તમારા પાર્ટનર સાથે ક્યા ટોપિક પર વાત કરશો?

“શ્રી નાથજી સત્ય છે.”

જયારે નવી રિલેશનશીપ હોય એ વખતે એકબીજા વિષે વધુ ને વધુ જાણવાની વધુ ને વધુ પોતાના વિષે કેહવાની ઇંતેજારી હોય છે. ખુબ-ખુબ વાતો કરવી હોય છે. અને આ વાતો ઇન્ટરેસ્ટિંગ બની રહે અને એકબીજાની વધુ નજીક આવી શકાય, એકબીજા માટેની ઈંટીમસી પણ ડેવલોપ થાય. અને આ વાત દરેક કપલને પણ લાગુ પડે છે. એના માટે કોમ્યુનિકેશનના નવા નવા ટોપિક શોધો. શરૂઆતમાં વધુ પર્સનલ નહીં અને વધુ રુડ નહિ એવી, પણ ઇફેક્ટિવ રીતે વાત કરો. મોટા મોટા પોઝ નહિ રાખો, નહિ તો કોમ્યુનિકેશનમાં મજા નહીં આવે. જો તમે લાંબા સમયથી એકબીજાના સંપર્ક માં છો તો કોમ્યુનિકેશન તમારા રિલેશનને વધુ ને વધુ નજીક લાવશે અને એકબીજાને વધુ ને વધુ સમજવામાં મદદ કરશે.

એવું બની શકે કે તમારા પ્રશ્નો કે વાતના ટોપિક એક ના એક જ હોય પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ બનશે કે તમારા સાથી એનો દરેક વખતે જુદા જુદા જવાબ આપશે. આ પ્રશ્નો કે ટોપીક એ તમારી કેમેસ્ટ્રીને સ્ટ્રોંગ બનાવશે,  સાથે તમારા રિલેશન માં પ્રેમ નું ખાતર પણ પુરાશે. પણ શરત માત્ર એટલી કે પ્રોપર વે માં વાત કહેવાવી જોઈએ કે પૂછાવી જોઈએ.

unnamed

ટોપિક્સ:-

વિક એન્ડ પ્લાનિંગ:- વિક એન્ડ ના પ્લાનિંગ ની ચર્ચા તમારા સાથી સાથે કરો. પછી ભલે ને આજે વીકનો પેહલો દિવસ જ કેમ ન હોય. કેમકે આવતા વિક એન્ડ નું પ્લાનિંગ તમને બંને ને એક રોમાંચ આપશે અને એનાથી આવનારા બધા દિવસો ખુબ જ એક્સાઇટમેન્ટમાં જશે. જેમ કે વીક એન્ડ માં આવતા નવા નવા tv શો કે નવી આવેલી બુક વિષે કે નવા ખુલેલા ક્વિઝીન વિષે વાત કરી શકો.

વખાણ કરો:-તમારા સાથીની હંમેશા પ્રશંશા કરો અને આ વાત એમને નેચર વિષે એમ્નીપર્સનાલીટી વિષે કે પછી એમને કામ વિષે કેમ ન હોય.એમને ખબર પડવા દો કે તમે એમને કેટલું એડમયાર કરો છો-કેટલા એપ્રિસિએટ કરો છો.

કેર કરો:- તમારા પાર્ટનરની દરેક બાબતે કાળજી કરો એમને જાણવા દો કે તમે એમના માટે શું ફીલ કરો છો. એ જાણીને એ તમારા માટે ખુબ સારું ફિલ કરશે અને તમારા સંબંધો વધુ ને વધુ મજબૂત બનશે.

કામ ના વખાણ કરો:- તમારા સાથી સાથે હંમેશા એકબીજાના કામ વિષે પણ ચર્ચાઓ કરો જેથી તમને બંને ને એકબીજાના કામનો, કામ ના સ્ટ્રેસ લેવલ નો, વર્ક સ્ટ્રેસનો, પ્રોફેશનલ અને પર્સનલ એથિક્સ નો પણ ખ્યાલ આવશે.

ખાનગી વાતો :-ખાનગી વાતો એકબીજ ને જણાવવાની પણ એક મજા હોય છે. એના માટે તમે ગમે તેની જેમ પણ એકબીજાની સાથે વાત કરી શકો. મજા પણ આવશે, એકબીજાની ખાનગી વાત પણ જાણી શકશો અને એકબીજા ની વધુ નજીક પણ આવશો. પણ જો એ વાત તમારા પાસ્ટ લાઈફ ની હોય તો એ કરતા તમને મુંઝવણ કે ઓકવર્ડ ફીલ થાય તો તે વાત ને ટાળો.

મહત્વાકાંક્ષા:- લાઈફની મહ્ત્વકાંશા વિષે એકબીજા સાથે વાત કરો તમારા પાર્ટનરને જણાવો તમારી ઈચ્છાઓ ,સપનાઓ વિષે અને તમારું વિઝન શું છે એ પણ કહો એમાં એમનો અભિપ્રાય પણ લો આમ કરવાથી તમારું કંવરશેસન ખુબ જ સારું થશે અને તમારા પાર્ટનર તમારી પર્સનલ સાઈટ ખુબ જ સારી રીતે જાણી શકશે.

હોલીડે પ્લાનિંગ:- તમારા હોલીડે નું પ્લાનિંગ તમે બંને સાથે મળી ને કરો એ પ્લાનિંગ ભલે વિકેન્ડ નું હોય, કે કોઈ સ્પેશિઅલ દિવસનું હોય. હોલિડેઝ હંમેશા આપણા કેલેન્ડરમાં હાઈલાઈટ થતા હોય છે અને એનું જો પ્રોપર પ્લાનિંગ થાય તો હોલીડેમાં મજા આવી જાય. કેમ કે હોલિડેઝ આપણને રિફ્રેશ કરતા હોય છે.

પ્રાઇવેટ ટાઈમ:-તમારા પ્રાઇવેટ ટાઈમમાં તમે ફ્રી થઇને શું કરો છો, સ્પેશિયલી જયારે તમે તમારા પાર્ટનર સાથે ન હોવ એ સમયે. એમને પણ તમારા પ્રાઇવેટ ટાઈમ વિષે જણાવો. કદાચ એવું પણ જાણવા મળી શકે કે તમારા બનેંની ફ્રી ટાઈમની હોબીઝ સરખી જ છે.

એકબીજાના ફ્રેન્ડ્સ વિષે જાણો જેથી તમને તમારા પાર્ટનર વિષે પણ ઘણું બધું ખબર પડી શકે છે.

પ્રાઉડ મોમેન્ટ વિષે કહો.:-એકબીજા ને તમારા જીવનની પ્રાઉડ મોમેન્ટ વિષે કહો. એ ક્ષણોને યાદ કરવા માત્રથી એ સમય ખુબ જ આનંદમા જાય છે અને તમારું કન્વર્સેશન એક ખુશહાલ કન્વર્સેશન બની રહે છે.

હેલ્પ કરો:-હંમેશા તમારા સાથી ને એના કામ માં મદદ કરો. ભલે ને એ કામ નાનું કે સિલી કેમ ના હોય પણ તમારા સાથીની નજીક રહેવાનો એ મોકો ન ગુમાવો. સાથે રહેવાથી એકબીજા માટે એક સારી ફીલિંગ પણ આવશે.

ભૂલ વિષે કહો:- તમારાથી થયેલી ભૂલ વિષે સાથી સાથે ખુલ્લા મને વાત કરો. ભૂલ હવે ન થાય એની પણ બાંયધરી આપો. બની શકે છે કે તમારા સાથી પણ રિલેક્સ થાય અને પોતાની કોઇ ભૂલ કે નબળાઈ વિષે પણ તમને કહે.

ફેમિલી વિષે વાત કરો:-એકબીજાની સાથે ફેમિલી વિષે પણ વાત કરો ફેમિલીની માહિતી આપી જણાવો કે તમારા ફેમિલી મેમ્બર્સનું તમારી લાઈફમાં શું મહત્વ છે. જેથી પેહલી મુલાકાતમાં તમારા સાથી તમારા ફેમિલી સાથે કમ્ફર્ટ ઝોન માં રહી શકે.

પ્રોબ્લેમ્સ ને બેડરૂમમાં ન લાવો:- દરેક ની લાઈફમા નાના મોટા પ્રોબ્લેમ્સ હોય છે.પણ એનું ડિસ્કશન કરો, એને આર્ગ્યુમેન્ટ ના બનવા દો. બને તો પ્રોબ્લેમ્સને રૂમની બહાર જ સોલ્વ કરો .બેડરૂમમાં થતા વધુ પડતા ડિસ્કશન તમને એકબીજથી હર્ટ કરશે અને દૂર કરશે.

સેક્સ ને મહત્વ આપો:- પ્રેમ જેટલું જ મહત્વ સેક્સને પણ આપો. તમારા સાથી સાથે સેક્સ વિષે પણ ચર્ચા કરો. એમની ફેન્ટસી વિષે જાણો અને તમારી ફેન્ટસી એમને કહો. એમાં અચકાવ નહિ તમે તમારા સાથી સાથે જ વાત કરો છો. ગમા અણગમા વિશે પણ વાત કરો.

હેલ્થ:- હેલ્થ વિષે પણ વાત કરો. સારી હેલ્થ એ સારી રિલેશનશિપનું અંગ છે. રેગ્યુલર ચેક અપ, જીમ, યોગા ને લાઈફ માં એડ કરો.

પ્રેફરન્સીસ જાણો :-ઘણી વખત થતું ફની ડિસ્કશન આપણે લાંબા ટાઈમ સુધી ખુશ મૂડમાં રાખે છે. એકબીજાની સાથે વાતો કરતા રહો જેથી એકબીજાની લાઈક-ડીસ્લાઇક, ફયુચર પ્લાનિંગ ખબર પડે. કેમકે દરેકની લાઈફના પ્રેફરન્સીસ સમય સાથે બદલાય છે. અને તમે જેટલું તમારા સાથીના પ્રેફરન્સીસને જાણશો એટલું જ તમે એને સમજી શકશો – એને જાણી શકશો.

કેર કરો:-જો તમે તમારા સાથીને સાચા દિલથી પ્રેમ કરો છો તો તમારા મનમાં જે પણ કઈ છે એ એમની સાથે શેર કરો, એ પછી એક સજેશન કે પછી કંઈક એમના માટે વોર્નિગ કેમ ન હોય. જો એ તમારા સાથીને લગતી વાત હોય તો એને શાંતિથી જણાવો. તમારા સાથીને તમારા માટે માન થશે, એ તમારા માટે સારું ફીલ કરશે અને તમે એની કેર કરો છો એની ફીલિંગ એમના દિલમાં તમને સ્પેશ્યલ વ્યક્તિ બનાવી દેશે.

હજુ ઘણું બધું કહી શકાય પણ આજે તમારા સાથીના દિલમાં પ્રેમાળ સ્થાન મળે એવી શુભેચ્છા સાથે વિરમું છું

આપના સજેશન્સ આવકાર્ય છે.

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર
99250-18706

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s