“શ્રી નાથજી સત્ય છે”
ટીનએજ માં પ્રવેશતા બાળકોને એમની એડોલસન્સ ટાઈમમાં થતા જુદા જુદા બદલાવ આવે છે. એમનો ફિઝિકલ ચેન્જની સાથે ઈમોશનલ ચેન્જ પણ ખુબ જ હોય છે અને ત્યારે એમનો સ્ટ્રેસ લેવલ પણ ખુબ વધુ હોય છે. એ વખતે એમને પેરેન્ટ્સના પ્રેમ, સપોર્ટ અને હૂંફ ની જરૂર હોય છે. પેરેન્ટ્સ એમની રીતે એમના બાળકોને સમજી શકે અને સમજાવી પણ શકે. થોડા મુદ્દા ધ્યાન માં રાખી ને એ પ્રોબ્લેમ્સ સરળતાથી સૉલ્વ કરી શકાય છે.

ટીનએજર્સ, પેરેન્ટ્સ અને ફેમિલી:
ઘણા પેરેન્ટ્સ એમ સમજે છે કે ટીનએજર્સ ને ફેમિલીની જરૂર નથી. તે એના ગ્રુપમાં ફરે છે પણ અહીં જ મોટી ભૂલ થાય છે. ટીનએજ બાળકોને જ ખરી જરૂર હોય છે ફેમિલી ની. જો એમને ફેમિલી સપોર્ટ મળી રહે તો ભવિષ્યમાં એ બાળક સ્ટ્રોંગ વ્યક્તિ બને છે. એની એડોલસન્સ – કિશોર અવસ્થામાં એમને પેરેન્ટ્સ કરતા ગાઈડ કે ફ્રેન્ડની વધારે જરૂર હોય છે. દરેક ની લાઈફમાં /ફેમિલીમાં અપ્સ અને ડાઉન આવે છે. પરંતુ ફેમિલી બોન્ડિંગ હશે તો ટીનએજર્સ સ્ટ્રોંગ બનશે. ટીનએજમાં બાળકો મૂડી બની જાય છે કે એમનો બિહેવિઅર ચેન્જ થઇ જાય તો એમ નહી સમજો કે એ બદલાઈ ગયા છે કે તોછડા થઇ ગયા છે. હું કહીશ કે એમને તમારી ખુબ જરૂર છે. એ તમને ખુબ જ પ્રેમ કરે છે અને તમારો પ્રેમ પણ એમને જોઈએ છે. ટીનએજર્સ એ તમારો પ્રેમ,હૂંફ,લાગણી અને ઇમોશનલ બોન્ડિંગ ઈચ્છે છે કેમકે પેરેન્ટ્સ અને ફેમિલી તો એમની સપોર્ટ સિસ્ટમ છે.
ટીનએજ વખતે જો બાળકને ઈમોશનલી સપોર્ટ મળી રહે તો બાળકને ફેમિલી તરફથી સ્વીકારની લાગણી થાય છે અને એમ સમજે છે કે મારુ ફેમિલી મને પ્રેમ કરે છે. આ સમય એનો પ્રેમથી સચવાઇ જાય તો એ બાળકની સેલ્ફ બિલીફ, કોન્ફિડન્સ લેવલ, સેલ્ફ બિહેવિઅર જેવી દરેક બાબતોમાં એ સ્ટ્રોંગ બને છે. સપોર્ટિવ ફેમિલી અને પેરેન્ટ્સ એમના ટીનએજર્સ બાળકો ને રિસ્કી બિહેવિઅર જેવાકે આલ્કોહોલ, ડ્રગ્સ અને ડિપ્રેસન જેવા પ્રોબ્લેમ્સની સામે પ્રોટેક્ટ કરી શકે છે અને એની એકેડેમિક કેરીઅરમાં એને બૂસ્ટઅપ કરે છે. આગળ જતા આ બાળક એક સમજુ, મેચ્યોર એડલ્ટ બને છે એમાં કોઈ બેમત નથી.
આ માટે એક પોઝિટિવ ફેમિલી રિલેશન ડેવેલોપ કરવી જરૂરી છે.
1.ફેમિલી ટાઈમ : દિવસ માં એક સમયે સાથે જમવાનું રાખો એ વખતે મોબાઈલ કે TV બંધ હોય એ ધ્યાન રાખો. આ સમય એવો પસંદ કરો કે બધા એકબીજા ની સાથે વાત કરી શકે. એકબીજાને સમજી શકે, અને એથી બધા એકબીજાની નજીક આવશે અને ફેમિલી બોન્ડિંગ વધશે. ફેમિલી વિકએન્ડ કે ફેમિલી હોલીડે એ ટીનએજર્સ માટે ઇમ્પૉર્ટન્ટ છે.
2.ફેમિલી વેલ્યુ સમજાવવા એમને ફેમિલીના ફેસ્ટિવલ્સ કે રીતરિવાજો માં ઇન્વોલ્વ કરો. એમને ફેમિલી રિસ્પોન્સિબિલિટી સોંપો જેમકે શોપિંગ, એમને એમના ગમતાં ઘરના કામો આપો અને એમાં એપ્રિસિએટ પણ કરો.
3.સુરક્ષા: ટીનએજર્સ ને એમની સિક્યુરિટિ ની સમજ આપો. ફેમિલી રૂલ્સ અને સ્ટાન્ડર્ડ સમજાવો. જો બાઉન્ડરી તોડશે તો શું પરિણામ આવશે એ પણ સમજાવો.
4.તમારા ટીનએજર્સને એમને ગમતું કરવા દો જો એ ખોટું હશે તો એ ઠોકર ખાય ત્યારે એને પ્રેમથી સમજાવો અને જો સાચું હશે તો એ એનો કોન્ફિડન્સ લેવલ વધશે. જો તે ડિસએપોઇન્ટ થાય તો એને ગમતી એક્ટિવિટી તરફ વાળો.
5.દરેક પ્રોબ્લેમ્સ ના સોલ્યુશન હોય છે એ એમને સમજાવો અને ફેમિલી પ્રોબ્લેમ્સ કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ્સ ની એમની સાથે ચર્ચાઓ કરો અને એને સૉલ્વ કરતી વખતે એમને પણ જણાવો જેથી લાઈફના કોઈપણ પ્રોબ્લેમ્સમાંએ સોલ્યુશન શોધવાની દીર્ઘ દ્રષ્ટિ કેળવી શકે.
દરેક ટીનએજર્સ એમ ઈચ્છે કે એમના પેરેન્ટ્સ એમના પર વિશ્વાસ રાખે, એમને સમજે અને એમને પ્રેમ કરે.
હજુ ઘણું બધું આ વિષય પર કહેવું છે, પરંતુ આજે અહી જ વિરમું છું
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ અને કોઉન્સેલર
99250-18706