“શ્રી નાથજી સત્ય છે”
દુનિયાનો સૌથી વગોવાયેલો સંબંધ છે,”સાસુ અને વહુ નો”. કેમ સાસુ અને વહુ ની વચ્ચે ક્લેશ થાય છે? આ પ્રશ્નનો જવાબ અઘરો અને કોમ્પ્લિકેટેડ છે.
ચાલો સમજીએ.
દીકરાના પેરન્ટ્સને એક સારી,સુંદર અને સંસ્કારી વહુ જોઈતી હોય છે. જયારે દીકરો પોતાની ફયુચર વાઇફનાજુદા જ સપનામાં હોય છે. દીકરા ના પેરેન્ટ્સ વહુ માટે જુદીજ અપેક્ષાઓ લઈને બેઠા હોય છે. એને ખુબ જ કંફર્ટ ફીલ કરાવતા હોય છે. પરંતુ સિચ્યુએશન થોડા જ સમય માં આખી બદલાઈ જાય છે.મમ્મી ને ચિંતા થાય છે કે દીકરો જે મને પૂછીને બધું કરતો હતો એ હવે એની વાઈફ નું કહ્યું કરે છે, સાંભળે છે, એની પાછળ પાછળ ફરે છે. હવે એમને એ ચિંતા થયા છે કે દીકરો હવે એમને છોડી ને જતો રહેશે કે એ હવે બદલાઈ જશે.
અહીં એવું કહેવુ વ્યાજબી નથી કે દરેક વખતે સાસુ નો જ વાંક હોય.કેમકે આજકાલ મોટાભાગ ના ફેમિલી ન્યુક્લિઅર થઇ ગયા છે. પહેલાના સમય માં પતિ ઓફિસ નું અને બહાર નું કામ સાંભળતો અને પત્ની ઘર અને ફેમિલી અને સાસરીવાળા ને સાંભળતી એ વખતની સાસુઓ ખુબ જ ડિફિકલ્ટ હતી એમના મન માં એમના દીકરા માટે ખુબ જ પ્રેમ અને લાગણી રહેતા અને એથી એ એની વહુ ને એના જીવન માં સાંખી નહી શકતી કેમકે એને એક ડર રહેતો કે વહુ એના દીકરાને એનાથી દૂર કરી દેશે એટલે ઘર માં ફક્ત એનું વર્ચસ્વ રાખતી જેથી બધું એના કહ્યા માં થાય અને દીકરો અને વહુ બંને એન કહ્યા માં રહે.
બીજી બાજુ જોઈએ તો વહુ એના ઘર માં એના પેરેન્ટ્સ ની લાડકી હોય છે, ભાઈ બહેન ની વ્હાલી હોય છે. જયારે એના મેરેજ થાય છે ત્યારે એ બધું છોડી ને ફક્ત એના હસબન્ડ માટે સાસરે જાય છે.ત્યારે એની માનસિકતા ખુબ જ કોમળ હોય છે.આ સિચ્યુએશન માં સાસુ એવું વિચારે કરે કે એ એની વહું ને એવી રીતે ટ્રિટ કરે જેવી રીતે એમને એમની સાસુ એ ટ્રીટ કર્યા હતા. આ વખતે જો હસબન્ડ પણ જો ડોમિનેટ કરે અને એનેસ્પેસ ન આપે , એને એના ફેમિલી સાથે વાત ન કરવા દે અને મળવા પર રિસ્ટ્રિક કરે અને પાછળ થી બધી ખોટી ડિમાન્ડ કરે તો હું કહીશ કે હસબન્ડ અને સાસરિયા પોતાની વહુ ને સમજવામાં કાચા પડ્યા છો.
દીકરો પોતાની માં ને જેટલો પ્રેમ કરે છે એટલો જ પોતાની પત્ની ને પણ કરે છે. અને આ વાત માટે વાઇફ ક્યારે પણ ના નથી કહેતી અને બસ તમે એને સમજો અને એને પ્રેમ થી અપનાવો એ બધું તમારા માટે મૂકી ને આવી છે, તમારા સુખ દુઃખ માં સાથી થવા માટે આવી છે
એક બાજુ સાસુ ને ક્યારે પણ પોતાના દીકરા ના અધિકારો માં ક્યારે પણ બાંધછોડ નથી કરવી હોતી.બીજી બાજુ, વહુ એ માનસિક અને શારીરિક રીતે પોતાના હસબન્ડ સાથે જોડાયેલી હોય છે એટલે એ પોતાના હસબન્ડ ઉપર ફક્ત એનો જ અધિકાર છે એમ સમજે છે. આ માટે વહુ નું એવું કેહવું હોય છે જુદા જુદા બેકગ્રાઉન્ડ ના હોવા થી એકબીજા ને સારી રીતે સમજવા ખુબ જ જરૂરી છે નહિ તો જરૂરિયાતો મળે નહિ અને ક્લેશ થાય છે. અહીં એક હસબન્ડ અને એક પુત્ર ની હાલત ખરાબ થાય છે એને ખબર જ નથી પડતી કે કોને સપોર્ટ કરું? અને એનું જીવન ખરાબે ચડી જાય છે. સૌથી ખરાબ વાત તો ત્યારે થાય છે જયારે સાસુ ને આજુબાજુ વાળા લોકો કે ફ્રેન્ડ્સ ચડામણી હોય.
જે સાસુ ને વહુ વિરુદ્ધ ચડાવી ને એકબીજા ના દુશ્મન બનાવે છે.આ વખતે સાસુ ભૂલી જાય છે એપણ એક વખત વહુ હતી.અને એણે પણ આવી સિચ્યુએશન સહન કરી છે આવી સિચુએશન માં મીસઅંડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સ પણ ખુબ જ હોય છે.હસબન્ડ એવું ઈચ્છે કે વાઇફ બધું એડજેસ્ટ કરે, ખરાબ માં ખરાબ સિચ્યુએશન હોય તો પણ….
અહીં કહેવાનું એ હસબન્ડ માટે ખુબ જ સહેલું છે પણ વાઇફે સહન કરવાનું ખુબ જ અઘરું છે. અહીં એને હસબન્ડ પાસે જે સપોર્ટ જોઈએ એ નથી મળતો. સાસુ વહુ વચ્ચે પ્રોબ્લેમ્સ થાય તો તમે જાતે વાત કરી ને રસ્તો શોધો. નહિ કે તમારા હસબન્ડ કે દીકરાને કહી ને….યાદ રાખો આમાં તમારા હસબન્ડ કે દીકરો સહન કરે છે તમે તો તમારી પઝેસિવનેસ અને ઈગો ને પોષો છો.
સિચુએશન ખરાબ થાય ત્યારે
સાસુ:
અહીં યાદ રાખો કે તમારો દીકરો એ હવે ફક્ત તમારો નથી રહ્યો, એ હવે તમારી વહુ નો પણ છે. એમને એકબીજા ને થોડો ટાઈમ આપવા દો. વહુને ફોર્સ ના કરો કે એ તમારા ફેમિલી ના ટ્રેડિશન ને ફોલો કરે. એમને એકલા રહેવા દો, એમને પણ ફેમિલી ની જરૂર છે. જેટલું રિસ્ટ્રિક્ટ કરશો એટલી નફરત વધશે.અને તમારો દીકરો જ પ્રેસર માં રહેશે.
વહુ:
તમારા હસબન્ડ જાણે છે ને સમજે પણ છે કે તમે વિવાહ કે લગ્ન થયા ત્યારથી તમે જે ડિફિકલ્ટી માંથી પસાર થાવ છો. અને તમારી સાસુ પણ તમારી જ પરિસ્થિતિ માંથી પસાર થાય છે. અને તમારા હસબન્ડે તમને સ્વિકારી લીધા છે.થોડો સમય લાગશે પણ સાસરી માં પણ બધા તમને સ્વીકારી લેશે, બસ થોડી ધીરજ રાખો. હસબન્ડ તમને પ્રેમ કરતા હોય ત્યારે એમને સમજી ને સાસરી માં થોડું એડજેસ્ટ કરો. એ સમજી શકાય કે તમે ખુબ જ સપનાઓ લઇ ને સાસરી માં આવ્યા છો.થશે બધું જ થશે એના સમય પર. થોડી ધીરજ રાખો. હસબન્ડ એમના પેરન્ટ્સને છોડી ને તરત તમારી બાજુમાં ના આવી શકે.જયારે તમે પણ મમ્મી બનશો એ સમયે સમજાશે તમને તમારા સાસુ ની પઝેસિવનેસ. તો સાસરી વાળા ને સમય આપો એ તમે અપનાવી જ લેશે. પતિ એ તમારો જ છે જે તમારી પાસે આવી જ જશે.
પતિ /પુત્ર :
તમારી વાઇફ અને માં બંને ને સમજો. મમ્મી કે વાઇફ કોઈ પણ 100% પરફેક્ટ નથી. જો તમને કોઈ ઇસ્યુ કહેવામાં આવે તો એને ધ્યાન થી સાંભળો ,સમજો કોઈ નો પણ વાંક ના જુઓ,કોઈ ને પણ બ્લાઇન્ડલી ફોલૉ ના કરો. નહિ તો તમારી મેરેજ લાઈફ ખરાબ થઇ શકે છે.મિસ અન્ડરસ્ટેન્ડિંગ ના લીધે ઘણા ડાયવોર્સ થયા છે.જેટલો પ્રેમ કરો છો એટલો જ એને સમજવાનો પ્રયત્ન કરો. કેમકે તમારા પેરન્ટ્સ પછી તો તમારી વાઇફ જ તમારી સાથે હશે. ગુસ્સો આંવે તો બધાની સામે નહિ પરંતુ રૂમ માં એકલામાં કહો. અને સલાહ આપવી હોય એ પણ મમ્મી ની સામે નહિ પણ એકલામાં કહો. વાઇફ નું રિસ્પેક્ટ રાખો એ એને પણ ગમશે. ટૂંક માં દરેક એકબીજા ની વેલ્યુ સમજો અને સંબંધો ની ગરિમા સાચવો. “Live n let live” નું સૂત્ર અપનાવો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ