“શ્રી નાથજી સત્ય છે”
જ્યાં પ્રેમ હોય ત્યાં ચીટિંગ શક્ય છે? જવાબ એક જ હશે “ના, એવું શક્ય નથી જ ” ખુબ જ ભાર પૂર્વક બધા સહમત થશે. જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ, સમર્પણ હોય જ. સામેના પાત્રની ખુશી જ અગત્યની હોય છે. પ્રેમ અને સેક્સ ઇમોશનલી એકબીજાથી અલગ છે પણ બંનેનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે એમાં ના નહિ, પણ તમારા પાર્ટનરના જીવનમાં એમની પ્રેમાળ લાગણીઓ સાથે જોડાયેલા રેહવું, એમનો વિશ્વાસ સાચવવો પણ ખુબ જ જરૂરી છે. એ વાત એમની ફીલિંગ માટે ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.
જયારે તમે પ્રેમ કરો છો ત્યારે તમે પ્રેમ ને આકર્ષો છે. એ વખતે પ્રેમ તમારી જરૂરિયાત છે, પણ એ જરૂરિયાત તમારા પાર્ટનર પાસે પુરી કરો એ જરૂરી છે, નહિ કે એના માટે તમે કોઈ બીજા પાર્ટનરને શોધો કે એને આકર્ષો. જયારે તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો ત્યારે તમને એના વિશ્વાસ ને તોડવાનો કોઈ જ હક નથી. એવું કરીને તમે તમારા રિલેશનશિપ ના શાંત પાણી માં પથ્થર નાખો છો અને તમે તમારા પાર્ટનર ના વિશ્વાસને ઠંડા કલેજે તોડો છો એવું નથી લાગતું?
જયારે તમે પ્રેમ માં હોવ છો ત્યારે તમારા પાર્ટનર ને હર્ટ કરો છો એ સૌથી છેલ્લી બાબત ગણાય છે. તો ચીટિંગ તો ઘણી દૂરની વાત છે. જે લોકોને પોતાની જાત પર કંટ્રોલ નથી એ લોકો મોસ્ટલી ચીટિંગ કરતા હોય છે. અને હું કહીશ કે લોકો પ્રેમ પણ કરે છે અને ચીટિંગ પણ કરે છે. જો કે એમનો પ્રેમ એ english માં જેને love making કહે છે તેના પુરતો સીમિત છે, જે છેલ્લે તો ચીટિંગ જ કહેવાય.
બીજું, પ્રેમ ફક્ત એ પોતાની જાત ને જ કરે છે. અને ચીટિંગ એ બંને પાર્ટનર ને કરે છે. અને એમાં એ ક્યારે પણ પાર્ટનર ને પ્રેમ આપી શકતા નથી અને એમનો પ્રેમ મેળવી શકતા નથી અને અંદરથી એ દુઃખી થયા જ કરે છે. ને આમ એ પાર્ટનર બદલ્યા કરે છે અને ચીટિંગની જે ટેવ છે એ ચાલુ જ રહે છે.
તમે જે વ્યક્તિ ને ચિટ કરો છો એને પ્રેમ કરવાનો દેખાડો પણ ન જ કરો. એવો ક્યાંય પણ કાયદો નથી કે તમારા કમીટેડ પાર્ટનર સિવાય તમારે બીજે સેક્સુઅલ રિલેશન ન જ હોવા જોઈએ અથવા તો એ પ્રોહિબિટેડ છે. અમુક વર્ગ એવું પણ કહેશે કે એ ચીટિંગ નથી પણ એ તો વિશ્વાસઘાત છે. પણ તમે તમારી જાત સાથે સાચા હોવા જોઈએ. અને તમારા પાર્ટનર ને પણ એની ખબર હોવી જોઈએ.
ચિટ કરવા માટે ઘણાબધા રીઝન હોઈ શકે છે.
- રિલેશનશિપમાં જો ઇનસિક્યુરિટી લાગે તો
- જો પાર્ટનર સેલ્ફીશ લાગે તો
- સરખા કોમ્યુનિકેશન નો અભાવ લાગે તો.
- રિલેશનશિપ માં આવતા નાનામોટા પ્રોબ્લેમ ને લીધે
- પાર્ટનર વચ્ચે સોલિડ બોન્ડિંગ ન હોય તો.
- જયારે તમારા પાર્ટનર ને સ્વીકારી શકતા ના હોવ ત્યારે
- સેલ્ફ કંટ્રોલ ના હોય ત્યારે
- ચીટિંગ કરો છો એ સ્વીકારવા તૈયાર ન હોવ
આ બધા કારણો છે ચીટિંગ કરવાના અને ચીટિંગ ન કરવાનું એક જ રીઝન છે કે તમે તમારા પાર્ટનર ને “પ્રેમ “કરો છો.
છેલ્લે ચીટિંગ એ ચીટિંગ જ છે. આકર્ષણ થાય એ સ્વાભાવિક છે પણ એના લીધે તમારા પાર્ટનર ને નુકસાન થાય અને તમારા સંબંધો બગડે છે. જો તમે કોઈ પણ રીતે પાછા ફરવા તૈયાર નથી તો એ તમારા સંબંધો માટે ઝેર છે. જે પ્રેમ ક્યારે પણ નહી કહી શકાય.
પ્રેમમાં પડો, પ્રેમમાં રહો, પ્રેમ આપો અને પ્રેમ મેળવો, તમારા કમીટેડ પાર્ટનર સાથે અતૂટ રિલેશનશીપ માં બંધાઓ ઍવી શુભકામના સાથે અહીં વિરમું છું.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.
જલ્દી મળીશું નવા વિષય સાથે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ