુ આ મુલાકાત પહેલા તમારા સાથીને તમારા ફેમિલી વિષે માહિતગાર કરો. તમારા ફેમિલી વેલ્યુઝ વિષે જણાવો અને તમારા ફેમિલી મેમ્બર્સનું તમારી લાઈફમાં શું ઈમ્પોર્ટન્સ છે એ પણ સાથે સાથે જણાવો,  જેથી તમારા સાથી તમારા ફેમિલી સાથે મળતી વખતે એક કમ્ફર્ટ ઝોનમાં રહી શકે. એમની થોટ પ્રોસેસ્ સમજી ને વાત કરી શકે.
family-meeting
જયારે કોફી મિટિંગો સક્સેસફુલ લાગે છે ને મેરેજ માટે આગળ વધવું છે તો એકબીજા ની સહમતી થી ફેમિલી મિટિંગનું આયોજન કરો જેથી બંનેના ફેમિલીને તમારી લગ્ન માટે ની ગંભીરતાનો ખ્યાલ આવશે. સાથે સાથે તમારા ફેમિલી ને સમજી ને ચાલો એમને પણ તમારી ચોઈસના સાથી  વિષે જણાવો. અને મુલાકાત કરતા પહેલા એ વાત જણાવવાથી, એમના વિષે વાતો કરવાથી તમારા પેરન્ટ્સ પણ તમારી ચોઈસના વ્યક્તિ ના બધી રીતે મેઝર કરશે કે એ વ્યક્તિ એમના દીકરા કે દીકરી માટે કેટલા યોગ્ય છે. અને એમને અનુકૂળ થઇ ને મિટિંગ માં વાતો કરશે.
તમારે બંને એ એકબીજાના પેરન્ટ્સની અપેક્ષાઓ વિષે, ફેમિલી એટમોસફિઅર વિષે જાણવું ખુબજ જરૂરી છે. જેથી બંને ચેક કરી કશો કે તમે એકબીજાના ફેમિલીમાં કેટલા કમ્ફર્ટ ઝોનમાં રહી શકો. અને આ બધી ઇન્ફોરમેશન આપી હશે, એકબીજા સાથે ક્લીઅર હશો તો તમે ફેમિલી મિટિંગ કરવામાટે તૈયાર છો..જો તમને તમારા સાથી માટે કંઈક સ્પેશિઅલ લાગણી છે અને તમે પોતાને એમની  નજીક સમજો છો.  એને તમારા લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો,  અને આ વાત તમે ફેમિલીમાં કહેશો ત્યારે એમના માટે પણ આ વાત વજનદાર હશે કેમકે તમે એમના માટે સ્પેશિઅલ છો અને તેઓ પણ તમને પ્રેમ કરે જ છે એટલે બંને બાજુ બેલેન્સ રાખી ને તમારે યોગ્ય સમયે મિટિંગ રાખવાની છે.
તમારા ચોઈસ ના સાથીના  ફેમિલી સાથે થતી પહેલી મિટિંગ ખુબ જ અગત્ય ની છે કેમકે આ મિટિંગ એ તમારા સમ્બન્ધો નો પાયો છે.આ મીટિંગ માટે તમે ત્યારે જ હા પાડો જયારે તમે એના માટે સંપૂર્ણ ત્યાર હોવ. તમારી પાસે અને એમની પાસે મિટિંગ માટે પૂરતો સમય હોય.કેમ કે ઓછા સમય માં એકબીજાને  સમજવું ,જાણવું અઘરું છે.ઉતાવળ ની મિટિંગ ખોટી ઇમ્પ્રેસન મૂકી શકે છે. મિટિંગથી તમે તમારા સાથીના પેરન્ટ્સના માઈન્ડમાં એક ઇમ્પ્રેસન મુકશો એ સારી,   ખરાબ, એવરેજ કઈ પણ હોય શકે છે. સો બી કેર ફૂલ ! તમારા શબ્દો માટે, તમારા એટિટ્યૂડ માટે, તમારા પ્રેઝન્સ ઓફ માઈન્ડ માટે, તમારા સેન્સ ઓફ હ્યુમર માટે, તમારા એક્સપ્રેશન્સ માટે, અને તમારી પર્સનાલિટી માટે. આનાથી એમને ફેમિલી ને પહેલી મિટિંગ થી તમારા વિષે ગણું બધું ખ્યાલ આવશે. એમના પેરન્ટ્સ તમને એમની સિક્સ સેન્સથી મેઝર કરશે એમાં કોઈ બે મત નથી.
ક્યારે પણ ફક્ત મળવા ખાતર ફેમિલી મિટિંગ નહીં કરાવો કેમકે આ જિંદગી નો એક ગંભીર અને મેચ્યોર નિર્ણય છે.માટે તમે બંને કેટલા તૈયાર  છો આગળ વધવા અને કેટલું કમ્ફર્ટ ઝોને છે બંને નું એ સમજો. જો ગમતા સાથી માટે ફેમિલી ની પણ મહોર લાગી જાય તો તમને ગમતા વ્યતિ લાઈફ પાર્ટનર તરીકે મળી જાય એમાં બે મત  નથી.અને આ મિટિંગ તમારા બંને માટે ખુબ અગત્ય ની છે જેમાં તમારા બંનેની જવાબદારી છ.યોગ્ય પ્રેઝન્ટેશન તમને ગમતા સાથી માટેની ગિફ્ટ મળી શકે છે.
તમારા લાઈફ પાર્ટનર ના ડિસિઝન માં મદદરૂપ થઇ શકું એવી ઈચ્છા સાથે અહીં વિરમું છું.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ અને મેરેજ કાઉન્સેલર
99250-18706

તમારા પાર્ટનર સાથે ક્યા ટોપિક પર વાત કરશો?

“શ્રી નાથજી સત્ય છે.”

જયારે નવી રિલેશનશીપ હોય એ વખતે એકબીજા વિષે વધુ ને વધુ જાણવાની વધુ ને વધુ પોતાના વિષે કેહવાની ઇંતેજારી હોય છે. ખુબ-ખુબ વાતો કરવી હોય છે. અને આ વાતો ઇન્ટરેસ્ટિંગ બની રહે અને એકબીજાની વધુ નજીક આવી શકાય, એકબીજા માટેની ઈંટીમસી પણ ડેવલોપ થાય. અને આ વાત દરેક કપલને પણ લાગુ પડે છે. એના માટે કોમ્યુનિકેશનના નવા નવા ટોપિક શોધો. શરૂઆતમાં વધુ પર્સનલ નહીં અને વધુ રુડ નહિ એવી, પણ ઇફેક્ટિવ રીતે વાત કરો. મોટા મોટા પોઝ નહિ રાખો, નહિ તો કોમ્યુનિકેશનમાં મજા નહીં આવે. જો તમે લાંબા સમયથી એકબીજાના સંપર્ક માં છો તો કોમ્યુનિકેશન તમારા રિલેશનને વધુ ને વધુ નજીક લાવશે અને એકબીજાને વધુ ને વધુ સમજવામાં મદદ કરશે.

એવું બની શકે કે તમારા પ્રશ્નો કે વાતના ટોપિક એક ના એક જ હોય પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ બનશે કે તમારા સાથી એનો દરેક વખતે જુદા જુદા જવાબ આપશે. આ પ્રશ્નો કે ટોપીક એ તમારી કેમેસ્ટ્રીને સ્ટ્રોંગ બનાવશે,  સાથે તમારા રિલેશન માં પ્રેમ નું ખાતર પણ પુરાશે. પણ શરત માત્ર એટલી કે પ્રોપર વે માં વાત કહેવાવી જોઈએ કે પૂછાવી જોઈએ.

unnamed

ટોપિક્સ:-

વિક એન્ડ પ્લાનિંગ:- વિક એન્ડ ના પ્લાનિંગ ની ચર્ચા તમારા સાથી સાથે કરો. પછી ભલે ને આજે વીકનો પેહલો દિવસ જ કેમ ન હોય. કેમકે આવતા વિક એન્ડ નું પ્લાનિંગ તમને બંને ને એક રોમાંચ આપશે અને એનાથી આવનારા બધા દિવસો ખુબ જ એક્સાઇટમેન્ટમાં જશે. જેમ કે વીક એન્ડ માં આવતા નવા નવા tv શો કે નવી આવેલી બુક વિષે કે નવા ખુલેલા ક્વિઝીન વિષે વાત કરી શકો.

વખાણ કરો:-તમારા સાથીની હંમેશા પ્રશંશા કરો અને આ વાત એમને નેચર વિષે એમ્નીપર્સનાલીટી વિષે કે પછી એમને કામ વિષે કેમ ન હોય.એમને ખબર પડવા દો કે તમે એમને કેટલું એડમયાર કરો છો-કેટલા એપ્રિસિએટ કરો છો.

કેર કરો:- તમારા પાર્ટનરની દરેક બાબતે કાળજી કરો એમને જાણવા દો કે તમે એમના માટે શું ફીલ કરો છો. એ જાણીને એ તમારા માટે ખુબ સારું ફિલ કરશે અને તમારા સંબંધો વધુ ને વધુ મજબૂત બનશે.

કામ ના વખાણ કરો:- તમારા સાથી સાથે હંમેશા એકબીજાના કામ વિષે પણ ચર્ચાઓ કરો જેથી તમને બંને ને એકબીજાના કામનો, કામ ના સ્ટ્રેસ લેવલ નો, વર્ક સ્ટ્રેસનો, પ્રોફેશનલ અને પર્સનલ એથિક્સ નો પણ ખ્યાલ આવશે.

ખાનગી વાતો :-ખાનગી વાતો એકબીજ ને જણાવવાની પણ એક મજા હોય છે. એના માટે તમે ગમે તેની જેમ પણ એકબીજાની સાથે વાત કરી શકો. મજા પણ આવશે, એકબીજાની ખાનગી વાત પણ જાણી શકશો અને એકબીજા ની વધુ નજીક પણ આવશો. પણ જો એ વાત તમારા પાસ્ટ લાઈફ ની હોય તો એ કરતા તમને મુંઝવણ કે ઓકવર્ડ ફીલ થાય તો તે વાત ને ટાળો.

મહત્વાકાંક્ષા:- લાઈફની મહ્ત્વકાંશા વિષે એકબીજા સાથે વાત કરો તમારા પાર્ટનરને જણાવો તમારી ઈચ્છાઓ ,સપનાઓ વિષે અને તમારું વિઝન શું છે એ પણ કહો એમાં એમનો અભિપ્રાય પણ લો આમ કરવાથી તમારું કંવરશેસન ખુબ જ સારું થશે અને તમારા પાર્ટનર તમારી પર્સનલ સાઈટ ખુબ જ સારી રીતે જાણી શકશે.

હોલીડે પ્લાનિંગ:- તમારા હોલીડે નું પ્લાનિંગ તમે બંને સાથે મળી ને કરો એ પ્લાનિંગ ભલે વિકેન્ડ નું હોય, કે કોઈ સ્પેશિઅલ દિવસનું હોય. હોલિડેઝ હંમેશા આપણા કેલેન્ડરમાં હાઈલાઈટ થતા હોય છે અને એનું જો પ્રોપર પ્લાનિંગ થાય તો હોલીડેમાં મજા આવી જાય. કેમ કે હોલિડેઝ આપણને રિફ્રેશ કરતા હોય છે.

પ્રાઇવેટ ટાઈમ:-તમારા પ્રાઇવેટ ટાઈમમાં તમે ફ્રી થઇને શું કરો છો, સ્પેશિયલી જયારે તમે તમારા પાર્ટનર સાથે ન હોવ એ સમયે. એમને પણ તમારા પ્રાઇવેટ ટાઈમ વિષે જણાવો. કદાચ એવું પણ જાણવા મળી શકે કે તમારા બનેંની ફ્રી ટાઈમની હોબીઝ સરખી જ છે.

એકબીજાના ફ્રેન્ડ્સ વિષે જાણો જેથી તમને તમારા પાર્ટનર વિષે પણ ઘણું બધું ખબર પડી શકે છે.

પ્રાઉડ મોમેન્ટ વિષે કહો.:-એકબીજા ને તમારા જીવનની પ્રાઉડ મોમેન્ટ વિષે કહો. એ ક્ષણોને યાદ કરવા માત્રથી એ સમય ખુબ જ આનંદમા જાય છે અને તમારું કન્વર્સેશન એક ખુશહાલ કન્વર્સેશન બની રહે છે.

હેલ્પ કરો:-હંમેશા તમારા સાથી ને એના કામ માં મદદ કરો. ભલે ને એ કામ નાનું કે સિલી કેમ ના હોય પણ તમારા સાથીની નજીક રહેવાનો એ મોકો ન ગુમાવો. સાથે રહેવાથી એકબીજા માટે એક સારી ફીલિંગ પણ આવશે.

ભૂલ વિષે કહો:- તમારાથી થયેલી ભૂલ વિષે સાથી સાથે ખુલ્લા મને વાત કરો. ભૂલ હવે ન થાય એની પણ બાંયધરી આપો. બની શકે છે કે તમારા સાથી પણ રિલેક્સ થાય અને પોતાની કોઇ ભૂલ કે નબળાઈ વિષે પણ તમને કહે.

ફેમિલી વિષે વાત કરો:-એકબીજાની સાથે ફેમિલી વિષે પણ વાત કરો ફેમિલીની માહિતી આપી જણાવો કે તમારા ફેમિલી મેમ્બર્સનું તમારી લાઈફમાં શું મહત્વ છે. જેથી પેહલી મુલાકાતમાં તમારા સાથી તમારા ફેમિલી સાથે કમ્ફર્ટ ઝોન માં રહી શકે.

પ્રોબ્લેમ્સ ને બેડરૂમમાં ન લાવો:- દરેક ની લાઈફમા નાના મોટા પ્રોબ્લેમ્સ હોય છે.પણ એનું ડિસ્કશન કરો, એને આર્ગ્યુમેન્ટ ના બનવા દો. બને તો પ્રોબ્લેમ્સને રૂમની બહાર જ સોલ્વ કરો .બેડરૂમમાં થતા વધુ પડતા ડિસ્કશન તમને એકબીજથી હર્ટ કરશે અને દૂર કરશે.

સેક્સ ને મહત્વ આપો:- પ્રેમ જેટલું જ મહત્વ સેક્સને પણ આપો. તમારા સાથી સાથે સેક્સ વિષે પણ ચર્ચા કરો. એમની ફેન્ટસી વિષે જાણો અને તમારી ફેન્ટસી એમને કહો. એમાં અચકાવ નહિ તમે તમારા સાથી સાથે જ વાત કરો છો. ગમા અણગમા વિશે પણ વાત કરો.

હેલ્થ:- હેલ્થ વિષે પણ વાત કરો. સારી હેલ્થ એ સારી રિલેશનશિપનું અંગ છે. રેગ્યુલર ચેક અપ, જીમ, યોગા ને લાઈફ માં એડ કરો.

પ્રેફરન્સીસ જાણો :-ઘણી વખત થતું ફની ડિસ્કશન આપણે લાંબા ટાઈમ સુધી ખુશ મૂડમાં રાખે છે. એકબીજાની સાથે વાતો કરતા રહો જેથી એકબીજાની લાઈક-ડીસ્લાઇક, ફયુચર પ્લાનિંગ ખબર પડે. કેમકે દરેકની લાઈફના પ્રેફરન્સીસ સમય સાથે બદલાય છે. અને તમે જેટલું તમારા સાથીના પ્રેફરન્સીસને જાણશો એટલું જ તમે એને સમજી શકશો – એને જાણી શકશો.

કેર કરો:-જો તમે તમારા સાથીને સાચા દિલથી પ્રેમ કરો છો તો તમારા મનમાં જે પણ કઈ છે એ એમની સાથે શેર કરો, એ પછી એક સજેશન કે પછી કંઈક એમના માટે વોર્નિગ કેમ ન હોય. જો એ તમારા સાથીને લગતી વાત હોય તો એને શાંતિથી જણાવો. તમારા સાથીને તમારા માટે માન થશે, એ તમારા માટે સારું ફીલ કરશે અને તમે એની કેર કરો છો એની ફીલિંગ એમના દિલમાં તમને સ્પેશ્યલ વ્યક્તિ બનાવી દેશે.

હજુ ઘણું બધું કહી શકાય પણ આજે તમારા સાથીના દિલમાં પ્રેમાળ સ્થાન મળે એવી શુભેચ્છા સાથે વિરમું છું

આપના સજેશન્સ આવકાર્ય છે.

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર
99250-18706

લગ્ન કેમ કરવા જોઈએ ?

” શ્રી નાથજી સત્ય છે.”

લગ્ન એટલે ફેમિલી ની શરૂઆત, એકબીજાને અપાતું કમીટમેન્ટ, લગ્ન એ ફિઝિકલ જોડાણ-યુનિયન કરતા માનસિક અને ઇમોશનલ યુનિયન વધારે છે. જયારે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથીથી જોડાય છે ત્યારે એ બે માંથી એક બને છે, એકબીજાના પૂરક બને છે. મેરેજથી એક લાઈફ પાર્ટનર જ નહિ પરંતુ એક મિત્ર પણ મળે છે, જે જિંદગીની દરેક ખુશી કે દુઃખમાં હંમેશા સાથે હોય છે. જીવનની દરેક અપ્સ અને ડાઉન વખતે તમને સહકાર આપે છે. યોગ્ય સલાહ આપે છે. એના સહકારથી, પ્રેમાળ સપોર્ટથી બધી ચેલેંજો સામે જીતી શકાય છે. આમ મેરેજ જેવું બીજું એક પણ બોન્ડ નથી જેમાં ફાયદાઓ જ છે. અને જેનું રિટર્ન સક્સેસફુલ મેરેજના રૂપ માં આખી જિંદગી મળે છે.

vivaah

મેરેજ કરવા ખુબ જ જરૂરી છે અને સારો સાથી મેળવવો પણ ખુબજ અગત્યનું છે. અને ખુબ મેહનત માંગી લે છે પણ સારો સાથી મળી જાય તો બેડો પાર થઇ જાય. સારો સાથી કેમ સિલેક્ટ કરવો, શું ક્વોલિટી જોવી એ એક આખો બીજો જ વિષય છે. પણ સારા જીવનસાથી સાથે તમે જિંદગી ની બધી જ પળો ખુબ જ ખુશીથી જીવી શકો એમાં બેમત નથી.

લગ્ન કરવા માટે દરેક ના જુદા જુદા રીઝન્સ હોય છે. અને એને સક્સેફુલ બનાવવા માટે ના દરેક ના પોતાના કારણો જુદા જુદા હોય છે. થોડા ફંડા હું અહીં શેર કરીશ.

1.જે લોકો માટે કમિટમેન્ટ ઈમ્પોર્ટન્ટ છે એ લોકો પ્રાઇવેટમાં આપેલા કે જાહેર માં આપેલા દરેક કમિટમેન્ટ ને પાળે છે. અને લગ્નમાં તો જાહેરમાં કમિટમેન્ટ આપવામાં આવે છે. અને એની ઈફેક્ટ એમના માટે ખુબ જ હોય છે. તેઓ એકબીજાની કાળજી લેવી, પ્રેમ કરવો, ફાઇનાન્સ મેટર હોય કે હેલ્થ મેટર કે એમના લાઈફપાર્ટનરના ફેમિલીની રિસ્પેક્ટ હો,ય દરેક બાબતે કમિટેડ હોય છે. અને એ એમના સાથી નું ખુબ ધ્યાન રાખે છે

2.મેરેજ કરવાથી તમારું સ્ટેટ્સ ચેન્જ થાય છે અને તમે સમાજ ની વધુ નજીક આવો છો. અને સમાજ સાથે એક બોન્ડ બંધાય છે. સમાજ ને આગળ વધારવામાં સહભાગી બનાય છે.

3.જયારે તમે યંગ હોવ ત્યારે તમને કોઈ પણ નવું સાહસ કરવાની ઈચ્છાઓ હોય છે સાથી ના પ્રોત્સાહનથી જ નવા સાહસ કરવાનું બળ મળે છે. અને સારી કે ખરાબ પરિસ્થિતિ માં કે દરેક મોડ પર તમારા સાથી તમારી સાથે જ હોય છે. (જોકે આજકાલ ઈગો, અવિશ્વાસ મિસઅંડરસ્ટેન્ડિંગ ને લીધે ડાયવોર્સ નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અને આ એક જુદો જ વિષય છે.)

4.સમાજદાર અને વર્કિંગ સાથી મળે તો એકબીજાના ફાઈનાન્સીયલ ક્રાઇસીસને હૅન્ડલ કરી લે છે. અને એકબીજા ને સપોર્ટ કરે છે.

5.જયારે તમારી ઉમર વધે છે અને ફિઝિકલી થોડા નબળા બનો છો એ વખતે તમારા સાથી જ તમારી કાળજી લે છે.

6.સારો સાથી માનસિક, શારીરિક, ઇમોશનલ સપોર્ટ આપે છે જેની જિંદગીના દરેક મોડ પર જરૂર હોય છે.

આ સિવાય પણ ઘણા બધા જુદાજુદા કારણો છે કે મેરેજ કરવાના.

આમ લગ્ન કરવાથી વ્યક્તિમાં ફિઝિકાલિ, મેન્ટલી ફાઇનાસીલી, હેલ્થવાઇસ પણ જવાબદારીઓ ને લીધે ઘણા બધા પોઝિટિવ ચેન્જ આવે છે. સમાજ આગળ વધે છે. એક હેલ્ધી ફેમિલીનું નિર્માણ થાય છે. જે આગળ જતા એક હેલ્ધી સમાજ બનાવવામાં પોતાનો સહયોગ આપે છે.

આપના પ્રતિભાવો અપેક્ષિત.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર

99250-18706
http://www.vivaahmarriage.com
chandni@vivaahmarriage.com

ટીનએજર્સ અને પેરેન્ટ્સ – 2

“શ્રી નાથજી સત્ય છે”
ટીનએજ માં પ્રવેશતા બાળકોને એમની એડોલસન્સ ટાઈમમાં થતા જુદા જુદા બદલાવ આવે છે. એમનો ફિઝિકલ ચેન્જની સાથે ઈમોશનલ ચેન્જ પણ ખુબ જ હોય છે અને ત્યારે એમનો સ્ટ્રેસ લેવલ પણ ખુબ વધુ હોય છે. એ વખતે એમને પેરેન્ટ્સના પ્રેમ, સપોર્ટ અને હૂંફ ની જરૂર હોય છે. પેરેન્ટ્સ એમની રીતે એમના બાળકોને સમજી શકે અને સમજાવી પણ શકે. થોડા મુદ્દા ધ્યાન માં રાખી ને એ પ્રોબ્લેમ્સ સરળતાથી સૉલ્વ કરી શકાય છે.
images-1
ટીનએજર્સ, પેરેન્ટ્સ અને ફેમિલી:
ઘણા પેરેન્ટ્સ  એમ સમજે છે કે ટીનએજર્સ ને ફેમિલીની જરૂર નથી. તે એના ગ્રુપમાં ફરે છે પણ અહીં જ મોટી ભૂલ થાય છે. ટીનએજ બાળકોને જ ખરી જરૂર હોય છે ફેમિલી ની. જો એમને ફેમિલી સપોર્ટ મળી રહે તો ભવિષ્યમાં એ બાળક સ્ટ્રોંગ વ્યક્તિ બને છે. એની એડોલસન્સ – કિશોર અવસ્થામાં એમને પેરેન્ટ્સ કરતા ગાઈડ કે ફ્રેન્ડની વધારે જરૂર હોય છે. દરેક ની લાઈફમાં /ફેમિલીમાં અપ્સ અને ડાઉન આવે છે. પરંતુ ફેમિલી બોન્ડિંગ હશે તો ટીનએજર્સ સ્ટ્રોંગ બનશે. ટીનએજમાં બાળકો મૂડી બની જાય છે કે એમનો બિહેવિઅર ચેન્જ થઇ જાય તો એમ નહી સમજો કે એ બદલાઈ ગયા છે કે તોછડા થઇ ગયા છે. હું કહીશ કે એમને તમારી ખુબ જરૂર છે. એ તમને ખુબ જ પ્રેમ કરે છે અને તમારો પ્રેમ પણ એમને જોઈએ છે. ટીનએજર્સ એ તમારો પ્રેમ,હૂંફ,લાગણી અને ઇમોશનલ બોન્ડિંગ ઈચ્છે છે કેમકે પેરેન્ટ્સ અને ફેમિલી તો એમની સપોર્ટ સિસ્ટમ છે.
ટીનએજ વખતે જો બાળકને ઈમોશનલી સપોર્ટ મળી રહે તો બાળકને ફેમિલી તરફથી સ્વીકારની લાગણી થાય છે અને એમ સમજે  છે કે મારુ ફેમિલી મને પ્રેમ કરે છે. આ સમય એનો પ્રેમથી સચવાઇ જાય તો એ બાળકની સેલ્ફ બિલીફ, કોન્ફિડન્સ લેવલ, સેલ્ફ બિહેવિઅર જેવી દરેક બાબતોમાં એ સ્ટ્રોંગ બને છે. સપોર્ટિવ ફેમિલી અને પેરેન્ટ્સ એમના ટીનએજર્સ બાળકો ને રિસ્કી બિહેવિઅર જેવાકે આલ્કોહોલ, ડ્રગ્સ અને ડિપ્રેસન જેવા પ્રોબ્લેમ્સની સામે પ્રોટેક્ટ કરી શકે છે અને એની એકેડેમિક કેરીઅરમાં એને બૂસ્ટઅપ કરે છે. આગળ જતા આ બાળક એક સમજુ, મેચ્યોર એડલ્ટ બને છે એમાં કોઈ બેમત નથી.
આ માટે એક પોઝિટિવ ફેમિલી રિલેશન ડેવેલોપ કરવી જરૂરી છે.
1.ફેમિલી ટાઈમ : દિવસ માં એક સમયે સાથે જમવાનું રાખો એ વખતે મોબાઈલ કે TV બંધ હોય એ ધ્યાન રાખો. આ સમય એવો પસંદ કરો કે બધા એકબીજા ની સાથે વાત કરી શકે. એકબીજાને સમજી શકે, અને એથી બધા એકબીજાની નજીક આવશે અને ફેમિલી બોન્ડિંગ વધશે. ફેમિલી વિકએન્ડ કે ફેમિલી હોલીડે  એ ટીનએજર્સ માટે ઇમ્પૉર્ટન્ટ છે.
2.ફેમિલી વેલ્યુ સમજાવવા એમને ફેમિલીના ફેસ્ટિવલ્સ કે રીતરિવાજો માં ઇન્વોલ્વ કરો. એમને ફેમિલી રિસ્પોન્સિબિલિટી સોંપો જેમકે શોપિંગ, એમને એમના ગમતાં ઘરના કામો આપો અને એમાં એપ્રિસિએટ પણ કરો.
3.સુરક્ષા: ટીનએજર્સ ને એમની સિક્યુરિટિ ની સમજ આપો. ફેમિલી રૂલ્સ અને સ્ટાન્ડર્ડ સમજાવો. જો બાઉન્ડરી તોડશે તો શું પરિણામ આવશે એ પણ સમજાવો.
4.તમારા ટીનએજર્સને એમને ગમતું કરવા દો જો એ ખોટું હશે તો એ ઠોકર ખાય ત્યારે એને પ્રેમથી સમજાવો અને જો સાચું હશે તો એ એનો કોન્ફિડન્સ લેવલ વધશે. જો તે ડિસએપોઇન્ટ થાય તો એને ગમતી એક્ટિવિટી તરફ વાળો.
5.દરેક પ્રોબ્લેમ્સ ના સોલ્યુશન હોય છે એ એમને સમજાવો અને ફેમિલી પ્રોબ્લેમ્સ કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ્સ ની એમની સાથે ચર્ચાઓ કરો અને એને સૉલ્વ કરતી વખતે એમને પણ જણાવો જેથી લાઈફના કોઈપણ પ્રોબ્લેમ્સમાંએ સોલ્યુશન શોધવાની દીર્ઘ દ્રષ્ટિ કેળવી શકે.
દરેક ટીનએજર્સ એમ ઈચ્છે કે એમના પેરેન્ટ્સ એમના પર વિશ્વાસ રાખે, એમને સમજે અને એમને પ્રેમ કરે.
હજુ ઘણું બધું આ વિષય પર કહેવું છે, પરંતુ આજે અહી જ વિરમું છું
ચાંદની દલાલ 
મેરેજ કન્સલ્ટન્ટ અને કોઉન્સેલર
99250-18706
 

ટીનએજ બાળકો અને પેરેન્ટ્સ

” શ્રી નાથજી સત્ય છે”

ટીન એજ એટલે શું?

PicsArt_12-01-07.35.02.jpg

ટીનએજ એટલે એવો સમય જેમાં બાળકો world of being માંથી world of doing માં પ્રવેશે છે. અને એ વખતે એમને વિશ્વને કંઈક કરી બતાવવાની ઈચ્છા હોયછે.  ટીનએજ માં ફેમિલી લાઈફ સિવાય બહારની દુનિયા ને જોવા જાણવાની ઈચ્છા પણ લક્ષ્ય વગરની, ઉડવાની ઈચ્છા હોય છે પણ વિઝન નથી હોતું. ટૂંકમાં ટીનએજમાં નવા નવા સંબંધો બનાવવા, પ્રેમ માં પડવું, કંઈક કરી બતાવવું એવો સમય.

બાળકો જયારે ટીન એજ માં પ્રવેશે ત્યારથી એમનામાં આવતાં ચેન્જ વિષે ચિંતિત હોય છે અને એ વખતે  બાળકોને પેરેન્ટ્સ ની ખુબ જરૂર હોય છે. એમની એડોલસન્સ અવસ્થા એટલે કે કિશોર અવસ્થામાં એમને પેરેન્ટ્સની લાગણી , હૂંફ અને પ્રેમ ની ખુબ જરૂર હોય છે. અને એ જો મળી રહે તો બાળકો કિશોર અવસ્થાના પ્રોબ્લેમ્સથી દૂર રહે છે. એના માટે પેરેન્ટ્સે પણ પૂરતો ટાઈમ બાળકો સાથે ગાળવો જોઈએ. ટીનએજમાં બાળકો પણ એમની સ્ટડી, સ્પોર્ટ્સ, એમના ફ્રેન્ડ સર્કલ માં બીઝી હોય છે અને પોતાના વર્ક સ્ટ્રેસમાં પેરેન્ટ્સ પણ બાળકોને ઇગ્નોર જ નથી કરતા પરંતુ બાળકોથી કઈ ભૂલ થાય તો એમની સાથે એવી રીતે બીહેવ કરે છે કે જાણે એ પોતે એમને બાળકને પ્રેમ જ નથી કરતા. અને આવું કરવાથી પેરેન્ટ્સ બાળકો માટે સ્ટ્રેન્જર બની જાય છે. બાળકો કહેતા નથી પણ એમને  પેરેન્ટ્સ ના પ્રેમ ની  ખુબ જ જરૂર હોય છે.

ટીન એજ બાળક જાતે પોતાના લીધેલા કોઈ પણ ડિસિશન માં ખોટો પડે છે ત્યારે જો પેરેન્ટ્સની હૂંફ નહિ મળે તો એ બાળક ખોટા રસ્તે, ખોટી સંગત માં કે ખોટી આદતનો શિકાર બને છે તો પેરેન્ટ્સ આ તમારા માટે એક વેકઅપ કોલ છે. જાઓ અને તમારા બાળકનું ધ્યાન આપો. એને ખોટા રસ્તે જતું બચાવો.

પેરન્ટ્સ અને બાળકોના રિલેશન એ રિસ્પેક્ટ, સમજણ ,અન્ડરસ્ટેન્ડિંગ અને એકબીજા ની ચિંતા- લાગણી પર  ટકેલા છે. આજના સમયમાં ટીન એજબાળકોનું પેરેન્ટીંગ એક પડકાર છે. મોટા થતાં આ બાળકોમાં સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા એક સામાન્ય બાબત છે- એને કુદરતી પણ કહી શકાય.બાળકોને એ વખતે વધુ પ્રેમ,માર્ગદર્શન અને સમયની જરૂર હોય છે. તમારા બાળકો સાથે તમે યોગ્ય રીતે વર્તીને તમારા સંબંધો ની પૂર્ણતા એ પહોંચી શકશો.

હવે પછી ના બ્લોગ માં આપણે જોઈશું કે પેરેન્ટ્સ તરીકે આપણે કઈ બાબતોનું  શું શું ધ્યાન રાખવાનું જરૂરી બને છે.

જલ્દી મળીશું વધુ વિચારો સાથે.

 ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ

9925018706