” શ્રી નાથજી સત્ય છે”
ટીન એજ એટલે શું?
ટીનએજ એટલે એવો સમય જેમાં બાળકો world of being માંથી world of doing માં પ્રવેશે છે. અને એ વખતે એમને વિશ્વને કંઈક કરી બતાવવાની ઈચ્છા હોયછે. ટીનએજ માં ફેમિલી લાઈફ સિવાય બહારની દુનિયા ને જોવા જાણવાની ઈચ્છા પણ લક્ષ્ય વગરની, ઉડવાની ઈચ્છા હોય છે પણ વિઝન નથી હોતું. ટૂંકમાં ટીનએજમાં નવા નવા સંબંધો બનાવવા, પ્રેમ માં પડવું, કંઈક કરી બતાવવું એવો સમય.
બાળકો જયારે ટીન એજ માં પ્રવેશે ત્યારથી એમનામાં આવતાં ચેન્જ વિષે ચિંતિત હોય છે અને એ વખતે બાળકોને પેરેન્ટ્સ ની ખુબ જરૂર હોય છે. એમની એડોલસન્સ અવસ્થા એટલે કે કિશોર અવસ્થામાં એમને પેરેન્ટ્સની લાગણી , હૂંફ અને પ્રેમ ની ખુબ જરૂર હોય છે. અને એ જો મળી રહે તો બાળકો કિશોર અવસ્થાના પ્રોબ્લેમ્સથી દૂર રહે છે. એના માટે પેરેન્ટ્સે પણ પૂરતો ટાઈમ બાળકો સાથે ગાળવો જોઈએ. ટીનએજમાં બાળકો પણ એમની સ્ટડી, સ્પોર્ટ્સ, એમના ફ્રેન્ડ સર્કલ માં બીઝી હોય છે અને પોતાના વર્ક સ્ટ્રેસમાં પેરેન્ટ્સ પણ બાળકોને ઇગ્નોર જ નથી કરતા પરંતુ બાળકોથી કઈ ભૂલ થાય તો એમની સાથે એવી રીતે બીહેવ કરે છે કે જાણે એ પોતે એમને બાળકને પ્રેમ જ નથી કરતા. અને આવું કરવાથી પેરેન્ટ્સ બાળકો માટે સ્ટ્રેન્જર બની જાય છે. બાળકો કહેતા નથી પણ એમને પેરેન્ટ્સ ના પ્રેમ ની ખુબ જ જરૂર હોય છે.
ટીન એજ બાળક જાતે પોતાના લીધેલા કોઈ પણ ડિસિશન માં ખોટો પડે છે ત્યારે જો પેરેન્ટ્સની હૂંફ નહિ મળે તો એ બાળક ખોટા રસ્તે, ખોટી સંગત માં કે ખોટી આદતનો શિકાર બને છે તો પેરેન્ટ્સ આ તમારા માટે એક વેકઅપ કોલ છે. જાઓ અને તમારા બાળકનું ધ્યાન આપો. એને ખોટા રસ્તે જતું બચાવો.
પેરન્ટ્સ અને બાળકોના રિલેશન એ રિસ્પેક્ટ, સમજણ ,અન્ડરસ્ટેન્ડિંગ અને એકબીજા ની ચિંતા- લાગણી પર ટકેલા છે. આજના સમયમાં ટીન એજબાળકોનું પેરેન્ટીંગ એક પડકાર છે. મોટા થતાં આ બાળકોમાં સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા એક સામાન્ય બાબત છે- એને કુદરતી પણ કહી શકાય.બાળકોને એ વખતે વધુ પ્રેમ,માર્ગદર્શન અને સમયની જરૂર હોય છે. તમારા બાળકો સાથે તમે યોગ્ય રીતે વર્તીને તમારા સંબંધો ની પૂર્ણતા એ પહોંચી શકશો.
હવે પછી ના બ્લોગ માં આપણે જોઈશું કે પેરેન્ટ્સ તરીકે આપણે કઈ બાબતોનું શું શું ધ્યાન રાખવાનું જરૂરી બને છે.
જલ્દી મળીશું વધુ વિચારો સાથે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ
9925018706