પ્રેમ – ચીટિંગ ?

“શ્રી નાથજી સત્ય છે”

જ્યાં પ્રેમ હોય ત્યાં ચીટિંગ શક્ય છે? જવાબ એક જ હશે “ના, એવું શક્ય નથી જ ” ખુબ જ ભાર પૂર્વક બધા સહમત થશે. જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ, સમર્પણ હોય જ. સામેના પાત્રની ખુશી જ અગત્યની હોય છે. પ્રેમ અને સેક્સ ઇમોશનલી એકબીજાથી અલગ છે પણ બંનેનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે એમાં ના નહિ, પણ તમારા પાર્ટનરના જીવનમાં એમની પ્રેમાળ લાગણીઓ સાથે જોડાયેલા રેહવું, એમનો વિશ્વાસ સાચવવો પણ ખુબ જ જરૂરી છે. એ વાત એમની ફીલિંગ માટે ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.

cheating-couple

જયારે તમે પ્રેમ કરો છો ત્યારે તમે પ્રેમ ને આકર્ષો છે. એ વખતે પ્રેમ તમારી જરૂરિયાત છે, પણ એ જરૂરિયાત તમારા પાર્ટનર પાસે પુરી કરો એ જરૂરી છે, નહિ કે એના માટે તમે કોઈ બીજા પાર્ટનરને શોધો કે એને આકર્ષો. જયારે તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો ત્યારે તમને એના વિશ્વાસ ને તોડવાનો કોઈ જ હક નથી. એવું કરીને તમે તમારા રિલેશનશિપ ના શાંત પાણી માં પથ્થર નાખો છો અને તમે તમારા પાર્ટનર ના વિશ્વાસને ઠંડા કલેજે તોડો છો એવું નથી લાગતું?

જયારે તમે પ્રેમ માં હોવ છો ત્યારે તમારા પાર્ટનર ને હર્ટ કરો છો એ સૌથી છેલ્લી બાબત ગણાય છે. તો ચીટિંગ તો ઘણી દૂરની વાત છે. જે લોકોને પોતાની જાત પર કંટ્રોલ નથી એ લોકો મોસ્ટલી ચીટિંગ કરતા હોય છે. અને હું કહીશ કે લોકો પ્રેમ પણ કરે છે અને ચીટિંગ પણ કરે છે. જો કે એમનો પ્રેમ એ english માં જેને love making કહે છે તેના પુરતો સીમિત છે, જે છેલ્લે તો ચીટિંગ જ કહેવાય.

બીજું, પ્રેમ ફક્ત એ પોતાની જાત ને જ કરે છે. અને ચીટિંગ એ બંને પાર્ટનર ને કરે છે. અને એમાં એ ક્યારે પણ પાર્ટનર ને પ્રેમ આપી શકતા નથી અને એમનો પ્રેમ મેળવી શકતા નથી અને અંદરથી એ દુઃખી થયા જ કરે છે. ને આમ એ પાર્ટનર બદલ્યા કરે છે અને ચીટિંગની જે ટેવ છે એ ચાલુ જ રહે છે.

તમે જે વ્યક્તિ ને ચિટ કરો છો એને પ્રેમ કરવાનો દેખાડો પણ ન જ કરો. એવો ક્યાંય પણ કાયદો નથી કે તમારા કમીટેડ પાર્ટનર સિવાય તમારે બીજે સેક્સુઅલ રિલેશન ન જ હોવા જોઈએ અથવા તો એ પ્રોહિબિટેડ છે. અમુક વર્ગ એવું પણ કહેશે કે એ ચીટિંગ નથી પણ એ તો વિશ્વાસઘાત છે. પણ તમે તમારી જાત સાથે સાચા હોવા જોઈએ. અને તમારા પાર્ટનર ને પણ એની ખબર હોવી જોઈએ.

ચિટ કરવા માટે ઘણાબધા રીઝન હોઈ શકે છે.

  • રિલેશનશિપમાં જો ઇનસિક્યુરિટી લાગે તો
  • જો પાર્ટનર સેલ્ફીશ લાગે તો
  • સરખા કોમ્યુનિકેશન નો અભાવ લાગે તો.
  • રિલેશનશિપ માં આવતા નાનામોટા પ્રોબ્લેમ ને લીધે
  • પાર્ટનર વચ્ચે સોલિડ બોન્ડિંગ ન હોય તો.
  • જયારે તમારા પાર્ટનર ને સ્વીકારી શકતા ના હોવ ત્યારે
  • સેલ્ફ કંટ્રોલ ના હોય ત્યારે
  • ચીટિંગ કરો છો એ સ્વીકારવા તૈયાર ન હોવ

આ બધા કારણો છે ચીટિંગ કરવાના અને ચીટિંગ ન કરવાનું એક જ રીઝન છે કે તમે તમારા પાર્ટનર ને “પ્રેમ “કરો છો.
છેલ્લે ચીટિંગ એ ચીટિંગ જ છે. આકર્ષણ થાય એ સ્વાભાવિક છે પણ એના લીધે તમારા પાર્ટનર ને નુકસાન થાય અને તમારા સંબંધો બગડે છે. જો તમે કોઈ પણ રીતે પાછા ફરવા તૈયાર નથી તો એ તમારા સંબંધો માટે ઝેર છે. જે પ્રેમ ક્યારે પણ નહી કહી શકાય.

પ્રેમમાં પડો, પ્રેમમાં રહો, પ્રેમ આપો અને પ્રેમ મેળવો, તમારા કમીટેડ પાર્ટનર સાથે અતૂટ રિલેશનશીપ માં બંધાઓ ઍવી શુભકામના સાથે અહીં વિરમું છું.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

જલ્દી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

નવરાત્રી – થોડી સાવધાની અને ઝાઝો આનંદ

“શ્રી નાથજી સત્ય છે”

આગળ  લેખ માં તમે નવરાત્રી નું મહત્વ અને સાયન્ટિફિક રીઝન વિષે લખ્યું. ત્યારે પણ મને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું હતું. હવે આ લેખ મા થોડી વધુ ચર્ચા કરીશું નવરાત્રી વિષે.

દુનિયા માં તમે નવરાત્રી કોઈ પણ જગ્યા એ ઉજવો પણ એની ખરી મજા ગુજરાત માં જ આવે છે. એનો ચાર્મ ગુજરાત માં કંઈક અલગ છે. નવરાત્રી એ સૌથી વધારે એટલે કે  નવ  દિવસ અને નવ રાત્રી  ઉજવાતો તહેવાર છે. દિવસે માં દુર્ગા ની પૂજા અને રાત્રે માં દુર્ગા ના ગરબા રમવામાં આવે છે.

નવરાત્રી ના ગરબા રમવા માટે ખુબ જ ઉત્સાહિત હોય એવા લોકો નો તો કંઈક અલગ અંદાજ જોવા મળે છે.

એ લોકો જોબ માં નવ દિવસ માટે અડધા દિવસ ની રજા મૂકી ને પણ ગરબા રમવા માટે જાય છે.
યુવતી ને એવી ચિંતા હોય છે કે એમના પીરિયડ્સ એ સમય પર ન આવે. >નવરાત્રી ના ગરબા 4-5 કલાક  રમવા માટે ખુબ જ સ્ટેમિના જોઈએ એના માટે 3 મહિના પહેલાથી લોકો ગરબા કલાસ જોઈન કરે છે એના બીજા પણ રીઝન છે.
1)વજન ઉતરી જાય.
2) ઇનામો મળે.
3)નવા નવા સ્ટેપ્સ આવડી જાય
4)ફૂલ સ્ટેમિના સાથે રમવાની મજા લઇ શકાય
જો કે ગમે એટલે મોટા કે નવા સ્ટેપ્સ શીખો પણ એટલું બધું પબ્લિક ભેગું થાય કે રમવાની જગ્યા જ મળતી નથી
નવરાત્રીમાં એ યુવાન છોકરા કે છોકરી ના માટે નવા પ્રેમી શોધવાનો એક માહોલ મળી  જાય છે.

dandiya-raas-in-navratri

ગરબા રમતા ઘણા યુવક યુવતી એકબીજા ના પ્રેમ માં પડી જાય છે. એટલે એવું કહેવામાં પણ કઈ ખોટું નથી કે નવરાત્રી હવા માં જ પ્રેમ ની સુગંધ લઇ ને આવે છે. નવરાત્રી નું પરમ્પરાગત રૂપ હવે બદલાઈ ગયું છે. શેરી ગરબાની જગ્યા એ પાર્ટી પ્લોટ કે એ- સી  હોલ માં, મોટા ગાયક  કલાકારો ના અવાજ ના સથવારે મોટા સાઉન્ડ સિસ્ટમ માં રમાય છે અને યુવક યુવતી પણ મોર્ડન કહેવાય એવા ટ્રેડિશનલ ચણીયા ચોળી અને કેડિયું પહેરી ને ગરબા રમે છે.

હવે ગરબા રમ્યા પછી આખી રાત હેન્ગ આઉટ, ફન પાર્ટીઓ ચાલે છે. જે એક ચાઈલ્ડિશ રોમાન્સ કહી શકાય, જેના પરિણામો ખુબ જ પીડા આપનારા હોય છે. હવે નવરાત્રી પછી એબોર્શન નો આંકડો ભયજનક રીતે વધી રહ્યો છે. થોડા વર્ષ પહેલા ના સર્વે માં એવું પણ જાણવા મળ્યું કે મેડિકલ સ્ટોર માં નવરાત્રી વખતે કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ અને કોન્ડોમ નું વેચાણ વધી જાય છે. ઘણી NGO  નવરાત્રી વખતે  યુવક યુવતી ને ADIS /HIV, નાની વય ની પ્રેગનેંસી અને બીજા ઇસ્યુઝ માટે અવેરનેસ પ્રોગ્રામમાં કાર્યરત રહે છે.

જયારે યુવાન યુવતી એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. એ નવરાત્રી માં જ થાય એવું એવું નથી એ ગમે ત્યારે થઇ શકે પણ વિજાતીય મૈત્રી માં અમુક વાતો ધ્યાન રાખવાથી ધણી બધી મુસીબતો માંથી બચી શકાય છે. જે તમે નવરાત્રી દરમિયાન પણ ધ્યાન રાખી શકો.

1.નવરાત્રી માં તમારો આવવા જવાનો રસ્તો ભીડ વાળો પસંદ કરો.
2.સોશ્યિલ સાઈટ પર મળેલ વ્યક્તિ ની સાથે મુલાકાત કરવાનું અવોઇડ કરો.
3.ઉતાવળ માં કોઈ પણ અજાણી વ્યક્તિ ની પાસે લિફ્ટ ન લો.
4.અજાણી વ્યક્તિ ને તમારો મોબાઇલ નંબર ક્યારે પણ ન આપો.
5.અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરો.
6.અજાણી વ્યક્તિ એ ઓફર કરેલ કોઈ પણ પીણું ન પીવું.
7.કોઈ અજાણી વ્યક્તિ છુપા કેમેરા થી તમારું શૂટિંગ ન કરે એનું ધ્યાન રાખો.
8.કોઈ અજાણી વ્યક્તિ સાથે એકાંત કે અવાવરુ જગ્યા પર જવાનું ટાળો.
9.કોઈ પણ મુશ્કેલી માટે પોલીસ કે હેલ્પલાઈન નો નંબર મોઢે રાખો જેથી તુરંત જ પોલિસ ની મદદ લઇ શકાય.
10.ગરબા તમારા પરિચિત ના ગ્રુપ માં જ રમવાનું રાખો.
11. નવરાત્રી માં ચોક્કસ સમયે  ઘરે જાઓ.
12.હંમેશા આંખ અને કાન સતર્ક રાખો

થોડી કાળજી રાખો અને ખુશખુશાલ નવરાત્રી મનાવો એવી શુભકામના સાથે આ બ્લોગ અહીં જ વિરમું છું.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

જલ્દી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

નવરાત્રી

“શ્રી નાથજી સત્ય છે”

ઇન્ડિયા માં દરેક તહેવારની પાછળ કોઈ ને કોઈ રીઝન હોય છે. અને એ કારણ સાયન્ટિફિક રીતે પણ બરાબર જ હોય છે.
માં ભગવતીની પૂજા એ આપણી સંસ્કૃતિ છે, આપણા ધર્મની વિશેષતા છે. નવરાત્રી એ માં દુર્ગાની પૂજા કરવા માટે ઉજવાતો તહેવાર છે. માં દુર્ગા એ શક્તિ નું પ્રતીક છે. નવરાત્રી એ બુરાઈની સામે અચ્છાઈ ની અને ખરાબ ની સામે સારા નો વિજય છે. અને આ વિજય એટલે દસમો દિવસ વિજયાદશમી.

maa-ambe-and-garba-playing-couple

નવરાત્રી વર્ષ માં 2 વખત ઉજવાય છે. અશ્વિની નવરાત્રી સપ્ટેમ્બર -ઓક્ટોબર માં આવે અને બીજી ચૈત્રી નવરાત્રી એપ્રિલ માં આવે.

નવરાત્રીમાં એક એવી કથા છે કે મહીષાશુર નામના રાક્ષસની સાથે માં દુર્ગા એ નવ દિવસ અને નવ રાત્રી સુધી યુદ્ધ કર્યું હતું અને અંતે દશમાં દિવસે માં દુર્ગા નો વિજય થયો હતો એ વખતે મહિષાસુર નામની બુરાઈ નો અંત થયો હતો. આ નવ દિવસો માં લોકો સુખ શાંતિ, સમૃદ્ધિ માટે માં દુર્ગા ની ઉપાસના કરે છે, ઉપવાસ કરે છે. નવરાત્રીમાં થતા ઉપવાસ નું સાયન્ટિફિક રીઝન પણ છે. જેમ ઋતુ બદલાય એમ આપણા શરીર માં કફ, પિત્ત, વાયુ ને લીધે તકલીફ થાય છે. ઉપવાસ થી શરીરમાના ટોક્સિન બહાર આવી જાય છે અને આપણા શરીરને ઋતુ પ્રમાણે એડજેસ્ટ કરવામાં મદદ કરે છે. આ નવ દિવસ -રાત્રી પૂજા, પાઠ, ઉપવાસ, અર્ચના, સાધના કરવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે.

ઇન્ડિયામાં નવરાત્રી જુદા જુદા પ્રદેશ માં જુદી જુદી રીતે ઉજવાય છે. જેવી કે ગરબા, રામલીલા, દુર્ગાપૂજા, ગોલુ વિગેરે. નવરાત્રીએ સૌથી લાંબો અને કલરફુલ તહેવાર છે. ગરબા એ માં દુર્ગા ની પૂજા નું એક રૂપ છે. ગરબા રમતા પહેલા માં દુર્ગા ની આરતી કરવામાં આવે છે. ગરબા એ પરંપરાગત કપડાં એટલે કે કેડિયું અને ચણીયા ચોળી પેહરી અને સાથે રંગબેરંગી દાંડિયા સાથે રમાય છે. આ સિવાય તાળી ગરબા થી લઇને પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, દોઢિયુ, હીંચ, પોપટીયું જેવી પરંપરાગત રીતે રમાય છે અને એમાં હવે આજનો નવો ટચ લગાડી ને રમવામાં આવે છે.(મોબાઈલ સેલ્ફી સ્ટાઈલ ). ચણીયા ચોળી પણ ટ્રેડિશનલ ભરતકામ થી લઇ ને સિલ્ક ના અને સાથે મેચિંગ એસેસરીઝ પણ પહેરવામાં આવે છે.

નવરાત્રી પહેલા ગરબાના માધ્યમથી સમજાવવામાં આવતી હતી સાથે એની ગરિમા જળવાઈ રહેતી હતી. પહેલા ગરબા શેરીના નાકે કે મહોલ્લા માં થતા હતા, હવે એનું કોમર્શિયલ રૂપ આવી ગયું છે. હવે ગરબાની આખી ઇવેન્ટ થાય છે, જેના માટે મોટા મોટા એ-સી હોલ રખાય છે, મોટા મોટા ગાયક કલાકારો ને બોલાવાય છે. પાસીસ લેવા પડે છે, જે સરસ અને છેલ્લે સુધી રમે એને મોટા મોટા ઇનામો આપવામાં આવે છે. અને મોટી કંપનીઓ આ બધું ઓર્ગેનાઈઝ કરે છે. જેમાં ગ્લેમર નું તત્વ વધારે અને નવરાત્રી નું ધાર્મિક મહત્વ ઓછું થઇ ગયું છે.

નવરાત્રી ના નવ દિવસ આખી રાત ગરબા રમવા ખેલીયાઓ ત્રણ મહિના પહેલાંથી પ્રેક્ટિસ ચાલુ કરી દે છે, જેથી એમનો સ્ટેમિના આવી જાય છે. મેચિંગ કપડાં અને એસેસરીઝ ને લીધે ખુબ સરસ લાગતા ખેલીયાંઓ નો નવ દિવસ નો જુસ્સો પણ ખુબ જ હોય છે.

આવતી નવરાત્રી તમારા બધા માત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે evi શુભકામનાઓ સાથે…

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

રિલેશન સાચવવાની ટિપ્સ

“શ્રી નાથજી સત્ય છે”

communication

દરેક રિલેશન માં અપ્સ અને ડાઉન આવે છે. સક્સેસફુલ રિલેશન એજ કહેવાય જે જીવનમાં આવતી સમસ્યા માંથી કંઈક શીખે અને રિલેશનમાં તાજગી જાળવી રાખે. રોજ બરોજ ના કોમ્પ્લિકેશન માં કેવી રીતે મેનેજ કરવું, એના માટે ઘણા લોકો સેલ્ફ હેલ્પ ની બુકો વાંચે છે, સેમિનાર અટેન્ડ કરે છે યા થેરાપિસ્ટ કે કાઉન્સેલર ની મદદ લે છે, યા નજીકના વ્યક્તિ ને ઓબઝર્વ કરી ને ટ્રાયલ અને એરર ની મેથડ માં શીખે છે.

થોડા એફૉર્ટ આપી ને રિલેશન માં આવતા પ્રોબ્લેમ્સ નું સોલુશન લાવી શકાય છે.

1.કૉમ્યૂનિકેશન :-
બધા જ પ્રોબ્લેમ્સ નું મૂળ પુઅર કોમ્યુનિક્શન છે.

  • એકબીજા ને પ્રોપર ટાઈમ આપો.જયારે સાથે હોવ ત્યારે મોબાઈલ બંધ રાખો યા વાઈબ્રેટ પર મૂકી દો, T .V બંધ રાખો, બાળકો ને એમની રીતે રમવા દો, તમે એકબીજા સાથે વાત કરો.
  • જે પણ કોમ્યુનિક્શન કરો એ ખુબ જ સોફ્ટ અને આઈ કોન્ટાક્ટ સાથે કરો.
  • જયારે તમારા પાર્ટનર બોલે તો એમને સાંભળો ,વચ્ચે ટોકો કે અટકાવો નહિ. એમની વાત પુરી થવાની રાહ જુઓ.
  • તમારી બોડી લેંગ્વેજ એવી રાખો કે એમને થાય કે તમે એમની વાત સાંભળો છો, સમજવાની કોશિશ કરો છો. અને પૂછે ત્યારે તમારા વ્યુ પણ સારી રીતે જણાવો ભલે એ તમારા પાર્ટનર થી જુદો વ્યુ કેમ ન હોય.

2.સેક્સ :-
સેક્સ એ રિલેશનશિપનો એક ભાગ છે. એના માટે ક્યારે પણ છોછ ના રાખવો. સેક્સ એ પ્રજનન સાથે અને માનવ ના અસ્તિત્વ સાથે જોડાયેલી ક્રિયા છે. અને એકબીજા ને પ્રેમ કરતા સ્ત્રી પુરુષો એકમેક ના સ્પર્શ થી લાગણી ની આપ લે કરતા હોય છે. સેક્સ બંને પાર્ટનર ને ફિઝિકલિ અને મેન્ટલી નજીક લાવે છે. હેલ્થી કપલ્સ ની કેમેસ્ટ્રી ને વધુ ને વધુ હેલ્થી બનાવે છે. જે પાર્ટનર્સ એકબીજા ને પ્રેમ કરે છે એ ક્યારેક સેક્સ્યુઅલી મિસમેચ પણ હોય શકે છે. એના ઉપાય માં :

  • તમારા સમય ને અનુરૂપ પ્લાન કરો, રૂટિન થી અલગ પ્લાન કરો.
  • એકબીજા ની ગમતી વાતો જાણો એમાં નવીનતા લાવવનો પ્રયત્ન કરો.
  • જો પ્રોબ્લેમ્સ સેકસ્યુઅલ હોય અને સૉલ્વ ન થાય તો સારા સેક્સ થેરાપિસ્ટ ની મદદ લો.

3.મની – ફાયનાન્સ :-

મની પ્રોબ્લેમ્સ – મેટર તો મેરેજની વાત ચાલુ થાય ત્યારથી જ ચાલુ થઇ જાય છે તે આખી લાઈફ જ હોય છે. જેથી લગ્ન કરવા જઈ રહેલ યુવક યુવતી અને એમના ફેમિલી રીતરિવાજોની વાત એ પહેલા જ કરી લેવી જોઈએ એ સલાહ ભરેલું છે. લગ્ન પછી પણ બંને પાર્ટનર એ બધી ફાઇનાન્સીઅલ વાતો – મની મેટર સૉલ્વ કરવા માટે

  • તમારી હાલ ની ફાઇનાન્સીઅલ પોઝિશન માટે ઓનેસ્ટ રહો. તમે જેવા છો એવા જ રહો. જો પરિસ્થિતિ જુદી દિશામાં છે અને તમને એ નથી પસંદ તો એના માટે ઓનેસ્ટ રહો.
  • તમારી ફાઇનાન્સીઅલ પોઝિશનની તમારા પાર્ટનર સાથે ચર્ચા કરવા માટે શાંતિ થી બેસો અને તમારા વિચારો અને પરિસ્થિતિ વિષે જણાવો.એક પાર્ટનર સેવિંગ કરે, અને બીજા પાર્ટનર ખર્ચ કરે એ પોલિસી અપનાવો. સાથે એકબીજા ની ટેન્ડન્સી પણ સમજો.
  • ક્યારે પણ તમારી આવક અને ખર્ચ ને છુપાવો નહિ. હંમેશા તમારી ફાઇનાન્સીઅલ ડિસ્કશન માં તમારા ક્રેડિટ કાર્ડ બિલ્સ, ઇન્સ્યોરન્સ પેપર્સ, જેવા ફાઇનાન્સીઅલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખો. પાર્ટનર ને બધું સમજાવો, એમને બધું ખબર હોવું જોઈએ.
  • ફાઇનન્સીયલી અકળાવનારી પરિસ્થિતિ માટે કયારે પણ એકબીજા ને ક્યારે પણ બ્લેમ ન કરો.
    હંમેશા તમારું જોઈન્ટ બજેટ બનાવો પછી એ સેવીંગ્સ હોય કે ખર્ચ.
  • હંમેશા ફેમિલી ગોલ નક્કી કરો. એ શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ બંને હોઈ શકે.

4.ઘરકામની જવાબદારી:-
મોટાભાગ ના પાર્ટનર્સ ઘરની બહાર કામ કરતા હોય છે એટલે ઘર કામ ની જવાબદારી જો વહેંચી લેવામાં આવે તો બંને ને રાહત થઇ જાય.

  • કામ નું મેનેજમેન્ટ કરો
  • ઓર્ગેનાઈઝડ વે માં કામ કરો. કામ ની વહેચણી કરો અને જવાબદારી થી એ કામ પૂરું કરો.
  • બાળકો ને ભણવા, લોન્ડ્રી, સાફસફાઈ, બેન્કિંગ જેવા અનેક કામો છે જે સાથે હળીમળીને કરી શકાય.

5.પ્રાયોરિટી :-
રિલેશનશિપ માં પાર્ટનરને પ્રાયોરિટી આપો એ ખુબ જરૂરી છે.”જો તું કહે તો હું કરું” એવા વિચારોવાળા કપલ્સ સારી પ્રેમાળ લાઈફ માથી લસ્ટર ખોઈ બેસે છે.

  • જેમ શરૂઆત માં એકબીજા ને ઇમ્પોર્ટન્સ આપતા હતા એમ હવે પણ ઇમ્પોર્ટન્સ આપો, એકબીજા ને અપ્રીસીએટ કરો, એકમેક ને કોમ્પ્લીમેન્ટસ આપો,
  • આખા દિવસના બીઝી શિડ્યૂલ માં પણ એકબીજા માટે સમય કાઢી ને થોડી વાર વાત કરો.
    ડિનર પ્લાન કરો, નાની પીકનીક કે નાની ટૂર ગોઠવો, સરપ્રાઈઝ આપો.
  • પાર્ટનર ને રિસ્પેક્ટ આપો અને સમજાવો કે તમારી લાઈફ માં રિસ્પેક્ટ નું મહત્વ છે.

6.વિચારભેદ :-
ક્યારેક પાર્ટનર વચ્ચે વિચારભેદ થાય એ સામાન્ય છે. પરંતુ જો આ સિચ્યુએશન રૂટિન બની ગઈ હોય તો આવા નિરાશ અને કંકાસ ભરેલા વાતાવરણ માંથી બહાર આવાની જરૂર છે. એને માટે તટસ્થ એફોર્ટ કરવા પડે. જોકે એ વ્યક્તિ વ્યક્તિ પર નિર્ભર હોય છે, તેમ એની સ્ટટેજી અલગ હોય છે.

  • તમારી જાત સાથે ઓનેસ્ટ રહો. કોઈ પણ ચર્ચા થતી હોય ત્યારે શાંત રહી ને જવાબ આપો
    ચર્ચા કરતી વખતે વાતાવરણ વધુ ઉગ્ર ના બને એનું ધ્યાન રાખો
  • “થોડું આપો અને વધુ મેળવો ” એ રિલેશનશિપની એક પોલીસી છે. જો ભૂલ તમારી હોય તો માફી માંગી લો. એ અઘરું જરૂર છે પણ એનું પરિણામ ખુબ જ સારું છે.
  • ટૂંકમાં, તમારું બિહેવિયર તમે જ બદલી શકો છો. બીજા ને કંટ્રોલ ના કરી શકાય.

7.વિશ્વાસ:-
ટ્રસ્ટ એ કોઈ પણ રિલેશનશિપ નો અગત્ય નો ભાગ છે. એ જીતવા થોડું ધ્યાન રાખો.

  • જે બોલો એ કરો.
  • આર્ગ્યુમેન્ટ કરો ત્યારે પણ સાચું જ બોલો. એકબીજા માટે લાગણીશીલ રહો.
  • પાર્ટનર ને તમારા શિડ્યૂલ વિષે જણાવો જેથી મિસ અન્ડરટેન્ડિંગ ના થાય.
  • આખા દિવસ ની બધી વાત ટૂંક માં જણાવો અને ઇમ્પૉરટન્ટ વાત વિસ્તાર થી જણાવો
  • કયારે પણ જેલસ ના થાવ.
  • એક સારા લીસનર બનો

તમે જે પ્રોબ્લેમ હોય એ તમારા પાર્ટનર ને જણાવો એમને જાતે ખબર નથી પડવાની.
જે થાય એ થવા દો અને બધું જ એન્જોય કરો. જે પણ કઈ સંબંધો માં ખૂટે છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરો. સોલ્યુશન તો તમારે જ શોધવાનું છે.

જો તમને સોલ્યૂશન મેળવવામાં મુશ્કેલી લાગતી હોય, કે મૂંઝવણ ની લાગણી થતી હોય, તો કાઉન્સેલિંગ માટે અમારો સંપર્ક કરી શકો છો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્લેટોનિક ફ્રેન્ડશીપ હોઈ શકે?

“શ્રી નાથજી સત્ય છે”

સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્લેટોનિક ફ્રેન્ડશીપ હોઈ શકે?

પ્લેટોનિક ફ્રેન્ડશીપ એટલે નોન સેક્સુઅલ મિત્રતા આ દુનિયા ના અસ્તિત્વ જેટલો જ જૂનો અને પેચીદો પ્રશ્ન છે કે શું સ્ત્રી અને પુરુષ સારા મિત્ર (પ્લેટોનિક ફ્રેન્ડ ) હોઈ શકે? કે પછી આ રિલેશનશિપ માં એક અટ્રૅકશન હોય જ છે?
સ્ત્રી અને પુરુષ બાયોલોજિકલ એકબીજાથી જુદા છે, એમ એમની વિચાર શક્તિ પણ જુદી જ છે. અને ફ્રેંડશીપની વાત આવે ત્યાં સ્ત્રી અને પુરુષ એકબીજા ને ખોટા સમજે છે. સર્વે કહે છે કે પુરુષો, સ્ત્રી સાથેની ફ્રેન્ડશીપ ને સેક્સુઅલ ઇન્ટરેસ્ટ સમજે છે, જયારે સ્ત્રી પુરુષ ના સેક્સુઅલ ઇંટ્રેસ્ટ ને ફ્રેંડશીપ. જોકે આ પ્રશ્ન નો જવાબ પર્ટિક્યુલર વ્યક્તિ-વ્યક્તિ એ જુદો આવશે. ઘણા સ્ત્રી પુરુષો ને એકબીજા માટે અદમ્ય આકર્ષણ હોય છે જે ફ્રેંડશીપ માંથી જ આગળ વધ્યું હોય અને તેઓ પોતાની ફીલિંગ્સ માટે ઓનેસ્ટ પણ હોય છે.

આકર્ષણ એ સ્વિચ નથી કે ઓન કે ઑફ કરી શકાય. એ એક નેચરલ ફીલિંગ્સ છે.અને એવું બને કે તમને તમારા ફ્રેન્ડ માટે ક્યારેક આકર્ષણ થાય, પરંતુ મોટા ભાગે એ પ્લેટોનિક લાગણી જ હશે. આવા રિલેશન અમુક અંશે મેંટેઇન કરવા સહેલા છે, પરંતુ જયારે પોતાના જ પ્લેટોનિક ફ્રેન્ડથી ખુબ જ આકર્ષાઇ જાય ત્યારે એ ફીલિંગ્સ ને ઇગ્નોર કરવી કે ડાયવર્ટ કરવી અઘરી થઈ પડે છે. ત્યારે એમને “જસ્ટ ફ્રેન્ડ” હોવું અઘરું લાગે છે.

platonic-love

  1. તમારી ફ્રેંડશીપ પ્લેટોનિક છે કે નહિ એ વિષે અમુક પોઈન્ટ્સથીવિચારીએ :
  2. તમારા ફ્રેન્ડ વિષે તમારા પાર્ટનર થી પણ વધારે વિચાર કરવો.
  3. તમારા પ્લેટોનિક ફ્રેન્ડ માટે તમને રોમેન્ટિક લાગણી કે વિચારો હોવા.
  4. તમારા પાર્ટનર સાથેની અંગત પળોમાં પણ તમને તમારા ફ્રેન્ડ ની યાદ આવવી.
  5. જયારે ફ્રેન્ડ સાથે ના હોવ ત્યારે તેમને ખુબ જ મિસ કરવા.
  6. તમારી અંગત વાતો, ઈમોશન, લાગણીઓ, રોમેન્ટિક રિલેશનશિપ ની વાતો તમારા પાર્ટનર ને બદલે તમારા ફ્રેન્ડ ને કહો છો. (આ એક ખુબ જ સિરિયસ વાત છે. અહીં જલ્દી ચેતજો)
  7. જો તમે અનમેરિડ છો અને તમે તમારા ફ્રેન્ડ સર્કલ માં જવા ને બદલે તમારા એ મિત્ર ની સાથે ડેટ પર જવાનું વિચારો છો.

હવે, જો તમારી સાથે આવું થતું હોય, તો આવા લક્ષણો એમ સૂચવે છે કે તમારે તમારી ફ્રેંડશીપ માટે રીથિન્ક કરવું જોઈએ. અને એક અને બીજા આવા ઘણાં કારણો ને લીધે સારી ફ્રેંડશીપ તૂટી જાય છે. ફ્રેંડશીપ ને પ્લેટોનિક બનાવવા ખુબજ પ્રયત્નો તેમજ સમય આપવા પડે છે.

  1. તમારા ફ્રેન્ડ સાથે કયારે પણ ફ્લર્ટ ના કરો..
  2. તમારા ફ્રેન્ડ કે બેસ્ટ બડ્ડી એક એવી વ્યક્તિ છે તમારા માટે, કે તમે એમની સાથે બધી જ વાતો શેર કરી શકો, દરેક વાત પર ચર્ચા કરી શકો, ફેમિલી ટોક, વર્ક ઇસ્યુ, પોલિટિક્સ, પરંતુ તમારા વિચારો ને પ્રોસેસ અને ફિલ્ટર કરતા રહેજો. આ લાગણી કયારે પણ સેક્સુઅલ ઇન્ટિમસી તરફ ના જાય એ જોજો.
  3. તમારા ફ્રેન્ડ ના અનવોન્ટેડ અટેચમેન્ટ ની આદત ના પાડો.

પ્લેટોનિક ફ્રેંડશીપમાં મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એ કે ક્યારે પણ સેક્સ તત્વ ના આવે એ એવા મેચ્યોર અને ગાઢ રિલેશન હોય છે.

હંમેશા પોતાના વિચારો માં ક્લીઅર રહો. તમારી ફ્રેંડશિપની ઓનેસ્ટી માટે હંમેશા વિચાર કરતા રહો.

  1. જો તમે કોઈ પણ રિલેશનશિપ માં ન હોવ અને તમારા ફ્રેન્ડ સાથે ફ્રેંડશીપ માંથી રોમેન્ટિક પાર્ટનર ની લાઈફ માં જમ્પ કરવા માંગો છો?
  2. જો તમારા મિત્ર તમારી સાથે રોમેન્ટિક રિલેશન માટે રેડી નથી તો પછી એની સાથે કેટલા કલોઝ કે કેટલા ડિસ્ટન્સ રિલેશન રાખવા એ નક્કી કરો.
  3. જો તમે કોઈ રોમેન્ટિક રિલેશનમાં છો, અને તમારી પ્લેટોનિક ફ્રેંડશીપ થી તમારા રોમેન્ટિક પાર્ટનર ને તકલીફ છે તો, ક્યા રિલેશન ઈમ્પોર્ટન્ટ છે એ વિચારો. તમને ક્યા રિલેશન ખુશી આપશે એ વિચારો.

સ્ત્રી અને પુરુષ ના સંબંધો હંમેશા અઘરા-અને કોમ્પ્લિકેટેડ રહ્યા છે. (સાચું કહું તો, અંગત સંબંધો, રોમેન્ટિક કે પ્લેટોનિક લાગણીઓ પણ અઘરી છે મેનેજ કરવી ) કોઈ પણ સિચ્યુએશન માં ઓનેસ્ટ રહો અને પોતાની જાત ને પૂછો કે “શું અમે ખાલી ફ્રેન્ડ્સ છીએ?”

જવાબ તદ્દન પ્રામાણિકપણે તમારે તમારી જાતને આપવાનો છે. જો તમને જવાબ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય, કે મૂંઝવણ ની લાગણી થતી હોય, તો કાઉન્સેલિંગ માટે અમારો સંપર્ક કરી શકો છો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

ફ્રેન્ડશીપ : હેલ્ધી મેરેજ / રિલેશન નું એક ઈમ્પોર્ટન્ટ પીલર

“શ્રી નાથજી સત્ય છે”

હમણાં મારી ઓફિસે મને મળવા આવેલા એક પેરેન્ટ્સની સાથે વાત કરતા એમના સુખી લગ્નજીવન નું રાઝ જાણવા મળયું.એમને એકબીજા ની કંપની ખુબ ગમતી ,લગ્ન ના 30 વર્ષ માં તેઓને ક્યારે પણ કોઈ બીજા મિત્ર ની જરૂર નથી પડી અને બંને એકબીજા ના ખુબ સારા ફ્રેન્ડ છે,  કેહતા તો એમની આંખ ની અને ચહેરાની ચમક જોવા જેવી હતી. વાત પછી મારી માન્યતાને વધુ પુષ્ટિ મળી  કે,

friendship-in-marriage

                       “તમારા પાર્ટનર જો તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય એ સક્સેસફુલ મેરેજ માં કે

રિલેશનશિપ માં ખુબ જ અગત્ય નું છે”

મેં એવા ઘણા લોકો ને જોયા છે કે જેમને પોતાના જીવનસાથી તરીકે એમને બેસ્ટ ફ્રેન્ડ ને પસંદ કર્યા  હોય. એરેન્જ મેરેજ માં તમે તમારા સાથી ના બેસ્ટ ફ્રેન્ડ બની શકો છો.અને તમારી મેરેજ  લાઈફ  કે રિલેશનશિપ માટે ખુબ ઈમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડશીપ એક એવી ફળદ્રુપ જમીન છે જ્યાં કોઈ પણ રિલેશન બેસ્ટ બને છે અને સારી રીતે માવજત થી ઉછરી શકે છેજયારે તમારા સાથી સાથે તમારી મિત્રતા એક લેવલ પર હોય ત્યારે તમારું મગજ તમને એક પાવરફુલ ફીલિંગ્સ સાથે એકબીજા ને જોડે છેકનેક્ટ કરે છે.  હું ઘણી વખત મારા કેન્ડિડેટસ ને સમજાવુ છું કે લગ્ન જીવન માં બંને પાર્ટનર્સ ની વેવલેન્થ મળે ખુબ ઈમ્પોર્ટન્ટ છે. ફીલિંગ્સ માં ખુશી, લાઈવલીનેસએનર્જીઅન્ડરસ્ટેન્ડિંગ,જેવી લાગણીઓ નું મિક્સચર હોય છેઅને લાગણીઓની મિટિંગો બંને ને લાંબો ટાઇમ ખુશી આપે છેઅને ફીલિંગખુશી બંને પાર્ટનર માટે ખુબ જરૂરી છે. એવું કહેવાય છે કે તમે સોશ્યલી સારી રીતે કનેક્ટેડ હોવ તો તમે સારું જીવી શકો છોઅને વધુ કહું તો તમે તમારા સાથીપાર્ટનર સાથે ફ્રેન્ડશિપથી પાવરફૂલી કનેક્ટ હશો તો તમે પર્સનલી અને સોશિયલી સફળ થઇ શકશો. એકબીજા માટે ની પ્રેમાળ લાગણી થી ફ્રેન્ડશીપમાં એક બોન્ડ બને છે જે લાંબા ગાળા ના રિલેશન માટે ખુબ ઇમ્પૉર્ટન્ટ રોલ ભજવે છે.

કોઈને પણ એક વાર મળવાથી કે જોવા માત્રથી આવી લાગણી થાય તો આકર્ષણ હોય જે સમય જતા એનું બાષ્પીભવન થઇ જાય.

હેલ્ધી રિલેશન માટે (બુદ્ધિજીવી વર્ગ માટે તો ખાસએમની મુલાકાતો માં એકબીજા ને સમજવાથીવધુ ને વધુ ફ્રેન્ડલી થવાથીડીપ માનસિક જોડાણવાથી નજીક આવી શકાય છેઆવા ફ્રેન્ડલી રિલેશન તમને ખુશીસારી કંપનીએકબીજા ને સમજવાની માનસિકતા અને એક એવો સાથી કે જે  લાંબા સમય સુધી તમને તમારા સારા અને ખરાબ સમય માં તમારી સાથે રહી ને સાચવશે. સાચું કહું તો આવા સંબંધો ખુબ અદભુત હોય છેજેમાં તમે  તમારા પાર્ટનર સાથે જિંદગી ના બધા વર્ષો સારી રીતેહસી ખુશીથી રહી શકો છોએને એના માટે તમારા રિલેશનનું મેઈન ફાઉન્ડેશન એટલે કે ડીપહેલ્થી ફ્રેન્ડશીપ છેએમાં એવું ડીપ જોડાણ આવે કે તમે તમારા મન ની દરેક વાત તમારા સાથી ને કરી શકો ( આજકાલ એવું ખુબ ઓછું જોવા મળે છે)

જેટલો વધુ સમય તમે સાથી સાથે વિતાવો એના પરથી તમે એમને વધુ ને વધુ જાણી શકો. ક્યારેક ખુબ અકળામણ,ખુબ ચેલેંજ અને આર્ગ્યુમેન્ટ ભરી લાઈફ લાગે. દરેક પાર્ટનર ને  ક્યારેક ને ક્યારેક આવું થાય પરંતુ  બીજા કોઈ પણ રિલેશન કરતા રિલેશન ખુબજ જીવંત અને બળ પૂરું પડતા હોય છે. હું કહીશ કે તમે તમારા સાથી સાથે ડીપ ફ્રેન્ડશીપ ની ક્વોલિટી ડેવલોપ કરો તો લોન્ગ ટર્મ રિલેશન ખોવાઈ ના જાય.જેથી  તમે ફક્ત સાથે રહો નહિ પરંતુ સાથે જીવો   સૂત્ર બને.

પાર્ટનર ના ગુસ્સાને ક્યારે પણ તમારા પાર હાવી થવા ના દો, જે તમારી જરૂરીયાતને, તમારી ઈચ્છાને, પોતાના થી વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. અને હું કહીશ કે તમારા રિલેશનશિપ ની એનેર્જી છે. જો તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ વિષય પર ફ્રેન્ક ડિસ્કશન એક ફ્રેન્ડની જેમ કરી શકો છો અને પણ કોઈ પણ ખચકાટ વગર, તો તમે બંને એક સારા ફ્રેન્ડ છો . અને આવા ઓપન  ડિસ્કક્શન થીહેલ્ધી ડિસ્કક્શનથી મન માં એક જાતની શાંતિ અને સમજણ નું બીજ રોપાય છ, અને આવી  ફ્રેન્ડશીપથી બે પાર્ટનર્સ કે મેરિડ કપલ્સ વચ્ચે સમજણ નો સેતુ બંધાય છે.

અંતે એટલું કહીશ કે આવા ફ્રેન્ડશીપ ની ચાવી છેવિશ્વાસ, લાગણીકેર, સમજણ, એકબીજાની ઇન્ડિપેન્ડન્સ. આનાથી તમારી લાઈફ સુખી, સ્મૂધ  અને પ્રેમથી તરબતર બને છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

 

અનકન્ડિશનલ લવ : કી ઓફ લાસ્ટીંગ રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

પ્રેમ એ પોતાનામાં જ ખુબ સુંદર શબ્દ છે. પ્રેમ નું નામ સાંભળતા જ દિલ માં એક સુખદ અહેસાસ થાય, ચેહરા પર એક ખુશી ની લાલિમા આવી જાય. કોઈ પણ રિલેશન ની પેહલી જરૂરિયાત પ્રેમ છે. પ્રેમ વિષે બહુ લખાયું છે છતાં એ ઓછું છે.

અનકન્ડિશનલ પ્રેમ ની શરૂઆત તમે તમારી જાત સાથે કરો. તમારા રિલેશન ને લોન્ગ લાસ્ટીંગ બનાવવા માટે જરૂર છે તમને તમારી જાત માટે રિસ્પેક્ટ હોય, કોન્ફિડન્સ હોય, પોતાના માટે સારો ઓપિનિયન ધરાવતા હોવ. આનો મતલબ એવો જરા પણ નથી કે તમને ક્યારે પણ સપોર્ટ કે અટેન્શન ની જરૂર ન પડે. પણ તમે મોટાભાગે તમારા માટે સારું જ ફીલ કરો. અને તમારી સારી વાતો ને ઓળખો જેને લીધે તમે રિલેશનમાં છો. આનો મતલબ એ પણ છે કે તમે રોમેન્ટિક પાર્ટનર વગર પણ, ગમે તે પરિસ્થિતિ માં ઉભા રહી શકો છો.

જોતમે તમારી જાત ને પ્રેમ ન કરો કે, રિસ્પેક્ટ ન આપો, તમારી જાત ને કેપેબલ ન સમજો કે વેલ્યૂએબલ ના સમજો તો તમારા રિલેશન સફર થાય છે. તમારી ઇનસિક્યુરિટી એ પાર્ટનરના માઈન્ડ પર ખોટી અસર કરે છે. એની સીધી અસર તમારી ખુશીઓ પર પડે છે. તમારા રિલેશન માટે કંઈક સારું કરી શકો તો એ કરો, કે તમે તમારી જાત ને પ્રેમ કરો. તમારી જાત ને અનકન્ડિશનલ પ્રેમ કરો એનો મતલબ એ છે કે તમે તમારી જાત ને લવેબલ જોવો, પ્રેસિયસ સમજો અને એડમાયાર કરો.

જયારે તમને કોઈ પ્રેમ કરે છે અને તમે જેવા છો એવા તમને સ્વીકારે છે અને તમે પણ એમને એ જેવા છે એવા સ્વીકારો, આ એક ખુબ જ સારો એક્સપેરિઅન્સ છે. બની શકે કે તમારા પાર્ટનર તમારીથી ઘણી બાબતો માં જુદા હોય, એમનો નજરીયો તમારા થી જુદો હોઈ શકે, હેબિટ્સ જુદી હોઈ શકે, પણ એ બધું તમને ગમે છે કેમ કે એ બાબતો તમને ગમતી વ્યક્તિ ની લાઈફ સ્ટાઇલ નો પાર્ટ છે જે ને તમે પ્રેમ કરો છો.

શું પ્રેમ એ લોન્ગ લાસ્ટીંગ રિલેશન માટે ઇનફ છે? અને આવો પ્રેમ હોય તો તમારા પાર્ટનર ને શું ફીલ થાય છે કે એને માટે શું મેટર કરે છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી જો તમે એમ સમજો છો તો એનો જવાબ છે કે તમે છો એજ તમારા પાર્ટનર માટે મેટર કરે છે.

Images-of-Unconditional-Love-Quotes-Wallpaper

અનકન્ડિશનલ લવમાં બંને પાર્ટનર એક સારા રિલેશનશિપ માં પણ હોવા જોઈએ જેમાં તમારો સેલ્ફ લવ, મ્યુચ્યુઅલ લવ, એકબીજા નું રિસ્પેક્ટ જરૂરી છે. એના માટે એકબીજા ના અપબ્રિગિંગ, લાઈફ એક્સપિરીયેન્સેસ, બિહેવિઅર ને ઓળખો પણ…અનકન્ડિશનલ લવ માં તમને એકબીજા નો સાથ-સહવાસ ગમવો જોઈએ, ઉષ્માપૂર્ણ હોવો જોઈએ.
તમે તમારી જાત ને લવ કરતા હશો તો તમે તમારી પોતાની લિમિટેશન થી માહિતગાર હશો, તમારી મર્યાદાઓ ને સ્વીકારી ને તમારા પાર્ટનર તમને એક્સેપટ કરે કે રિજેક્ટ કરે એ પણ સ્વીકારી ને ચાલો।
તમારી પાસે એટલી ઓથોરિટી રાખો કે તમે કેરિંગ કે ડિસિપ્લિન મેનર માં બેલેન્સ રાખી શકો. આનો મતલબ એ નથી કે તમે તમારા ઈમોશન કંટ્રોલ કરો કે દબાવી ને કાંઈક મેળવવું, પરંતુ રિલેશનશિપની મેચ્યુરિટી માં બંને ખુશ રહે એવા સંબંધ બનાવવાનો છે. જયારે બંને પાર્ટનર ને પોતાની મર્યાદાઓ ખબર હોય ત્યારે એ એકબીજા સાથે પ્રેમ થી ડર્યા વગર કોમ્યુનિકેટ કરી શકે છે.ત્યારે એમના રિલેશન વર્ષો જતા ખુબ જ મજબૂત બને છે.ખુલ્લા મને ચર્ચા કરવાથી,પોતાની ઈચ્છાથી દરેક વાત માં સહમત થવું ,જરૂર પડે ત્યારે કોમ્પ્રોમાઇસ અને અડજેસ્ટમેન્ટ કરી ને સ્ટ્રોંગ રિલેશન બિલ્ટ કરી શકો છો. એનાથી અનકન્ડિશનલ લવ તમારા રિલેશન માં ડેવલપ થશે વર્ષો જતા એ વધુ ને વધુ મજબૂત થશે.

અનકન્ડિશનલ લવ માટે શું કરી શકાય?

1-અનકન્ડિશનલ લવ માં બંને પાર્ટનરે પોતાનું હાર્ટ મૂકવું પડે છે
2-રેગ્યુલર અને ઓપન હાર્ટ કોમ્યુનિકેશન
3-દુઃખી થાવ, હર્ટ થાવ તો શાંતિ થી કેહવાની રીત
4-એકબીજા ના લાઇકિંગ્સ પ્રમાણે બિહેવીયર એડજેસ્ટ કરવું
5.તમારા પાર્ટનર જેવા છે એવા સ્વીકારી ને પ્રેમ કરવો
6.પાર્ટનર ની ભૂલને ભૂલતા શીખો-માફ કરો
7.તમારો પ્રેમ એક્સપ્રેસ કરતા રહો
8.જયારે તમારા પાર્ટનર ને જરૂર હોય ત્યારે એક્સટ્રા લવ,કેર,લાગણી,સહાનુભૂતિ સાથે તમે એની સાથે છો એવું ફીલ કરાવો
9.તમે પ્રેમ કરો છો એ તમારી ખુશી માટે કરો છો તમને શું મળશે એની આશા ન કરો.

તમે તમારા પાર્ટનર પાસે તમારો અનકન્ડિશનલ પ્રેમ કેવી રીતે એક્સપ્રેસ કરશો?
તમને તમારા પાર્ટનર પાસેથી અનકન્ડિશનલ પ્રેમ મેળવવા માંગો છો?
તમને તમારા સાથી નું વધારે લવ કે એટેન્શન જોઈ એ છે?
તમારા રિલેશન ને એક નરીશમેન્ટ ની જરૂર છે?

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમે તમારા પાર્ટનર ને આ બ્લોગ વંચાવો કે એમને શેર કરો સાથે સાથે તમે પોતે પણ એ સમજો. અને તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

 

રિસ્પેક્ટ : કી ઓફ હેલ્થી રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

રિસ્પેક્ટ એ એક પેટર્ન છે જે તમને હેલ્થી રિલેશનશિપ માં જોવા મળે છે. ઘણી બધી વખત રિસ્પેક્ટ વિશે કહેવાયું છે. પણ રીયલ લાઈફ માં બહુ ઓછા રિલેશન માં રિસ્પેક્ટ જોવા મળે છે. રીયલ લાઈફ માં રિસ્પેક્ટ કેવી રીતે મળે? કેમ આપવો, જયારે એ તમારા સંબંધો માં ન હોય? આપણું ફોકસ એ જ હોય છે કે આપણે આપણા પાર્ટનર પાસેથી રિસ્પેક્ટ થી શું મેળવીએ ? ભલે આપણે એને રિસ્પેક્ટ ના આપતા હોઈ એ.એક સત્ય કેહવત છે કે “રિસ્પેક્ટ જેટલું આપો એટલું જ મળે છે.” જો આપણને રિસ્પેક્ટ જોઈતું હોય તો એ આપવું પણ પડે જ છે. રિસ્પેક્ટ તો બધા જ ડિઝર્વ કરે છે.

જે રિલેશન માં એકબીજા ને રિસ્પેક્ટ આપવામાં આવે છે એ પાર્ટનરો ને એક બીજા પર ટ્રસ્ટ હોય છે, એકબીજા ની વેલ્યુ હોય છે અને એકબીજા ની ફ્રીડમ ને ઈમ્પોર્ટન્સ આપે છે, એક બીજાની સાથે ઓનેસ્ટ રહે છે ,એકબીજા ની બાઉન્ડ્રી ને રિસ્પેક્ટ આપે છે. એકબીજા ને એટલો સ્પેસ આપે છે જેથી એમને એમની લાઈફ જીવવામાં આનંદ આવે.

બીજા ને રિસ્પેક્ટ આપવાનો સૌથી સારો રસ્તો છે પોતાને રિસ્પેક્ટ આપો. તમારા ઓપિનિયન તમારા પાર્ટનરને જણાવો, તમારા રિલેશન માટે હંમેશા સારું ફિલ કરો. રિસ્પેક્ટ ને તમારા શબ્દો માં નહિ પણ તમારા વર્તન માં પણ લાવો. ખરાબ શબ્દો, ગુસ્સો, ખરાબ વર્તન એ એક જાતનું ઈમોશનલ અબ્યુઝ જ છે જે હેલ્થી રિલેશનમાં હાનિકારક છે.

ચાલો જોઈએ કેટલાક પોઈન્ટ્સ જે હેલ્થી રીલેશન માં ઇમ્પર્ટેન્ટ છે.

respect

  • હંમેશા તમારા પોતાના માટે રિસ્પેક્ટફુલ રહો.
  • તમારા રિલેશન માટે અને જેની સાથે તમે ઇનવોલ્વ છો એને માટે હંમેશા કોન્સીઅસ રહો.
  • તમારા શબ્દો નો યોગ્ય ઉપયોગ કરો. જેથી એને એવું ના લાગે કે તમે એમને તમારા શબ્દો થી પનીશમેન્ટ આપો છો
  • તમારા પાર્ટનર ની બાઉન્ડરી -લિમિટેશન સમજો ક્યારે પણ વગર જોઈટી અપેક્ષા ના રાખો.
  • પાર્ટનર રિસ્પેક્ટ આપે એટલે એવું નથી કે એને રિલેશન માં કોમ્પ્રોમાઇઝ કરવાનું.
  • રિલેશનશિપ માં એકબીજાને માટે હંમેશા ફ્લેક્સિબલ રહો અને એકબીજા ના પ્રેમ માં બંધાયેલા રહો.
  • ઘર ના કામ માં એકબીજા ને મદદ કરો અને એકબીજા ના કામ ને એપ્રિશિએટ કરો. કોમ્પ્લીમેન્ટ આપો.
  • જો તમારાથી ભૂલ થાય તો તમારા પાર્ટનરની પાસે એનો સ્વીકાર કરો જેથી એને પણ તમારા પર વિશ્વાસ વધશે.
  • તમારા પાર્ટનર ની ફિઝિકલ અને ઈમોશનલ નીડ ને સમજો અને એને રિસ્પેક્ટ આપો.

    કેવી રીતે રિસ્પેક્ટફુલ બનશો?

  • તમે પોતાના માટે પોઝિટિવ વિચારો.
  • તમારા વિચારો ,કન્વિન્સિંગ પાવર, બોડી લેન્ગવેજથી તમને રિસ્પેક્ટ મળશે જ.
  • તમે એના હકદાર છો એમ સમજો.
  • તમારા કેરેક્ટરથી લોકો તમને રિસ્પેક્ટ આપશે.
  • તમારી બાઉન્ડરી તમે નક્કી કરો.
  • તમારા પાર્ટનરના રીયલ પાર્ટનર બનવાનો પ્રયત્ન કરો.
  • તમે રિસ્પેક્ટ આપો છો એ જતાવો તમારા એટિટ્યૂડ થી

    પોતાને રિસ્પેક્ટ આપીને તમે તમારી જાતને એક વેલ્થ આપો છો જેનાથી આપણી અંદર એક ખુશી ની લહેર જન્મે છે. રિસ્પેક્ટ આપીને તમેં અને તમારા પાર્ટનર એક સ્ટ્રોંગ, લાસ્ટીંગ, મેચ્યોર, સપોર્ટિવ રિલેશનશિપ બિલ્ટ અપ કરી શકો એવી શુભેચ્છા.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

“ઓનેસ્ટ કોમ્યુનીકેશન” – કી ઓફ હેલ્થી રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

કોઈ પણ રિલેશનમાં કોમ્યુનિકેશન એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.અને જો કોમ્યુનિકેશન ઓનેસ્ટ અને ઓપન -ખુલ્લા મને થાય તો તમારા રિલેશન સ્ટ્રોંગ અને હેલ્થી બને છે સાથે સાથે તમે એકબીજા ની નજીક પણ આવો છો.ઓનેસ્ટ કૉમ્યૂનિકેશન થી તમે તમારા પાર્ટનરની સાથે તમારા વિચારો,લાગણીઓ શેર કરી શકો અને જો તમારા વિચારોની ફ્રિક્વન્સી મળતી હોય તો તમારું કોમ્યુનિકેશન અમેઝિંગ બની જાય છે. કોમ્યુનિક્શન એ વાઈટલ ગોલ છે જેનાથી તમે એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો.

communicaion.jpg

“જો આપણે કોમ્યુનીકેશન કરીશું તો કંઈક મેળવીશું, પરંતુ જો આજ કોમ્યુનીકેશન સ્કિલફુલી કરીશું તો મિરેકલ થઇ શકે છે.”

રિલેશનશિપ એ જીવન ની ખાલી જગ્યા પુરવા માટે નથી પણ એ બે ઇમોશનલ વ્યક્તિઓ- કે જે પોતાના ભુતકાળ ના સ્મરણો અને ભવિષ્યની ઈચ્છાઓ લઇ ને પોતાના વર્તમાન ને તરોતાજા કરવાનો, એકબીજા ને સમજવાનો,જાણવાનો સંબંધ છે.કોમ્યુનીકેશનની વાત આવે ત્યારે એ દરેક જુદા વ્યક્તિ માટે જુદું જુદૂ હોય છે.એ વ્યક્તિ ની થોટ પ્રોસેસ્ પર આધાર રાખે છે. સારા કોમ્યુનિક્શનથી તમે સારા સાથી બની શકો છો, સારા સાથી મેળવી શકો છો, સારા ફ્રેન્ડ ,સારા સંબંધો ,પ્રેમ મેળવી શકો છો.

જયારે તમે તમારા સાથી સાથે વાત કરો છો ત્યારે એ વખતે તમે કોમ્યુનિકેટ જ કરો છો .(જરૂરી છે એ કોમ્યુનીકેશન ઈમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પર હોય નહિ કે ઘર ની વાતો, કોઈ ની નિંદા કે કોઈ ની કૂથલી) હેલ્થી કોમ્યુનીકેશન એ તમારા સંબંધો બનાવે છે યા બગાડે છે. ચાલો જોઈ એ થોડી ટિપ્સ કે જે તમારા કોમ્યુનિકેશન ને ઈમ્પ્રુવ કરવા માં મદદ કરે.

સ્ટોપ એન્ડ લીસન:
બધાએ કોમ્યુનીકેશન વિષે વાંચ્યું હશે યા સાંભળ્યું હશે.જયારે પણ આપણે કોઈ વાતનું ડિસ્કશન કરવાનું હોય અથવા કોઈ ટોપિક પર આર્ગ્યુમેન્ટ કરવાની હોય છતાં પણ આપણા પોઇન્ટ ને સાઇડે પાર રાખી ને થોડી વાર શાંતિથી આપણા પાર્ટનર ને સાંભળવા. મૉટે ભાગે આપણે આપણી વાત કેહવા માટે ઉતાવળા હોઈએ છે અથવા આપણા પાર્ટનરની વાત સાંભળવાની હિમંત નથી હોતી. તો હું કહીશ કે આવું ન કરતા તમારા પાર્ટનરની વાત પણ સાંભળવી જરૂરી છે.સો એમને પણ સાંભળો.

ફોર્સ યોર સેલ્ફ ટુ હીઅર :
જયારે તમે તમારી વાત કેહવા માટે જઈ રહ્યા છો તો એ વખતે તમારું મગજ તમારા પાર્ટનર ની વાત સાંભળવા રેડી નથી હોતું.એના માટે તમારે ટેકનીક થી તમારા માઈન્ડ ને ટ્રેન કરવું પડશે અને તમારા પાર્ટનર ને સાંભળવા તૈયાર કરવું પડશે. જો પાર્ટનર ને એવો ખ્યાલ આવે કે તમે ફોર્સફુલી એમને સાંભળો છો તો  એ અપસેટ થઇ જશે. તમારા પાર્ટનર ને સમજાવો કે તમે એમને સાંભળવા માંગો છો કે સમજવા માંગો છો તો એમને પણ સારું લાગશે.એમની વાતો સાંભળ્યા પછી શાંતિ થી સમજી ને વિચારી ને તમારી વાત ની રજૂઆત કરો.

બી ઓપન એન્ડ ઓનેસ્ટ વિથ યોર પાર્ટનર:

કેટલાક લોકો પોતાની લાઈફ  વિષે પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાત નથી કરી શકતા , કેટલાક લોકો તો એમની શું જરૂરિયાત છે, એમને જીવનમાં  શું ડિઝાયર છે એની પણ એમને ખબર નથી હોતી. હું કહીશ કે જો તમે  હેલ્થી કોમ્યુનીકેશન થી તમારી જાતને તમારા પાર્ટનર ની સામે ખુલ્લી કિતાબ બની જાઓ તો એ તમારા રિલેશન નું સૌથી સારો પોઇન્ટ બની જશે. થોડું જુઠું એ મોટું જુઠાણું પણ બની શકે છે.તમે તમારા  ઈમોશન ને છુપાવો એ તમારા મારે કયારે ક કામ કરી જાય પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ કામ નથી કરતુ  કહેવાનો મતલબ એ છે કે તમારા પાર્ટનર ને સાઇલન્ટ ટ્રીટમેન્ટ નહિ  આપો હવે એ જમાનો નથી.

ખુલ્લા મને વાત કરવી એનો મતલબ એ છે કે જે વાતો તમે કોઈ ને કહી નથી ,તમારા  લાઈફની ઈમ્પોર્ટન્ટ વાતો છે એ વાતો તમારે તમારા પાર્ટનર ને ઓનેસ્ટી અને પુરેપુરા એક્સપોઝ થઇ ને કેહવાની, ખુલ્લા મને વાત એટલે હર્ટ અને ડિસએપોઇન્મેન્ટ થવાની તૈયારી સાથે વાત કેહવાની ,ખુલ્લું મન એટલે કે તમારા રિલેશન માં તમારું ખુબ જ પોટેન્શિયલ છે અને તમે ઓનેસ્ટ છો એવું  તમારા પાર્ટનર ને સમજવાની રીત.

પે અટેન્શન ટુ નોનવરબલ સાઈન્સ   :

આપણા મોટા ભાગના દરેક કોમ્યુનીકેશન એ આપણા પાર્ટનર સાથે હોય કે  ફ્રેન્ડ્સ સાથે એમાં આપણે શું  કહ્યું એ નહિ પણ કેવી રીતે કહ્યું એ ઇમ્પર્ટેન્ટ છે. નોનવરબલ કોમ્યુનિકેશન  એટલે બોડીલેંગ્વેજ. કોઈ પણ કોમ્યુનિક્શન વખતે તમારો અવાજ નો ટોન કેવો છે? કેટલી દૂર થી તમે વાત કરો છો એકબીજા સાથે? તમારી આઈ કોન્ટેક્ટ કેવી રીતની છે?તમારા હાવભાવ કેવા છે? વિગેરે. સારાકોમ્યુનિકેશન માટે તમારે બોડી લેંગ્વેજ સમજવી જરૂરી છે.તમારા પાર્ટનરની નોનવેરેબલ સાઈન સમજવી જરૂરી છે અને એ ધીરજ માંગી લે છે.જેટલું તમે તમારા પાર્ટનરની બોડી લેન્વેજ સમજશો એટલું સારીરીતે તમે એમને સમજી શકશો. જયારે તમે તમારા પાર્ટનર ની બોડી લેંગ્વેજ સમજો છો  ત્યારે તમે તમારી બોડી લેંગ્વેજ માટે પણ કોન્સીઅસ રહો તમે તમારા  પાર્ટનર ની સાથે બેસો,આઈ કોન્ટેક્ટ રાખી નેસારા વોઇસ ટોન સાથે વાત કરો અને એમની વાત સમજો જેથી એમને પણ સારું લાગે કે તમે એમને સમજો છો કે સમજવાની કોશિશ કરો છો.

સ્ટે ફોકસ ઈન ધ  હિયર એન્ડ નાઉ:

ડીસ્ક્શન જયારે આર્ગ્યુમેન્ટ બની જાય છે ત્યારે  આખી વાત નું સ્વરુપ બદલાઈ જાય છે.એટલે એકબીજા નું રિસ્પેક્ટ રાખી ને જે વાત પાર ડિસ્કશન થતું હોય એ વાત ના મુદ્દા પર જ વાત કરવી જોઈએ નહિકે બીજી કે ત્રીજી વાત વચ્ચે લાવી ને વાતાવરણ બગડી જાય એ હદ ના આર્ગ્યૂમેંટ્સ કરવા.

જયારે એક પાર્ટનર આર્ગ્યુમેન્ટ કરતુ હોય ત્યારે બીજા પાર્ટનર એ શાંત રહી ને આર્ગ્યુમેન્ટ બંધ તાય  એવા પ્રયત્નમાં રહેવું જોઈએ. એનો મતલબ એમ નથી કે ત્યાંથી ખસી જવું,  પરંતુ તમારા પાર્ટનર  ને સમજાવો કે આપણે આ વાત નું ડિસ્કશન પછી  શાંતિ થી  કરીશું! ફ્રેશ માઈન્ડ સાથે એનો યોગ્ય નિકાલ લાવીશું, હમણાં કેમ મૂડ બગાડવો? ચાલ બીજી વાત કરીએ કે ચાલ ક્યાંક બહાર જઈએ અને વાત ને એક સરસ મોડ આપી દો જે તમારા પાર્ટનર ને પસંદ હોય એવો.

આવા અમુક મુદ્દાઓ ધ્યાન માં રાખવાથી તમારું કોમ્યુનિકેશન હેલ્થી બનશે જે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે એક સ્ટ્રોંગ રિલેશનશિપ ડેવલોપ કરશે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

હોલ્ડીંગ હેન્ડ્સ – કી ઓફ હેલ્ધી રિલેશન

“શ્રી નાથજી સત્ય છે”

“હૈયું મળ્યા પછી આજીવન હાથ મેળવવા જરૂરી છે…

પ્રેમ તો છે પણ એ એહસાસ કરાવવો એ પણ જરૂરી છે.”


દરેક રિલેશન ની જરૂરિયાત શું? પ્રેમ ,હૂંફ,લાગણી,અફેકશન,અને અંડરસ્ટેન્ડિંગ. જો એક પણ મિસ થાય તો આપણને પ્રેમ વગર ની લાઈફ  લાગે છે. જો તમારી લગ્ન પહેલા ને લગ્ન પછી ની લાઈફ હેલ્ધી રાખવી છે તો હોલ્ડિંગ હેન્ડ્સ એ સૌથી સારો રસ્તો છે .એના ઘણાબધા ફાયદાઓ છે. તમે એકબીજા ની નજીક આવશો અને જીવન માં પ્રેમ તત્વ વધશે. એક બીજા પર નો વિશ્વાસ વધશે, એક બીજા પરનો દારોમદાર વધશે.

તમે કેવી રીતે તમારા પાર્ટનર નો હાથ તમારા હાથમાં પકડો છો, એ તમારા સંબંધોનું સમગ્ર રહસ્ય ઉજાગર કરે છે.
હાથ ઘણી રીતે પકડી શકાય , જેમકે ફિંગર્સ લોક કરી ને એકબીજાની નજીક હોવ એવી ફીલિંગ આપી ને, અંગુઠો રબ કરી ને પ્રેમ બતાવી  શકાય, લૂઝ હાથ પકડી ને સોફ્ટ ફિલ કરાવી શકાય, ટાઈટ હાથ પકડી ને વાઈલ્ડ અને સ્ટ્રોંગ તેમજ કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે છુ એમ જતાવી શકાય.

હાથ કેવી રીતે પકડો એ ઈમ્પોર્ટન્ટ નથી. હાથ પકડો એ ઈમ્પોર્ટન્ટ છે જેથી તમારા સાથી ને એમ લાગે કે તમે એની નજીક છો.એને હૂંફ લાગે,અને તમારી લવ લાઈફ સ્ટ્રોંગ થાય.

નવા કપલ્સ માટે હોલ્ડિંગ હેન્ડ્સ એ ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે એમાં તમને એક ફિઝિકલ  ટચ મળે છે જે તમને એકબીજા ની નજીક પણ લાવે છે. આ સમયે જયારે એક બીજા ને સમજવાની વધારે જરૂર હોય છે ત્યારે હોલ્ડિંગ હેન્ડ્સથી એ જરૂરિયાત  પુરી થાય છે.

મેરિડ કપલ્સને મેરિડ લાઈફમાં ખૂટતો પ્રેમ પૂરો પાડવામાં હોલ્ડિંગ હેન્ડ્સ ખુબ જ સારું કામ કરે છે. જયારે કામ નો સ્ટ્રેસ હોય ત્યારે જો સાથીનો પ્રેમ ભર્યો સાથ મળી રહે તો સ્ટ્રેસ દૂર ભાગી જાય છે. અને જીવન માં નવા મોરચે ઝઝૂમવાની તાકાત મળી રહે છે.

ઉંમરવાળા કપલ્સ માં હૂંફ અને લાગણી જોઈ એ છે એ હેન્ડ્સ ને હોલ્ડ કરવાથી બંને ને મળી રહે છે. હોલ્ડિંગ હેન્ડસ થી સ્ટ્રેસ દૂર થાય છે અને તમારા રિલેશનમાં તાણ નથી રહેતો  કે ઓછો થાય છે તો હેલ્થ સારી રહે છે ને રિલેશન સારા રહે છે.

તમારા પાર્ટનર નો હાથ તમે કયારે પણ  અને કોઈ પણ જગ્યા એ પકડી શકો છો આ એક સૌથી સારો ને ઇઝી રસ્તો છે
તમારા સાથી ની નજીક રહેવાનો ,પ્રેમ , કેર,અફેક્શન બતાવવાનો,આનાથી તમારા સાથી ને તમારી ફીલિંગ્સ ની ખબર
પડશે . એમને ખબર પડશે  કે તમે કેટલા ઈમ્પોર્ટન્ટ છો એમના માટે. ફ્રીક્વન્ટ એકબીજા નો હાથ પકડી ને તમે વધુ ને વધુ
કોમ્ફર્ટેબલ રહી શકો છો.

હોલ્ડિંગ હેન્ડ્સ એ પ્રેમ ની શરૂઆત છે અને કોઈ પણ સંબંધ નું મૂળ છે. આજ ના નવા કપલ્સ માં હોલ્ડિંગ હેન્ડ્સ નું પ્રમાણ વધ્યું છે પરંતુ એ મોટી ઉંમર ના કપલ્સ માં એ મિસિંગ છે. યાદ રાખો….તમે તમારા સાથી નો હાથ જીવનભર માટે પકડો છો તો પછી જાહેર માં પણ એને લાગણી,પ્રેમ બતાવવા, કમ્ફર્ટ ઝોન માં રાખવા હાથ પકડો .તમારા સાથી ને તમારા માટે ખુબ માન થશે અને એ ખુબ જ પ્રેમ કરશે . સૌથી વધુ ફાયદો એ થશે કે એ શારીરિક ની સાથે સાથે માનસિક રીતે પણ તમારી નજીક આવશે . હોલ્ડિંગ હેન્ડ્સ એ બતાવે છે કે તમેએક બીજા ની સાથે કેટલો ગર્વ અનુભવો છો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ