અનકન્ડિશનલ લવ : કી ઓફ લાસ્ટીંગ રિલેશનશિપ

“શ્રી નાથજી સત્ય છે”

પ્રેમ એ પોતાનામાં જ ખુબ સુંદર શબ્દ છે. પ્રેમ નું નામ સાંભળતા જ દિલ માં એક સુખદ અહેસાસ થાય, ચેહરા પર એક ખુશી ની લાલિમા આવી જાય. કોઈ પણ રિલેશન ની પેહલી જરૂરિયાત પ્રેમ છે. પ્રેમ વિષે બહુ લખાયું છે છતાં એ ઓછું છે.

અનકન્ડિશનલ પ્રેમ ની શરૂઆત તમે તમારી જાત સાથે કરો. તમારા રિલેશન ને લોન્ગ લાસ્ટીંગ બનાવવા માટે જરૂર છે તમને તમારી જાત માટે રિસ્પેક્ટ હોય, કોન્ફિડન્સ હોય, પોતાના માટે સારો ઓપિનિયન ધરાવતા હોવ. આનો મતલબ એવો જરા પણ નથી કે તમને ક્યારે પણ સપોર્ટ કે અટેન્શન ની જરૂર ન પડે. પણ તમે મોટાભાગે તમારા માટે સારું જ ફીલ કરો. અને તમારી સારી વાતો ને ઓળખો જેને લીધે તમે રિલેશનમાં છો. આનો મતલબ એ પણ છે કે તમે રોમેન્ટિક પાર્ટનર વગર પણ, ગમે તે પરિસ્થિતિ માં ઉભા રહી શકો છો.

જોતમે તમારી જાત ને પ્રેમ ન કરો કે, રિસ્પેક્ટ ન આપો, તમારી જાત ને કેપેબલ ન સમજો કે વેલ્યૂએબલ ના સમજો તો તમારા રિલેશન સફર થાય છે. તમારી ઇનસિક્યુરિટી એ પાર્ટનરના માઈન્ડ પર ખોટી અસર કરે છે. એની સીધી અસર તમારી ખુશીઓ પર પડે છે. તમારા રિલેશન માટે કંઈક સારું કરી શકો તો એ કરો, કે તમે તમારી જાત ને પ્રેમ કરો. તમારી જાત ને અનકન્ડિશનલ પ્રેમ કરો એનો મતલબ એ છે કે તમે તમારી જાત ને લવેબલ જોવો, પ્રેસિયસ સમજો અને એડમાયાર કરો.

જયારે તમને કોઈ પ્રેમ કરે છે અને તમે જેવા છો એવા તમને સ્વીકારે છે અને તમે પણ એમને એ જેવા છે એવા સ્વીકારો, આ એક ખુબ જ સારો એક્સપેરિઅન્સ છે. બની શકે કે તમારા પાર્ટનર તમારીથી ઘણી બાબતો માં જુદા હોય, એમનો નજરીયો તમારા થી જુદો હોઈ શકે, હેબિટ્સ જુદી હોઈ શકે, પણ એ બધું તમને ગમે છે કેમ કે એ બાબતો તમને ગમતી વ્યક્તિ ની લાઈફ સ્ટાઇલ નો પાર્ટ છે જે ને તમે પ્રેમ કરો છો.

શું પ્રેમ એ લોન્ગ લાસ્ટીંગ રિલેશન માટે ઇનફ છે? અને આવો પ્રેમ હોય તો તમારા પાર્ટનર ને શું ફીલ થાય છે કે એને માટે શું મેટર કરે છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી જો તમે એમ સમજો છો તો એનો જવાબ છે કે તમે છો એજ તમારા પાર્ટનર માટે મેટર કરે છે.

Images-of-Unconditional-Love-Quotes-Wallpaper

અનકન્ડિશનલ લવમાં બંને પાર્ટનર એક સારા રિલેશનશિપ માં પણ હોવા જોઈએ જેમાં તમારો સેલ્ફ લવ, મ્યુચ્યુઅલ લવ, એકબીજા નું રિસ્પેક્ટ જરૂરી છે. એના માટે એકબીજા ના અપબ્રિગિંગ, લાઈફ એક્સપિરીયેન્સેસ, બિહેવિઅર ને ઓળખો પણ…અનકન્ડિશનલ લવ માં તમને એકબીજા નો સાથ-સહવાસ ગમવો જોઈએ, ઉષ્માપૂર્ણ હોવો જોઈએ.
તમે તમારી જાત ને લવ કરતા હશો તો તમે તમારી પોતાની લિમિટેશન થી માહિતગાર હશો, તમારી મર્યાદાઓ ને સ્વીકારી ને તમારા પાર્ટનર તમને એક્સેપટ કરે કે રિજેક્ટ કરે એ પણ સ્વીકારી ને ચાલો।
તમારી પાસે એટલી ઓથોરિટી રાખો કે તમે કેરિંગ કે ડિસિપ્લિન મેનર માં બેલેન્સ રાખી શકો. આનો મતલબ એ નથી કે તમે તમારા ઈમોશન કંટ્રોલ કરો કે દબાવી ને કાંઈક મેળવવું, પરંતુ રિલેશનશિપની મેચ્યુરિટી માં બંને ખુશ રહે એવા સંબંધ બનાવવાનો છે. જયારે બંને પાર્ટનર ને પોતાની મર્યાદાઓ ખબર હોય ત્યારે એ એકબીજા સાથે પ્રેમ થી ડર્યા વગર કોમ્યુનિકેટ કરી શકે છે.ત્યારે એમના રિલેશન વર્ષો જતા ખુબ જ મજબૂત બને છે.ખુલ્લા મને ચર્ચા કરવાથી,પોતાની ઈચ્છાથી દરેક વાત માં સહમત થવું ,જરૂર પડે ત્યારે કોમ્પ્રોમાઇસ અને અડજેસ્ટમેન્ટ કરી ને સ્ટ્રોંગ રિલેશન બિલ્ટ કરી શકો છો. એનાથી અનકન્ડિશનલ લવ તમારા રિલેશન માં ડેવલપ થશે વર્ષો જતા એ વધુ ને વધુ મજબૂત થશે.

અનકન્ડિશનલ લવ માટે શું કરી શકાય?

1-અનકન્ડિશનલ લવ માં બંને પાર્ટનરે પોતાનું હાર્ટ મૂકવું પડે છે
2-રેગ્યુલર અને ઓપન હાર્ટ કોમ્યુનિકેશન
3-દુઃખી થાવ, હર્ટ થાવ તો શાંતિ થી કેહવાની રીત
4-એકબીજા ના લાઇકિંગ્સ પ્રમાણે બિહેવીયર એડજેસ્ટ કરવું
5.તમારા પાર્ટનર જેવા છે એવા સ્વીકારી ને પ્રેમ કરવો
6.પાર્ટનર ની ભૂલને ભૂલતા શીખો-માફ કરો
7.તમારો પ્રેમ એક્સપ્રેસ કરતા રહો
8.જયારે તમારા પાર્ટનર ને જરૂર હોય ત્યારે એક્સટ્રા લવ,કેર,લાગણી,સહાનુભૂતિ સાથે તમે એની સાથે છો એવું ફીલ કરાવો
9.તમે પ્રેમ કરો છો એ તમારી ખુશી માટે કરો છો તમને શું મળશે એની આશા ન કરો.

તમે તમારા પાર્ટનર પાસે તમારો અનકન્ડિશનલ પ્રેમ કેવી રીતે એક્સપ્રેસ કરશો?
તમને તમારા પાર્ટનર પાસેથી અનકન્ડિશનલ પ્રેમ મેળવવા માંગો છો?
તમને તમારા સાથી નું વધારે લવ કે એટેન્શન જોઈ એ છે?
તમારા રિલેશન ને એક નરીશમેન્ટ ની જરૂર છે?

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમે તમારા પાર્ટનર ને આ બ્લોગ વંચાવો કે એમને શેર કરો સાથે સાથે તમે પોતે પણ એ સમજો. અને તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s