“શ્રી નાથજી સત્ય છે”
લગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા ધ્યાન માં રાખવાના જેવી બાબતો.
લગ્ન કરવા યોગ્ય યુવક યુવતી માટે લાઈફ પાર્ટનર ની શોધ ફેમિલી મેમ્બર્સ મિત્રો ,સગા સંબંધીઓ ને કહેવાકરતા મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટ્સનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી કરી ને વધુ ચોઈસ મળે.જો ત્યાં વિશ્વાસુ અને વેરીફાય કરેલા ડેટા બેઝ હોય. પરંતુ આજકાલ લગ્ન ને એક બિઝનેસ બનાવી દેવાયો છે
જ્યાં લગ્ન ના નામ પર લૂંટ ,ચીટીંગ અને ફ્રોડ થાય છે, સાથે માનસિક અને શારીરિક હેરાનગતિ થાય એ અલગ.લગ્ન એ આખી જિંદગી નો સવાલ છે એમાં અખતરા ના કરાય. એમાં જેનો સારો રેફરંસ હોય કે જેનું કામ સારું અને વિશ્વાસુ હોય એવા- હું કહીશ કે રજીસ્ટર્ડ અને ટ્રસ્ટેડ મેરેજ બ્યુરો કે વેબ સાઈટ પર જ રજીસ્ટર કરવો.અને સૌથી અગત્યનું ગમતા પાત્ર ના અમુક ડોક્યુમેંન્ટસ ચેક કરવાનું રાખો.
ક્યા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ચેક કરવા:
જ્યારે તમે મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી લાઈફ પાર્ટનર પસંદ કરો ત્યારે તમે બંને જો એકબીજા માટે અજાણ્યા હોવ તો જરૂરી બને છે કે લગ્ન નું ડિસિઝન લેતા પેહલા તમે 4-5 મિટિંગો કરો જેથી એક બીજા ને સારી રીતે ઓળખી શકો, ફિઝિકલી મેચ ની સાથે મેન્ટલી મેચ પણ ખૂબ અગત્યનું છે.
બંને ફેમિલી ને પણ ગમતું હોય, તો પણ ફ્રેંડ્સ સર્કલ, હોબી, અને બીજું ઘણુંબધું જાણવું જરૂરી છે. આ બધું બરાબર લાગે અને તમને એક બીજા માટે યોગ્ય લાગે તો અમુક ઈમ્પોર્ટન્ટ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે.
અમુક ચોકસાઈ રાખવાથી તમે ફ્રોડ કે ચીટિંગ થી બચી શકો.
1) ડિગ્રી સર્ટિફિકેટ:
જે તે વ્યક્તિ નું એજ્યુકેશન જે સબ્જેક્ટ માં હોય તેનું સર્ટિફિકેટ ચેક કરો.કઈ યુનિવર્સીટી છે? કઈ શાખા છે? કયા ગ્રેડ સાથે પાસ થયા છે એ જાણો.
2)ગવર્મેન્ટ આઈ ડી કાર્ડ:
જો વ્યક્તિ ગમતી હોય તો પણ ચેક કરો એનો ગવર્મેન્ટ આઈ ડી કાર્ડ જેથી એ વ્યક્તિ યોગ્ય જ છે ને, અને કોઈ બહુરૂપી નથી, જે ખાલી ટાઈમ પાસ કરતી હોય કે ફક્ત તમને છેતરવાનો ઈરાદો ધરાવતી હોય.
3)રેસિડેન્ટ પ્રૂફ:
જે તે વ્યક્તિ એ જણાવેલ અડ્રેસ ચેક કરવા એમના ઘર ની મુલાકાત લો . ચેક કરો કેટલા ટાઈમ થી ત્યાં રહે છે? એ પોતાનું ઘર છે કે પછી રેન્ટેડ છે? વધુ જાણવા પાડોશી ને પણ પૂછી શકો જેથી એમના વ્યવહાર ની પણ ખબર પડે.
4)વર્ક પ્રુફ:
જે તે વ્યક્તિ જણાવેલી કંપની માં જોબ કે બિઝનેસ કરે છે? અને જે પોસ્ટ કીધી છે એજ પોસ્ટ પર છે કે કેમ? એ પણ છે કરાવવું ખૂબ જ જરૂરી છે.
5) ફોટોસ:
ફોટોસ જોઈ ને મોહી પડતા લોકો હંમેશા દુઃખી જ થાય છે.અને આજકાલ તો નવી નવી એપ્લિકેશન્સ આવી છે જેનાથી તમે તમારા ફોટા માં ખૂબ બધું એડિટ કરી શકો. આથી ફોટા થી નહી પરંતુ રૂબરૂ મળી ને જ નક્કી કરો.
6)ડિવોર્સ કેસ હોય ત્યારે:
જ્યારે બીજા લગ્ન કરતા હોય અથવા જે વ્યક્તિ તમને ગમે છે એના ડિવોર્સ થયા હોય તો એમના ડિવોર્સ પપેર્સ ચેક કરો. એમાં જણાવેલ રીઝન અને તમને કહેલા રીઝન ની ચકાસણી કરો. જરૂર પડે તો ખુલ્લા મને ચર્ચા કરો. જેથી પાછળ થી કોઈ પ્રોબ્લેમ ન થાય.
7) વિધવા કે વિધુર સાથે લગ્ન કરતા હોવ ત્યારે:
વિધવા કે વિધુર સાથે લગ્ન કરતા હોવ ત્યારે એમના એક્સ પાર્ટનર નું ડેથ સિર્ટીફીકેટ ચેક કરો.
8)મેડિકલ હિસ્ટ્રી:
આજે ખૂબ જરૂરી છે જાણવું કે જેની સાથે તમે લગ્ન કરવા માંગો છો એની કોઈ પણ મેડીકેલ હિસ્ટ્રી છે? કોઈ પણ ફિઝિકલ કે મેન્ટલ હેલ્થ ના કોઈ ઇસ્યુઝ છે? કોઈ દવાઓ લાંબા ટાઈમ થી લે છે? આ સિવાય લગ્ન કરનાર દરેક યુવક યુવતી એ લગ્ન કરતા પેહલા અમુક ચેક અપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કદાચ કોઈ બીમારી હોય તો એ પેહલા ખબર પડી જાય. જેવી કે થેલેસેમિયા, AIDS.
ક્રાઇમ હિસ્ટ્રી પણ જાણવી જોઈએ.
નાની નાની ચોકસાઈ રાખવાથી જીવન માં મોટા મોટા પ્રોબ્લેમ્સ થી બચી શકાય.અને છેતરામણી નો ભોગ બનવાથી બચી શકાય છે.
Be careful and Be safe .
આ સાથે આ વિષય પર થયેલી સંદેશ ચેનલ પર ની મારી ડિબેટ લિન્ક પણ પોસ્ટ કરી છે.જેથી તમને વધુ વિગતે આ વિષયની જાણકારી મળી શકશે.
આ આર્ટિકલ અને ગમ્યો હોય તો આપના સૂચનો જરૂર આપશો.
મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ.