“શ્રી નાથજી સત્ય છે.”
આજકાલ લગ્ન કરતા પહેલા યુવક યુવતી એકબીજા ને મળે અને એકબીજા ને સમજે એ ખુબ જ જરૂરી છે.તો એકબીજાની લાઇકીંગ, હોબીઝ, નેચર, લાઈફનું વિઝન, કેરીઅર વિઝન જેવી ઘણી બાબતો વિષે ખ્યાલ આવે. એના માટે એકબીજાની સાથે કોમ્યુનિક્શન કરવું પડે, એકબીજાને મળવું પડે. કોફી શોપ માં આવી મિટિંગોનો માહોલ ચાલતો હોય છે. આવી મિટિંગોમાં સેટિસ્ફેક્શન આવે તો તમે આગળ એક સ્ટેપ વધી શકો અને તમારી ચોઈસની વ્યક્તિને તમારા ફેમિલી સાથે મુલાકાત કરાવી શકો. પરંતુ આ મુલાકાત પહેલા તમારા સાથીને તમારા ફેમિલી વિષે માહિતગાર કરો. તમારા ફેમિલી વેલ્યુઝ વિષે જણાવો અને તમારા ફેમિલી મેમ્બર્સનું તમારી લાઈફમાં શું ઈમ્પોર્ટન્સ છે એ પણ સાથે સાથે જણાવો, જેથી તમારા સાથી તમારા ફેમિલી સાથે મળતી વખતે એક કમ્ફર્ટ ઝોનમાં રહી શકે. એમની થોટ પ્રોસેસ્ સમજી ને વાત કરી શકે.

જયારે કોફી મિટિંગો સક્સેસફુલ લાગે છે ને મેરેજ માટે આગળ વધવું છે તો એકબીજા ની સહમતી થી ફેમિલી મિટિંગનું આયોજન કરો જેથી બંનેના ફેમિલીને તમારી લગ્ન માટે ની ગંભીરતાનો ખ્યાલ આવશે. સાથે સાથે તમારા ફેમિલી ને સમજી ને ચાલો એમને પણ તમારી ચોઈસના સાથી વિષે જણાવો. અને મુલાકાત કરતા પહેલા એ વાત જણાવવાથી, એમના વિષે વાતો કરવાથી તમારા પેરન્ટ્સ પણ તમારી ચોઈસના વ્યક્તિ ના બધી રીતે મેઝર કરશે કે એ વ્યક્તિ એમના દીકરા કે દીકરી માટે કેટલા યોગ્ય છે. અને એમને અનુકૂળ થઇ ને મિટિંગ માં વાતો કરશે.
તમારે બંને એ એકબીજાના પેરન્ટ્સની અપેક્ષાઓ વિષે, ફેમિલી એટમોસફિઅર વિષે જાણવું ખુબજ જરૂરી છે. જેથી બંને ચેક કરી કશો કે તમે એકબીજાના ફેમિલીમાં કેટલા કમ્ફર્ટ ઝોનમાં રહી શકો. અને આ બધી ઇન્ફોરમેશન આપી હશે, એકબીજા સાથે ક્લીઅર હશો તો તમે ફેમિલી મિટિંગ કરવામાટે તૈયાર છો..જો તમને તમારા સાથી માટે કંઈક સ્પેશિઅલ લાગણી છે અને તમે પોતાને એમની નજીક સમજો છો. એને તમારા લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો, અને આ વાત તમે ફેમિલીમાં કહેશો ત્યારે એમના માટે પણ આ વાત વજનદાર હશે કેમકે તમે એમના માટે સ્પેશિઅલ છો અને તેઓ પણ તમને પ્રેમ કરે જ છે એટલે બંને બાજુ બેલેન્સ રાખી ને તમારે યોગ્ય સમયે મિટિંગ રાખવાની છે.
તમારા ચોઈસ ના સાથીના ફેમિલી સાથે થતી પહેલી મિટિંગ ખુબ જ અગત્ય ની છે કેમકે આ મિટિંગ એ તમારા સમ્બન્ધો નો પાયો છે.આ મીટિંગ માટે તમે ત્યારે જ હા પાડો જયારે તમે એના માટે સંપૂર્ણ ત્યાર હોવ. તમારી પાસે અને એમની પાસે મિટિંગ માટે પૂરતો સમય હોય.કેમ કે ઓછા સમય માં એકબીજાને સમજવું ,જાણવું અઘરું છે.ઉતાવળ ની મિટિંગ ખોટી ઇમ્પ્રેસન મૂકી શકે છે. મિટિંગથી તમે તમારા સાથીના પેરન્ટ્સના માઈન્ડમાં એક ઇમ્પ્રેસન મુકશો એ સારી, ખરાબ, એવરેજ કઈ પણ હોય શકે છે. સો બી કેર ફૂલ ! તમારા શબ્દો માટે, તમારા એટિટ્યૂડ માટે, તમારા પ્રેઝન્સ ઓફ માઈન્ડ માટે, તમારા સેન્સ ઓફ હ્યુમર માટે, તમારા એક્સપ્રેશન્સ માટે, અને તમારી પર્સનાલિટી માટે. આનાથી એમને ફેમિલી ને પહેલી મિટિંગ થી તમારા વિષે ગણું બધું ખ્યાલ આવશે. એમના પેરન્ટ્સ તમને એમની સિક્સ સેન્સથી મેઝર કરશે એમાં કોઈ બે મત નથી.
ક્યારે પણ ફક્ત મળવા ખાતર ફેમિલી મિટિંગ નહીં કરાવો કેમકે આ જિંદગી નો એક ગંભીર અને મેચ્યોર નિર્ણય છે.માટે તમે બંને કેટલા તૈયાર છો આગળ વધવા અને કેટલું કમ્ફર્ટ ઝોને છે બંને નું એ સમજો. જો ગમતા સાથી માટે ફેમિલી ની પણ મહોર લાગી જાય તો તમને ગમતા વ્યતિ લાઈફ પાર્ટનર તરીકે મળી જાય એમાં બે મત નથી.અને આ મિટિંગ તમારા બંને માટે ખુબ અગત્ય ની છે જેમાં તમારા બંનેની જવાબદારી છ.યોગ્ય પ્રેઝન્ટેશન તમને ગમતા સાથી માટેની ગિફ્ટ મળી શકે છે.
તમારા લાઈફ પાર્ટનર ના ડિસિઝન માં મદદરૂપ થઇ શકું એવી ઈચ્છા સાથે અહીં વિરમું છું.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ અને મેરેજ કાઉન્સેલર
99250-18706